આ ચારેય ધરખમ લેખકો જો ક્રિકેટ અને પત્રકારત્વ પર લેખ લખે તો એ કેવો હોય?
નોંધ:
અહીં મેં આ ચાર લેખ મુક્યા છે એ વર્ષો પહેલા એક સોવેનર માટે લખેલા. રાજકોટમાં અમે પત્રકારો વચ્ચે એક "ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કર્યું હતું, જેના અનુસંધાને બહાર પાડેલા નાનકડા સ્મૃતિગ્રંથમાં આ લેખ છપાયો. તેની માત્ર એક હજાર નકલો છપાઈ હતી. એ પછી હજુ હમણાં જ ભાઈ રજની અગ્રાવતના ઈ-મેગેઝીનમાં તેની JPEG કોપી મૂકી હતી. મને ગમતા મારા કેટલાક ફેવરિટ લેખોમાંનો આ એક છે. કદાચ તમને પણ ગમશે એવું માની અહીં મૂકી રહ્યો છું. પરંતુ એ પહેલા એક નાનકડી વાત: આ ચારેય લેખકોને એટલા વાંચ્યા છે કે, મને એવું લાગે છે કે, એમની શૈલીની કેટલીક બાબતો હું સારી રીતે સમજી શક્યો છું. શક્ય છે કે, આ માન્યતા મારો ભ્રમ હોય. એમની આ પેરોડી એ એમણે એક વાચક તરીકે મેં કરેલી સલામ છે. નકલખોરીની આ કળા મને કદાચ હસ્તગત હોય તો પણ એને હું મોટી સિદ્ધિ માનતો નથી. સિદ્ધિ એમની છે, જેમના લખાણોએ મને આવું કરવા પ્રેરણા આપી. હજુ યાદ છે: ગજવામાં હંમેશા બક્ષીના કે કાન્તિ ભટ્ટના અને હસમુખ ગાંધીના લેખોના કટિંગ રહેતા. જ્યારે નવરાશ મળે, ખિસ્સામાંથી કાઢી એ અવાર-નવાર વાંચતો. ઓશીકે "સમકાલીન" અને "અભિયાન" નિત્ય રહેતા. "સમકાલીન"ની રાહ જોઈ રોજ બેઠો હોઉં. બીજા દિવસે અમને રાજકોટમાં મળતું એ અખબાર એવું તાજું લાગતું કે ના પૂછો વાત! હજુ એક પત્ર પણ ઘરમાં પડ્યો છે, કાન્તિ ભટ્ટને લખેલો. એ પત્ર જે કદી પોસ્ટ ના થઇ શક્યો. એમને "અભિયાન"માં 'ચેતનાની ક્ષણે'માં એવા મતલબનું લખ્યું હતું કે, 'ગુજરાતી યુવાનોમાં પત્રકાર બનવાની ધગશ રહી નથી અને તેઓ ઘર છોડી મુંબઈ આવવા તૈયાર નથી.' મેં એમને પત્ર લખ્યો હતો. લાંબોલચ્ચ. 'હું આવવા તૈયાર છું!' પત્ર ક્યારેય પોસ્ટ ના કર્યો પરંતુ પછી મુંબઈ જવાનું જ બન્યું. 'અભિયાન' જૂથના દૈનિક, 'સમાંતર' માટે. આ ચારેયમાંથી ગુણવંત શાહને બાદ કરતા બાકીના સાથેના અનુભવો સુખદ રહ્યા છે. ગુણવંત શાહ જેટલું સુંવાળું લખે છે એટલા જ બરછટ અંગત જીવનમાં છે એવી મારી માન્યતા છે.
કોઈ લેખક વ્યક્તિ તરીકે કેવો છે એની અહીં ચર્ચા જ નથી. આ ચારેયને વાંચીને હું મોટો થયો. એમની શૈલી, વિષયો અને બીજી અનેક બાબતોમાંથી કંઈ ને કંઈ મને સ્પર્શતું. બક્ષીબાબુ અને ગાંધીસાહેબ હવે રહ્યા નથી, કાન્તિભાઈને અવાર-નવાર વાંચું છું અને ગુણવંત શાહના લેખ ભારે હૈયે , અનેક પ્રયત્નો પછી ક્યારેક પૂર્ણ કરી જ લઉં છું. કહેવાય છે કે, કોઈના મૃત્યુ પછી અપાતી શ્રધ્ધાન્જલીઓ સાવ ઠાલી હોય છે. 'એમના જવાથી આ ક્ષેત્રને પુરી ના શકાય એવી ખોટ પડી છે' એવું દરેક કિસ્સાઓમાં લખાતું હોય છે અને એકસોમાંથી નવ્વાણું કિસ્સામાં એ વાત ખોટી ઠરતી હોય છે. પરંતુ બક્ષીબાબુ તથા હસમુખ ગાંધીનો અભાવ મને રીતસર વર્તાય છે. જ્યારે-જયારે કોઈ મહત્વપૂર્ણ ઘટના બને, વિચાર આવે છે:"બક્ષી કે ગાંધી હોત તો એમણે આ વિષય પર કેવું લખ્યું હોત!" જગ્યા હજુ ભરાઈ નથી. અને નજીકના ભવિષ્યમાં ભરાય એવું લાગતું પણ નથી. ભાષાની એવી ચમત્કૃતિ અને માહિતી તથા જ્ઞાનનું ભાથું ક્યાં લેવા જવું! એટલે જ નબળી નકલ જેવા આ મારા સુદેશ ભોંસલેવેડા ચલાવી લેવા સૌને વિનંતી :)
દર્શકો, મેહુલો અને દલાલો: મેન ઓફ ધ મેચ થવા માટે મેચ રમવી જરૂરી છે?
ઠક્ ઠક્ ઠક્..... કાનના પર્દા પર કોઇએ સીસમની લાકડીના ટકોરા માર્યા હોય એવો અવાજ થયો. મોઢું ઊંચું કરીને કેબીનના કાચ તરફ જોયું. હત્તેરીકી, આ તો નૌતમલાલ ઠક્કર.
કોઈ લેખક વ્યક્તિ તરીકે કેવો છે એની અહીં ચર્ચા જ નથી. આ ચારેયને વાંચીને હું મોટો થયો. એમની શૈલી, વિષયો અને બીજી અનેક બાબતોમાંથી કંઈ ને કંઈ મને સ્પર્શતું. બક્ષીબાબુ અને ગાંધીસાહેબ હવે રહ્યા નથી, કાન્તિભાઈને અવાર-નવાર વાંચું છું અને ગુણવંત શાહના લેખ ભારે હૈયે , અનેક પ્રયત્નો પછી ક્યારેક પૂર્ણ કરી જ લઉં છું. કહેવાય છે કે, કોઈના મૃત્યુ પછી અપાતી શ્રધ્ધાન્જલીઓ સાવ ઠાલી હોય છે. 'એમના જવાથી આ ક્ષેત્રને પુરી ના શકાય એવી ખોટ પડી છે' એવું દરેક કિસ્સાઓમાં લખાતું હોય છે અને એકસોમાંથી નવ્વાણું કિસ્સામાં એ વાત ખોટી ઠરતી હોય છે. પરંતુ બક્ષીબાબુ તથા હસમુખ ગાંધીનો અભાવ મને રીતસર વર્તાય છે. જ્યારે-જયારે કોઈ મહત્વપૂર્ણ ઘટના બને, વિચાર આવે છે:"બક્ષી કે ગાંધી હોત તો એમણે આ વિષય પર કેવું લખ્યું હોત!" જગ્યા હજુ ભરાઈ નથી. અને નજીકના ભવિષ્યમાં ભરાય એવું લાગતું પણ નથી. ભાષાની એવી ચમત્કૃતિ અને માહિતી તથા જ્ઞાનનું ભાથું ક્યાં લેવા જવું! એટલે જ નબળી નકલ જેવા આ મારા સુદેશ ભોંસલેવેડા ચલાવી લેવા સૌને વિનંતી :)
ચંદ્રકાંત બક્ષી
લેટિન ભાષામાં ‘ક્રિ’ નો અર્થ થાય છે મુર્ખાઓ અને ‘કેટ’નો અર્થ થાય છે રમત, ખેલ. ક્રિકેટ શબ્દ લેટિન ભાષામાંથી આવે છે અને તેનો ભાવાર્થ થાય છેઃ મુર્ખાઓની રમત. ક્રિકેટ મને હંમેશા બેવકૂફોની રમત લાગી છે. એટલે જ પત્રકારો જ્યારે ક્રિકેટ રમે ત્યારે મને સહેજ પણ આશ્ચર્ય નથી થતું! આમ પણ આપણે ક્રિકેટને જ લાયક છીએ. કઈ રમતમાં સૌથી વધુ કેલરી ખર્ચાય છે? સૌથી વધુ સ્ટેમીનાની કઈ ગેમમાં જરૂર પડે છે? કોઈ ગુજરાતી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટને આ સવાલ પૂછવો જોઈએ. જવાબમાં તેઓ કદાચ કેરમ કે નવકૂકરી કે વ્યાપારનું નામ પણ આપશે! બેડમિન્ટન અને લોન ટેનીસ એ બન્ને સૌથી વધુ મહેનત માંગી લેતી રમતો છે. અને બન્નેની લોકપ્રિયતા ગુજરાતીમાં નહિવત છે એ સ્વાભાવિક છે.
અને ક્રિકેટના રોમાંચ વિષે કોઈ દલીલ કરવા માંડે ત્યારે મને કલકત્તાના એ દિવસો યાદ આવે છે! એ જવાન ઉમ્ર અને જવાન બદન. કોઈ મને કહે છે કે ક્રિકેટમાં રોમાંચ હોય છે ત્યારે હું જવાબ આપું છું કે ફુટબોલમાં રોમાંચ અને રોમાન્સ બંને હોય છે! ક્રિકેટ કરતાં ફુટબોલ હંમેશા જીવંત રમત લાગી છે. સોકરના ખેલાડીઓનું શરીર મેચના બે કલાકો દરમિયાન નિરંતર ગતિશીલ રહે છે. એમાં લન્ચ માટેનો પોણો કલાકનો સમય નથી હોતો! એમાં પાંચ દિવસની લાંબી મેચ નથી હોતી. ટેસ્ટમેચના ત્રીજા દિવસની રાત્રે ખેલાડીઓને હોટેલની રૂમમાં એકઠા કરીને ચોથા દિવસની રમતની વ્યુહરચના ઘડવાનો સમય પણ ફુટબોલમાં નથી હોતો. અને આજે તો કોલકતામાં પણ ફુટબોલ કરતાં ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે. વચ્ચેથી એક આખો સમયખંડ પસાર થઈ ગયો છે. ફુટબોલનું સ્થાન આજે ક્રિકેટે લીધું છે અને કૉફી શૉપમાં બેસીને સાહિત્યની અને ફુટબોલની ચર્ચા કરતો એક તેજસ્વી યુવાન આજે ૧૫૦ ગુજરાતી પુસ્તકોનો લેખક બની ગયો છે!
ક્રિકેટનું શાસ્ત્ર મને કદી ગળે ઉતર્યું નથી. કે ક્રિકેટને કોઈ શાસ્ત્ર જ નથી હોતું? ઝ્યોં પોલ સાર્ત્રએ તેની સર્વકાલિન કૃતિ “ક્રિ અને કેટ” માં લખ્યું છે (પૃષ્ઠ : ૨૩૪) કે ક્રિકેટ એ રમત છે જેમાં બાર-પંદર બેવકૂફો મેદાનમાં દોડાદોડી કરે છે અને હજારો બેવકૂફો તાળીઓ પાડે છે! ઝ્યોં પોલ સાર્ત્ર એક મેધાવી સર્જક હતો અને તેનું કથન સાહિત્યમાં બ્રહ્મવાક્ય ગણાય છે. એટલું ગુજરાતી પત્રકારોની જાણ ખાતર.
હું માનું છું કે ગુજરાતી પત્રકારો વચ્ચે જેમ ક્રિકેટ મેચનું આયોજન થાય છે એમ ગુજરાતી કવિઓ અને સાહિત્યકારો વચ્ચે પણ એક ટુર્નામેન્ટ રમાવી જોઈએ અને તેનું સંચાલન સુરેન ઠાકર ‘મેહુલ’ કે સુરેશ દલાલને બદલે કોઈ કવિને જ સોંપવું જોઈએ. ગુજરાતી કવિઓની એક સંયુક્ત ટીમ બનાવવાનો વિચાર કોઈને હમણાં આવ્યો હતો. આવી ટીમમાં શું થશે એ હું કલ્પી શકું છું. ઉમાશંકર જોશી કેપ્ટન હશે અને જેમણે પાંસઠ વર્ષની ઝિન્દગાની દરમિયાન એક પણ કવિતા નથી લખી એવા દસ ખેલાડીઓ હશે. મનુભાઈ પંચોળી ‘દર્શ
ક’ મેચ રમે કે ન રમે પણ તેઓ દરેક મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ હશે. ‘મેન ઓફ ધ સીરીઝ’ પણ ‘દર્શક’
જ હશે. આ બંને એવોર્ડ નક્કી કરનારી સમિતિના પણ તેઓ અધ્યક્ષ હશે તેની મને પૂરતી ખાતરી છે કારણ કે તેઓ ખરેખર બેનમૂન ‘ખેલાડી’ છે.
ધ વૉર ઇઝ ડિકલેર્ડ : તમે કેટલા ખેલદિલ છો વારૂ ?
હસમુખ ગાંધી
આવો આવો નૌતમલાલ.
નૌતમલાલ કેબીનમાં પહોંચ્યા. આજે એમણે બંને ગલોફામાં એક એક પાન ભરાવ્યું હતું અને ત્રીજું પાન છેક અન્નનળી નજીક રાખ્યું હતું. કેબીનમાં પ્રવેશતા જ નૌતમલાલ બરાડ્યા “ધ વૉર ઇઝ ડિકલેર્ડ.” મોઢામાં રાખેલા ત્રણ ત્રણ પાનના કારણે એમનો અવાજ કંઇક વિચિત્ર થઈ ગયો હતો.
‘તમે બેસો તો ખરા, નૌતમલાલ’ એવું કહીને મેં બેલ તરફ હાથ લંબાવ્યો. મારો હાથ બેલ સુધી પહોંચે એ પહેલા જ નૌતમલાલે ઉભા થઈને ઉપરાઉપરી ચાર-પાંચ વખત બેલ વગાડી નાંખી. પગ પાસે પડેલી ડસ્ટબિનને ઉપાડીને તેઓ પોતાના મોં નજીક લઈ ગયા. બંને ગલોફાના પાનને જીભ વડે હડસેલો મારીને તેમને ટોપલીમાં ઠાલવ્યા. ત્રીજું પાન અન્નનળી આડેથી હટાવીને ડાબા ગલોફામાં ગોઠવીને એમણે આવનારી ચા પીવા માટે જગા કરી.
નૌતમલાલના બડકમદાર ગુલાબી બુશશર્ટ પર પાનના રાતા ચટ્ટક રસના છાંટા ઉડાડ્યા હતા.
“વ્હોટ્સ ધ મેટર, નૌતમલાલ ?”
“ફરગેટ ધ મેટર, પ્રોફેસર. ધ જર્નાલિસ્ટ્સ વોન્ટ્ મોર ક્રિકેટ, મોર ફન. યુ. સી. ! હેવ યુ લીસન્ડ ધેટ એડવર્ટાઈઝમેન્ટ પ્રોફેસર : યે દિલ માંગે મોર.”
નૌતમલાલનું વાક્ય પુરૂ નહીં થયું હોય ત્યાં કેબીનના ગ્લાસ્ડ ડોર પર પ્યુન મનોજે ટકોરા માર્યા. મસાલાવાળી ચાની વર્ધી આપીને હું બોલ્યો ‘સો ધેર ઇઝ વર્લ્ડકપ ફિવર એવરીવ્હેર”
“નો નો, પ્રોફેસર. ઈટ્સ અ વર્ડકપ ફિવર. પત્રકારો સઘળા ભેગા મળીને ક્રિકેટ ટીચવાનાં છે.”
“પણ પત્રકારોને આ ક્રિકેટ રમવાનું શીદ સુઝ્યું, નૌતમલાલ”.
“ઈન્ટીગ્રીટી પ્રોફેસર, ઈન્ટીગ્રીટી. યુનિટી, એકતા, ઐક્ય, સદભાવના, એકાત્મકતા એન્ડ એબોવ ઓલ, ધે વોન્ટ ટુ ડેવલપ સ્પોર્ટસમેન સ્પિરીટ ઇન જર્નલિઝમ. ક્રિકેટ ફોર પીસ, ક્રિકેટ ફોર ફ્રેન્ડશીપ.”
“ધૂળ. સ્પોર્ટસમેન સ્પિરીટ કઈ બલાનું નામ છે એ અહીં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ નથી જાણતો, સામાન્ય પત્રકારોની વાતો મેલો કોરાણે. અહીં એક જુનીયર અને ટ્રેઈની જર્નાલિસ્ટ્સની એક્સક્લુઝિવ સ્ટોરી છપાતી અટકાવવા માટે દાઢીધારી એડિટર લિટરલી આકાશ-પાતાળ એક કરે છે. તેઓ (એડિટર ધેટ્સ ઇટ) અખબાર માલિકોની કેબીનમાં પેસીને પેલા ટ્રેઈની વિષે માલિકના કાનમાં વખના ધોધ કરે છે. ઇન કેઈસ પેલા માલિકમાં સદબુદ્ધિ હોય અને આવી ઝેરીલી વાતો તેઓ કાને ન ધારે તો પેલો એડિટર સ્ટોરી છાપે છે પણ ટ્રેઈનીને ક્રેડિટ આપતો નથી. તમને ખબર છે, નૌતમલાલ ફોર અ જુનિયર જર્નાલિસ્ટ, ધ બાય લાઈન સ્ટોરી ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ એન્ડ વેલ્યુબલ ધેન સેલરી. ઇન ફેક્ટ હી ઓર શી કુડ બિલ્ડ અ મલ્ટીસ્ટોરી ઓન ધેટ પ્લીન્થ.” વાત આગળ ચાલે એ પહેલા જ મસાલાવાળી બે ચા લઈને મનોજ આવી પહોંચ્યો. થોડી ક્ષણો સુધી કેબીનમાં નૌતમલાલના સબડકા સિવાય કંઈ જ ન સંભળાયું. ચા પૂરી કરીને નૌતમલાલે પેન્ટના ગજવામાંથી ચાંદીની ડાબલી કાઢી અને તેમાંથી ત્રીસેક એલચી લઈને મોઢામાં ઓરી. અર્ધી મીનીટ સુધી તેમને એલચીને ઘંટીના પડ જેવા બે જડબા વચ્ચે ભીંસી નાખી. ચા અને એલચીનું ટોનિક લીધા પછી નૌતમલાલ બરાડ્યા:
“તું પ્રોફેસર, તું જ અવળચંડો છે. તું વક્રદ્રષ્ટા અને તું જ નાલાયક છે. પૃથ્વી તને હંમેશા ચોરસ કે ષટ્કોણ દીસે છે. આ એ જ રાજકોટ છે જ્યાં દરરોજ નવ બ્રોડશિટ ડેઈલી સ્ટોલ્સ પર અફળાય છે. અહીં અખબારોની, પત્રકારોની આબરુ છે. શાખ છે અને માન પણ છે. એ બધું કોઈ આસમાનમાંથી નથી વરસી પડ્યું, તેની પાછળ લોહી ચૂસાયું છે પસીનો પડ્યો છે પત્રકારોનો. અહીના પત્રકારોએ આજીવન ખેલદિલીથી જર્નલીઝમ કર્યું છે.”
“ધેટ્સ ઇટ નૌતમલાલ, યુ ગોટ ધ પોઈન્ટ, અહીંના પત્રકારોએ પસીનો પાડ્યો છે પણ પરસેવો પાડનારા જર્નલિસ્ટની સંખ્યા ત્રણ આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. થયું છે એવું કે મહેનતુ વડવાઓની ગાદી પર અહીં બાળરજ્જા બેસી ગયા છે. જર્નાલીઝમ ઇઝ અંડર કંટ્રોલ ઓફ ટીન એજર્સ. તરૂણો પછી એકઠા થઈને દરરોજ છાપું છાપું રમે છે. તેઓ ડેઈલીના નામે રોજેરોજ ‘ચંપક’ કે ‘રમકડું’ સ્તરના અખબારો કાઢે છે. તેઓ (તરૂણો) પાછા ગુમાન પણ એટલું જ રાખે છે. દરેક નાના નાના ઉંદરડાના ઈગો છે મસમોટા.”
“ચેન્જ ધ ટ્રેક પ્રોફેસર. ફરગેટ ધ ટીનએજર્સ. વ્હોટ અબાઉટ સિઝન્ડ જર્નાલીસ્ટ્સ ઓર સીનીયર જર્નાલિસ્ટ્સ”.
“ફરી પાછા તમે મારા મોંમાં આંગળા ઘાલ્યાં. બ્રોડશિટ ડેઇલીમાં કામ કરવાથી જેમ બ્રોડ માઈન્ડેડ નથી બની જવાતું એમ વર્ષોના વર્ષો ફિલ્ડમાં વિતાવવાથી સિઝન્ડ પત્રકાર ન બની ગયા કહેવાય. મોટા મોટા છછુંદરના અહીં પહાડ જેવા અહમ હોય છે. તેઓ યશવંત સિન્હાની આર્થિક નીતિઓની ટીકા કરે છે. તેઓ બિલ ક્લિનન્ટનને ગાળો ભાંડે છે તેઓ લખે છે કે અઝહરૂદ્દીન સારો કેપ્ટન નથી, કુમ્બલેના દડા બહુ સ્પિન નથી થતા. અમિતાભ હરિવંશરાય બચ્ચન નામના માણસે ફલાણા ફંક્શનમાં જવું જોઈતું હતું કે નહીં એ વિષે પણ તેઓ જાડી લેંગ્વેજમાં રદ્દી પીસ ઘસી કાઢે છે. ગુલઝાર અને જાવેદ અખ્તરનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કશું પ્રદાન નથી એવું પણ તેઓ કહે છે, નૌતમલાલ, પણ એક શબ્દ જો એમની ભાષા કે એમની દ્રષ્ટિ વિષે લખાય તો તેઓ બેભાન થઈ જાય છે. મડિયાની સઘરા જેસંગના સાળાનો સાળો તમે વાંચી છે? એમાંનું એક પાત્ર ગામ વચાળે શુદ્ધ વેજીટેબલ ઘીનો ડબ્બો ખોલે છે અને ગામ અખાના લોકો બેભાન બની જાય છે. સમજ્યા નૌતમલાલ કશું ? જર્નાલિસ્ટ અહીંના વેજીટેબલ ઘીની સાચી સુગંધ ખમી નથી શકતા તો છાશના શુદ્ધ દેસી ઘીની સુવાસ તો તેમનાથી કેમ સહન થાય.”
“ખોટું, ખોટું, ખોટું. તને જોન્ડીસ થયો છે પ્રોફેસર. દુનિયા તને કાયમ પીળી દેખાઈ છે. તું એમ કહે છે કે અહીના પત્રકારો વિષે કદી કંઈ લખાયું જ નથી?”
“લખાયું છે. સાડી સત્તર હજાર વખત લખાયું છે. પણ એ લખાયા પછીના રીએક્શન્સ તમે દીઠ્યા છે, નૌતમલાલ? બિરાદરીના એક બુઢ્ઢા તંત્રી વિષે બે સાચી વાત લખીએ તો મલક આખો તમારા માંસના લોચેલોચા ચાવી જવા તત્પર બની જાય છે. એસ્ટાબ્લીશમેન્ટ સામે લડવાની વાતો કરનારું પત્રકારત્વ પોતે જ અત્યારે છાપાળવી ભાષામાં કહીએ તો સ્થાપિત હિતોના કબજામાં છે. નાકની લીંટ પણ લુછતા ન આવડતું હોય એવા અનાડીઓ ન્યુક્લીયર ટેસ્ટ્સને અહીં વાજબી કે ગેરવાજબી ઠરાવતી લાંબીલસ્સ અખબારી યાદીઓ મોકલાવે છે અને એ પ્રેસનોટ્સ છપાઈ પણ જાય છે. પત્રકારત્વનો સમાનાર્થી શબ્દ અહીં પ્રેસનોટ છે. એક અખબાર દીઠ દસ દસ રિપોર્ટ્સ અહીં, છાપાળવી ભાષામાં કહીએ તો જખ મારે છે. અને મજબૂરી એ છે નૌતમલાલ કે સારાહ ફર્ગ્યુસનથી સદામ હુસૈન સુધીના લોકો પર ટીકા ટીપ્પણ કરતી આ જમાત વિષે તમે કશું જ લખી નથી શકતા. ગાંધીવાદી સંસ્થાઓની અને વિધવિધ ટ્રસ્ટ્સની બાર્બીડોલ બનીને કામ કરતાં તંત્રીઓ વિશે તમે કશુંક લખો ત્યારે ભારેખમ જૂતા તળે તમારું શિર કે સર છુંદી નાખવાના યત્ન થાય છે. પોતાનું અસત્ય તેઓ જોર જોરથી ટોળામાં રહીને અને વારંવાર ઉચ્ચારે છે, અને છેવટે થાય છે એવું કે મૃદુભાષામાં કહેવાયેલું તમારું સત્ય પેલા શોરબકોરમાં ઢંકાઈ જય છે. શીટ ટુ યોર સ્પોર્ટ્સમેન સ્પિરીટ. ધૂળમાં જાય ખેલદિલી અને ખાળમાં ગયું તમારું ઐક્ય.”
“કબૂલ કબૂલ પ્રોફેસર કબૂલ. તારી બધી જ વાતો કબૂલ. પણ તો પછી તે કદી લખ્યું કેમ નહિ આ વિષે ?”
“પેટ બહુ વેઠ કરાવે છે નૌતમલાલ. તમે જ્યારે સાચું કહેવા માંડો છે ત્યારે તમને સનકી, ઈગોઈસ્ટ, અતડા અને બળવાખોર તરીકે ખપાવવાનું શરૂ થઈ જાય છે. યુ નો? જર્નાલિઝમ અહીંનું, એક કેનાલ છે. નીચે, ડાબે અને જમણે સિમેન્ટનું આવરણ છે. તમને ફં
ટાવાનો અધિકાર નથી. એક નિશ્ચિત દિશામાં વહ્યા કરો. ન મોજા, ન તરંગો કે નહીં કોઈ વમળો. ખેતરોમાં જઈ પછી અમારે ભોં મહી ઉતરી જવાનું છે.”
હા હા હા કરતાં નૌતમલાલે અચાનક અટ્ટહાસ્ય કર્યું.
“તો આ બધી રામાયણ શીદને પ્રોફેસર. યુ ટુ અ પાર્ટ ઓફ ઇટ. યુ આર નોટ ગ્રેટ ઓર ગ્રેટર. ડાળ ડાળ પર અહીં ઉલ્લું બેઠા છે એમાનું એક ઘુવડ તું પણ છે. તું પણ નિશાચર છે. તું પણ ચીબરો છે.” કહીને નૌતમલાલ સડસડાટ કેબીનની બહાર નીકળી ગયા.
દડો મોરપિચ્છ અને બેટ છે વાંસળી
ગુણવંત શાહ
ખેલદિલી અને દેશદાઝ એક માતાની બે પુત્રીઓ છે
કેટલાંક ક્રિકેટપ્રેમીઓએ ક્રિકેટને ગર્વની રમત બનાવી નાખી છે. ગર્વ અને ગૌરવ વચ્ચે સેંકડો પ્રકાશવર્ષનું અંતર છે. ગર્વ એટલે વાઘ અને ગૌરવ એટલે હાથી. ગજરાજની ચાલ મદમસ્ત હોય છે. એ પોતાની મસ્તીમાં, નિજાનંદમાં રહે છે, વાઘ ઘાતકી અને ક્રુર હોય. હાથીને પંપાળી શકાય છે, વાઘથી દૂર રહેવું હિતાવહ છે.
ક્રિકેટની રમતને હું કૃષ્ણની ગેડીદડાની રમત સાથે સરખાવું છું. મેદાન ગોકુળ છે અને ખેલાડીઓ જાણે ગોપીઓ. મેચ જોવા આવેલા અખબારી સ્ટાફને તમે ગોવાળિયા સાથે સરખાવી શકો. જાણે વ્રજલીલા જ જોઈ લો. હેડીંગલીલા અને સમાચારલીલાને આવી પ્રાસંગિક તિલાંજલીઓ મળતી રહે તો તેમાંથી દોસ્તીલીલાનું નવનિત નિષ્પન્ન થાય.
ઘાસથી લીલ્લુંચ્છમ બનેલું ક્રિકેટ મેદાન જોઉં ત્યારે મને વૃંદાવનનું સ્મરણ થાય છે. ઓસ્ટ્રેલીયામાં રમતી ક્રિકેટ મેચ ટી.વી. પર જોતા હોઈએ ત્યારે એક યુગઘટના બનતી નિહાળી શકાય : મેદાનમાં સેંકડોની સંખ્યામાં સફેદ કબૂતરો અને ચકલીઓ આવીને બેસી જાય છે. ક્રિકેટે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ અને પક્ષીઓ વચ્ચે મૈત્રીતારક રચી આપ્યું છે. મેલબોર્ન અને સિડનીના સ્ટેડીયમના નામ વૃંદાવન અને ગોકુળ રાખવા જોઈએ.
આપણા પ્રેક્ષકો ક્રિકેટ અને રાષ્ટ્રપ્રેમની ભેળસેળ કરી નાખે છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં કલકત્તાના પ્રેક્ષકો એ હમણાં જે તોફાન કર્યા એ દિવસે આપણે દર વર્ષે રાષ્ટ્રીય શોક પાળવો જોઈએ. ખેલદિલી અને રાષ્ટ્રભાવના એક જ માતાની બે પુત્રી છે. આપણે તેને ભાભી-નણંદ બનાવી નાખી છે. દેશદાઝ અને ખેલદિલી વચ્ચેની મેચ હંમેશા ટાઈ થવી ઘટે. કલકત્તામાં ખેલદિલી અને દેશદાઝને ગાંડપણે બહુ બુરી રીતે પરાસ્ત કર્યા. ક્રિકેટની પણ ભૂંડી હાર થઈ. બેટને આપણે વાંસળી જાણીએ અને બોલને મોરપિચ્છ માનીએ તો ક્રિકેટ પણ રાસલીલા જેવું ભવ્ય બની જાય.
હમણા વડોદરાના આઈ.પી.સી.એલ. ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લેવાનું બન્યું. ત્યાંની લીલોતરી જોઈને આંખો અને હૃદયમાં ટાઢક વ્યાપી ગઈ. ચાર માળ જેટલી ઊંચાઈના વૃક્ષો પર બેઠેલી સેંકડો કોયલનો ટહુકાર મને લાખો પ્રેક્ષકોની ચિચિયારીઓ કરતાં હંમેશા પ્રભાવશાળી લાગ્યો છે. હું દ્રઢપણે માનું છું કે વિશ્વના દરેક સ્ટેડીયમમાં ખુરશીઓની જગ્યાએ હીંચકા હોવા જોઈએ. વૃક્ષો પરથી કોયલનો ટહુકાર સંભળાતો હોય અને હીંચકો મંદ ગતિએ ઝુલતો હોય એવા વાતાવરણમાં પણ જેમના હૃદયમાં ખેલદિલીના દીપ ન પ્રગટે તેનું જીવતર ધૂળ.
ભાન ભૂલી જાવ ત્યારે ખાંડવી ખાવી જોઈએ
કાન્તિ ભટ્ટ
લંડનનું ‘ધ ઈન્ડીપેન્ડન્ટ’ અખબાર તેના તાજેતરના અંકમાં નોંધે છે કે બ્રિટનના પત્રકારો વચ્ચે પણ દર વર્ષે એક ઇન્ટરપ્રેસ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ‘લંડન ટાઈમ્સ’ની ટીમ ચેમ્પિયન થાય છે. અમેરિકાના વિખ્યાત દૈનિક ન્યુયોર્ક ટાઈમ્સે ૧૮ માર્ચના અંકમાં લખ્યુ છે કે ત્યાં હવે બેઝબોલની રમતની સાથેસાથે ક્રિકેટની રમત પણ લોકપ્રિય બની રહી છે.
ક્રિકેટની રમતમાં બોલને ફટકારવા માટે જેમ બેટ વપરાય છે તેમ બેઝબોલમાં ધોકો વપરાય છે એવું ઓસ્ટ્રેલિયન દૈનિક ‘સિડની હેરલ્ડ’ લખે છે. મહુવાના ઝાંઝમેર ગામે હું
નાનપણમાં રહેતો ત્યાં અમે ખૂબ ક્રિકેટ રમતા. મારા ફૈબા મને કાંખમાં તેડીને ફેરવતા હોય અને હું ક્રિકેટ રમવા કજીયા કરવા માંડુ તો ફઈબા મને ઘરમાંથી ધોકો લઈ આવીને આપતા અને પછી અમે ધોકાથી ક્રિકેટ રમતા. અમારા ઝાંઝમેરનો રતન નામનો એક છોકરો જબરું ક્રિકેટ રમતો. એણે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હોત તો એ ભારતની ટીમમાં સ્થાન પામ્યો હોત. ઘણા લોકો મને પૂછે છે કે “તમારા ઝાંઝમેરમાં કદી ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ નહોતી યોજાતી ?” ત્યારે મને કહેવાનું મન થઈ જાય છે કે અમારા ગામમાં એકેય છાપાઓ જ ન હોય તો પ્રેસો વચ્ચેની ટુર્નામેન્ટો કેવીરીતે યોજવી.
આપણે ત્યાં પત્રકારો વચ્ચે બહુ સંપ નથી. શારજાહની મેચો કવર કરવા હું ત્યાં ગયેલો ત્યારે પ્રેસ બોક્સમાં બધાં અંગ્રેજી પત્રકારો પિતરાઈ ભાઈઓની જેમ રહેતા હતા. શારજાહમાં રહેતા રમણભાઈ ધોળકિયાએ મને કહ્યું કે આરબ અમિરાતના પત્રકારો પણ બહુ સંપથી રહે છે. રમણભાઈના ઘેર હું જમવા ગયેલો ત્યારે તેમને ત્યાં જમવામાં દાળઢોકળી બનાવવામાં આવેલી. પ્રેસ બોક્સમાં મળતી વેજીટેબલ સેન્ડવીચથી કંટાળી ગયો હતો તેથી દાળઢોકળી મેં ખૂબ ખાધેલી અને મને ખૂબ ભાવેલી. મુંબઈના પીઝા કે ટાકો જેવી પશ્ચિમી વાનગીઓથી પ્રભાવિત થયેલા ગુજરાતીઓએ રમણભાઈ ધોળકિયાના ઉદાહરણમાંથી બોધપાઠ લેવો જોઈએ. જો કે મુંબઈમાં પણ અમુક હોટલોમાં દાળઢોકળી મળે છે. તાડદેવમાં આવેલી મહાજન હોટલ (ફોન નંબર : ૩૧૮૧૬૮૫) માં અસ્સલ ગુજરાતી દાળઢોકળી મળે છે પણ તેની ખાંડવી બરાબર નથી હોતી. ખાંડવી પર કોપરાની છીણ છાંટેલી જોઈને મને નવાઈ લાગે છે. ઝાંઝમેરમાં અમારી પડખેના મકાનમાં રહેતા સરસ્વતી માસી ખાંડવી પર સીંગદાણાનો ભૂકો છાંટતા.
અમે કાંદિવલીના ફ્લેટમાં રહેતા ત્યારે અમે ખાંડવી પર કોથમરી છાંટીને ખાતા હતા. એક તંત્રી હમણા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે લાહોર ગયેલા પત્રકારોમાં સામેલ હતા. એમણે મને કહ્યું કે આપણે જેમ સવારમાં ચા સાથે બટાટા પૌઆ કે ઉપમા ખાઈએ છીએ તેમ વાજપેયી સવારે જ્યૂસ પીવે છે. એમને સંતરાનો રસ ખૂબ પ્રિય છે. લાહોર જતા પહેલા તેમની બસની ડીકીમાં નાગપૂરથી મંગાવેલા સંતરાના ટોપલા રાખવામાં આવ્યા હતા. સૌપ્રથમ તો બસના ડ્રાઈવરે આ ટોપલા જોયા ત્યારે એ નવાઈમાં પડી ગયેલો પણ પછી તેને સાચી વાત જાણવા મળેલી. દિલ્હીથી લાહોર વચ્ચેની બસનો ડ્રાઈવર થયેલો રામરતન શર્મા મૂળ બનારસનો રહેવાસી છે. કેટલાક પત્રકારોએ એને પૂછ્યું કે આ બસ ચલાવતા તને આતંકવાદીઓનો ડર નથી લાગતો ?ત્યારે તે જવાબમાં ફક્ત હસેલો.
લોકો જવાબ આપવાનું ટાળવા માટે હાસ્ય કે સ્મિતનો ઉપયોગ કરે છે. એક મુલાકાત વખતે મેં ચીમનભાઈ પટેલને પૂછેલું કે તમારા શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે? તેઓ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મારા પ્રશ્ન જવાબમાં તેમને ફક્ત સ્મિત કર્યું. સોનિયા ગાંધી પણ જવાબ ટાળવા સ્મિત કરે છે. અંગ્રેજી પત્રકાર કુલદિપ નાયરને એકવાર હું મળ્યો ત્યારે મેં તેમેને પૂછેલું કે તમારા લખાણોમાંથી સ્યુડો સેક્યુલરિઝમની ગંધ કેમ આવે છે? ત્યારે તેઓ ફક્ત હસેલા. કુલદિપ નાયર સારા પત્રકાર છે પણ કોઈ એક વિષય પર લખતી વખતે તેઓ આડે પાટે બહુ ચઢી જાય છે અને પોતે શેના વિષે લખવા બેઠા હતા તેનું ભાન ભુલી જાય છે.
wonderful !! Lage chhe tame e chaarene ghodine pi gaya chho !!
ReplyDeleteહજુ કોઈએ અહીં કોમેન્ટ્સ આપી નહિ કેમ શ્રી કિન્નર....આચાર્ય દેવો ભવઃ?બહુ મજા આવી.મેં હસમુખ ગાંધીને વાંચ્યા નથી,પણ બીજા ત્રણેને વાંચેલા છે.ગુણવંત શાહ સાહેબની તો અદ્દલ પેરોડી કરી છે.એમના વિષે આપે કહ્યું તે બરોબર હશે.મારું એનાથી ઉંધુ થાય છે,હું કોઈ પત્રકાર તો નથી,પણ મારા બ્લોગ અને ફેસબુકમાં લખું છું.શ્રી કાંતિ ભટ્ટ એટલે માહિતીનો ભંડાર.શાહ સાહેબને લોકો પ્રખર ચિંતક કેમ કહેતા હશે?ભટ્ટ સાહેબ પણ ક્યારેક કચરા જેવા વિધાનો કરતા હોય છે.મારે ઓનલાઈન દિવ્યભાસ્કરમાં એમના એક વાક્યના લીધે મેં કોમેન્ટ્સ આપેલી તેમાં દંભી છાનામાના ઈંડાની લારીઓ પર લાઈન લગાવતા ગુજરાતી શાકાહારીઓની ખૂબ ગાળો ખાવી પડેલી.એમણે લખેલું કે ગાજર મુલાથી બુદ્ધિ તેજ થાય અને માંસાહારથી બગડે.મેં કોમેન્ટ્સ લખી કે ગાજર મૂળા સારા છે,પણ આખી દુનિયા માંસાહાર કરે છે બધા ગાંડા છે?દલાઈ લામા ગાંડા છે?બસ લોકો તૂટી પડ્યા.જોકે હું શ્રી કાંતિ ભટ્ટનો ખુબ આભાર માનું કે એમના લીધે એમના લેખો નીચે કોમેન્ટ્સ આપીને મારું લખવાનું શરુ થયું.
ReplyDeleteકીન્નારભાઈ..આ ચાર માંથી બે તો મારા ફેવ છે જ ...ખુબ જ સરસ સંગ્રહ મુક્યો....બક્ષીબાબુ એટલે બક્ષીબાબુ ...અને મારા સર્વદા માનીતા કાન્તીભાઈ ...સાવ સાચું બધાની લખાનશૈલી અલગ અલગ હોય જ...છતાં પણ એક વાચક તરીકે એમની સર્જનાત્મકતા ને માણવી બહુ ગમે...એ...ક આડ વાત ૧૯૮૫-૮૬ માં જયારે શીલાબેન-કાન્તીભાઈ ચિત્રલેખા માં હતા ત્યરે મને copy writer તરીકે જોડવા માટેનો શીલાબેન ના હાથે લખેલો પત્ર હજુ પણ મેં સાચવી રાખ્યો છે.. ( હું જઈ ના શક્યો એની પાછળ પાછી અલગ સ્ટોરી છે ) ...બાકી તમતમારે કોલાર જાલો કે ના જાલો પાયજા પકડો કે ના પકડો ટેગ કરો કે ના કરો મેં તો બુકમાર્ક કરી લીધો છે એટલે તમારા બ્લોગ પર તો જઈસુ જ.....:PPPPP
ReplyDeleteJabbardast.....super hit!! Kanti bhatt no lekh vachata vachata hasvu roki na sakayu...!!!
ReplyDeletekinnar bhai moj padi gayi...it can not be better than this...hasmukh bhai ne bahui vanchya nathi etle kashu kahi nahi shaku pan baki tran ni to addal parody kari che...
ReplyDeletekinnar bhai, vanchvani bahu j maja ave 6e.gujarati ma to badhu j sahitya vanchvu game.
ReplyDeleteI think Gunvant Shah style was good while Kanti Bhatt was poor. Baxiji was average
ReplyDeleteકીન્નરભાઈ...સુપર્બ લખ્યું છે..કાન્તીભટ્ટ ના લેખનો અંત ખરેખર જોરદાર છે...
ReplyDeleteકીન્નેરભાઈ, તમે કન્તીભટ્ટ અને ગુણવંત શાહ ને બરાબર ઘોળી ને પી ગયા છો.
ReplyDeleteકાન્તિ ભટ્ટ : "અમે કાંદિવલીના ફ્લેટમાં રહેતા",
"મહુવાના ઝાંઝમેર ગામે હું નાનપણમાં રહેતો",
"વેજીટેબલ સેન્ડવીચથી કંટાળી ગયો હતો તેથી દાળઢોકળી મેં ખૂબ ખાધેલી અને મને ખૂબ ભાવેલી"
" મુંબઈમાં પણ અમુક હોટલોમાં દાળઢોકળી મળે છે. તાડદેવમાં આવેલી મહાજન હોટલ (ફોન નંબર : ૩૧૮૧૬૮૫) "
"કેટલાક પત્રકારોએ એને પૂછ્યું "
"તેઓ આડે પાટે બહુ ચઢી જાય છે અને પોતે શેના વિષે લખવા બેઠા હતા તેનું ભાન ભુલી જાય છે. "
કાશ કાંતિ ભટ્ટ ના ઘરે પણ ખાંડવી બનતી હોત તો સાહિત્ય ની ઉત્તમ સેવા થઇ હોત!
કાશ કાંતિ ભટ્ટ ના ઘરે પણ ખાંડવી બનતી હોત તો સાહિત્ય ની ઉત્તમ સેવા થઇ હોત!
ReplyDeleteKinnarbhai stage par ni mimic items to ghani joi, ane have Blog par ni manva mali.. but aa article to mimicry+creativity= mimicreativity to best example chhe... Hat's off..
ReplyDeleteDR JOBAN MODHA ,chavi gayo chhu :)
ReplyDeleteashutosh shukla , mimicry on blog :) shah rukh kahe chhe em, "ame to Bhaand chhie " :)
sanket , Thanks!!
Heeren Joshi , Thanks for your feedback. will try to improve.
nidhi joshi , thanks !
parth , tamari comment mujab mane 75% marks male chhe. aabhar :)
brsinh , tamaro blog pan hun jovu chhu. ahi thoda blogs ni link mukva no chhu, tema tamara blog ni link pan mukvi chhe.
Manish challa , Thanks ! !
(ગુણવંત શાહ જેટલું સુંવાળું લખે છે એટલા જ બરછટ અંગત જીવનમાં છે એવી મારી માન્યતા છે.)
ReplyDeleteઆ કામ આપને ગઈમું.
બાકીના લેખો તો ક્યાંક વાંચ્યા છે. કદાચ સૂરથી નીકળતા કોઈક ટેબ્લોઈડ સાઈઝના સામયિકમાં જેનું નામ હું ભૂલી ગયો. મોટે ભાગે હોટલાઈન. પણ બ્લોગ ચાલુ કરીને સારું કામ કરી દીધું છે.
Lalit Khambhayta ,
ReplyDeleteThanks !!
Na. aa lekh HOTLINE ma ke koi Magazine ma avyo nathi. ek Pustika ma ane Rajni Agravat na e-magazine ma hato. kadach tame tya vanchyo hashe.
ekdum dhamal che tamaro lekh.... મેલબોર્ન અને સિડનીના સ્ટેડીયમના નામ વૃંદાવન અને ગોકુળ રાખવા જોઈએ - this was just superb! can't stop myself laughing out loud in the office :D
ReplyDeleteઝાંઝમેરમાં અમારી પડખેના મકાનમાં રહેતા સરસ્વતી માસી ખાંડવી પર સીંગદાણાનો ભૂકો છાંટતા. avo bhayankar vichar to kantibhai ne pan hasta nahi roki sake!
superb writing!
brsinh ,
ReplyDeleteતમારી વાત સાચી છે, રાઓલજી. ક્યારેક આપણે કાન્તિ ભટ્ટની કોઈ વાત સાથે સહમત ના હોઈએ તે શક્ય છે. પરંતુ એમની સમર્પિતતા લાજવાબ છે. સતત ત્રણ-ચાર-પાંચ દાયકાથી દરરોજ આટલું લખવું, તેના માટે વાંચવું અને કોઈ અંગત સ્વાર્થ વગર પૂર્વગ્રહો વિના એ પીરસવું... આવું બીજું કોઈ ઉદાહરણ મારા ખ્યાલમાં નથી. કેટલાંક લેખકો વસૂકી ગયા છે, મોટાભાગના વાંચતા નથી. કેટલાકનાં અંગત બાયસ એટલા છે કે આપણને ત્રાસ છૂટે. કાન્તિ ભટ્ટ આ બધાથી પર છે. મહત્વની વાત: તેઓ પોતાના લેખમાં દુનિયાભરના પુસ્તકો અને અખબારો ટાંકી શકે છે કારણ કે તેઓ વાંચે છે. ઇન્ટરનેટ નહોતું ત્યારે પણ તેઓ ચિક્કાર વાંચતા, આજે પણ અડીખમ છે. 'ચિત્રલેખા' જેવા પ્રથમ હરોળના મેગેઝીનમાં પણ દરેક મહત્વના ટોપિક ઉપર કે બનાવ વખતે એમની પાસે જ લખાવવામાં આવે છે. આજના તમામ પત્રકારો અને લેખકો કરતા એમનું ડેડીકેશન અને વાચન વધુ છે. એમને સલામ.
amazing parody, moj avi gai kinnarbhai.
ReplyDeleteતમારી વાત કીન્ન્નારભાઈ સચ્ચી છે.કેટલાક ''વસુકી ગયા છે''. ''વાચતા નથી''. ફકત ઘેર કહી રાખે છે હું એક સભા/પરિષદ/ઉદ્ઘાટન માં જાઉં છું કઈ સારું દેખાય તો કાગળ પર લખી રાખજે ને લીંક/સાઈટ પણ...
ReplyDeleteજવાદો.આવું બોલીએ તે સારું ના લાગે .
કાંતિ ભટ્ટ ની શૈલી અને રજૂઆત સારી ખરી.હસમુખ ગાંધી વિષે વાંચન નથી.
બક્ષીજી તો બ્રેડમેન જેવા ગણાય.હું 'ઠીક હતા' એવુય કહું તો મારી બુદ્ધિ ને ચકાસવી પડે.
Hence I m late but first of all, congratulation for starting a new inning. it was awaited and we are eager to read u on many aspect. this one is ur master piece especially in Kanti Bhatt and Gu. Shah.
ReplyDeleteI m big fan of ur style and want to read u more and more. request u to put here ur selected published write ups too.
વાહ કિન્નરભાઈ...અદભૂત...કાંતિ ભટ્ટને અને હસમુખ ગાંધીને જ વાંચતો હોઉ એવો ભાવ થોડી ક્ષણો માટે ઉભો થયો...વાંચવાનું ગમ્યું...
ReplyDeleteKinnarbhai 75 % aapne etla mate male che ke vanchaknej ek prshna vishe khabar nathi...jem ke history na paper tapasnar ne mughal samrajya vishe koi j khabar nmathi..ema vank tapasnar (vanchak) no che
ReplyDelete"મનુભાઈ પંચોળી ‘દર્શ
ReplyDeleteક’ મેચ રમે કે ન રમે પણ તેઓ દરેક મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ હશે. ‘મેન ઓફ ધ સીરીઝ’ પણ ‘દર્શક’
જ હશે. આ બંને એવોર્ડ નક્કી કરનારી સમિતિના પણ તેઓ અધ્યક્ષ હશે તેની મને પૂરતી ખાતરી છે કારણ કે તેઓ ખરેખર બેનમૂન ‘ખેલાડી’ છે.
"
હાહાહા..જબ્બર...યે લગા સિક્સર..બક્ષી ઈસ્ટાઈલ ;)
"બેટને આપણે વાંસળી જાણીએ અને બોલને મોરપિચ્છ માનીએ તો ક્રિકેટ પણ રાસલીલા જેવું ભવ્ય બની જાય"..હાહા લાયા લાયા બાપુ...
ભટ્ટજીને હું પણ ક્યારેક વાંચું છું અને તમારી કોમેન્ટ સાથે એગ્રીડ કે એમને સલામ છે વાંચન માટે.
હસમુખ ગાંધીને વાંચ્યા નથી હજી.પણ મજા આવી...
Very well written...Keep it up!
ReplyDeleteવાહ કિન્નર ભાઈ,મજા આવી ગઈ.
ReplyDeleteસુદેશ ભોંસલેવેડા ચલાવી લેવા નું કહો છો પરંતુ આતો દોડવા માંડે તેવું છે.આબેહુબ છટાની છાટ દેખાણી.
સરસ કિન્નર.... ગમ્મત પડી... ક્યારેક જય વસાવડાની સ્ટાઇલની પણ પેરોડી કરવા જેવી છે.... કદાચ આ ચાર મહાનુભાવો જેટલી અખબારી જગ્યા એ એક લેખકના લેખ માટે જોઇશે!
ReplyDelete- સંચાલન સુરેન ઠાકર ‘મેહુલ’ કે સુરેશ દલાલને બદલે કોઈ કવિને જ સોંપવું જોઈએ...
ReplyDelete- મનુભાઈ પંચોળી ‘દર્શક’ મેચ રમે કે ન રમે પણ તેઓ દરેક મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ હશે. ‘મેન ઓફ ધ સીરીઝ’ પણ ‘દર્શક’
જ હશે. આ બંને એવોર્ડ નક્કી કરનારી સમિતિના પણ તેઓ અધ્યક્ષ હશે તેની મને પૂરતી ખાતરી છે કારણ કે તેઓ ખરેખર બેનમૂન ‘ખેલાડી’ છે.
kya bat he..
ekdum yogy chhnavat kari ho..
suresh gavaniya
વાંચતા વાંચતા રુબરુ મલવા જેટલો આનંદ આવ્યો.ચારેય લેખકોમાંથી શ્રીભટ્ટસાહેબ અને શ્રીશાહસાહેબ ના લેખો વર્સોથી વાંચુછુ,જુની સમ્રુતીઓ તાજી થઈ.શ્રીકિન્નરભાઇ શુંદર સંકલન કરી લેખ આપ્યો. આભાર...
ReplyDeleteman gaye janab..
ReplyDeletemaja padi gayi.
Majja padi gai...ghana varso pachhi Nautamlal ni entry enjoy kari. it was nice parody of C. Baxi, K. Bhatt and G. Shah.
ReplyDeleteManoj
વાહ ભાઈ વાહ!!આપે તો ચંદ્રકાંત બક્ષીનું પાંડિત્ય અને 'સીડકટીવ સ્ટાઈલ' તેમજ દાહક કટાક્ષ ,ગુણવંત શાહ નો 'વિચારો નાં જ વૃંદાવન' માં થતો સ્વૈરવિહાર અને વાસ્તવિકતાનાં સદંતર અભાવ તેમજ કાંતિ ભટ્ટ નો 'નેચરોપથી' પ્રત્યે નો લગાવ અને બચપણની સ્મૃતિઓ વગેરે લાક્ષણિકતાઓ અદભૂત રીતે ઉજાગર કરી છે...
ReplyDeleteસમકાલીન પ્રથમ દીવસથી છેવટ સુધી વાંચ્યું. હસમુખ ગાંધીને રોજ વાંચતો. ઘણાં સમય પછી નૌતમલાલને અહીં મળીને આનંદ થયો.....
ReplyDelete“તું પ્રોફેસર, તું જ અવળચંડો છે. તું વક્રદ્રષ્ટા અને તું જ નાલાયક છે. પૃથ્વી તને હંમેશા ચોરસ કે ષટ્કોણ દીસે છે. આ એ જ રાજકોટ છે જ્યાં દરરોજ નવ બ્રોડશિટ ડેઈલી સ્ટોલ્સ પર અફળાય છે. અહીં અખબારોની, પત્રકારોની આબરુ છે. શાખ છે અને માન પણ છે. એ બધું કોઈ આસમાનમાંથી નથી વરસી પડ્યું, તેની પાછળ લોહી ચૂસાયું છે પસીનો પડ્યો છે પત્રકારોનો. અહીના પત્રકારોએ આજીવન ખેલદિલીથી જર્નલીઝમ કર્યું છે.”
ReplyDeleteKhubj saras, i thnk tame pela ava writr haso jemne writing parody raju kari6e, a pan 100% succesful.
ReplyDeleteRespected Kinnar Acharya,
ReplyDeleteI like and read your article always.You have written unbiased and very informative article about Shri. Arvind Kejriwal in AkilaIndia.com website in 8 different part in November-2012.I have skipped part no:5 and part no:6.Many media are now a days silent about Arvind Kejriwal after launching new political party.I request you to republish your all those aritcle here in your blog for readrs like us.
Thanks.
-Malay Kachhadiya,Bharuch.
E-Mail: malay8085@gmail.com
HASMUKH GANDHI NA LEKHO VANCHVA KYA MALE. EMANE HAMESHA VACHYA CHE .
ReplyDeleteVery good.
ReplyDeleteSuperb sir...Salute to you. Darek ni paghdi pahervi ane emna j shoes ma pag nakhi ne adal nakal kari chhe.....Too good!! :)
ReplyDelete