Friday, March 30, 2018

અસલી આરોપનામું: લેખકડો સ્વીકારે છે કે, એ મુગ્ધાઓ પાસેથી તેનાં ન્યૂડ વિડીયો મંગાવે છે!

હું ભૂલપ્રુફ છું, મને સ્વપ્નદોષ થાય તો પણ એ બીજાનો દોષ હોય અને મારી ફાંદ વધે તો પણ અન્યનો જ વાંક હોય: લેખકડો

મોરારિબાપુ મારી પૂજા કરે છે, મોદી-રૂપાણી મને વાંચીને જ પોલિસી બનાવે છે, મારા સિવાયનું આખું જગત તુચ્છ છે: ઢગો યુવા લેખકડો*

ખાસ મુલાકાત: કિન્નર આચાર્ય

છેલ્લાં પચ્ચીસ વર્ષથી પોતાની જાતને *યુવા લેખક* ગણાવતાં ઢગા લેખકડાએ ખરેખર ઉપાડો લીધો છે. 24 કલાકમાંથી 25 કલાક આત્મશ્લાઘામાં રત રહેતા અને પોતાની *જય* બોલાવતા તથા પોતાના માટે જ *જય હો* ના નારા લગાવતા આ નારસિસિસ્ટના ફિક્સિંગવાળા ઇન્ટરવ્યૂ તમે જોયા. અન્ડર આર્મ બોલિંગ અને પીઠઠુંઓ દ્વારા પૂછાતાં આઇસક્રીમ જેવા પ્રશ્નો વચ્ચે લેખકડો સેન્ચ્યુરી મારે એમાં નવાઈ નથી. પણ મેં જે આરોપ ઘડ્યા છે તે અસલી છે અને લેખકડો પણ આ કાલ્પનિક "આપ કી અદાલત"માં ભરપૂર ખીલ્યો છે. પ્રથમ ભાગ આ સાથે જ વાંચો. બાય ધ વે, મારે કોઈ હનુમાન જયંતિ કે અસ્મિતા પર્વની જરૂર નથી, આ ઇન્ટરવ્યૂનો બીજો ભાગ હું નવરો પડું ત્યારે આવી જશે. ત્યાં લગી લેખકડાનું મહોરું ઉતારતો આ સ્ફોટક ઇન્ટરવ્યૂ વાંચો.


*કિન્નર આચાર્ય: લેખકડા, તારી સામે પ્રથમ આરોપ એ છે કે, તારી ડ્રેસિંગ સેન્સ એકદમ વાહિયાત,  મિથુન અને ગોવિંદા ટાઈપ છે...*

લેખકડો: ... ખોટી વાત. કલરની મારી સેન્સનો જગતમાં જોટો જડે એમ નથી. ઇન ફેક્ટ, મારી તમામ બાબતો એવી છે કે, જેનો જોટો આખા બ્રહ્માંડમાં ન મળે. અખિલ બ્રહ્માંડમાં હું જ એક વિરલ છું. હું એકમેવ અને અદ્વિતીય છું... હું હું છું. હું એટલે હું. હું જ સૃષ્ટિનો સર્જનહાર અને હું જ પાલનહાર. પૃથ્વી આખી શેષનાગની પીઠ પર ટકેલી છે એ અફવા તમે સાંભળી હશે, વાસ્તવિકતા એ છે કે, એ મારી પીઠ પર ટકી છે. દેવતાઓનો રાજા પણ ઇન્દ્ર નહીં, હું છું. હું હું હું ....

 *કિન્નર આચાર્ય: લેખકડા... આપણે તારી ડ્રેસિંગ સેન્સ વિશે વાત કરતા હતા...*

લેખકડો: તો હું ક્યાં આખા બ્રહ્માંડની વાતો કરું છું! હું એમ કહું છું કે, તમે પિત્તળભેજા અને બેવકૂફ છો, તમને રંગની સમજ નથી. હું પીળું પેન્ટ અને જામ્બલી ટીશર્ટ પહેરું છું. ક્યારેય જોયું તમે? રંગશાસ્ત્ર મુજબ એ જગતનું સૌથી કાતિલ કલર કોમ્બિનેશન છે. ગ્રાસ ગ્રીન પાટલુન અને લેમન યેલ્લો શર્ટ પહેરું ત્યારે લોકો અવશ્ય પૂછે કે, ક્યાંથી લીધું? હું ક્યારેય કોઈને કહું નહીં કે, મેનહટનના શો રૂમમાં હું સ્કેચર્સના શૂઝ લેવા ગયો તો એ માત્ર 225 ડોલરના આવ્યા. પછી પણ મારી પાસર અઢારસો ડોલર બચ્યા. ખિસ્સામાં ભાર લાગતો હતો એટલે મેં હળવું કરવા 300 ડોલરના બે પરફ્યુમ્સ પરચેઝ કર્યા. એક ટોબેકો અને ગ્રીન એપલનું કોમ્બિનેશન છે અને બીજું લેવેન્ડર પ્લસ મિસ્ટ ફ્લોરલનું મિક્સ. પછી જે કરન્સી બચી તેમાંથી મારી સાત-આઠ ફ્રેન્ડ્સ માટે લૉન્જરિઝ લીધી. યુ નૉ, હું તો ઇટાલીથી જ અન્ડરવેર લઉં. 60 ડોલરનું જ આવે પણ પહેરવામાં બહુ કમ્ફર્ટેબલ...

 *કિન્નર આચાર્ય: ... પણ મેં સાંભળ્યું છે કે, તમે ખાદીના 30 રૃપિયાવાળા રંગબેરંગી ચડ્ડા જ પહેરો છો...*

લેખકડો: વ્હોટ રબ્બીશ! આવી ગેરમાહિતી જ સમાજના પતનનું મૂળ છે. આવી વાતો ફેલાવનાર સામાજિક જવાબદારીનો મતલબ નથી સમજતા. ભારતનું આમાં જ પતન થયું. તમે વેસ્ટર્ન વર્લ્ડ તરફ જુઓ જરા. એ લોકો કેમ આગળ છે? કારણ કે, તેઓ સ્વયંશિસ્તમાં માને છે...

 *કિન્નર આચાર્ય: આપણે તમારી ડ્રેસિંગ સેન્સ વિશે ચર્ચા કરતા હતા...*

લેખકડો: હા! તમે ચર્ચા શા માટે ઓફફટ્રેક કરો છો? જુઓ, હું તો ન્યૂ યોર્કથી કોન્ડમ પણ રંગબેરંગી લઈ આવું છું અને પહેરીને મારી રીડર્સને પ્રસાદી તરીકે આપું છું. મારા જીવનમાં દરેક બાબતમાં ટેસ્ટ હોય છે. મારી પાસે જેટલાં રંગના શર્ટ-પેન્ટ છે એટલા કલર્સ તમને એશિયન પેઇન્ટ્સના શેડ કાર્ડમાં પણ જોવા નહીં મળે. અરે! કોરલ ડ્રો કે કોરલ પેઇન્ટમાં પણ એટલાં કલર્સ બનતા નથી. મારા ટી શર્ટનો કલર એટલો યુનિક હોય છે કે, એ રંગનું તમને એક પણ કપડું શહેરમાં ન મળે. ડિઝાઇન પણ એવી જ અદ્દભુત. સિંહ-વાઘના ફોટાવાળા તો ઠીક, હું તો શિયાળ અને વરુવાળા ટી શર્ટ પણ પહેરું છું.

 *કિન્નર આચાર્ય: તમારા પર આરોપ છે કે, 100 કિલોમીટર દૂરના કોઈ સ્થળે તમારે ભાષણ આપવાનું હોય તો કાર્યક્રમના સમયના બે કલાક પહેલા નીકળવાને બદલે તમે છેક છેલ્લી ઘડીએ નીકળો છો અને આયોજકોના ફોન આવે તો ટ્રાફિકથી લઈ અને બહાના ફટકારો છો. વળી સ્વયંશિસ્ત અને ડિસીપ્લીન વગેરેની ફિલસૂફી પણ હાંકતા હોવ છો...*

લેખકડો: આ આરોપ સાવ સાચો છે. પણ તમે કારણ જાણવા ક્યારેય પ્રયત્ન કર્યો? મારે કેટકેટલાં અગત્યના કામ હોય છે! છનુંડી વાંચકડીઓ જોડે લાંબી-લાંબી વાતો ન કરું તો એ બધી આત્મહત્યા કરી લે! ફેસબુક પર આપવડાઈ ન કરું તો મારું પાચનતંત્ર ખોરવાઈ જાય. આજે નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી પણ મારા લેખો વાંચી ને મહત્વપૂર્ણ નિર્ણયો લે છે. મોરારિબાપુ મને ગુરુતુલ્ય માને છે. નવી પેઢી પ્રત્યે મારી જવાબદારીઓ છે, ગુજરાતના યુથને સંપૂર્ણપણે નંગુપુંગુ કરવાના મેં શપથ લીધા છે. જુઓ, એક મનુષ્યની ભીતરમાં ગુણ-અવગુણનો ભંડાર ધરબાયેલો હોય છે. એક સર્જક ધારે તો એ લખ્ખણ કે અપલખ્ખણ જાગૃત કરી શકે. મેં એમની ભીતરના કામદેવ અને રતિને જગાડવા પ્રણ લીધું છે, એ સિદ્ધ કરવા હું મારા અંગેઅંગ ઘસી નાંખીશ! મારા જીવનના ત્રણ અગ્રતાક્રમ છે: એક, સેક્સ. બીજું, ફેસબુક. ત્રીજું, મારા સિવાયનું શેષ વિશ્વ કેટલું ક્ષુલ્લક છે એ વિશે જગતને ભાન કરાવવું. આ ત્રણેય માટે મારે સમય ફાળવવો પડે. પ્રવચનો અને લેખો વગેરે તો આ ત્રણેય ઉદ્દેશ્યને સિદ્ધ કરવાનું પ્લેટફોર્મ માત્ર છે.

 *કિન્નર આચાર્ય: તમે ભારતને દંભી ગણાવો છો પણ તમે પોતે જ જગતના પ્રથમ ક્રમના દંભી છો, એવો તમારા પર આરોપ છે...*

લેખકડો: સાવ ખોટી વાત. હું દંભપ્રુફ, ભૂલપ્રુફ છું. જે છનુડી મારી સાથે સૂવા માટે તૈયાર હોય એના ટોપલેસ અને બોટમલેસ વિડીયો હું વ્હોટ્સએપ્પ પર પહેલાં મંગાવી લઉં છું. બધું મને અનુકૂળ હોય તો જ હું સૂવાની હા કહું છું. તમે ઇચ્છો તો મારા મોબાઈલમાં આવું આખું કલેક્શન જોઈ શકો. હા! આ વીડિયો કોઈને મોકલી ન શકું. એટલી ઈમાનદારી મેં હંમેશા રાખી છે! આમાં દંભ ક્યાં આવ્યો! હું હંમેશા નિખાલસ રહયો છું. પાટીદાર અનામત આંદોલન પર લખતાં મારી રીતસર ફાટી રહી હતી. મારા પ્રવચનના 80℅ આયોજકો પટેલિયાવ હોય. હું લખું તો મારા રોટલાં બંધ થઈ જાય. છેવટ સુધી મેં એકપણ લેખ ન લખ્યો અને એક સાદી ફેસબુક પોસ્ટ સુદ્ધાં ન લખી. ભાજપ જીતશે એવો ભરોસો ન હતો. એટલે એનાં વખાણ પણ કેમ કરવા! જો કે, પરિણામ આવ્યા પછી મેં એક જ પોસ્ટમાં બધાંના વખાણ કરી દીધા. કોઈ સાથે બગાડવું શા માટે! આમ પણ બધા જાણે જ છે કે, હું તળિયા વગરનો લોટો છું. પછી ખોટી હોંશિયારી શા માટે કરવી! આટલી હદની છે મારી નિખાલસતા. પદ્માવત પર કશું જ કહેતા હું ધ્રૂજતો હતો. બધું સાવ ઠંડુ પડી ગયું પછી મેં લખ્યું. એ પણ ફિલ્મ પર જ, કરણી સેના વિશે લખું તો મને અપચો થઈ જાય. દંભ મને ફાવતો જ નથી. મારા પપ્પાને હું બેફામ ગાળો દઉં છું, ઢોરમાર મારુ છું અને એટલે જ માતા-પિતા પર પુસ્તકો તથા લેખો લખું છું. આટલું એમના વિશે લખ્યા પછી તો મને એમને ઢીબવા માટેનો અધિકાર આપોઆપ મળી જ જાય. આમાં દંભ ક્યાં આવ્યો?

 *કિન્નર આચાર્ય: મોટાભાગના લોકોને એવું લાગે છે કે, જે વિષયમાં તમને કશી જ ગતાગમ નથી એ વિષયો પર પણ તમે સતત ભરડ્યા કરો છો...*

લેખકડો: મને ખ્યાલ આવી ગયો કે, તમે સંગીત, ક્રિકેટ, રાજકારણ જેવા સબ્જેક્ટસની વાત કરો છો. જુઓ, મેં એક વખત કહ્યું હતું કે, આદિત્ય પંચોલી ખરેખર દિલીપ કુમાર કરતા સારો એક્ટર છે. એ સત્ય જ કહ્યું હતું. સંગીત મારા માટે માત્ર રસનો જ નહીં, આત્મા સાથે જોડાયેલો વિષય છે. મને તેનો ઊંડો અભ્યાસ છે. મારી કારમાં અને મોબાઈલમાં હું હંમેશા બપ્પી લહરીના કંપોઝિશન સાંભળું છું, એમને હિન્દી ફિલ્મોના સર્વોત્તમ સંગીતકાર માનું છું. સેકન્ડ ફેવરિટ છે, લક્ષ્મીકાન્ત - પ્યારેલાલ. હું લખી ચૂક્યો છું કે, સુનિધિ ચૌહાણ તો લતા મંગેશકર કરતાં પણ મહાન ગાયિકા છે. એ સો ટકા સત્ય છે. હું લતાને સિંગર માનતો જ નથી. હિમેશ રેશમિયા અને મોહિત ચૌહાણ વાસ્તવમાં સોનુ નિગમ કરતાં સારા સિંગર્સ છે એવું પણ મેં લખ્યું હતું અને તમે કહો છો કે, મને મ્યુઝિકનું નૉલેજ નથી. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભા જીત્યા ત્યારે મેં લખ્યું કે, આ યુવાનમાં જબરો સ્પાર્ક છે, દસ વર્ષથી હું લખું છું કે, રાહુલ ગાંધી હવે ઈમપ્રૂવ કરી રહ્યાં છે. કોઈ માને નહીં તો હું શું કરું! ભલે મેં ક્યારેય બોલ-બેટ ઝાલ્યા ન હોય, મને ક્રિકેટનું ઊંડું નૉલેજ છે. મને સાયકલ પણ ચલાવતા નથી આવડતી, બાઇક અને સ્કૂટી કે કારની વાત જ ન કરશો. પણ, હું ડ્રાઈવિંગની થ્રિલ પર લેખ જરૂર લખું છું! સોળ વર્ષ સુધી મને ચડ્ડી પહેરતાં આવડતું નહોતું અને નંગોપુંગો જ રખડતો પણ ફેશન પર આજે ય લેખો ઘસડું છું. એવો કોઈ વિષય જ નથી જેનું મને જ્ઞાન ન હોય. હું ધૂળથી બ્લેક હૉલ સુધીની તમામ બ્રહ્માંડની દરેક બાબતો પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવું છું. મેં અગાઉ જ કહ્યું કે, સમસ્ત સૃષ્ટિ મારું જ સર્જન છે. મારા જ સર્જન અંગે મને જાણકારી ન હોય એવું તમે માની શકો?

 *કિન્નર આચાર્ય: તમે આવડા ઢગા હોવા છતાં હજુ કુંવારા શા માટે છો? કોઈ યોગ્ય પાત્ર મળ્યું નથી? શું એટલે જ બધે મોઢું મારતા ફરો છો?*

લેખકડો: કરેક્શન: હું કુંવારો નહીં, અપરિણીત છું. સાવ સાચું કહું તો ચારેક છોકરી સાથે મને પ્રેમ થયો પણ એ બધી મને ઓળખી ગઈ! મિત્રોના કહેવા મુજબ, મારે એમને સમય આપવો જોઈતો ન હતો. બધી એમ જ કહે છે કે, હું અત્યંત સેલ્ફ સેન્ટર્ડ, બોરિંગ, નારસિસિસ્ટ છું. એકે તો એવું કહ્યું કે, હું ચાર લીટી બોલું તેમાંથી છ લીટી અસત્ય બોલું છું. કહું છું ને, મને બરાબર ઓળખી ગઈ. પણ મને ચિંતા નથી, મારી ઘણી વાચીકા છે, હું છુટ્ટક ભોજનમાં રોજ નવી વાનગી અજમાવું છું. દેવની દયા. કામદેવની કૃપા. મારા ઘરનું નામ જ મારે "કામદેવ કુંજ" રાખવું છે.

*કિન્નર આચાર્ય: તમે 45-46 વર્ષના ઢગા હોવા છતાં તમારી જાતને "યુવા લેખક" શા માટે કહો છો? સતત પચ્ચીસ વર્ષથી પોતાના માટે આ શબ્દ પ્રયોગ કરતા તમને શરમ નથી આવતી? આ ન્યાયે તો સલમાન અને આમિર પણ ન્યૂકમર ગણાય...*

લેખકડો: સલમાન અને શાહરૂખ જેવા તુચ્છ લોકો સાથે મારી તુલના કરી તમે મારું અપમાન કરી રહ્યાં છો. બીજું, આજે પણ મારી કામશક્તિ કોઈ 24 વર્ષના યુવાનને શરમાવે તેવી છે. એઇટ પેક બોડી છે. વચ્ચે શરીર વધી ગયું હતું પણ એ માટે હંમેશા બીજા લોકો જવાબદાર હોય છે. મને સ્વપ્નદોષ થાય કે શીઘ્રસ્ખલન કે પછી ટાલ પડે, મારો દોષ હોતો જ નથી. કારણ કે, હું પૂર્ણ પુરુષોત્તમ છું. મારું શરીર મારા કારણે વધે જ નહીં. હું તો કાંઈ ખાતો જ નથી. શિખંડ ખાઉં તો માંડ અર્ધો કિલો ખાઈ શકાય. માત્ર ચાર કેરી અર્ધો લિટર દૂધમાં નાંખું, તેમાં મુઠ્ઠી એક બદામ નાંખું અને ખાંડ નાંખી, શેઈક બનાવી ને ગળચી જાઉં. તપેલી ભરીને શાક, ચાર-છ રોટલી, તગારું એક દાળ અને એક મોટો વાટકો ચટણી. સાત્વિક આહાર, ઊચ્ચ વિચાર. આ મારી ફિટનેસનું રહસ્ય. રાત્રે ભોજન સ્કિપ કરું, મોટાભાગે પિઝા કે બર્ગર કે એવો સાદો ખોરાક જ લઉં. વિસ વર્ષના યુવાન જેવા કપડા પહેરું, એમની જેમ જ રાતદિવસ છનુડીને સુવડાવવાની વેંતરણમાં હોઉં. તો મારી જાતને યુવા કહેવાનો મને જન્મસિદ્ધ અધિકાર છે. આજથી વિસ વર્ષ પછી તો હું યુવા નહીં બલ્કે બાળ લેખક ગણાતો હોઈશ. મારી ઉંમર ઘટતી જાય છે. કોઈ માને કે નહીં પણ હું જ કલ્કિ અવતાર છું.

*કિન્નર આચાર્ય: ગુજરાતની નવી પેઢીને તમારો શો સંદેશ છે?*

લેખકડો: સંદેશ સ્પષ્ટ છે: કપડાં ઉતારો. હું પણ રોજ ઉતારું છું. જ્યાં લગી નગ્નતા અપનાવીશું નહીં ત્યાં લગી પશ્ચિમ જેવી પ્રગતિ સંભવ નથી. હું તો વિદેશ ફરવા જાઉં ત્યારે અચૂક સમુદ્ર બીચ પર પહોંચી જાઉં, ત્યાં ટુ પિસ કે વન પિસમાં ટીનેજર્સ ઘૂમતી હોય તેનાં સેંકડો ફોટોઝ છાનામાના ખેંચી ને મિત્રોને મોકલું છું. અલગ અલગ એંગલથી એવાં ફોટોઝ પાડું કે, લોકો ખુશ થઈ જાય. મારા એક ડઝન પર્સનલ મિત્રોના મોબાઈલમાં તમે ચેક કરી શકો છો. હું નગ્નતા વહેંચતો ફરતો આધુનિક ફકીર છું. હું ઈચ્છું છું કે, મારી હયાતીમાં જ મને નગ્ન ગુજરાત જોવા મળે. એ જ દિશામાં હું 20 વર્ષથી પ્રયત્નશીલ છું. મારી મહત્વાકાંક્ષા છે કે, દરેક ગુજરાતી દંભી બને. દંભ પર મારો આખો કારોબાર ચાલે છે. યુથને મારી અપીલ છે કે, કામ છોડીને પણ મારી જેમ સોશિયલ મીડિયામાં જાતનું માર્કેટિંગ કરતા રહો. લખવું હોય તો યુથને ગલગલીયા થાય તેવું લખો, સફળતાની એ ગુરુચાવી છે. કોઈપણ મુગ્ધા જીવનની કોઈ આંટીઘૂંટીથી પરેશાન હોય તો તેમણે નિઃસંકોચ મને ટોપલેસ વિડીયો વ્હોટ્સએપ્પ કરવો. આ જ રીતે મેં અનેક ફિમેલ રીડર્સનો ઉદ્ધાર કર્યો છે. મારી હકિકત લોકો સુધી પહોંચાડવાનું સદ્દભાગ્ય તમને સાંપડ્યું એ તમારા માટે મોટી વાત ગણાય. જરૂર તમેં પૂર્વજન્મમાં પૂણ્યો કર્યા હશે.