નોંધ:
*આમાંની એકપણ વાનગી એવી નથી જે મેં જે-તે સ્થળે જઈ ચાખી ના હોય, ઝાપટી ના હોય. આ કોઈ લેખ નથી પરંતુ મારા અનુભવો છે.
*મારો આ લેખ 'અભિયાન'ના ૨૦૧૦ના વાર્ષિક અંકમાં છપાઈ ચુક્યો છે.
*આ વિષય પર હું ડોકટરેટ થઇ શકું એટલું મેં લખ્યું છે. એનું કારણ એ છે કે, ખાણીપીણી મારો શોખ છે. મારું શરીર જુઓ તો પણ એ ખ્યાલ આવી જ જશે! માત્ર ખાવું જ નહિ, બનાવવાનો પણ શોખ છે. શાક સમારવા અને પરચુરણ કામ માટે બે હેલ્પર આપો તો ૩૦૦ માણસો માટે ફૂલ કાઠિયાવાડી ડિશ એકલે હાથે બનાવી શકું છું, અનેક વખત બનાવી છે. અને એ ચેલેન્જ સાથે કે, એવો અદ્ભુત સ્વાદ તમે ભાગ્યે જ ક્યાંક માણ્યો હશે. દસ જાતના પીઝા-બર્ગર, વીસ પ્રકારની સેન્ડવિચ, પંજાબી ફૂડ, ચાઇનીઝ... બધું જ પુરેપુરા પરફેક્શનથી બનાવી જાણું છું.
*બ્લોગનો જન્મ થયો અને ઇન્ટરનેટનું ચલણ શરુ થયું એ પહેલાથી આ સબ્જેક્ટ પર લખી રહ્યો છું. અભિયાને પચ્ચીસની યાદી માંગી એટલે મેં પચ્ચીસની આપી. અગાઉ ૨૦૦0માં રિડિફ ડોટ કોમ પર આ જ વિષય પર લેખ અને આખા વિભાગ લખી ચુક્યો છું.
*૨૦૦૨ માં હું અખબારના આખા પેજનો પાંચ હજાર શબ્દોનો લેખ લખી ચુક્યો છું: "ગુજરાતનું સ્વાદોપનિષદ: ઇન્દ્રિયોમાં હું જીભ છું!"
*૨૦૦૪મા 'હોટલાઈન' (વિક્રમ વકીલનું મેગેઝિન) ના દિવાળી અંકમાં મે આઠ પેજનો લેખ ગુજરાતની વિવિધ વાનગીઓ અને ખાનપાન પર લખ્યો હતો.
*૨૦૦૮થી ૨૦૧૦ સુધી 'અકિલા'માં રાજકોટની ખાણીપીણી પર અનેક લેખો લખ્યા છે.
=========
ધાર્મિક કાર્યોના આરંભે જેમ ગણેશ ભગવાનનું સ્મરણ કરવાનો રીવાજ છે એમ ગુજરાતના ખાનપાન અંગે કશી જ વાતનો પ્રારંભ કરતાં હોઈએ તો પરથમ સ્મરણ સુરતનું જ કરવું પડે. પચ્ચીસ વાનગીઓની યાદી છલકાવવાની ‘એકલવીર’ જેવી ક્ષમતા સુરતની ખાણીપીણીમાં છે. અઠવાલાઈન્સમાં મળતી કાકીની પાંઉભાજીનો સ્વાદ એકદમ યુનિક કહી શકાય એવો છે. મોટા ભાગે ચોમાસાની ઋતુમાં જ મળતા સરસિયાં ખાજા સુરતની પોતાની વાનગી છે. સરસિયાંના તેલમાં બનતા આ મસાલેદાર સાટાને ગરમાગરમ હોય ત્યારે જ તેનાં પર લીંબુ નિચોવીને ઓહીયા કરવામાં આવે છે. એગિટેરિયન લોકો માટે સુરતમાં જેટલાં મજેદાર ઓપશન્સ મળે છે એટલાં ગુજરાતનાં અન્ય કોઈ જ શહેરમાં મળવા સંભવ નથી. સુરતનું વાનગીપુરાણ માંડીએ તો તેનાં માટે અલગ લેખ લખવો પડે. અહીં આપણે વાત કરવાની છે સુરતની ચાર વાનગીઓ વિશે: ઘારી, ખમણનો લોચો, ઉંધીયું અને પોંક.
‘ચંદી પડવો’ હોય એ રાત્રે સુરતમાં ભરપૂર ઘારી ખવાય છે. પિસ્તા ઘારી બદામ ઘારી કેસર પિસ્તા અને ડ્રાયફ્રુટ ઘારી... તીખી સેવ સાથે આ ઘારીની મજા જ ઓર છે. તેમાં ઘીમાવો અને સૂકામેવાનું પ્રમાણ એટલું હોય છે કે બેત્રણ ઘારી એક સાથે ઝાપટી લો તો એક ટંક જમવાની જરૂર ન રહે.
ઘારી તો હજુ તમને બીજા કોઈ શહેરમાં પણ મળી રહે. પણ ખમણનો લોચો તો માત્ર સુરતમાં જ મળે ! ખમણને બાફીને બનાવવામાં આવતી આ ખાસ વાનગી માત્ર અને માત્ર સુરતમાં જ મળે છે. ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન સુરતમાં પોંકની મોસમ હોય છે. જુવારના સાંઠાને સગડીમાં કે ભઠ્ઠીમાં શેકીને તૈયાર કરાતો પોંક ત્યારે જ સુરતમાં ઠેરઠેર મળે છે. આ મોસમમાં અહીં કેટલીક જગ્યાએ પોંકના વડા અને પોંકની પેટિસ પણ મળી રહે છે. આ જ સમયગાળા દરમિયાન સુરતમાં તથા આસપાસનાં હાઈવે પર તમને અનેક જગ્યાએ ‘માટલા ઉંધીયું’ લખેલા પાટિયાં જોવા મળે. આ માટલા ઉંધીયું એટલે માટીના મટકામાં લીલા શાક તથા કંદ ભરીને બાફયા પછી તૈયાર કરવામાં આવતી એક સાવ નોખી વાનગી. જો કે સુરતી ઉંધીયું જે ઘરમાં બને છે તેની વિશિષ્ટતા છે તેમાં નંખાતી પાપડી વાલોળ. સુરત નજીકનાં એક નાનકડા ગામડા, કતારગામની વાલોળ હોય તો જ આ ઉંધીયું ‘સંપૂર્ણ’ ગણાય.લીમડા વગરની કઢી અને ધાણાજીરું વગરના ભરેલા શાક જે રીતે અધુરાં ગણાય એવું જ આ વાલોળ વગરનું સુરતનું ઉંધીયું.
છેક દક્ષિણે આવેલાં સુરતથી સીધાં જ સૌરાષ્ટ્રમાં કહેવત છે કે જેતે શહેરની ખાણીપીણી પર ત્યાંની ભૌગોલિક સ્થિતિની અને વાતાવરણની અસર હોય છે. સૌરાષ્ટ્રમાં અગાઉ લીલા શાકભાજીનો પાક સાવ ઓછો રહેતો એટલે જ અહીં સેવ ટમેટા કે ઢોકળીનું શાક, ખેરો અને ઠેરી (બંણે બેસનમાંથી બને)નું શાક, રોટલો અડદની દાળ કે ભજીયા અને ગાંઠીયાનું ચલણ વધારે છે. સુરતની ચાર વાનગી પછી હવે આપણી યાદી આગળ ધપે છે. ભાવનગરના ભાવનગરી ગાંઠિયા ! મરીથી ભરપૂર આ ગાંઠિયાના પાયોનિયર ગણાય છે : નરસી બાવા. આજે પણ ભાવનગરમાં તેમની ત્રણચાર બ્રાન્ચ છે. આ ગાંઠિયામાં પણ પાછી અંગૂઠિયા, ઝીણાં... જેવી અનેક વેરાઈટી મળે. પાંઉગાંઠિયા તરીકે ઓળખાતી વાનગી તો માત્ર ભાવનગરમાં જ મળે. તેમાં તીખા ગાંઠિયા (જેને અમદાવાદીઓ ‘જાડી સેવ’ કહે છે !) સાથે પાંઉ વાપરવાના હોય છે અને સાથે ચટણી તથા ડુંગળી. વર્ણન વાંચીએ તો લાગે કે પેટનો ખાડો પુરવા ગરીબો આવું કરતા હશે. પણ, ના ! હવે ઉચ્ચ વર્ગના લોકો પણ હોંશ હોંશે પાંઉગાંઠિયા ખાવા જમા હોય છે.
વાત ગાંઠિયાની કે બેસનની વાનગીની થતી હોય તો સૌરાષ્ટ્રનું ગોંડલ કેમ ભૂલાય ? અહીં તમને જેવા મુલાયમ અને સ્વાદિષ્ટ ફાફડા મળે એવાં સૌરાષ્ટ્રના અન્ય કોઈ જ શહેરમાં ન મળે. આપણે વાત થાય છે સૌરાષ્ટ્રની અને ફાફડા માત્ર સૌરાષ્ટ્રમાં જ બને છે. અમદાવાદમાં જે ફાફડા મળે છે એ તો ફાફડાની રેપ્લિકા કે બોન્સાઈ કે પાયરેટેડ આવૃત્તિ છે. જેણે ગયા જનમમાં કોઈ ફાફડાવાળાની હત્યા કરી હોય એવાં લોકોને જ ઈશ્વર બીજા જન્મમાં અમદાવાદના ફાફડા ખાવાની સજા આપે છે. સૌરાષ્ટ્રના અમારા જેવાં લોકોને તો એ જ સમજાય નહીં કે બેસનના અપમાન જેવી આ વાનગી લોકોને ગળે કેવી રીતે ઉતરતી હશે ! પછી ટ્યૂબલાઈટ થાય: અમદાવાદમાં ફાફડા સાથે સંભારો, બેત્રણ જાતની ચટણી, ડુંગળી અને કઢી જેવી અનેક વસ્તુઓ કદાચ એટલાં માટે જ અપાતી હશે કે લોકોને આ ફાફડા ગળે ઉતારવામાં શ્રમ ન પડે. રાયપુરના (ખાડીનાં)! બહુ વખણાતા ભજીયા જ્યારે પણ ચાખ્યા છે ત્યારે ય આવી જ લાગણી થઈ છે. ભજીયા તો ગોંડલના ‘દરબાર’નાં જ ! રેલવે સ્ટેશન સામે આવેલા ‘દરબાર ભજીયા’ના ભજીયા એક વખત ચાખ્યા હોય તો બંધાણ જેવું થઈ જાય. મેથીના ગોટાથી લઈ બટેટાની પતરીના ભજીયા સુરતની તમામ આઈટમ અદ્ભુત પરંતુ જો થોડું તીખું ખાવાનો શોખ હોય તો અહીં ભરેલા મરચાના ભજીયા ખાવાનાં. જલ્સો પડી જવાની લેખીત ગેરેન્ટી !
હિસાબ પાક્કો રાખજો ઃ સુરતની ચાર, વત્તા ભાવનગરની બે વત્તા ગોંડલની બે વાનગી થઈ કુલ આંકડો પૂગ્યો નવ પર. હવે રાજકોટની ચાર વાનગી (ચેવડો, ચટણી, પેંડા, ચીક્કી) તેમાં ઉમેરાશે એટલે નવ વત્તા ચાર બરાબર તેર થશે ! ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળાનો પૌઆનો ચેવડો અહીંનો ખૂબ વખણાય. હવે તો રસિકભાઈ ચેવડાવાળા સહિતના આવા ત્રણચાર ચેવડાવાળાની બ્રાન્ચું ગામ આખામાં પથરાઈ ગઈ છે. જો કે ચેવડા કરતાં પણ મજેદાર હોય છે. આ બધી દુકાનોમાં મળતી લીલી ચટણી. સીંગદાણામરચા જેવા રોમટિરિયલમાંથી બનતી આ ચટણી એટલી સ્વાદિષ્ટ અને ચટપટી હોય છે કે તમે તેને બ્રેડપાંઉ પર લગાવીને ખાઓ તો પણ આનંદ આવે અને વેફર સાથે ગ્રાહણ કરો તો પણ મોજ જ પડે. ‘જય સીયારામ’ના પેંડાની વિશિષ્ટતા એ કે એનાંથી સારા પેંડા આખા વિશ્વમાં શોધવા મુશ્કેલ ગણાય ! પ્રમાણસર ખાંડ, અસલી કેસર અને મલાઈદાર દૂધના મિશ્રણથી બનતા આ પેંડાનું મેકિંગ એક રહસ્ય છે ! તો શીયાળામાં અહીં મળતી ગોળની ચીક્કી પણ રાજકોટની આગવી વિશિષ્ટતા છે. મગફળી, તલ, દાળીયા, કોપરું વગેરે ઉપરાંત અહીં વરિયાળી તથા સુક્કામેવાની ચીક્કી પણ મળે. લોનાવાલાની ચીક્કી ભલે વખણાતી વધુ હોય. પરંતુ એ ખાંડમાંથી બને છે. વધુ ખાઈ ન શકાય, ખાઓ તો નુકસાન થાય. પણ રાજકોટમાં મોટાભાગે ગોળની ચીક્કી મળે. એ પણ ઠંડીની મોસમમાં જ. ઉનાળામાં જેમ ગુજરાતના ઘરઘરમાં કેરી ખવાતી હોય છે એવી જ રીતે શીયાળામાં રાજકોટના ઘરઘરમાં ચીક્કી ખવાય છે ! રાજકોટની પાંચમી વાનગી (અને આપણી પંદરમી) એટલે અહીં બનતો આઈસક્રીમ ! વસતીના પ્રમાણમાં આઈસક્રીમ ખાવામાં રાજકોટ આખ્ખામાં દેશમાં નંબરવન છે. અહીંની પટેલ આઈસક્રીમ (ઝીરો ડીગ્રી) જેવી પેઢીએ તો હવે મુંબઈની કાંદિવલી અને મલાડ સહિત અનેક પરાંઓમાં ચેઈન સર્જી દીધી છે ! રાજકોટનો આઈસક્રીમ ભારે હોય છે, મલાઈદાર હોય છે અને બ્રાન્ડેડ આઈસક્રીમની સરખામણીમાં એ ક્યાંય વધુ સ્વાદિષ્ટ, અનેકગણો ગુણકારી છે. તેમાં હવાનું પ્રમાણ નહિંવત્ (જે બ્રાન્ડેડમાં ક્યારેક ચાલીસથી પચાસ ટકા હોય છે !) હોય છે અને એક વખત મોંમાં નાંખો કે તરત જ તમને ક્રીમમલાઈનો અહેસાસ થાય. શીયાળામાં અહીં આદૂનો, ગરમ મસાલાનો આઈસક્રીમ પણ મળે અને ચોમાસાના પ્રારંભે રાવણા જાંબુનો તો ઉનાળામાં અસ્સલ કેરીનો !
હજુ આપણે સૌરાષ્ટ્રમાં જ છીએ ઃ વાનગી નંબર ૧૬ એટલે પોરબંદરની ખાજલી, ૧૭ જામનગરી ડ્રાયફ્રૂટ કચોરી, ૧૮-૧૯-૨૦ એટલે કચ્છીની દાબેલી, ગાંધીધામના અડદિયા અને ગુલાબપાક. પોરબંદરના બરડા પંથકનો માવો પણ બહુ ફેમસ હોં ! બરડાના જંગલોમાં માલધારીઓનાં અનેક નેસ છે. ચોમાસાનાં ત્રણચાર મહિના દરમિયાન અને એ પછીના બેત્રણ માસ સુધી અહીંની વનરાજી આંખો ઠારનારી હોય છે. એ સમયે અહીં માવાનું પુષ્કળ ઉત્પાદન થાય. પોરબંદરની બજારો આ માવાની ગોટીઓથી છલકાતી જોવા મળે. જો કે પોરબંદરની ખ્યાતિ તેની મસ્તમસ્ત ખાજલીના કારણે વધુ છે. કેટલાંક લોકો તેને સાટા પણ કહે છે. મોળી અને નમકીન એમ બેઉ પ્રકારની ખાજલી અહીં મળે. હવે તો, ખાજલીની લોકપ્રિયતા એવી થઈ છે કે સૌરાષ્ટ્રના લગભગ દરેક શહેરમાં પોરબંદરની ખાજલીના બોકસ મળી રહે છે. જામનગરની ડ્રાયફ્રુટ કચોરી પણ હવે માત્ર જામનગરની વાનગી નથી રહી. જો કે અસલી માલની મજા જુદી હોય છે. અહીં એચ.જે. વ્યાસની કચોરી ભારે વખણાય. ડ્રાયફ્રુટ કચોરીની મજા એ કે તેનાં મસાલામાં ભરપૂર સૂકામેવાનો ઉપયોગ થાય છે. મસાલો સૂકો હોવાથી આ કચોરી એકાદ મહિના સુધી બગડતી નથી.
હવે આપણી સ્વાદ એકસપ્રેસ પહોંચે છે : કચ્છ. જ્યારે કચ્છનું નામ પડે ત્યારે સૌપ્રથમ સ્મરણ કચ્છી દાબેલીનું થાય. દાબેલી એ કચ્છની રાષ્ટ્રીય ડિશ છે. ‘બિનહરિફ’ અને ‘માંડવીવાળા’ની દાબેલી અહીં ભુજ-ગાંધીધામમાં મશહૂર છે. બટેટા અને તેમાં ઉમેરેલા વિશિષ્ટ તેજાના વગેરેથી બનતો દાબેલીનો મસાલો એકદમ યુનિક હોય છે. તેમાં હેંતકની મaસાલા શીંગ નાંખવાની. મુલાયમ પાંઉમાં આ બધુ ભરી દેવાનું. ઉપરથી ડુંગળી, ચટણી વગેરે... દાબેલી aતૈયાર. દાબેલીની શરૂઆત કચ્છના માંડવીમાં થઈ હતી. અહીંના મોહનભાઈ નામના એક સજ્જને વર્ષો પહેલાં કરી હતી.
દાબેલી તો જવા જમાનાની વાનગી ગણાય પરંતુ કચ્છની મિઠાઈઓ એકદમ સ્વાદિષ્ટ અને રિચ હોય છે. અહીંની મિઠાઈઓ પર સિંધનો પ્રભાવ ઘણો. મોટાભાગે ઘીની મિઠાઈઓ બને. આવી જ એક વાનગી એટલે અડદિયા (અને મેસૂક પણ ખરો !) ગાંધીધામના ચાવલા ચોકમાં અને ભુજમાં આવેલી શોપ ‘ખાવડા મેસૂક ઘર’ના અડદિયા અદ્ભુત ! ઘીથી લથપથ અને એકદમ આગવો એવો ગરમ મસાલો ! અહીંની ખાજલીને તેઓ ‘પકાન’ (પકવાન !) કહે અને આ નમકિન ‘પકાન’ દુનિયાની તમામ ‘ખારી’ને ભૂલાવી દે એવા હોય છે. આ પકાન પણ કચ્છની પોતાની વાનગી ગણાય. અને એટલી પોતિકી આઈટમ એટલે કે ગુલાબપાક ! તમે અંજીરપાક, ટોપરાપાક, બદામપાક જેવી મિઠાઈઓના નામ તો સાંભળ્યા હશે. પણ, ગુલાબ પાક ? ગુલાબની પાંખડીઓ, દૂધમાવાથી બનતી આ મિઠાઈઓ સ્વાદ એકદમ નવતર હોય છે. કચ્છમાં એક એવો મોટો વર્ગ છે જેને ગુલાબ પાકનું રીતસર બંધાણ હોય !
ગુજરાતના વિવિધ શહેરોની ખાણીપીણીની જે રીતે એક સંસ્કૃતિ છે એવી જ રીતે વિવિધ ધર્મસ્થાનોના પ્રસાદની પણ ખરી. સૌરાષ્ટ્રના સતાધારના ભોજનનો સ્વાદ અનેરો હોય છે, વીરપુરના ખીચડી-કઢીનો પ્રસાદ લીધા વગર જ્વલ્લે જ કોઈ યાત્રાળુ પાછા ફરે છે. પાલિતાણાની જૈન ધર્મશાળાઓની ભોજનશાળાઓનું ભોજન એક વખત ચાખવા જેવું. મેથી-પાપડનું શાક, તૂરીયા-ગાંઠિયાનું શાક જેવી અનેક યુનિક ચીજો તમને એ થાળીમાં જોવા (ઈનફેક્ટ ઃ જમવા !) મળે. જો કે ગુજરાતની સૌથી પોપ્યુલર પ્રસાદી ગણાય છે. મહૂડીના ઘંટાકર્ણ મંદિરની અદ્ભુત સુખડી ! સુખડીમાં પણ આટલો સ્વાદ હોઈ શકે એ મહૂડીની સુખડી ચાખ્યા પછી જ ખબર પડે. આ સુખડી આપણી યાદીની એકવીસમી અધિકૃત ડિશ છે ! વચ્ચે પાલિતાણા, સતાધાર વગેરેની જે વાત આવી એ (સંસદની ભાષામાં કહીએ તો !) ઑન રેકર્ડ નહીં ગણવી ! મહૂડીની આ સુખડીનું એકમાત્ર દુઃખડુ એ છે કે તેને ધાર્મિક રિવાજ મુજબ ઘેર લઈ જઈ શકાતી નથી, મંદિરના પ્રાંગણથી બહાર લઈ જવાની પણ મનાઈ. મહૂડીથી ઘેર પહોંચ્યા પછી લગભગ તમામ યાત્રાળુઓને થોડા દિવસ સુખડી વિરહ સતાવતો હશે.
આપણી યાદીની બાવીસમી વાનગી છે ઃ ડાકોરના ગોટા. ગુજરાતમાં રણછોડરાય જેટલી જ કિર્તી કદાચ ગોટાને પણ મળી છે અને તેનાં ભક્તોની સંખ્યા પણ રણછોડરાયના ભક્તો કરતા ત્રીજાચોથા ભાગની તો હશે જ. ઘણાં યાત્રાળુઓ તો ડાકોર પહોંચતા જ પ્રથમ કાર્ય ગોટાનાં દર્શન કરવાનું કરે છે, રણછોડરાય ક્યાં ભાગી જવાનાં. ડાકોરના ગોટા એટલી હદે લોકપ્રિય છે કે તેમાં ‘ઈન્સ્ટન્ટ પેક’ પણ બજારમાં મળે છે. શેકેલી દાળ અને વિવિધ મસાલાના મિશ્રણમાં દૂધ ઉમેરી તૈયાર થતા આ વડા જરા સ્પાઈસી હોય છે. કેટલાંક લોકો તેને દૂધના ગોટા પણ કહે. પણ વધુ પ્રચલીત નામ ઃ ઠાકોરના ગોટા. વાત મધ્ય ગુજરાતની જ થઈ રહી છે તો વડોદરાનો લીલો ચેવડો (આપણી વાનગી નંબર ૨૩) કેવી રીતે ભૂલાય ! આ ચેવડો એવી ચીજ છે જેને ચાહનારા લોકોની સંખ્યા જેટલી છે એટલી જ ધિક્કારનારાઓની પણ છે. એનું કારણ છે ઃ તેનો ડિફરન્ટ સ્વાદ. બેટેટાની કતરણને સૂકવ્યાં વગર સીધી જ તળીને બનાવવામાં આવતા આ ચેવડામાં ભરપૂર ચણાદાળ અને ખાંડ હોય છે. ગળ્યું ભાવતું હોય એમને મજા પડે, જેમને તમતમતું વધારે પસંદ હોય એમને બહુ જામે નહીં. જો કે એમનાં માટે વડોદરાની વિખ્યાત એવી ચટપટી ભાખરવડી તો છે જ !
યાદી પચ્ચીસ વાનગીઓની જ કરવાની છે એટલે ઘણુંબધું ચૂકાઈ જવાનું. પરંતુ અમૂક વાનગીઓને યાદ ન કરીએ તો આખો લેખ જ વકે નહીં ! ગણપતિનું આવાહન કર્યા વગર, દેવતાઓને આમંત્રણ આપ્યા વગર ધાર્મિક કાર્યો સંપણ ન ગણાય એમ ગુજરાતની ઓળખ જેવાં કેટલાંક વ્યંજનોનું સ્મરણ ન કરીએ તો પાપમાં પડીએ. વિદ્યાનગરના યોગેશના ખમણ તથા સેવખમણી તો ભાવનગર નજીક આવેલા શિહોરનાં તથા રાજકોટ નજીક આવેલા કુવાડવાના પેંડા, ખંભાતની સૂતરફેણી અને પાટણનાં મશહૂર દેવડા. આ દેવડા એટલે નાથદ્વારામાં મળતા ઠોરની જાડી આવૃત્તિ જોઈ લો. કાઠિયાવાડમાં મળતા મીઠા સાટા જેવું જ કશુંક. મેંદો, ઘી, ખાંડ જેવી સામગ્રીથી બનતી આ મિઠાઈ ઠોર કરતાં નરમ હોય છે. એક સમય એવો હતો જ્યારે જમણવારમાં દેવડા ન હોય તો પાટણમાં પ્રસંગ અધૂરો ગણાતો. નજીક આવેલા હિમ્મતનગરમાં ‘ચારભુજા’ની ખસ્તા કચોરી એકદમ ટકાટક હોય. દહીં સાથે પીરસાતી આ કચોરી ખાવાનાં પણ ખાસ નિયમો છે. તેમાં દહીં તમને મર્યાદિત મળે અને તમે વધારાનું દહીં વેંચાતુ માંગો તો પણ ન મળે. નહીં એટલે નહીં જ ! સુરેન્દ્રનગરનું ક્ચરિયું (તલમાં ગોળ ભેળવી બનાવવામાં આવતો શીયાળુ પાક) વિખ્યાત તો જૂનાગઢ આખું વણેલા ગાંઠિયા જ ખાય. ફાફડા અહીં બહુ મુશ્કેલીથી મળે.
હવે આપણી ગાડી જાય છે, ગુજરાતના સ્વાદના પાટનગર અમદાવાદ તરફ. સ્વાદનું કેપિટલ કહેવાનું કારણ એટલું કે અહીં તમને રાજકોટના પેંડા પણ મળી રહે અને ભાવનગરના ગાંઠિયા પણ. સૂતરફેણી પણ મળે અને સેવખમણી પણ ખરા ! જશુબહેન જાતજાતના પિઝા બનાવે તો ઈન્દુબહેનના ખાખરા પ્રખ્યાત. ‘રજવાડું’માં મજેદાર વેજ. મુઠિયા અને ખીચું જેવી અનેક ચીજો મળે તો મહાગુજરાતના દાળવડા પણ અફલાતૂન ! હા ! ચોવીસમી વાનગી દાળવડા, પચ્ચીસમી અમદાવાદના ‘દાસ’નાં ખમણ.
મગની વાટીદાળમાં આદુંમરચાં નાંખી બનાવવામાં આવતા દાળવડાને અસ્સલ અમદાવાદી ડિશ કહી શકાય. મરચીકાંદા સાથે લો તો દાળવડાની મોજ બેવડાઈ જાય. ગુજરાતનાં ગામેગામ હવે દાળવડા મળવા લાગ્યા છે પરંતુ ચાટ ખાવાની જે મજા ઈન્દૌરમાં છે એ અમદાવાદમાં નથી, પંજાબીનો આનંદ પંજાબના ઢાબા પર છે એ સુરતવડોદરાના રેસ્ટોરાંમાં નથી એમ દાળવડાનો અસલી સ્વાદ અમદાવાદમાં જ મળે. આવું જ ખમણની બાબતમાં છે. ઈન્સ્ટન્ટના જમાનામાં હવે ગામેગામ બેસનમાંથી ખમણ બનવા લાગ્યા પરંતુ અમદાવાદમાં વાટીદાળના જે ખમણ મળે છે તેનો ટેસ્ટ નિરાળો છે. ‘દાસ’ ખમણવાળા (વાનગી નંબર ઃ ૨૫)ના ટમટમ, સેવ ખમણી કે વેજ. ખમણ ચાખ્યા છે, કદી તમે ? લગભગ ૮૫૯૦ વર્ષ જૂની આ પેઢીએ ખમણમાં હંમેશા અવનવા પ્રયોગો કર્યા છે. અહીં જેવી સેવ ખમણી, ગ્રાીન વેજીટેબલ ખમણ વગેરે જેવી ડિશ બીજે ક્યાંય જોવા ન મળે. અને આવી બધી નવતર ડિશની મજા જ એ છે. અમદાવાદમાં મળતા ભાવનગરી ગાંઠિયાનો સ્વાદ નથી એટલે જ ભાવનગરના ગાંઠિયા મશહૂર છે. દાસ જેવાં ખમણ જો કાલે રાજકોટ વડોદરા અને વલસાડમાં મળવા માંડશે તો પછી એનો ચાર્મ આપોઆપ ખતમ થઈ જશે. પણ એવું ક્યારેય બનવાનું નથી. થેન્ક ગોડ !

મે '૨૦૧૦, "અભિયાન"
મારો પણ એક બ્લોગ હોય!
ReplyDeleteઘણી વખત એવી ઘટનાઓ આપણી સાથે કે આપણી આસપાસ બનતી હોય છે જે બધા સાથે શેર કરવાનું મન તો થાય પરંતુ ફેસબુક કે લેખ તેના માટે યોગ્ય માધ્યમ ના હોય. એટલે જ વિચાર્યું કે , મારો પણ એક બ્લોગ હોય! એવા લેખો લખ્યા હોય જેની લિન્ક તો ફેસબુક પર આપી શકાય પરંતુ આખો પેસ્ટ કરવામાં તકલીફ પડે. હું તો અનેક સ્થાનિક મીડિયામાં પણ લખતો રહ્યો છું -જેના લેખો દરેકને વાંચવા ના પણ મળે. એટલે જ વિચાર્યું કે , મારો પણ એક બ્લોગ હોય! અનેક સ્મૃતિગ્રંથો, વિશેષાંકો વગેરેમાં લખવાનું બનતું હોય છે પરંતુ એ મર્યાદિત લોકો સુધી પહોચ્યું હોય છે. થાય કે, જેમને આવું વાંચવું ગમે છે એમના સુધી તો આ પહોંચતું જ નથી. એટલે જ વિચાર્યું કે , મારો પણ એક બ્લોગ હોય! અંગત અનુભવો, લાગણીઓ, રોષ, પ્રેમ, આભારની લાગણી, વ્યથા, કથા, પ્રવાસ... કેટકેટલું છે, તમારી સાથે વહેંચવા માટે. હમેશા થતું કે , આ બધું ક્યાં જઈ ઠાલવવું! એટલે જ વિચાર્યું કે , મારો પણ એક બ્લોગ હોય!
VERY GOOD SIR.. VANGIO NI VISHE VANCHTA VANCHTA JAMYA HOVA CHATA PAN MODHAMA PANI AAVI GAYU.. GURU PURNIMA NA DIVASHE AA SHUBH SHARUAAT KARVA BADAL ABHINANDAN ( AAM TO EMA AMRO J SWARTH CHE NE COZ AMNE PAN AAVI INF. MALTI RAHESHE ) KEEP IT UP
ReplyDelete@Punit Bhatt
ReplyDeleteThanks!!
કીન્નરભાઈ પાઉગાંઠિયા કાલે જ ખાધા...ભાવનગર વતન અને રાજકોટ ભણ્યો હોવાથી આ બે શહેરની વાનગીઓ ખૂબ ખાધી છે. પણ ભાવનગરની એક ઓર પ્રિય વાનગી અહિયા રહી ગઈ છે..ભૂંગળા બટેટા..ભાવનગરમાં કેટલીય જગ્યાએ ભૂંગળા બટેટાની લારી છે એમાં ભરતભાઈના ભૂંગળા બટેટા ફેમસ છે..બટેટા ભૂંગળાનું પેજ પણ છે .બાકી બધી વાનગીઓ વિષે સાંભળી ભૂખ વધુ તેજ થઈ ગઈ છે...
ReplyDelete@Sanket
ReplyDeleteભૂંગળા-બટેટાની તમારી વાત સાચી છે. આજકાલ એ રાજકોટમાં પણ બહુ મળે છે. અને ભરૂચમાં પણ ખુબ ચલણ છે.
હા રાજકોટમાં ય હવે મળે છે..અને ત્યાં કાલાવડ રોડ પર સન્નીભાઈના બટેટા ભૂંગળા બહુ ખાય છે બધાં..
ReplyDeleteCongratulations Kinner bhai ,..
ReplyDeleteAll the best wishes for ur blog. Hope to hang around here again n often...
Congratulations Kinner bhai ,..
ReplyDeleteAll the best wishes for ur blog. Hope to hang around here again n often...
tamara blog ne bharpoor prasiddhi male evi subhkamna......
Congratulations Kinner bhai ,..
ReplyDeleteAll the best wishes for ur blog. Hope to hang around here again n often...
tamara blog ne bharpoor prasiddhi male evi subhkamna......
Naresh k.dodia
Congratulation mr. Kinnarji......
ReplyDeletetamaro aa lekh khubaj saras che...
@Darsh & Nareshbhai...
ReplyDeleteThanks!
Also THANKS to all the Anonymous
ADBHUT
ReplyDeleteBAHU J SARAS ...
AAVO MAGHMAGHATO SWADISHT LEKH LAKHAVA BADAL ANE SHARE KARVA BADAL KHUB KHUB AABHAAR, KINNERBHAI.
Ashutosh Bhatt
VADODARA
waah bhai waah... એક તો કિન્નરસાહેબ મોડે મોડે બ્લૉગ શરૂ કરે અને એય પાછું ખાણીપીણીની વાતોથી... એમાં તો મોંમાં પાણી આવી જાય, વાચીને તરબતર થઈ જવાય અને પછી દિલથી કહેવાઈ જાય, દેર આયે દુરસ્ત આયે! હવે પછી લખવામાં કંજૂસાઈ નથી કરતા તેમ બ્લૉગમાં ઝળકવામાં પણ ઉદારતા રાખજે! સુપર્બ!
ReplyDeletetame amdavad na fafda nu je lakhyu chhe te total satya chhe...mane rajkot thi ahi sift thaye 5 varsh thya ( jo ke have to hu gandhinagar settle thay gayo chhu ) ek j var fakt ek j vaar khadhela abd ma ...haju sudhi biji vaar nathi khadha....e fafda to koi ne mrva na kam ma aave...ane mane hasvu aave ke amdavadio kahe ke fafda jevi maja nahi...lolzzz....btw have abd ma pan aapna saurastra na saputo e nakheli dukano ma banta assal kathiyawadi ganthia na amdavadio bandhani thay gaya chhe...ane have emne khabar padi chhe ke atyar sudhi aapne lot na lisota j kata hata :PPP
ReplyDelete@ આશુતોષ ભટ્ટ: થેન્ક્સ!
ReplyDelete@ સંજય શાહ: ઉદારતા રાખવા પ્રયત્ન કરીશ. ખાતરી નહિ!
ઊંધિયું માં વાલોળ નહિ પણ કતારગામ ની પાપડી ના નામે પ્રખ્યાત શાક વપરાય છે.
ReplyDeleteમાટલા ઊંધિયું સુરત ની આસપાસ ઉબાડિયું ના નામે પ્રખ્યાત છે
@અજય ઉપાધ્યાય... "લોટના લીસોટા...!!'
ReplyDeleteહા ! હા! હા!
તમારી વાત સાચી છે, હું અમદાવાદ ૨-૩ વર્ષ અપ-ડાઉન કરતો હતો. ત્યાં ફાફડા નથી બનતા પરંતુ ફાફડાને બદનામ કરવાનું ષડ્યંત્ર ચાલે છે :) :)
મેહુલ તેવર, તમારી વાત સાચી છે. પરંતુ અમારે ત્યાં તેને "પાપડી વાલોળ" કહે છે. પાપડી એ વાલોળનો જ એક પ્રકાર છે. જે રીતે રિંગણ પંદરેક પ્રકારના આવે છે, વાલોળનું પણ એવું જ છે. "ઉંબાડિયું"ની માહિતી બદલ અભાર.
ReplyDeleteઅભિનંદન કિન્નર.... It was long over due... મારો બ્લોગ દોઢ (કે બે?) વરસથી તૈયાર છે. પણ ‘પહોંચી વળાશે?’ એવી ધાસ્તીને કારણે શરૂ નથી કરતો. (ફિલ્મી ભાષામાં કહીએ તો 'Coming Soon' નાં બોર્ડ અંગત કક્ષાએ લાંબા સમયથી ચઢી ચૂકેલાં છે) તેથી જય, રજનીકુમાર અને હવે તમે એમ સૌને જોઇને એ બ્લોગ શરૂ કરી દેવાનું પોરસ ચઢે એ શક્યતા વધી રહી છે. આ નવા માધ્યમમાં પણ ખુબ સફળતા મેળવો એવી શુભેચ્છા.... All the best, dear.
ReplyDeleteસુરત ના જૂનાજોગી સમાન ઈશ્વરચંદ તુલસી ની રતાળુ પૂરી, મહેર બેકરી ના માખણીયા, મઝદા બેકરી ની નાનખટાઈ અને ખારી (સુરત માં પડવાળી બિસ્કીટ કહે છે ),
ReplyDeleteગુજરાત મિત્ર ના રસાવાળા ખમણ, વૈશાલી ના વડાપાઉં, મઢી ની સેવખમણી, ચોપાટી ની ભેલ, સીન્ડીકેટ ના સમોસા, ચેવલી ની બટાકા પૂરી, પેટીસ,
વડોદરા માં મહાકાળી નું સેવ ઉસળ. ઉત્તર ગુજરાત માં વિસનગર માં શિયાળા માં મળતા ટોથા... વગેરે નો પણ સમાવેશ કરી સકાય પણ ૨૫ ની જ આપે ગણતરી કરી એટલે...
Mehul Tewar,
ReplyDeleteતમે આટલી બધી વસ્તુ લખી અને મારા જેવા ભુખલાના મોઢામાં પાણી આવી ગયું :)
સલિલભાઈ, થેન્ક્સ! તમારે તો બ્લોગ કરવો જ જોઈએ. તમે તો ડેડલાઈન બાબતે બહુ ચોક્કસ છો, નિયમિત છો. તમે આસાનીથી કરી શકશો.
ReplyDeleteDear Kinner,
ReplyDeleteI am happy to know that now, all your writings are available On-Line on Blogspot. This is really useful some moving persons like me - who can not carry the entire print with them for reading - but have Internet & Display with them. So now, I will also keep on reading your writings and will post comments - wherever needed.
From your review of Amdavadi Fafda and briefs of other food Items,Itis gathered that u have real sense of test
ReplyDeleteVirendra salot
From your review of Amdavadi Fafda, I doubt that u have real sense of taste or you didnt happen to eat at rite place..
ReplyDeleteVirendra salot & Anonymousbhai,
ReplyDeleteહું અમદાવાદના ફાફડા અને અમારા રાજકોટમાં મળતા હોટડોગને એક જ કક્ષામાં મુકું છું. અમારે ત્યાં હોટડોગમાં મસાલા સિંગ, ખજુરની ચટણી અને ગોરધનભાઈની લીલી ચટણી તથા બટેટાનો મસાલો પણ હોય છે!
@ILIYAS SHAIKH, Thanks!
ReplyDeleteતારા જેવા મિત્રો આ બ્લોગ વાંચતા રહેશે તો ગમશે.
jamo j padshe, welcome to blog world.
ReplyDeleteJAMAVAT KINNERBHAI-CONGO CONGO-BEST OF LUCK
ReplyDeleteInteresting!!!! Do u know about "GATHIA-RATH"?in Rajkot
ReplyDeleteThanks, Dr. Utpalbhai & UrvinBhai.
ReplyDelete@Vinod Savani: Thanks. Yes I know abt it.
This comment has been removed by the author.
ReplyDeleteમજ્જા પડી .. :)
ReplyDeleteકચ્છ પહોંચ્યા અને ગાંધીધામ-ભુજ વચ્ચે આદીપુર ચુકાઈ ગયું...આદીપુરના દાળ-પકવાન... બોસ એકવાર ચાખ્યા પછી અમદાવાદ આવીને પણ વરસો વરસ વસવસો થાય કે અહીંયા પણ દાળ-પકવાન મળતાં હોત ! બીજા ઘણા લોકો ટ્રાય કરે છે પણ મોટેભાગે ચણાની પેટ દુખાડે એવી દાળ બનાવીને ચમચો હેઠો મૂકી દે છે....
- Tushar Acharya
jo kevu thayu. badhana moma keva pani avi gaya.tameto blog sharu kartaj parti api didhi ane a pan rasbasti purn gurjar raslhan...moj padi gai.thanks to kahu choo pan hajuye tamara sahitya rupi shabdo ni bhukh to avine avi j chhe. jo jo pirsvanu chalu j rakhjo . kadach mane odkar kyarey nahi ave.... tame lekh ni sharuatma ganpatibapane jarur yad kariya pan pachhi stuit to annpurnanij kari kharune. blog chalu karva badal khub khub abhinanandan ane ha ek ichha ke tamne mare ghharni puranpuri khavdavvi padshe. a kyay ni prakhyat nathi ana par gujratno varsho thi kabjo jamavi ne bethi chhe. kharune? wish u all the best
ReplyDeletecongrets for new blog...
ReplyDeletein addition to your article..vadodara no lilo chevado...surendra nagar sikandar ni khari shing...doraji na gafar na bateta..amdavad bellwala nu pan..rajkot bajarang ni soda..etc
કિન્નરભાઈ,
ReplyDeleteબ્લોગ જગતમાં સસ્નેહ સ્વાગત. તમને વાંચવાની હંમેશા મજા આવે છે અને અહીં પણ તે મેળવતા રહીંશું.
http://shabareesanchay.blogspot.com/
kinnerbhai...mazaa padi gayeee. aahi Boston maa bethat betha aaakha Gujarat no swaad chakhi lidho...Congratulations and lookign forward to read more..
ReplyDeleteChandrakant Shah.
P.S. Thanks to Jaykumar for introducing the blog and linking it..
ક્યા મળે City Light Roadની રંગીલી સાંજ,
ReplyDeletekya male ghod road no sunday no traffic.
ક્યા મળે Lake View-ગાર્ડનની ચટાકેદાર રાત,
kya male chok jeva "RASAWALA KHAMAN",
kya male dumas jeva "BHAJIYA"
kya male rander ni "AALOO-PURI",
kya male che gopal no "LOCHHO"
ક્યા મળે kAkI જેવી પાવ-ભાજી,
ક્યા મળે BANARASI જેવુ પાન,
ક્યા મળે GOKULUM jevo "coco",
ક્યા મળે ડિસન્ટ જેવો "KASMIRI PULAV".
સુરત નો રંગ નીરાળો,
સુરત નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી,
તો પણ ગર્વથી કહો હુ છું "સુરતી"
Kinnarbhai; Bhavnagar ni vadhu ek vanagi...DAL-PURI....Gandhidham;Rajkot ma DAL-PAKWAN male pan BHAVNAGAR ma DAL-PURI...CHANA I DAL(RASAWALI) MASALEDAR RASAWALA BATETA NI SHAK ANE EMA IX THAY KACHORI...ZINI SAMARELI DUNGALI ANE LILI CHATANI umero etle taiyar tamari DAL-PURI...
ReplyDeleteઅભિનંદન.
ReplyDeleteમજા પડી.
જોરદાર!! મજ્જા પડી ગઇ!!!
ReplyDeleteકીન્નરભાઈ -- અત્યારે રાત ના ૮.૩૦ થયા છે, ભૂખ પણ લાગી છે અને તમે એવો લેખ લખ્યો છે કે ઘરનું જમવાનું ભાવશે જ નહિ એ નક્કી :D
ReplyDeleteMehul Jamang,ઘેર નહિ જમો તો ભાભી મારો બ્લોગ વાંચવાની ના કહી દેશે :)
ReplyDeleteparikshit bhatt,દાળ-પૂરી ગાંધીધામમાં પણ બહુ સારી મળે છે. સવારે નાસ્તામાં ત્યાં લોકો ખાતા હોય છે!
maya, સુરતની દરેક વસ્તુનો હું ફેન છું. વાનગીઓ, દિલેરી અને ગાળો! આ બધું હોવા છતાં સુરતીઓમાં અકોણાઈનું અપલખણ નથી-જે કાઠિયાવાડમાં બહુ જોવા મળે છે :)
અકોણાઈ એટલે કે "હવા" :)
Chandrakant Shah, આભાર. અહીં આવતા રહેશો તો ગમશે.
vishal shukla,બજરંગની સોડા ખરેખર સારી હોય છે. પરંતુ 'સિકંદર'ની શીંગ મને બહુ ભાવતી નથી. હાઈબ્રીડ , મોટા દાણા હોય છે પરંતુ મિઠાશ ક્યાં? કાઠિયાવાડમાં ઝીણો દેશી દાણો પાકે છે. એમાં સાચી મજા છે.
Tushar Acharya, આદિપુર મારું સાસરું છે, તમે એ ગામનું નામ લીધું અને મારો મૂડ ખરાબ કર્યો :) :) :)
dhimant mehta, ભાઈ, બ્રાહ્મણ છું, આરાધ્ય દેવી અન્નપૂર્ણા જ હોય ને! ગોરબાપા એક પ્રસંગમાં લાડુ ખાઈ-ખાઈને બેભાન થઇ ગયા. ડોક્ટર આવ્યા, તબિયત તપાસી અને પેટ ઠીક કરવાની દવાઓ કાઢી. ગોરબાપાને ઢંઢોળી ઉઠાડવામાં આવ્યા. ટીકડીઓ લેવાનું ડોકટરે કહ્યું તો ગોર કહે છે: "ભાઈ, પેટમાં આટલી બધી જગ્યા હોય તો હજી એક લાડુ જ ના ખાઈ લીધો હોય!"
kinnar Bhai
ReplyDeleteજોરદાર!! મજ્જા પડી ગઇ ham na j jamva besi e chhiye ne tame aakha gujarat ni swadisht safar karavi didhi. thanks bahu maja padi gai.
" વાહ કિન્નરભાઇ એકદમ મસ્ત લેખ છે... મજા પડી ગઈ. કહો ને બ્લોગની શરુઆત રસાળ, ખટમીટ્ઠી, તીખી ચટાકેદાર રીતે થઇ ગઈ. સરસ લેખ. પણ વલસાડ થી વાપી સાઇડના ઉંબાડીયા ને તમે ભુલી ગયા કે ?
ReplyDeleteહવે એક વાચક તરીકે નમ્ર નિવેદન કે ઇતિહાસ કે ઐતિહાસીક પણ કંઇક પીરસજો જેમકે એકવાર તમારો લેખ આવેલો 'છેલ્લા ૨૦૦ વર્ષોમાં ૧૦ સારા યોધ્ધા પાકયા નથી ભારતમાં'. એ લેખ અફલાતુન અને આંખ ઉઘાડે તેવો હતો.We want best frm u.. i hope u ll rock"
Smile Vs Pain
તમે જીવવા નહિ દ્યો...
ReplyDeleteVanchi ne maja padi :)
ReplyDeleteઆહાહા... એકદમ જલ્સો પડી ગયો. તમે ખાણીપીણીના શોખીન અને ખાણીપીણી વિશે લખવામાં માહેર છો એ તો ખ્યાલ હતો જ. પણ ખાણી (અને પીણી પણ??) બનાવવામાં ય 'કારીગર' છો એ તો આજે જ જાણ્યું.
ReplyDeleteતમારી સ્વાદ-સૂચિ સાથે શત-પ્રતિશત સંમત.
કેટલુક મેળવણ આપું?
ફોર્બ્સ મેગેઝિન દુનિયાની સર્વોત્તમ જ્યાફતનું લિસ્ટ બહાર પાડે અને મને સંપાદન સોંપે (હા, યે મૂંહ ઔર મસૂર કી હી દાલ) તો ભાવનગરી પાઉં-ગાંઠિયાને હું ટોપ ટેનમાં મૂકું. ભાવનગર એક એવું શહેર છે જ્યાં આજે પણ ખિસ્સામાં ફક્ત ૨૦ રુપિયા લઈને નીકળો તો ય પેટભરીને જ્યાફતનો જલ્સો કરી શકાય. "સસ્તુ-સારૂં ને સ્વાદ ચકાચક" એ જાણે આ દરબારી શહેરનો જિહ્વામંત્ર છે.
ભાવનગરના મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીએ ઘણા લોકોપયોગી કામ કર્યા છે. પણ એમણે એમાંનું કંઈ ન કર્યું હોત તો પણ હું એમને આ એક જ કામ માટે યાદ કરી શકું.
બન્યું હતું એવું કે, એકવાર મહારાજા ભાવનગરની પ્રસિધ્ધ જહાંગીર મિલમાં જઈ ચડ્યા. મોટી રિસેસનો સમય હતો. કામદારો ખુલ્લા ચોગાનમાં ગોળ કુંડાળુ કરીને ઘરેથી લાવેલા ભાતાં ખોલી રહ્યા હતા. કેટલાક કામદારો પીપળાને ચોરે મોં વકાસીને બેઠા હતાં.
"એલાં, આ કેમ આંઈ નોંખા ઊભા સ?" મહારાજાએ પૂછ્યું.
"એવણ છોન્ના (કુંવારા) છે તો રોટલા ની લાવેલા" મિલમાલિક બરજોર શેઠે ઉત્તર વાળ્યો.
"એલાં પણ, તો શું એવણ ભૂખ્યા કામ કરશે? આંઈ ક્યાંક કેન્ટિન કે એવું સાલુ કરો ને"
સામે આ પણ બરજોર શેઠ હતા.
કામદારોને ઓછા પૈસે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય-સભર નાસ્તો મળે એ હેતુથી તેમણે ગોરધન પંજવાણી નામના સિંધીને સાધ્યો(!!). (આમાં ભાઈ, સિંધીને જ સાધવા પડે. શરદ પવાર નો ચાલે) નવું છાપુ શરૂ કરવા માંગતા શેઠિયાને તરતનો જોડાયેલો તંત્રી જેમ જાતભાતની ડમી બતાવે એમ ગોરધને આઠ-દસ વાનગી (એક ડીશના ભાવ સાથે) બરજોર શેઠ અને તેમનાં યાર-દોસ્તોને ચખાડી. એ એસોર્ટિંગમાંથી જે વાનગી પસંદ થઈ એ પાઉં-ગાંઠિયા.
જાડા વણેલા, કડક અને સહેજ તીખા ગાંઠિયા અને પાઉં એમાં નાંખો ચટણી. ના, આ ચટણીની ય એક મજા છે. સાધારણ રીતે પલાળેલી આમલીની ચટણી બને. ગોરધન શી ખબર ક્યાંથી શીખ્યો હશે તો એણે અહીં ચૂલા પર ધીમા તાપે શેકેલી આમલીને પલાળીને ચટણી બનાવી. (હમણા થોડા દિવસ પહેલા ગોરધનની કારીગરીનો ભેદ ખૂલ્યો. આચાર્ય જીવતરામ ક્રુપલાણીની આત્મકથામાં સિંધ પ્રાંતના એમના ઘરના ભોજનનો ઉલ્લેખ છે. એમાં શેકેલી આમલીની ચટણીની વાત છે. ગોરધન મારો બેટો જાણભેદુ તો ખરો હોં) એમાં ડુંગળીની લાંબી સમારેલી ઝીણી કતરન, મીઠું અને મજૂરોના સ્વાદને ધ્યાનમાં રાખીને હેંતકનું મરચું ઠપકાર્યું. પાઉં વાયડા ન પડે એટલે ચપટીક હિંગ નાંખી. -અને જે જલ્સાએ જનમ લીધો...
બાપુ, હેન્રી ફોર્ડની એસેમ્બ્લી સિસ્ટમ કે વિલ્હેમ રોન્ટજનના એક્સ-રે શોધવાની ઘડી જેટલું જ મહત્વ હું ગોરધનના ઈન્વેશનની એ ક્ષણોને આપું!!
પાઉં-ગાંઠિયાના સ્વાદ અને કિંમત ઉપરાંત એ ખાવાની પદ્ધતિમાં ય ભારોભાર સમાજવાદની ભાવના ભળેલી છે. જહાંગીર મિલના મજૂર હોય કે આજના હિરાબજારના માલેતુજાર, પાઉં-ગાંઠિયા એક જ રીતે ખવાય... હાથ વડે. ના, એમાં ચમચી જેવી એસેસરિઝ કામ જ ન લાગે. ચાર આંગળે ગાંઠિયા ભેગા કરો, વચ્ચે અંગુઠા વડે પાંવ દબાવો, છેલ્લી દાઢ ડેન્ટિસ્ટને બતાવતી વખતે ખોલતા હોવ એટલું મોં ખોલીને એ માલ-મિલ્કત મોંમાં ઓરો. પછી બધુ એકરસ કરવા ડીશ મોંઢે માંડીને ચટણીનો સબડકો ભરો.
બટકે બટકે જન્નત ન દેખાય તો બાપુ, ફટ્ટ છે તમારી જીભને!!
એમાં હવે કાળક્રમે થોડા ફેરફાર થયા છે. ગાંઠિયાની સાથે પાઉંની જગ્યાએ બ્રેડના ટુકડા કે પાપડીનું મિશ્રણ પણ પ્રચલિત બન્યું છે. સ્વાદના આ વૈભવનો મૂળ જનક ગોરધન તો અપરિણિત હોવાનું કહેવાય છે પણ વેપારશૂરા સિંધીઓને આ ધંધો જબરો માફક આવી ગયો છે. ભાવનગર જાવ તો આજે પણ લછ્છુ અને દિલીપના પાઉં-ગાંઠિયામાં ગોરધનનો એ સ્વાદ મળી શકશે. (અને ભાવનગર આઘું પડતું હોય તો મારા ઘરે આવજો. સ્પેશિયલ ભાવનગરથી ગાંઠિયા-પાપડી મંગાવીને હું લગભગ દર અઠવાડિયે પાઉં-ગાંઠિયાનો જલ્સો કરૂં જ છું અને મારા ઘરના પાઉં-ગાંઠિયામાં ય ગોરધન જીવતો દેખાશે એની ગેરંટી!!)
(મૂળ પોસ્ટ જેટલી જ લાંબી કોમેન્ટ માટે મંજુરી આપવા બદલ કિન્નરાચાર્યનો વાંક છે તેની સ-ખેદ નોંધ લેશોજી)
DHAIVAT TRIVEDI..
ReplyDeleteBhai..bhai... tamari vaat j nirali chhe really. ek ek chiz pachhi te itihaas hoy, ghatana hoy ke politics ke vyakti ke aa paav gathiya tame chhek ena sarjan thi je stuti chalu karo chho te aaj tak ni eni safar amne (khas to mane) romanchit kari muke chhe ane adhalak janakari pan. Tamaro jawab nathi DT !
વાહ ભગવાન મજા આવી ગઈ. બહુજ સરસ સ્વાદ ની સફર કરાવી.
ReplyDeleteઆતો આવ ભાઈ હરખા,આપને બેય સરખા જેવું થયું. સ્વાદના ચટાકા માં અને શરીરે તમારા જેવોજ છું.આમાંથી સુરત નો લોચો અને ભાવનગર ના પાંવ ગઠીયા નો સ્વાદ માણવાનો હજુ બાકી છે પરંતુ હવેતો વહેલી તકે આ અગત્યનું કાર્ય પૂરું કરવું પડશે.
તમારા લેખની સ્વાદ ની સફર સાથેસાથે ધૈવતભાઈ ની કોમેન્ટ પણ ચટાકેદાર લાગી.
ખુબખુબ અભિનંદન.
kinnerbhai superb list and aptly presented. Wish some day I can have lifetime chance of having a dish made by you, hopefully. I also love to eat nice dishes with good taste to match.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteyumm yumm yummy :-) Hardly knew about many of these... and those which were known...were forgotten... loving it...
ReplyDeletegooe one
ReplyDeletegood one
ReplyDeleteThanks Kinnarbhai,but one thing i don't like that is limit of 25 items at least 250 items are ok so i like to read again 250 items,pl fvr me again
ReplyDeleteRajesh (Raju) Patel USA
ખાવા ના શોખીન હોવા ના નાતે:
ReplyDeleteસર, કચરિયું ખરેખર સુરેન્દ્રનગર નું નહિ. પણ લીંબડી નું પ્રખ્યાત છે. અને સુરેન્દ્રનગર માં ખારી સિંગ સિકંદર ની વખણાય છે, જે વિદેશ માં પણ Export થાય છે. આમ સિંગ ભલે ભરૂચ ની વખણાય પણ સિકંદર ની સિંગ સામે એનું કઈ નો આવે, અને રેવડી પણ ખરી, અને મને ભાવતી એટલે કીધા વગર રેવા તું નથી, બરોડા, ભરૂચ બાજુ સેવ-ઉશળ વાહ મજા આવી જતી, મહેસાણા સહયોગ ના કાલા જામ સાહેબ એના વખાણ માટે તો મારી પાસે શબ્દો જ નથી. અને ક્યારેક વઢવાણ આવો તો GIDC માં ભાભી ના ભજિયા ની મૌઝ માણજો, ગુજરાત માં બનતા ટોપ ૧૦ માના એક ભજીયા
છે તે, અમદાવાદ માં મસ્કા બન IIM પાસે ના , AMA પાસે એક ફ્રયીડ મસ્કા બન મસ્ત બનાવે છે,
તમારો અભિયાન નો લેખ વાંચ્યો અને તમારો દાવો કે વાનગી બનાવવા મા પાવરધા છો તેવો કોઈ અંશ તેમા દેખાયો નહિ તેથી આ લખવા પ્રેરાયો છું. તો આ બધી વાનગી બનાવવાની અધિકૃત રીત અને એવી ખાતરી કે તમારી રીત એ બધી વાનગી બરોબર મૂળ ઓરીજીનલ જેવી જ બનશે તેવી ખાતરી સાથે આ જાતનો બ્લોગ વિષય શરૂ કરશો તો ઘણી રસપ્રદ માહિતી ગુજરાતને મળશે.
ReplyDeleteઆ બાબત જ્યારે લખું છુ ત્યારે એક બાબત ભારપૂર્વક મારૂં અવલોકન રજું કર્યા વગર રહિ શકતો નથી. સમજ નથી પડતી કે એક ખોટી માન્યતા કઈ રીતે લોકોના મનમાં ઘર કરી ગઈ છે કે અમુક વસ્તુ અમુક જગ્યાએજ તે જગ્યા ના પાણી, હવામાન તથા તે જગ્યાના માણસો ની જાણકારીના કારણે તે જગ્યા સિવાય તેવી સારી બીજે બને નહિ. આનાથી બીજી વધારે ખોટી માન્યતા કઈ હોઈ શકે?
આનું કારણ એ છે કે અમુક વાનગી અમુક જાતની બનાવવા માટે તે માટેની રીત ચોક્કસ નાનામા નાની વિગત સાથે અનુસરવામા આવે તો એવીજ વાનગી કોઈ પણ ઠેકાણે એવીજ બનાવી શકાય. અને આના માટે જરૂરી એ છે કે આવી નાની વિગતો જે એકદમ ખાનગી રાખવામા આવે છે તેને પ્રકાશમા લાવવી પડે અને આ ઈન્ટરનેટના જમાનામા એ કોઈ મુશ્કેલ બાબત નથી. તો શરૂ કરશો આ બ્લોગ વિષય? અને સુલભ અને શક્ય બનાવશો આ બધું સામાન્ય માણસ સુધી પહોંચાડવામા?
wah..Kinnarbhai vachvano ane khavano adbhut samnvay !!!!!tamara lekho jevij tamari chatakedar vangini vato vachi maza padi amara Dahodma aavi ne kachori sev ane makaina pania ane adadni dal no swad bhuli nahi shako..
ReplyDeleteVry nice... I wish i can taste all Things , may be some day.. I visited bhavnagar, Many yrs in Ahmedabad n Varodara now i m in Surat... by god's grace soon we will go to other places too...
ReplyDeleteMe n My husband , both hve attraction towards new new food !!
U forget or missed 2 mention "Duliram Nu Penda" Frm Vadodara
સુરેન્દ્રનગર ના રાજેશ્વરી ના સેવ મમરા
ReplyDeleteકિન્નરભાઈ, તમારું સમગ્ર લીસ્ટ મજેદાર બન્યું છે, અડધોઅડધ આઈટમ્સ ચાખવાની બાકી છે ...પણ આ લીસ્ટમાં ટેસ્ટ અને વેચાણના અનેક કીર્તિમાનો ધરાવતી દાહોદની વિખ્યાત કચોરી કેમ ભૂલી ગયા?
ReplyDeletegood article sir.....article vachine moma pani avi gyu....keep it up....
ReplyDeleteહેલો કિન્નરભાઈ રાજકોટ ની હજી કેટલીક આઇટમો જેવી કે અનામ ના ઘૂઘરા,સોડા,અને હવે તો દાલપકવાન પણ ફેમસ છે
ReplyDeleteહેલો કિન્નરભાઈ રાજકોટ ની હજી કેટલીક આઇટમો જેવી કે અનામ ના ઘૂઘરા,સોડા,અને હવે તો દાલપકવાન પણ ફેમસ છે
ReplyDelete