Showing posts with label Journalism And Literature. Show all posts
Showing posts with label Journalism And Literature. Show all posts

Friday, May 10, 2013

શ્રધ્ધાંજલિ નહિ, પુષ્પાંજલિ નહિ પરંતુ હાસ્યાંજલિ!: એક અનોખા પિતૃ તર્પણની પ્રેરક વાત !

પુસ્તક, "હાસ્યાંજલિ"નું ટાઈટલ:  સ્વર્ગસ્થ સ્વજનની સ્મૃતિમાં
હાસ્યનું પુસ્તક પ્રકાશિત થયાની આ કદાચ પ્રથમ ઘટના હશે 

સામાન્ય રીતે ચિરવિદાય પામેલા પોતાનાં સ્વજન 
પાછળ લોકો "ભજનાવલી" કે "ભગવદ્દ ગીતા"નું વિતરણ કરતા હોય છે. 
કોઈ વળી સ્તોત્ર વગેરેની ઓડિયો સી.ડી. બનાવડાવી 
મિત્રોમાં તેનું વિતરણ કરતા હોય છે. 
પરંતુ શું તમે કોઈ એવી વ્યક્તિ જોઈ છે જે પોતાના 
સ્વર્ગવાસી સ્વજન પાછળ હાસ્યથી છલોછલ પુસ્તક 
પ્રકાશિત કરી અને તેની હજ્જારો કોપિઝ મિત્રો અને સંબંધીઓને આપતી હોય? 

મારા મિત્ર અને સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ (રાધે ગ્રુપ ઓફ એનર્જી) ડૉ. શૈલેશ માકડીયાએ હમણાં આવો જ એક નવતર વિચાર અમલમાં મુક્યો! 
તેમને પોતાના પિતા સ્વ. વલ્લભબાપાની સ્મૃતિમાં, "હાસ્યાંજલિ" નામનું એક અદભુત પુસ્તક મારી પાસે સંપાદિત કરાવ્યું અને પછી તે પ્રકાશિત કર્યું! 
હમણાં, ત્રીજી મેનાં દિવસે તેમના વતન, પીપળિયામાં તેનો વિમોચન કાર્યક્રમ તેમણે રાખ્યો હતો. સ્વાભાવિક રીતે જ એ કાર્યક્રમ પણ એકદમ યુનિક હતો. એ દિવસે વલ્લભબાપની પ્રથમ પુણ્યતિથિ હતી, શૈલેશભાઈએ આખા ગામને ધૂમાડાબંધ જમાડ્યું અને પછી હાસ્યસંધ્યા જેવો ડાયરો રાખ્યો! સવાલ એ છે કે, સ્વર્ગસ્થ પિતા પાછળ હાસ્યની છોળો ઉડાડવાનું અને લોકોને ખડખડાટ હસાવવાનું તેમને શા કારણે સુઝ્યું? 

વાત એમ છે કે, વલ્લભબાપાએ આખી જિંદગી લોકોને હસાવ્યાં, 
પોતે પણ હળવાફૂલ રહ્યા
 અને અન્યોને પણ હળવા રહેવા પ્રેરણા આપતા રહ્યા. 
એમનો રમુજી સ્વભાવ અને જીવનને 
નિહાળવાની આગવી દ્રષ્ટિ તથા એક વિશિષ્ટ અભિગમ ... 
 બધાને કારણે એમનું વ્યક્તિત્વ પણ અનોખું રહ્યું હતું. 
એમને હસતા હસતા વિદાય આપવી - 
  એમનાં જીવનનું સાચું સન્માન ગણાય. 
પુસ્તકની પ્રસ્તાવનામાં શૈલેશભાઈ અને પરિવારજનોએ વલ્લભબાપનો જે પરિચય આપ્યો છે તેમાંથી થોડા અંશો જોઈએ તો ખ્યાલ આવે કે, એમને "શ્રદ્ધાંજલિ" કે "શબ્દાંજલિ" આપવા કરતા "હાસ્યાંજલિ" આપવી એ જ એમના જીવનનું સાચું સન્માન ગણાય! જુઓ આ અંશો: 
=========================
"એક સામાન્ય ગરીબ પરીવારમાં જન્મેલા હોવા છતાં, તમરા જીવનની અમીરી... અને એક શહેનશાહથી ચડીયાતી તમારી ઉદારતા... મસ્તીભર્યા મહાસાગર જેવું તમારૂં જીવન. તમારાં જીવનચક્ર ઊપર નજર કરતાં છાતી ગજ-ગજ ફૂલાય અને આનંદ અને અહોભાવથી અસ્તિત્વ આખું હરખાય. છતાંય તમારી વિદાયની યાદથી આંખો પણ આંસુઓથી સતત ઊભરાય!
લોકો કહે છે કે જન્મ સાથે કોઇ જ કાંઇપણ સાથે લાવતું નથી અને સાથે લઇ પણ જતુ નથી. ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે... પરંતુ તમે આ વાતને ઘણે અંશે ખોટી ઠેરવી નાખી.
અમારા ભણતર અને કારમી આર્થિક નાણાભીડની ગરીબી ગરીબી વખતે તેના સ્વભાવની અમીરી...  એકપણ તબક્કે હિંમત હાર્યા વગર સતત સંઘર્ષ સમયે પણ એમના મોઢા ઉપર હંમેશા સ્મીત, મસ્તી અને ખુમારી ચમકતી હતી. સગા-સંબંધી, મિત્રો પાસેથી મદદરૂપે ઉછીના લીધેલા પૈસાથી અમને સૌને ભણાવ્યા... ક્યારેય આર્થિક તંગીની અસર પણ વાત કે વહેવારમાં જણાવવા નથી દીધી. આવી પરિસ્થિતિમાં પણ વલ્લભબાપાની બગલાની પાંખ જેવી સફેદ કપડાની જોડી પણ મોટીમારડ ઈસ્ત્રી કરવા જતી. લોભી અને દંભી માણસો પ્રત્યે ટકોર કરવાનું તેઓ ક્યારેય ચુકતા નહિ. એમના જીવનમાં મસ્તી સાથે પ્રેમ પણ અદ્ભૂત હતો. 84 થી 87 સુધીના કારમા દુષ્કાળમાં મને વિદ્યાનગર ઉચ્ચ અભ્યાસમાં મોકલેલો ત્યારે મજબુરીમાં જકાતની નોકરી સ્વીકારી... આ બધું તેના સ્વભાવથી ઘણું બધું વિપરીત હતું, પરંતુ સમય-સંજોગોને સહજતાથી સ્વીકારી, પ્રેમ, આનંદ અને ખુમારીથી તમામ જવાબદારી પાર પાડી.
પાછળના એક દશકાનું આપનું જીવન, ભલભલા કરોડપતિને પણ ઇર્ષા આપે તેવું હતું. GJ-3CA-5329 નંબરની ટવેરા ગાડી... મિત્રોનો સંગાથ... ભાવતા ભજીયા-ગાંઠીયાનો હંમેશા સાથ... મિત્રો સાથે હરવું-ફરવું... ખાવું અને ખવડાવવાનો આપનો શોખ... અને સીકીડીકીનો સંગાથ.... બાળકો પ્રત્યેનો અનન્ય લગાવ અને પ્રેમ... કોઇપણ નાત-જાત, ઉંચ-નીચ કે ધર્મથી ઉપર ઉઠીને આપની કરૂણાસભર દ્રષ્ટિ સૌની આકર્ષતી હતી. કોઇપણ મજુરનું બાળક હોય કે... કોઇપણ સમાજનું ખેડૂતનું,દલિતનું બાળક હોય કે ભિખારીનું ... વલ્લભબાપા પાસે હક્કથી ચોકલેટ અને ફ્રુટ માંગી શકતું! સ્કૂલના બાળકોની રીસેસ વખતે આખી ફ્રુટની રેકડી બાળકોને ટોળામાં ખવડાવી દેવા, ગરીબ હોય, ભિખારી હોય, જરૂરતમંદ ગામના હોય કે પરગામના, દુઃખીયા હોય કે  દવાખાનાવાળા હોય, નિઃસહાય વૃદ્ધો હોય કે બાળકો, મંદિર હોય કે મસ્જીદ... સાંજે પાંચ વાગે એટલે પીપળિયા બસ સ્ટેન્ડને ઓટલે દરરોજ આવા જરૂરતંદોની આંખો વલ્લભબાપાના આગમનની વિશ્વાસ સાથે રાહ જોતી હતી. પરમાત્મા  પૃથ્વી ઉપર સાક્ષાત્ આવતો નથી પરંતુ તેમના આશિર્વાદ કોઇના કોઇ સ્વરૂપે જરૂરતમંદો સુધી પહોંચી જતા હોય છે... એ જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. અરે વ્યાજે પૈસા લઇને જરૂરતમંદોને મદદ કરવાની બહાદુરીના અમે સૌ સાક્ષી છીએ. કોઇ ગરીબ માવતરની દીકરીના લગ્ન અટકેલા હોય કે કોઇ વ્યકિતને દવાખાના માટે પૈસાની જરૂર હોય... બાપાની કરૂણાએ ક્યારેય કોઇને ના નથી પાડી.

કોઇપણ કર્મકાંડ, ધાર્મિક કે સંપ્રદાયના આડંબરથી ઉપર ઉઠીને માત્ર પ્રેમ અને કરૂણાથી સર્વ જીવદયા અને મનુષ્યસેવાને જ પરમ ધર્મ માનતા... ઉપરાંત કોઇની ભિતર કે ચહેરા પરના દુઃખને પારખવાની કોઠાસૂઝથી તેઓ દરેક સાથે તે છોકરો હોય કે નાના-મોટા પુરૂષ હોય, નાની બાળા હોય કે નાની-મોટી સ્ત્રી હોય, તમામ સાથે મજાક અને મસ્તીથી સામેનાના દુઃખને ભૂલાવી ચહેરા પર હાસ્ય રેલાવી દે... તેવું તેમનું ધબકતું વ્યકિતત્વ!
જીવનની સંધ્યા એટલા રંગોમાં જીવી ગયા કે, ઘણા લોકો ઇશ્વર પાસે દુઆ માંગવા લાગ્યા કે... “અમારૂં પાછળનું જીવન પણ વલ્લભબાપા જેવું હોય”... એ લોકોની દુઆ એ જ આપના જીવનમાંથી અવતરેલી ઇશ્વરીય અનુભૂતિ, સૌને આપ પ્રત્યે “સલામ... વલ્લભબાપા...!!”નો અહેસાસ કરાવે છે. ખરેખર આત્મા અમર છે... એનો અહેસાસ આપે કરાવ્યો... શરીરથી તમે નથી પરંતુ કદાચ આપની વિદાય પછી આપની અનુભૂતિ વધારે તીવ્રતાથી અનુભવાય છે, અમને સૌને..."
================================
તેઓ ભરપુર જીવ્યા, મન મૂકી ને જીવ્યા! એટલે   પુસ્તક પણ અમે જીવનના ધબકારથી ભરપુર બનાવ્યું છે! 
તેમાં ખડખડાટ હાસ્ય પણ છે અને આયખાનો પરિચય કરાવતી માર્મિક વાતો પણ છે, 
તેમાં વ્યંગ પણ છે અને તત્વજ્ઞાન પણ છે! 
હાસ્ય લેખો પણ ખરા અને હઝલ પણ છે!
વ્યંગ લેખો પણ છે અને મજેદાર કહેવત કથાઓ પણ છે!
ચોટદાર ઝેન કથાઓ પણ છે તો ઓશોના પ્રિય મુલ્લા નસીરુદ્દીનની વાર્તાઓ પણ છે!
તેમાં શરદ જોશી પણ છે તો હરિશંકર પરસાઈ પણ છે!
સવા બસ્સો પાનાંના આ દળદાર પુસ્તકની વાચન સામગ્રી અદ્ભુત કહી શકાય એવી છે, તેનું વૈવિધ્ય એવું છે કે, ગુજરાતીમાં હાસ્યના આટલા રંગો ધરાવતું આવું પ્રથમ પુસ્તક છે, તેનું પ્રોડક્શન, કાગળ પ્રથમ દરજ્જાના છે! વાચકો માટે માઠા સમાચાર એક જ છે કે, આ પુસ્તક ક્યાંય વેચાતું મળતું નથી, એ માત્ર વિતરણ માટે છે!

હું માનું છું કે, ગુજરાતી સાહિત્યમાં  એક નવતર અને તેના પ્રકારનો એકમેવ પ્રયોગ છે.

Campus of Radhe Group Of Energy's Corporate Office:
રાધે ગ્રુપની ઓફિસનું  કેમ્પસ અને તેમાં મુકાયેલી આઈનસ્ટાઇનની પ્રતિમા 


Dr. Shailesh Makadia CMD, Radhe Group Of Energy

 ડૉ. શૈલેશ માકડિયા આમ પણ એક અલગ વ્યક્તિત્વ છે, "હટ કે" વિચારવાની એમને આદત છે! મેં બહુ ઓછા એવા ઉદ્યોગપતિ જોયા છે જેમને ક્રીએટિવિટીની કદર હોય, જ્ઞાનનો જેને મન મહિમા હોય - શૈલેશભાઈ આવા એક વ્યક્તિ છે. સામાન્ય રીતે લોકો પોતાના કામકાજના સ્થળે ધાર્મિક પૂતળા મુકતા હોય છે પરંતુ શૈલેશભાઈની રાધે ગ્રુપ ઓફ એનર્જીની ભવ્ય ઓફિસમાં તમે પ્રવેશ કરો તો કેમ્પસમાં જ તમને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઇનની પ્રતિમા જોવા મળે! આટલી વાત પરથી જ એમના વ્યક્તિત્વ વિષે ખ્યાલ મળી જાય! યોગાનુયોગ આજે શૈલેશભાઈનો જન્મ દિવસ પણ છે ત્યારે એટલી જ શુભકામના કે, ટોળાથી હટી ને કશુંક વિચારવાની અને પરંપરાથી હટી ને કંઇક કરવાનો તેમનો આ સ્પિરિટ અખંડ રહે!   


Friday, December 21, 2012

કોંગ્રેસનો છ દાયકાનો ઈતિહાસ: તમ્બુની જેમ તણાયેલી, ફુગ્ગા માફક ફૂલાયેલી અને હવાની જેમ ફેલાયેલી!



  
સદ્દભાગ્યે ગુજરાતનો કાંઠલો પેલો કાળમુખો "પંજો" પકડી શક્યો નથી ... કોંગ્રેસ એક પાર્ટી જ નહિ, એક બિમારી પણ છે ! હિન્દીના સુપ્રસિદ્ધ વ્યંગકાર શરદ જોશીએ આઝાદીના ત્રીસ વર્ષ પછી કોંગ્રેસ પર એક અદ્દભુત પીસ લખ્યો હતો, જુઓ - આજે પણ એ કેટલો પ્રસ્તુત છે! પ્રસ્તુત લેખની ભાષા એટલી ચોટદાર છે કે, તેનો અનુવાદ ના કરીએ તો જ તેની અસલ ફ્લેવર જળવાઈ રહે. આ લેખમાં જ્યાં "ત્રીસ વર્ષ" શબ્દ પ્રયોગ થયો છે - ત્યાં "છ દાયકા" વાંચશો તો વધુ જમાવટ થશે! ઓવર ટુ - ધ વન એન્ડ ઓન્લી - શરદ જોશી 

   
કાંગ્રેસ કો રાજ કરતે કરતે તીસ સાલ બીત ગએ . કુછ કહતે હૈં , તીન સૌ સાલ બીત ગએ . ગલત હૈ .સિર્ફ તીસ સાલ બીતે . ઇન તીસ સાલોં મેં કભી દેશ આગે બઢ઼ા , કભી કાંગ્રેસ આગે બઢ઼ી . કભી દોનોં આગે બઢ઼ ગએ, કભી દોનોં નહીં બઢ઼ પાએ .ફિર યોં હુઆ કિ દેશ આગે બઢ઼ ગયા ઔર કાંગ્રેસ પીછે રહ ગઈ. તીસ સાલોં કી યહ યાત્રા કાંગ્રેસ કી મહાયાત્રા હૈ. વહ ખાદી ભંડાર સે આરમ્ભ હુઈ ઔર સચિવાલય પર સમાપ્ત હો ગઈ.

પુરે તીસ સાલ તક કાંગ્રેસ હમારે દેશ પર તમ્બૂ કી તરહ તની રહી, ગુબ્બારે કી તરહ ફૈલી રહી, હવા કી તરહ સનસનાતી રહી, બર્ફ સી જમી રહી. પુરે તીસ સાલ તક કાંગ્રેસ ને દેશ મેં ઇતિહાસ બનાયા, ઉસે સરકારી કર્મચારિયોં ને લિખા ઔર વિધાનસભા કે સદસ્યોં ને પઢ઼ા. પોસ્ટરોં ,કિતાબોં ,સિનેમા કી સ્લાઇડોં, ગરજ યહ હૈ કિ દેશ કે જર્રે-જર્રે પર કાંગ્રેસ કા નામ લિખા રહા. રેડિયો ,ટીવી ડાક્યૂમેંટ્રી , સરકારી બૈઠકોં ઔર સમ્મેલનોં મેં, ગરજ યહ કિ દસોં દિશાઓં મેં સિર્ફ એક હી ગૂઁજ થી ઔર વહ કાંગ્રેસ કી થી. કાંગ્રેસ હમારી આદત બન ગઈ. કભી ન છુટને વાલી બુરી આદત. હમ સબ યહાઁ વહાં સે દિલ દિમાગ ઔર તોંદ સે કાંગ્રેસી હોને લગે. ઇન તીસ સાલોં મેં હર ભારતવાસી કે અંતર મેં કાંગ્રેસ ગેસ્ટ્રિક ટ્રબલ કી તરહ સમાં ગઈ.

જૈસે હી આજાદી મિલી કાંગ્રેસ ને યહ મહસૂસ કિયા કિ ખાદી કા કપડ઼ા મોટા, ભદ્દા ઔર ખુરદુરા હોતા હૈ ઔર બદન બહુત કોમલ ઔર નાજુક હોતા હૈ. ઇસલિએ કાંગ્રેસ ને યહ નિર્ણય લિયા કિ ખાદી કો મહીન કિયા જાએ, રેશમ કિયા જાએ, ટેરેલીન કિયા જાએ. અંગ્રેજોં કી જેલ મેં કાંગ્રેસી કે સાથ બહુત અત્યાચાર હુઆ થા. ઉન્હેં પત્થર ઔર સીમેંટ કી બેંચોં પર સોને કો મિલા થા. અગર આજાદી કે બાદ અચ્છી ક્વાલિટી કી કપાસ કા ઉત્પાદન બઢ઼ાયા ગયા, ઉસકે ગદ્દે-તકિયે ભરે ગએ. ઔર કાંગ્રેસી ઉસ પર વિરાજ કર, ટિક કર દેશ કી સમસ્યાઓં પર ચિંતન કરને લગે. દેશ મેં સમસ્યાએઁ બહુત થીં, કાંગ્રેસી ભી બહુત થે.સમસ્યાએઁ બઢ઼ રહી થીં, કાંગ્રેસ ભી બઢ઼ રહી થી. એક દિન ઐસા આયા કી સમસ્યાએં કાંગ્રેસ હો ગઈં ઔર કાંગ્રેસ સમસ્યા હો ગઈ. દોનોં બઢ઼ને લગે.
પુરે તીસ સાલ તક દેશ ને યહ સમઝને કી કોશિશ કી કિ કાંગ્રેસ ક્યા હૈ? ખુદ કાંગ્રેસી યહ નહીં સમઝ પાયા કિ કાંગ્રેસ ક્યા હૈ? લોગોં ને કાંગ્રેસ કો બ્રહ્મ કી તરહ નેતિ-નેતિ કે તરીકે સે સમઝા. જો દાએં નહીં હૈ વહ કાંગ્રેસ હૈ.જો બાએઁ નહીં હૈ વહ કાંગ્રેસ હૈ. જો મધ્ય મેં ભી નહીં હૈ વહ કાંગ્રેસ હૈ. જો મધ્ય સે બાએઁ હૈ વહ કાંગ્રેસ હૈ. મનુષ્ય જિતને રૂપોં મેં મિલતા હૈ, કાંગ્રેસ ઉસસે જ્યાદા રૂપોં મેં મિલતી હૈ. કાંગ્રેસ સર્વત્ર હૈ. હર કુર્સી પર હૈ. હર કુર્સી કે પીછે હૈ. હર કુર્સી કે સામને ખડ઼ી હૈ. હર સિદ્ધાંત કાંગ્રેસ કા સિદ્ધાંત હૈ હૈ. ઇન સભી સિદ્ધાંતોં પર કાંગ્રેસ તીસ સાલ તક અચલ ખડ઼ી હિલતી રહી.

CLICK on this Image to Enlarge 
Cartoons Courtesy : Kirtish, Nai Duniya & bamulahija.com



     
તીસ સાલ કા ઇતિહાસ સાક્ષી હૈ કાંગ્રેસ ને હમેશા સંતુલન કી નીતિ કો બનાએ રખા. જો કહા વો કિયા નહીં, જો કિયા વો બતાયા નહીં,જો બતાયા વહ થા નહીં, જો થા વહ ગલત થા. અહિંસા કી નીતિ પર વિશ્વાસ કિયા ઔર ઉસ નીતિ કો સંતુલિત કિયા લાઠી ઔર ગોલી સે. સત્ય કી નીતિ પર ચલી, પર સચ બોલને વાલે સે સદા નારાજ રહી.પેડ઼ લગાને કા આન્દોલન ચલાયા ઔર ઠેકે દેકર જંગલ કે જંગલ સાફ઼ કર દિએ. રાહત દી મગર ટૈક્સ બઢ઼ા દિએ. શરાબ કે ઠેકે દિએ, દારુ કે કારખાને ખુલવાએ; પર નશાબંદી કા સમર્થન કરતી રહી. હિંદી કી હિમાયતી રહી અંગ્રેજી કો ચાલૂ રખા. યોજના બનાયી તો લાગૂ નહીં હોને દી. લાગૂ કી તો રોક દિયા. રોક દિયા તો ચાલૂ નહીં કી. સમસ્યાએં ઉઠી તો કમીશન બૈઠે, રિપોર્ટ આઈ તો પઢ઼ા નહીં. કાંગ્રેસ કા ઇતિહાસ નિરંતર સંતુલન કા ઇતિહાસ હૈ. સમાજવાદ કી સમર્થક રહી, પર પૂંજીવાદ કો શિકાયત કા મૌકા નહીં દિયા. નારા દિયા તો પૂરા નહીં કિયા. પ્રાઇવેટ સેક્ટર કે ખિલાફ પબ્લિક સેક્ટર કો ખડ઼ા કિયા, પબ્લિક સેક્ટર કે ખિલાફ પ્રાઇવેટ સેક્ટર કો. દોનોં કે બીચ ખુદ ખડ઼ી હો ગઈ . તીસ સાલ તક ખડ઼ી રહી. એક કો બઢ઼ને નહીં દિયા.દૂસરે કો ઘટને નહીં દિયા.આત્મનિર્ભરતા પર જોર દેતે રહે, વિદેશોં સે મદદ માંગતે રહે. ’યૂથ’ કો બઢ઼ાવા દિયા, બુડ્દ્ધોં કો ટિકેટ દિયા. જો જીતા વહ મુખ્યમંત્રી બના, જો હારા સો ગવર્નર હો ગયા. જો કેંદ્ર મેં બેકાર થા ઉસે રાજ્ય મેં ભેજા, જો રાજ્ય મેં બેકાર થા ઉસે ઉસે કેંદ્ર મેં લે આએ. જો દોનોં જગહ બેકાર થે ઉસે એમ્બેસેડર બના દિયા. વહ દેશ કા પ્રતિનિધિત્વ કરને લગા.

એકતા પર જોર દિયા આપસ મેં લડ઼ાતે રહે. જાતિવાદ કા વિરોધ કિયા, મગર અપનેવાલોં કા હમેશા ખ્યાલ રખા. પ્રાર્થનાએં સુનીં ઔર ભૂલ ગએ. આશ્વાસન દિએ, પર નિભાએ નહીં. જિન્હેં નિભાયા વે આશ્વશ્ત નહીં હુએ. મેહનત પર જોર દિયા, અભિનન્દન કરવાતે રહે. જનતા કી સુનતે રહે અફસર કી માનતે રહે.શાંતિ કી અપીલ કી, ભાષણ દેતે રહે. ખુદ કુછ કિયા નહીં દુસરે કા હોને નહીં દિયા. સંતુલન કી ઇન્તહાં યહ હુઈ કિ ઉત્તર મેં જોર થા તબ દક્ષિણ મેં કમજોર થે. દક્ષિણ મેં જીતે તો ઉત્તર મેં હાર ગએ. તીસ સાલ તક પુરે, પુરે તીસ સાલ તક, કાંગ્રેસ એક સરકાર નહીં, એક સંતુલન કા નામ થા. સંતુલન, તમ્બૂ કી તરહ તની રહી,ગુબ્બારે કી તરહ ફૈલી રહી, હવા કી તરહ સનસનાતી રહી બર્ફ સી જમી રહી પુરે તીસ સાલ તક.

કાંગ્રેસ અમર હૈ. વહ મર નહીં સકતી. ઉસકે દોષ બને રહેંગે ઔર ગુણ લૌટ-લૌટ કર આએઁગે. જબ તક પક્ષપાત, નિર્ણયહીનતા ઢીલાપન, દોમુંહાપન, પૂર્વાગ્રહ, ઢોંગ, દિખાવા, સસ્તી આકાંક્ષા ઔર લાલચ કાયમ હૈ, ઇસ દેશ સે કાંગ્રેસ કો કોઈ સમાપ્ત નહીં કર સકતા. કાંગ્રેસ કાયમ રહેગી. દાએં, બાએઁ, મધ્ય, મધ્ય કે મધ્ય, ગરજ યહ કિ કહીં ભી કિસી ભી રૂપ મેં આપકો કાંગ્રેસ નજર આએગી. ઇસ દેશ મેં જો ભી હોતા હૈ અંતતઃ કાંગ્રેસ હોતા હૈ. જનતા પાર્ટી ભી અંતતઃ કાંગ્રેસ હો જાએગી. જો કુછ હોના હૈ ઉસે આખિર મેં કાંગ્રેસ હોના હૈ. તીસ નહીં તીન સૌ સાલ બીત જાએઁગે, કાંગ્રેસ ઇસ દેશ કા પીછા નહીં છોડ઼ને વાલી...

Saturday, July 16, 2011

બક્ષીબાબુ, કાન્તિ ભટ્ટ. હસમુખ ગાંધી અને ગુણવંત શાહ: અંદાઝ અપના અપના!

આ ચારેય ધરખમ લેખકો જો ક્રિકેટ અને પત્રકારત્વ પર લેખ લખે તો એ કેવો હોય?

નોંધ:
હીં મેં આ ચાર લેખ મુક્યા છે એ વર્ષો પહેલા એક સોવેનર માટે લખેલા. રાજકોટમાં અમે પત્રકારો વચ્ચે એક "ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કર્યું હતું, જેના અનુસંધાને બહાર પાડેલા નાનકડા સ્મૃતિગ્રંથમાં આ લેખ છપાયો. તેની માત્ર એક હજાર નકલો છપાઈ હતી. એ પછી હજુ હમણાં જ ભાઈ રજની અગ્રાવતના ઈ-મેગેઝીનમાં તેની JPEG કોપી મૂકી હતી. મને ગમતા મારા કેટલાક ફેવરિટ લેખોમાંનો આ એક છે. કદાચ તમને પણ ગમશે એવું માની અહીં મૂકી રહ્યો છું. પરંતુ એ પહેલા એક નાનકડી વાત: આ ચારેય લેખકોને એટલા વાંચ્યા છે કે, મને એવું લાગે છે કે, એમની શૈલીની કેટલીક બાબતો હું સારી રીતે સમજી શક્યો છું. શક્ય છે કે, આ માન્યતા મારો ભ્રમ હોય. એમની આ પેરોડી એ એમણે એક વાચક તરીકે મેં કરેલી સલામ છે. નકલખોરીની આ કળા મને કદાચ હસ્તગત હોય તો પણ એને હું મોટી સિદ્ધિ માનતો નથી. સિદ્ધિ એમની છે, જેમના લખાણોએ મને આવું કરવા પ્રેરણા આપી. હજુ યાદ છે: ગજવામાં હંમેશા બક્ષીના કે કાન્તિ ભટ્ટના અને હસમુખ ગાંધીના લેખોના કટિંગ રહેતા. જ્યારે નવરાશ મળે, ખિસ્સામાંથી કાઢી એ અવાર-નવાર વાંચતો. ઓશીકે "સમકાલીન" અને "અભિયાન" નિત્ય રહેતા. "સમકાલીન"ની રાહ જોઈ રોજ બેઠો હોઉં. બીજા દિવસે અમને રાજકોટમાં મળતું એ અખબાર એવું તાજું લાગતું કે ના પૂછો વાત! હજુ એક પત્ર પણ ઘરમાં પડ્યો છે, કાન્તિ ભટ્ટને લખેલો. એ પત્ર જે કદી પોસ્ટ ના થઇ શક્યો. એમને "અભિયાન"માં 'ચેતનાની ક્ષણે'માં એવા મતલબનું લખ્યું હતું કે, 'ગુજરાતી યુવાનોમાં પત્રકાર બનવાની ધગશ રહી નથી અને તેઓ ઘર છોડી મુંબઈ આવવા તૈયાર નથી.' મેં એમને પત્ર લખ્યો હતો. લાંબોલચ્ચ. 'હું આવવા તૈયાર છું!' પત્ર ક્યારેય પોસ્ટ ના કર્યો પરંતુ પછી મુંબઈ જવાનું જ બન્યું. 'અભિયાન' જૂથના દૈનિક, 'સમાંતર' માટે. ચારેયમાંથી ગુણવંત શાહને બાદ કરતા બાકીના સાથેના અનુભવો સુખદ રહ્યા છે. ગુણવંત શાહ જેટલું સુંવાળું લખે છે એટલા જ બરછટ અંગત જીવનમાં છે એવી મારી માન્યતા છે.
કોઈ લેખક વ્યક્તિ તરીકે કેવો છે એની અહીં ચર્ચા જ નથી. આ ચારેયને વાંચીને હું મોટો થયો. એમની શૈલી, વિષયો અને બીજી અનેક બાબતોમાંથી કંઈ ને કંઈ મને સ્પર્શતું. બક્ષીબાબુ અને ગાંધીસાહેબ હવે રહ્યા નથી, કાન્તિભાઈને અવાર-નવાર વાંચું છું અને ગુણવંત શાહના લેખ ભારે હૈયે , અનેક પ્રયત્નો પછી ક્યારેક પૂર્ણ કરી જ લઉં છું. કહેવાય છે કે, કોઈના મૃત્યુ પછી અપાતી શ્રધ્ધાન્જલીઓ સાવ ઠાલી હોય છે. 'એમના જવાથી આ ક્ષેત્રને પુરી ના શકાય એવી ખોટ પડી છે' એવું દરેક કિસ્સાઓમાં લખાતું હોય છે અને એકસોમાંથી નવ્વાણું કિસ્સામાં એ વાત ખોટી ઠરતી હોય છે. પરંતુ બક્ષીબાબુ તથા હસમુખ ગાંધીનો અભાવ મને રીતસર વર્તાય છે. જ્યારે-જયારે કોઈ મહત્વપૂર્ણ ઘટના બને, વિચાર આવે છે:"બક્ષી કે ગાંધી હોત તો એમણે આ વિષય પર કેવું લખ્યું હોત!" જગ્યા હજુ ભરાઈ નથી. અને નજીકના ભવિષ્યમાં ભરાય એવું લાગતું પણ નથી. ભાષાની એવી ચમત્કૃતિ અને માહિતી તથા જ્ઞાનનું ભાથું ક્યાં લેવા જવું! એટલે જ નબળી નકલ જેવા આ મારા સુદેશ ભોંસલેવેડા ચલાવી લેવા સૌને વિનંતી :)



દર્શકો, મેહુલો અને દલાલો: મેન ઓફ ધ મેચ થવા માટે મેચ રમવી જરૂરી છે?
 ચંદ્રકાંત બક્ષી

લેટિન ભાષામાં ‘ક્રિ’ નો અર્થ થાય છે મુર્ખાઓ અને ‘કેટ’નો અર્થ થાય છે રમત, ખેલ. ક્રિકેટ શબ્દ લેટિન ભાષામાંથી આવે છે અને તેનો ભાવાર્થ થાય છેઃ મુર્ખાઓની રમત. ક્રિકેટ મને હંમેશા બેવકૂફોની રમત લાગી છે. એટલે જ પત્રકારો જ્યારે ક્રિકેટ રમે ત્યારે મને સહેજ પણ આશ્ચર્ય નથી થતું! આમ પણ આપણે ક્રિકેટને જ લાયક છીએ. કઈ રમતમાં સૌથી વધુ કેલરી ખર્ચાય છે? સૌથી વધુ સ્ટેમીનાની કઈ ગેમમાં જરૂર પડે છે? કોઈ ગુજરાતી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટને આ સવાલ પૂછવો જોઈએ. જવાબમાં તેઓ કદાચ કેરમ કે નવકૂકરી કે વ્યાપારનું નામ પણ આપશે! બેડમિન્ટન અને લોન ટેનીસ એ બન્ને સૌથી વધુ મહેનત માંગી લેતી રમતો છે. અને બન્નેની લોકપ્રિયતા ગુજરાતીમાં નહિવત છે એ સ્વાભાવિક છે.
અને ક્રિકેટના રોમાંચ વિષે કોઈ દલીલ કરવા માંડે ત્યારે મને કલકત્તાના એ દિવસો યાદ આવે છે! એ જવાન ઉમ્ર અને જવાન બદન. કોઈ મને કહે છે કે ક્રિકેટમાં રોમાંચ હોય છે ત્યારે હું જવાબ આપું છું કે ફુટબોલમાં રોમાંચ અને રોમાન્સ બંને હોય છે! ક્રિકેટ કરતાં ફુટબોલ હંમેશા જીવંત રમત લાગી છે. સોકરના ખેલાડીઓનું શરીર મેચના બે કલાકો દરમિયાન નિરંતર ગતિશીલ રહે છે. એમાં લન્ચ માટેનો પોણો કલાકનો સમય નથી હોતો! એમાં પાંચ દિવસની લાંબી મેચ નથી હોતી. ટેસ્ટમેચના ત્રીજા દિવસની રાત્રે ખેલાડીઓને હોટેલની રૂમમાં એકઠા કરીને ચોથા દિવસની રમતની વ્યુહરચના ઘડવાનો સમય પણ ફુટબોલમાં નથી હોતો. અને આજે તો કોલકતામાં પણ ફુટબોલ કરતાં ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે. વચ્ચેથી એક આખો સમયખંડ પસાર થઈ ગયો છે. ફુટબોલનું સ્થાન આજે ક્રિકેટે લીધું છે અને કૉફી શૉપમાં બેસીને સાહિત્યની અને ફુટબોલની ચર્ચા કરતો એક તેજસ્વી યુવાન આજે ૧૫૦ ગુજરાતી પુસ્તકોનો લેખક બની ગયો છે!

ક્રિકેટનું શાસ્ત્ર મને કદી ગળે ઉતર્યું નથી. કે ક્રિકેટને કોઈ શાસ્ત્ર જ નથી હોતું? ઝ્યોં પોલ સાર્ત્રએ તેની સર્વકાલિન કૃતિ “ક્રિ અને કેટ” માં લખ્યું છે (પૃષ્ઠ : ૨૩૪) કે ક્રિકેટ એ રમત છે જેમાં બાર-પંદર બેવકૂફો મેદાનમાં દોડાદોડી કરે છે અને હજારો બેવકૂફો તાળીઓ પાડે છે! ઝ્યોં પોલ સાર્ત્ર એક મેધાવી સર્જક હતો અને તેનું કથન સાહિત્યમાં બ્રહ્મવાક્ય ગણાય છે. એટલું ગુજરાતી પત્રકારોની જાણ ખાતર.

હું માનું છું કે ગુજરાતી પત્રકારો વચ્ચે જેમ ક્રિકેટ મેચનું આયોજન થાય છે એમ ગુજરાતી કવિઓ અને સાહિત્યકારો વચ્ચે પણ એક ટુર્નામેન્ટ રમાવી જોઈએ અને તેનું સંચાલન સુરેન ઠાકર ‘મેહુલ’ કે સુરેશ દલાલને બદલે કોઈ કવિને જ સોંપવું જોઈએ. ગુજરાતી કવિઓની એક સંયુક્ત ટીમ બનાવવાનો વિચાર કોઈને હમણાં આવ્યો હતો. આવી ટીમમાં શું થશે એ હું કલ્પી શકું છું. ઉમાશંકર જોશી કેપ્ટન હશે અને જેમણે પાંસઠ વર્ષની ઝિન્દગાની દરમિયાન એક પણ કવિતા નથી લખી એવા દસ ખેલાડીઓ હશે. મનુભાઈ પંચોળી ‘દર્શ
ક’ મેચ રમે કે ન રમે પણ તેઓ દરેક મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ હશે. ‘મેન ઓફ ધ સીરીઝ’ પણ ‘દર્શક’
જ હશે. આ બંને એવોર્ડ નક્કી કરનારી સમિતિના પણ તેઓ અધ્યક્ષ હશે તેની મને પૂરતી ખાતરી છે કારણ કે તેઓ ખરેખર બેનમૂન ‘ખેલાડી’ છે.


ધ વૉર ઇઝ ડિકલેર્ડ : તમે કેટલા ખેલદિલ છો વારૂ ?
 હસમુખ ગાંધી


ઠક્‍ ઠક્‍ ઠક્‍..... કાનના પર્દા પર કોઇએ સીસમની લાકડીના ટકોરા માર્યા હોય એવો અવાજ થયો. મોઢું ઊંચું કરીને કેબીનના કાચ તરફ જોયું. હત્તેરીકી, આ તો નૌતમલાલ ઠક્કર.
આવો આવો નૌતમલાલ.
નૌતમલાલ કેબીનમાં પહોંચ્યા. આજે એમણે બંને ગલોફામાં એક એક પાન ભરાવ્યું હતું અને ત્રીજું પાન છેક અન્નનળી નજીક રાખ્યું હતું. કેબીનમાં પ્રવેશતા જ નૌતમલાલ બરાડ્યા “ધ વૉર ઇઝ ડિકલેર્ડ.” મોઢામાં રાખેલા ત્રણ ત્રણ પાનના કારણે એમનો અવાજ કંઇક વિચિત્ર થઈ ગયો હતો.
‘તમે બેસો તો ખરા, નૌતમલાલ’ એવું કહીને મેં બેલ તરફ હાથ લંબાવ્યો. મારો હાથ બેલ સુધી પહોંચે એ પહેલા જ નૌતમલાલે ઉભા થઈને ઉપરાઉપરી ચાર-પાંચ વખત બેલ વગાડી નાંખી. પગ પાસે પડેલી ડસ્ટબિનને ઉપાડીને તેઓ પોતાના મોં નજીક લઈ ગયા. બંને ગલોફાના પાનને જીભ વડે હડસેલો મારીને તેમને ટોપલીમાં ઠાલવ્યા. ત્રીજું પાન અન્નનળી આડેથી હટાવીને ડાબા ગલોફામાં ગોઠવીને એમણે આવનારી ચા પીવા માટે જગા કરી.
નૌતમલાલના બડકમદાર ગુલાબી બુશશર્ટ પર પાનના રાતા ચટ્ટક રસના છાંટા ઉડાડ્યા હતા.
“વ્હોટ્સ ધ મેટર, નૌતમલાલ ?”
“ફરગેટ ધ મેટર, પ્રોફેસર. ધ જર્નાલિસ્ટ્સ વોન્ટ્ મોર ક્રિકેટ, મોર ફન. યુ. સી. ! હેવ યુ લીસન્ડ ધેટ એડવર્ટાઈઝમેન્ટ પ્રોફેસર : યે દિલ માંગે મોર.”
નૌતમલાલનું વાક્ય પુરૂ નહીં થયું હોય ત્યાં કેબીનના ગ્લાસ્ડ ડોર પર પ્યુન મનોજે ટકોરા માર્યા. મસાલાવાળી ચાની વર્ધી આપીને હું બોલ્યો ‘સો ધેર ઇઝ વર્લ્ડકપ ફિવર એવરીવ્હેર”
“નો નો, પ્રોફેસર. ઈટ્સ અ વર્ડકપ ફિવર. પત્રકારો સઘળા ભેગા મળીને ક્રિકેટ ટીચવાનાં છે.”
“પણ પત્રકારોને આ ક્રિકેટ રમવાનું શીદ સુઝ્યું, નૌતમલાલ”.
“ઈન્ટીગ્રીટી પ્રોફેસર, ઈન્ટીગ્રીટી. યુનિટી, એકતા, ઐક્ય, સદભાવના, એકાત્મકતા એન્ડ એબોવ ઓલ, ધે વોન્ટ ટુ ડેવલપ સ્પોર્ટસમેન સ્પિરીટ ઇન જર્નલિઝમ. ક્રિકેટ ફોર પીસ, ક્રિકેટ ફોર ફ્રેન્ડશીપ.”
“ધૂળ. સ્પોર્ટસમેન સ્પિરીટ કઈ બલાનું નામ છે એ અહીં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ નથી જાણતો, સામાન્ય પત્રકારોની વાતો મેલો કોરાણે. અહીં એક જુનીયર અને ટ્રેઈની જર્નાલિસ્ટ્સની એક્સક્લુઝિવ સ્ટોરી છપાતી અટકાવવા માટે દાઢીધારી એડિટર લિટરલી આકાશ-પાતાળ એક કરે છે. તેઓ (એડિટર ધેટ્સ ઇટ) અખબાર માલિકોની કેબીનમાં પેસીને પેલા ટ્રેઈની વિષે માલિકના કાનમાં વખના ધોધ કરે છે. ઇન કેઈસ પેલા માલિકમાં સદબુદ્ધિ હોય અને આવી ઝેરીલી વાતો તેઓ કાને ન ધારે તો પેલો એડિટર સ્ટોરી છાપે છે પણ ટ્રેઈનીને ક્રેડિટ આપતો નથી. તમને ખબર છે, નૌતમલાલ ફોર અ જુનિયર જર્નાલિસ્ટ, ધ બાય લાઈન સ્ટોરી ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ એન્ડ વેલ્યુબલ ધેન સેલરી. ઇન ફેક્ટ હી ઓર શી કુડ બિલ્ડ અ મલ્ટીસ્ટોરી ઓન ધેટ પ્લીન્થ.” વાત આગળ ચાલે એ પહેલા જ મસાલાવાળી બે ચા લઈને મનોજ આવી પહોંચ્યો. થોડી ક્ષણો સુધી કેબીનમાં નૌતમલાલના સબડકા સિવાય કંઈ જ ન સંભળાયું. ચા પૂરી કરીને નૌતમલાલે પેન્ટના ગજવામાંથી ચાંદીની ડાબલી કાઢી અને તેમાંથી ત્રીસેક એલચી લઈને મોઢામાં ઓરી. અર્ધી મીનીટ સુધી તેમને એલચીને ઘંટીના પડ જેવા બે જડબા વચ્ચે ભીંસી નાખી. ચા અને એલચીનું ટોનિક લીધા પછી નૌતમલાલ બરાડ્યા:
“તું પ્રોફેસર, તું જ અવળચંડો છે. તું વક્રદ્રષ્ટા અને તું જ નાલાયક છે. પૃથ્વી તને હંમેશા ચોરસ કે ષટ્કોણ દીસે છે. આ એ જ રાજકોટ છે જ્યાં દરરોજ નવ બ્રોડશિટ ડેઈલી સ્ટોલ્સ પર અફળાય છે. અહીં અખબારોની, પત્રકારોની આબરુ છે. શાખ છે અને માન પણ છે. એ બધું કોઈ આસમાનમાંથી નથી વરસી પડ્યું, તેની પાછળ લોહી ચૂસાયું છે પસીનો પડ્યો છે પત્રકારોનો. અહીના પત્રકારોએ આજીવન ખેલદિલીથી જર્નલીઝમ કર્યું છે.”
“ધેટ્સ ઇટ નૌતમલાલ, યુ ગોટ ધ પોઈન્ટ, અહીંના પત્રકારોએ પસીનો પાડ્યો છે પણ પરસેવો પાડનારા જર્નલિસ્ટની સંખ્યા ત્રણ આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. થયું છે એવું કે મહેનતુ વડવાઓની ગાદી પર અહીં બાળરજ્જા બેસી ગયા છે. જર્નાલીઝમ ઇઝ અંડર કંટ્રોલ ઓફ ટીન એજર્સ. તરૂણો પછી એકઠા થઈને દરરોજ છાપું છાપું રમે છે. તેઓ ડેઈલીના નામે રોજેરોજ ‘ચંપક’ કે ‘રમકડું’ સ્તરના અખબારો કાઢે છે. તેઓ (તરૂણો) પાછા ગુમાન પણ એટલું જ રાખે છે. દરેક નાના નાના ઉંદરડાના ઈગો છે મસમોટા.”
“ચેન્જ ધ ટ્રેક પ્રોફેસર. ફરગેટ ધ ટીનએજર્સ. વ્હોટ અબાઉટ સિઝન્ડ જર્નાલીસ્ટ્સ ઓર સીનીયર જર્નાલિસ્ટ્સ”.
“ફરી પાછા તમે મારા મોંમાં આંગળા ઘાલ્યાં. બ્રોડશિટ ડેઇલીમાં કામ કરવાથી જેમ બ્રોડ માઈન્ડેડ નથી બની જવાતું એમ વર્ષોના વર્ષો ફિલ્ડમાં વિતાવવાથી સિઝન્ડ પત્રકાર ન બની ગયા કહેવાય. મોટા મોટા છછુંદરના અહીં પહાડ જેવા અહમ હોય છે. તેઓ યશવંત સિન્હાની આર્થિક નીતિઓની ટીકા કરે છે. તેઓ બિલ ક્લિનન્ટનને ગાળો ભાંડે છે તેઓ લખે છે કે અઝહરૂદ્દીન સારો કેપ્ટન નથી, કુમ્બલેના દડા બહુ સ્પિન નથી થતા. અમિતાભ હરિવંશરાય બચ્ચન નામના માણસે ફલાણા ફંક્શનમાં જવું જોઈતું હતું કે નહીં એ વિષે પણ તેઓ જાડી લેંગ્વેજમાં રદ્દી પીસ ઘસી કાઢે છે. ગુલઝાર અને જાવેદ અખ્તરનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કશું પ્રદાન નથી એવું પણ તેઓ કહે છે, નૌતમલાલ, પણ એક શબ્દ જો એમની ભાષા કે એમની દ્રષ્ટિ વિષે લખાય તો તેઓ બેભાન થઈ જાય છે. મડિયાની સઘરા જેસંગના સાળાનો સાળો તમે વાંચી છે? એમાંનું એક પાત્ર ગામ વચાળે શુદ્ધ વેજીટેબલ ઘીનો ડબ્બો ખોલે છે અને ગામ અખાના લોકો બેભાન બની જાય છે. સમજ્યા નૌતમલાલ કશું ? જર્નાલિસ્ટ અહીંના વેજીટેબલ ઘીની સાચી સુગંધ ખમી નથી શકતા તો છાશના શુદ્ધ દેસી ઘીની સુવાસ તો તેમનાથી કેમ સહન થાય.”
“ખોટું, ખોટું, ખોટું. તને જોન્ડીસ થયો છે પ્રોફેસર. દુનિયા તને કાયમ પીળી દેખાઈ છે. તું એમ કહે છે કે અહીના પત્રકારો વિષે કદી કંઈ લખાયું જ નથી?”
“લખાયું છે. સાડી સત્તર હજાર વખત લખાયું છે. પણ એ લખાયા પછીના રીએક્શન્સ તમે દીઠ્યા છે, નૌતમલાલ? બિરાદરીના એક બુઢ્ઢા તંત્રી વિષે બે સાચી વાત લખીએ તો મલક આખો તમારા માંસના લોચેલોચા ચાવી જવા તત્પર બની જાય છે. એસ્ટાબ્લીશમેન્ટ સામે લડવાની વાતો કરનારું પત્રકારત્વ પોતે જ અત્યારે છાપાળવી ભાષામાં કહીએ તો સ્થાપિત હિતોના કબજામાં છે. નાકની લીંટ પણ લુછતા ન આવડતું હોય એવા અનાડીઓ ન્યુક્લીયર ટેસ્ટ્સને અહીં વાજબી કે ગેરવાજબી ઠરાવતી લાંબીલસ્સ અખબારી યાદીઓ મોકલાવે છે અને એ પ્રેસનોટ્સ છપાઈ પણ જાય છે. પત્રકારત્વનો સમાનાર્થી શબ્દ અહીં પ્રેસનોટ છે. એક અખબાર દીઠ દસ દસ રિપોર્ટ્સ અહીં, છાપાળવી ભાષામાં કહીએ તો જખ મારે છે. અને મજબૂરી એ છે નૌતમલાલ કે સારાહ ફર્ગ્યુસનથી સદામ હુસૈન સુધીના લોકો પર ટીકા ટીપ્પણ કરતી આ જમાત વિષે તમે કશું જ લખી નથી શકતા. ગાંધીવાદી સંસ્થાઓની અને વિધવિધ ટ્રસ્ટ્સની બાર્બીડોલ બનીને કામ કરતાં તંત્રીઓ વિશે તમે કશુંક લખો ત્યારે ભારેખમ જૂતા તળે તમારું શિર કે સર છુંદી નાખવાના યત્ન થાય છે. પોતાનું અસત્ય તેઓ જોર જોરથી ટોળામાં રહીને અને વારંવાર ઉચ્ચારે છે, અને છેવટે થાય છે એવું કે મૃદુભાષામાં કહેવાયેલું તમારું સત્ય પેલા શોરબકોરમાં ઢંકાઈ જય છે. શીટ ટુ યોર સ્પોર્ટ્સમેન સ્પિરીટ. ધૂળમાં જાય ખેલદિલી અને ખાળમાં ગયું તમારું ઐક્ય.”
“કબૂલ કબૂલ પ્રોફેસર કબૂલ. તારી બધી જ વાતો કબૂલ. પણ તો પછી તે કદી લખ્યું કેમ નહિ આ વિષે ?”
“પેટ બહુ વેઠ કરાવે છે નૌતમલાલ. તમે જ્યારે સાચું કહેવા માંડો છે ત્યારે તમને સનકી, ઈગોઈસ્ટ, અતડા અને બળવાખોર તરીકે ખપાવવાનું શરૂ થઈ જાય છે. યુ નો? જર્નાલિઝમ અહીંનું, એક કેનાલ છે. નીચે, ડાબે અને જમણે સિમેન્ટનું આવરણ છે. તમને ફં
ટાવાનો અધિકાર નથી. એક નિશ્ચિત દિશામાં વહ્યા કરો. ન મોજા, ન તરંગો કે નહીં કોઈ વમળો. ખેતરોમાં જઈ પછી અમારે ભોં મહી ઉતરી જવાનું છે.”
હા હા હા કરતાં નૌતમલાલે અચાનક અટ્ટહાસ્ય કર્યું.
“તો આ બધી રામાયણ શીદને પ્રોફેસર. યુ ટુ અ પાર્ટ ઓફ ઇટ. યુ આર નોટ ગ્રેટ ઓર ગ્રેટર. ડાળ ડાળ પર અહીં ઉલ્લું બેઠા છે એમાનું એક ઘુવડ તું પણ છે. તું પણ નિશાચર છે. તું પણ ચીબરો છે.” કહીને નૌતમલાલ સડસડાટ કેબીનની બહાર નીકળી ગયા.



દડો મોરપિચ્છ અને બેટ છે વાંસળી

ગુણવંત શાહ

ખેલદિલી અને દેશદાઝ એક માતાની બે પુત્રીઓ છે
કેટલાંક ક્રિકેટપ્રેમીઓએ ક્રિકેટને ગર્વની રમત બનાવી નાખી છે. ગર્વ અને ગૌરવ વચ્ચે સેંકડો પ્રકાશવર્ષનું અંતર છે. ગર્વ એટલે વાઘ અને ગૌરવ એટલે હાથી. ગજરાજની ચાલ મદમસ્ત હોય છે. એ પોતાની મસ્તીમાં, નિજાનંદમાં રહે છે, વાઘ ઘાતકી અને ક્રુર હોય. હાથીને પંપાળી શકાય છે, વાઘથી દૂર રહેવું હિતાવહ છે.
ક્રિકેટની રમતને હું કૃષ્ણની ગેડીદડાની રમત સાથે સરખાવું છું. મેદાન ગોકુળ છે અને ખેલાડીઓ જાણે ગોપીઓ. મેચ જોવા આવેલા અખબારી સ્ટાફને તમે ગોવાળિયા સાથે સરખાવી શકો. જાણે વ્રજલીલા જ જોઈ લો. હેડીંગલીલા અને સમાચારલીલાને આવી પ્રાસંગિક તિલાંજલીઓ મળતી રહે તો તેમાંથી દોસ્તીલીલાનું નવનિત નિષ્પન્ન થાય.
ઘાસથી લીલ્લુંચ્છમ બનેલું ક્રિકેટ મેદાન જોઉં ત્યારે મને વૃંદાવનનું સ્મરણ થાય છે. ઓસ્ટ્રેલીયામાં રમતી ક્રિકેટ મેચ ટી.વી. પર જોતા હોઈએ ત્યારે એક યુગઘટના બનતી નિહાળી શકાય : મેદાનમાં સેંકડોની સંખ્યામાં સફેદ કબૂતરો અને ચકલીઓ આવીને બેસી જાય છે. ક્રિકેટે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ અને પક્ષીઓ વચ્ચે મૈત્રીતારક રચી આપ્યું છે. મેલબોર્ન અને સિડનીના સ્ટેડીયમના નામ વૃંદાવન અને ગોકુળ રાખવા જોઈએ.
આપણા પ્રેક્ષકો ક્રિકેટ અને રાષ્ટ્રપ્રેમની ભેળસેળ કરી નાખે છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં કલકત્તાના પ્રેક્ષકો એ હમણાં જે તોફાન કર્યા એ દિવસે આપણે દર વર્ષે રાષ્ટ્રીય શોક પાળવો જોઈએ. ખેલદિલી અને રાષ્ટ્રભાવના એક જ માતાની બે પુત્રી છે. આપણે તેને ભાભી-નણંદ બનાવી નાખી છે. દેશદાઝ અને ખેલદિલી વચ્ચેની મેચ હંમેશા ટાઈ થવી ઘટે. કલકત્તામાં ખેલદિલી અને દેશદાઝને ગાંડપણે બહુ બુરી રીતે પરાસ્ત કર્યા. ક્રિકેટની પણ ભૂંડી હાર થઈ. બેટને આપણે વાંસળી જાણીએ અને બોલને મોરપિચ્છ માનીએ તો ક્રિકેટ પણ રાસલીલા જેવું ભવ્ય બની જાય.
હમણા વડોદરાના આઈ.પી.સી.એલ. ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લેવાનું બન્યું. ત્યાંની લીલોતરી જોઈને આંખો અને હૃદયમાં ટાઢક વ્યાપી ગઈ. ચાર માળ જેટલી ઊંચાઈના વૃક્ષો પર બેઠેલી સેંકડો કોયલનો ટહુકાર મને લાખો પ્રેક્ષકોની ચિચિયારીઓ કરતાં હંમેશા પ્રભાવશાળી લાગ્યો છે. હું દ્રઢપણે માનું છું કે વિશ્વના દરેક સ્ટેડીયમમાં ખુરશીઓની જગ્યાએ હીંચકા હોવા જોઈએ. વૃક્ષો પરથી કોયલનો ટહુકાર સંભળાતો હોય અને હીંચકો મંદ ગતિએ ઝુલતો હોય એવા વાતાવરણમાં પણ જેમના હૃદયમાં ખેલદિલીના દીપ ન પ્રગટે તેનું જીવતર ધૂળ.


ભાન ભૂલી જાવ ત્યારે ખાંડવી ખાવી જોઈએ
કાન્તિ ભટ્ટ

લંડનનું ‘ધ ઈન્ડીપેન્ડન્ટ’ અખબાર તેના તાજેતરના અંકમાં નોંધે છે કે બ્રિટનના પત્રકારો વચ્ચે પણ દર વર્ષે એક ઇન્ટરપ્રેસ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ‘લંડન ટાઈમ્સ’ની ટીમ ચેમ્પિયન થાય છે. અમેરિકાના વિખ્યાત દૈનિક ન્યુયોર્ક ટાઈમ્સે ૧૮ માર્ચના અંકમાં લખ્યુ છે કે ત્યાં હવે બેઝબોલની રમતની સાથેસાથે ક્રિકેટની રમત પણ લોકપ્રિય બની રહી છે.
ક્રિકેટની રમતમાં બોલને ફટકારવા માટે જેમ બેટ વપરાય છે તેમ બેઝબોલમાં ધોકો વપરાય છે એવું ઓસ્ટ્રેલિયન દૈનિક ‘સિડની હેરલ્ડ’ લખે છે. મહુવાના ઝાંઝમેર ગામે હું
નાનપણમાં રહેતો ત્યાં અમે ખૂબ ક્રિકેટ રમતા. મારા ફૈબા મને કાંખમાં તેડીને ફેરવતા હોય અને હું ક્રિકેટ રમવા કજીયા કરવા માંડુ તો ફઈબા મને ઘરમાંથી ધોકો લઈ આવીને આપતા અને પછી અમે ધોકાથી ક્રિકેટ રમતા. અમારા ઝાંઝમેરનો રતન નામનો એક છોકરો જબરું ક્રિકેટ રમતો. એણે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હોત તો એ ભારતની ટીમમાં સ્થાન પામ્યો હોત. ઘણા લોકો મને પૂછે છે કે “તમારા ઝાંઝમેરમાં કદી ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ નહોતી યોજાતી ?” ત્યારે મને કહેવાનું મન થઈ જાય છે કે અમારા ગામમાં એકેય છાપાઓ જ ન હોય તો પ્રેસો વચ્ચેની ટુર્નામેન્ટો કેવીરીતે યોજવી.
આપણે ત્યાં પત્રકારો વચ્ચે બહુ સંપ નથી. શારજાહની મેચો કવર કરવા હું ત્યાં ગયેલો ત્યારે પ્રેસ બોક્સમાં બધાં અંગ્રેજી પત્રકારો પિતરાઈ ભાઈઓની જેમ રહેતા હતા. શારજાહમાં રહેતા રમણભાઈ ધોળકિયાએ મને કહ્યું કે આરબ અમિરાતના પત્રકારો પણ બહુ સંપથી રહે છે. રમણભાઈના ઘેર હું જમવા ગયેલો ત્યારે તેમને ત્યાં જમવામાં દાળઢોકળી બનાવવામાં આવેલી. પ્રેસ બોક્સમાં મળતી વેજીટેબલ સેન્ડવીચથી કંટાળી ગયો હતો તેથી દાળઢોકળી મેં ખૂબ ખાધેલી અને મને ખૂબ ભાવેલી. મુંબઈના પીઝા કે ટાકો જેવી પશ્ચિમી વાનગીઓથી પ્રભાવિત થયેલા ગુજરાતીઓએ રમણભાઈ ધોળકિયાના ઉદાહરણમાંથી બોધપાઠ લેવો જોઈએ. જો કે મુંબઈમાં પણ અમુક હોટલોમાં દાળઢોકળી મળે છે. તાડદેવમાં આવેલી મહાજન હોટલ (ફોન નંબર : ૩૧૮૧૬૮૫) માં અસ્સલ ગુજરાતી દાળઢોકળી મળે છે પણ તેની ખાંડવી બરાબર નથી હોતી. ખાંડવી પર કોપરાની છીણ છાંટેલી જોઈને મને નવાઈ લાગે છે. ઝાંઝમેરમાં અમારી પડખેના મકાનમાં રહેતા સરસ્વતી માસી ખાંડવી પર સીંગદાણાનો ભૂકો છાંટતા.
અમે કાંદિવલીના ફ્લેટમાં રહેતા ત્યારે અમે ખાંડવી પર કોથમરી છાંટીને ખાતા હતા. એક તંત્રી હમણા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે લાહોર ગયેલા પત્રકારોમાં સામેલ હતા. એમણે મને કહ્યું કે આપણે જેમ સવારમાં ચા સાથે બટાટા પૌઆ કે ઉપમા ખાઈએ છીએ તેમ વાજપેયી સવારે જ્યૂસ પીવે છે. એમને સંતરાનો રસ ખૂબ પ્રિય છે. લાહોર જતા પહેલા તેમની બસની ડીકીમાં નાગપૂરથી મંગાવેલા સંતરાના ટોપલા રાખવામાં આવ્યા હતા. સૌપ્રથમ તો બસના ડ્રાઈવરે આ ટોપલા જોયા ત્યારે એ નવાઈમાં પડી ગયેલો પણ પછી તેને સાચી વાત જાણવા મળેલી. દિલ્હીથી લાહોર વચ્ચેની બસનો ડ્રાઈવર થયેલો રામરતન શર્મા મૂળ બનારસનો રહેવાસી છે. કેટલાક પત્રકારોએ એને પૂછ્યું કે આ બસ ચલાવતા તને આતંકવાદીઓનો ડર નથી લાગતો ?ત્યારે તે જવાબમાં ફક્ત હસેલો.
લોકો જવાબ આપવાનું ટાળવા માટે હાસ્ય કે સ્મિતનો ઉપયોગ કરે છે. એક મુલાકાત વખતે મેં ચીમનભાઈ પટેલને પૂછેલું કે તમારા શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે? તેઓ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મારા પ્રશ્ન જવાબમાં તેમને ફક્ત સ્મિત કર્યું. સોનિયા ગાંધી પણ જવાબ ટાળવા સ્મિત કરે છે. અંગ્રેજી પત્રકાર કુલદિપ નાયરને એકવાર હું મળ્યો ત્યારે મેં તેમેને પૂછેલું કે તમારા લખાણોમાંથી સ્યુડો સેક્યુલરિઝમની ગંધ કેમ આવે છે? ત્યારે તેઓ ફક્ત હસેલા. કુલદિપ નાયર સારા પત્રકાર છે પણ કોઈ એક વિષય પર લખતી વખતે તેઓ આડે પાટે બહુ ચઢી જાય છે અને પોતે શેના વિષે લખવા બેઠા હતા તેનું ભાન ભુલી જાય છે.