Friday, December 28, 2012

Somnath Temple, Ghazni, Al Beruni & Naipaul



અખંડ આઠમો અવતાર: આજે પણ "ગઝનીઓ" હયાત છે પરંતુ સોમનાથ હવે સલામત છે!
સોમનાથ પરિસરનો એક અદભુત ફોટોગ્રાફ: તમે સોમનાથના અનેક ફોટોગ્રાફ જોયા હશે
પરંતુ આ એન્ગલથી, આટલું વાઈડ વિઝન ધરાવતો ફોટો ક્યાંય નહિ નિહાળ્યો હોય 



            

બે અવસર આવ્યા છે, આ લેખ અહીં મૂકવા માટેના: એક તો સોમનાથના મંદિરમાં સુવર્ણ થાળું મૂકાઈ રહ્યું છે, બીજું, ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપર અમદાવાદની ધરતીને પ્રદુષિત કરવા આવી રહ્યા છે. આ લેખ મારા પુસ્તક "મહા-ભારતની રામાયણ"માં સમાવિષ્ટ છે, એ મારી નજરે લખાયો છે એવું હરગીઝ ના કહી શકાય . તેમાં જે સંદર્ભો છે એ અલ - બેરુની નામના ઈસ્લામિક સ્કોલરના છે - એ અલ - બેરુની - જે ખુદ ગઝની સાથે ભારત આવ્યો હતો અને ગઝ્નીનો અત્યંત વિશ્વાસુ સાથી હતો !  કેટલાક વિચારો મેધાવી પ્રતિભા એવા વી.એસ. નાયપોલના છે. "કિન્નર આચાર્ય" અહીં ગૌણ બની જાય છે. અહીં એવા તમામ લોકોને જવાબ અપાયો છે - જે ડાબેરી ઈતિહાસકારોને સતત ધાવ્યા કરે છે અને પછી જાહેર માધ્યમોમાં પોતાના વિકારો ઠાલવે છે. સોમનાથ મંદિર ગઝનીએ જેટલી વખત લુંટ્યું તેના કરતા વધુ ઝખ્મો તેને ભારતના દુષ્ટ સેક્યુલર રાક્ષસોએ આપ્યા છે, બૌદ્ધિકોને અમસ્તા જ "બદમાશ"નો ખિતાબ નથી મળ્યો, તેના માટે તેમણે અવિરત સંઘર્ષ કર્યો છે, કૂપ્રચાર અને નાલાયકી કરી છે. પોતાના બાયસ્ડ વિચારોને તથ્યનું નામ આપી ને તેમણે ઈતિહાસ પલટાવવા પ્રયાસો કર્યા છે ... આ બધી જ ગુસ્તાખીઓ સામે આ લેખ એક જવાબ છે, મને એ વાતનો આનંદ છે કે, દળદાર થોથાઓ વચ્ચે દબાયેલા આ સ્ફોટક સત્યો લોકો સમક્ષ મૂકવામાં હું નિમિત્ત બન્યો છું ....

‘ઇસ્લામની સ્થાપના અગાઉ અરબ રાષ્ટ્રોમાં મૂર્તિપુજાની બોલબાલા હતી. એ કાળમાં લાટ, ઉઝઝા અને મનાત નામની ત્રણ દેવીઓની ત્યાં પુજા થતી હતી. દેવી લાટની એક સ્ત્રી પ્રતિમા બનાવી આરાધના થતી, ઉઝઝાનો નિવાસ પવિત્ર વૃક્ષમાં છે એવું માનવામાં આવતું જ્યારે મનાત અથવા તો નિયતીની દેવીની આકૃતિ શ્વેત પત્થરમાં કંડારવામાં આવતી. તેનું દેવસ્થાન સમુદ્ર પાસે આવેલું હતું, મક્કાની યાત્રા મનાતનાં દર્શન વગર અધુરી જ ગણાતી. હિજરી ૬૩૦માં મહંમદ પયગંબરએ કાબાની મસ્જિદમાં જઇ લાટ અને ઉઝઝાની મૂર્તિઓનો નાશ કર્યો. કહેવાય છે કે, એક ચુસ્ત મૂર્તિપૂજક મનાતની મૂર્તિ લઇ એક વ્યાપારી જહાજમાં બેસી ભાગી ગયો. અફાટ સમુદ્ર ઓળંગી એ ગુજરાતનાં સમુદ્રકાંઠે પહોંચ્યો. ત્યાં તેણે મનાતનું એક મંદિર બનાવ્યું. જે આગળ જતા ‘સુમનાત’ તરીકે ઓળખાયું. આ ‘સુ મનાત’ એ જ આપણું સોમનાથ. હા! સોમનાથ એ કોઇ શિવાલય નહોતું, એ એક અરબ દેવીનું મંદિર હતું! પયગમ્બર સાહેબ મનાતની મૂર્તિનો ધ્વંશ નહોતા કરી શક્યા એટલે એમનું અધુરૂં કાર્ય પૂર્ણ કરવા મહંમદ ગઝની સોમનાથ પર ચડી આવ્યો અને ત્યાં રહેલી મનાતની મૂર્તિનો તેણે ધ્વંશ કર્યો!’

માથામેળ વગરના તર્કો  અને બિલકુલ વાહિયાત થીયરી રજુ કરી ને સેક્યુલર બદમાશોના દિલ જીતી લેતા રોમિલા થાપર : આજે પણ કેટલાક દુષ્ટ બૌદ્ધિકો તેને પોતાના આરાધ્ય દેવી માને છે 


  

કેવી લાગી વાર્તા? અજબગજબની વાત એ છે કે આ થિયરી કોઇ આરબ ઇતિહાસવિદ્દની નથી પરંતુ અભ્યાસ અને સંશોધનના રૂડાંરૂપાળા લેબલ તળે વર્ષોથી ઇતિહાસ સાથે ચેડાં કરતાં રહેલાં ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપરનાં છે. રોમિલાને ઇતિહાસકાર કહેવા કે નહીં એ પણ એક ચર્ચાનો વિષય છે. કારણ કે પોતાનાં કહેવાતા ઐતિહાસિક લખાણો થકી તેમણે ઇતિહાસનો રીસતર સોથ કાઢ્યો છે. ગઝની જો મૂર્તિભંજક ધર્માંધ લૂંટારૂ હતો તો રોમિલા થાપર ઇતિહાસભંજક લુચ્ચા લેફિટસ્ટ છે. આપણે ક્યાં વળી ગઝનીઓની જરૂર જ છે ! આ દેશ પર પ્રકૃત્તિનાં એવાં આશિષ છે કે સદીઓ પહેલાંથી લઇ આજ દિન લગી અહીંની ધરતીમાં ગઝનીઓ અને ઘોરી બાદશાહો પાકતાં જ રહ્યાં છે. ક્યારેક તેઓ દિગ્વિજસિંહનું રૂપ ધરી પૃથ્વી પર અવતરણ કરે છે તો કોઇ વખત દંભી બિનસાંપ્રદાયિક બની અહીં અવતાર પામે છે. ગાયનાં શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ હો છે કે કેમ એ તો દેવતાઓ અને ગાયો જ જાણે, પરંતુ આવા લોકોના દિવ્ય શરીરમાં નિત્ય 33 કરોડ લાદેનનો નિવાસ રહે છે. ઈતિહાસ કહે છે કે, સોમનાથ પર અંતિમ આક્રમણ થયાને સદીઓ પસાર થઇ ગઇ પરંતુ હકીકત એ છે કે સોમનાથ પર બૌદ્ધિક આતંકવાદીઓનાં હૂમલા આજે પણ ચાલુ છે. અવિરત. હવે ડાબેરીઓ દ્વારા એવો અપપ્રચાર ચાલે છે કે, ગઝની માત્ર એક લૂંટારૂ હતો, તેને ધર્મ સાથે કશી લેવાદેવી નહોતી. આમ કહી તેઓ ધર્મસ્થાનોની ભવ્યતા વિશે મ્હેણાં મારે છે, હિન્દુઓ પર દોષનો ટોપલો ઢોળે છે અને ઇસ્લામિક આક્રમણખોરોનાં પાપનાં પોટલામાંથી થોડો બોજ ઓછો કરવાની ગુસ્તાખી કરે છે.

પ્રોફેસર રોમિલા થાપર પોતાનાં માર્કસવાદી કુવિચારો માટે જાણીતા છે. પરંતુ અહીં વાત માત્ર વિચારોની નથી. તેમણે પોતાનાં આવાં દૂષીત વિચારો પર ‘વૈજ્ઞાનિક અભ્યાસ’નું આવરણ ચડાવ્યું છે. સોમનાથ પરનાં પોતાનાં પ્રેઝન્ટેશનમાં રોમિલાએ એટલી ઉટપટાંગ વાતો કરી છે કે તેમની સરખામણીએ તો ખુદ ગઝની પણ આપણને દેવતા લાગે. એમણે એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે, ઇસવિસન ૧૦૨૬માં જ્યારે ગઝની સોમનાથ પર ચડી આવ્યો હતો ત્યારે તેમાં હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ જેવું બિલકુલ ન હતું. એમનાં કહેવા મુજબ સોમનાથનો જે ઇતિહાસ પ્રચલિત છે એ પણ બ્રિટનની સંસદમાં (હાઉસ ઓફ કોમન્સ) ૧૮૪૩માં થયેલી ચર્ચાઓ પછી જ અસ્તિત્વમાં આવ્યો છે. પોતાનાં પ્રેઝન્ટેશનમાં રોમિલાએ કનૈયાલાલ મુન્શીને હળાહળ કોમવાદી ગણાવ્યાં છે અને સરદાર પટેલ સાથે મળી મુન્શીએ સોમનાથનાં જિર્ણોદ્ધારનું જે પગલું ભર્યુ હતું એ પણ ગેરવાજબી હતું એવું તેમનું કહેવું છે! કનૈયાલાલ મુન્શી બહુ સ્પષ્ટપણે કહેતા કે, સોમનાથનું જિર્ણશિર્ણ મંદિર અને તેનાં પર થયેલાં આક્રમણો એ હિન્દુઓ માટે આત્મા પરનાં ઝખ્મો સમાન છે. પણ રોમિલા આ આખી વાતને મૂળથી નકારી કાઢે છે! એમનું કહેવાનું છે કે, હિન્દુઓમાં આવો રોષ કદી હતો જ નહીં, આ તો બ્રિટનનાં ‘હાઉસ ઓફ કોમન્સ’માં ચર્ચા થઇ એ પછી હિન્દુઓમાં દ્વેષ ફેલાયો! પોતાનાં મુદ્દાઓ પુરવાર કરવાં તેમણે એવો દાવો પણ કર્યો કે તેમણે કેટલાંક ઐતિહાસિક દસ્તાવેજોમાંજી આ માટેનો આધાર લીધો છે! તેમનો આ વાહિયાત શોધ નિબંધ વર્ષો અગાઉ માર્કસવાદઓનાં સામયિક ‘ફ્રન્ટલાઇન’માં પ્રકાશિત થયો હતો. રોમિલાની બાલિશ થિયરીનો છેદ ઉડાડતા દિર્ઘ શોધપત્રો જ્યારે અરૂણ શૌરી અને એન.એસ. રાજારામ જેવા મેઘાવી લોકોએ લખ્યા ત્યારે રોમિલાએ એવો દાવો કર્યો કે, ‘એ બધા કંઇ ઇતિહાસવિદ્ થોડાં ગણાય!’ કે.એસ. લાલ જેવા સમર્થ ઇતિહાસકારોએ મેગેઝિનને પોતાનાં શોધ નિબંધો - જેમાં રોમિલાને દરેક વાહિયાત દલિલોનો જડબાતોડ જવાબ હતો,  સામયિકને મોકલ્યા તો લુચ્ચા ડાબેરીઓએ તે છાપવાનો ઇન્કાર કરી દીધો! પરંતુ આવી બાબતોમાં સત્ય ઢાંક્યુ કેવી રીતે રહી શકે? રોમિલા થાપરની દરેક દલિલનો મૂળથી છેડ ઉડાડતી ચર્ચાઓ વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત થઇ.


(1) મુહંમદ ગઝનીના સમયના ગઝ્ના નગરનું એક ચિત્ર,
(2) આજે પણ ભારતમાં સેક્યુલારો જેના નામના નિર્દોષતાના પ્રમાણપત્રો ફાડતા રહે છે એ ધર્માંધ લુંટારો - ખુદ ગબ્બર - ગઝની
(3) અફઘાનિસ્તાનમાં આવેલું હાલનું ગઝ્ના નગર 



રોમિલા થાપરએ સતત એવો દાવો કર્યો છે કે, એમનું પ્રેઝન્ટેશન વિવિધ ગ્રંથોના હસ્તપ્રતોનાં આધારે બન્યું છે. પરંતુ ઇતિહાસકારોનાં મનમાં જ્યારે પાપ હોય ત્યારે એ જેતે સ્થળેથી પોતાને ગમતું જ ગ્રહણ કરે છે, અણગમતું છોડી દે છે. પ્રોફેસર વી.વી.એસ. શર્માએ રોમિલાના તમામ દાવાઓનાં ચિંથરા ઉડાડતો એક અદ્દભૂત લેખ લખ્યો છે જેમાં તેમણે આ પૂર્વગ્રહપિડિત પ્રોફેસરને બરાબર વેંતરી નાંખ્યા છે. રોમિલાનો અભ્યાસ એટલી હદે અધુરો છે કે પોતાનાં પ્રેઝન્ટેશનમાં તેમણે એટલી સીધીસાદી વિગતો પણ સમાવી નથી કે સોમનાથનું પ્રથમ મંદિર ક્યારે બંધાયું હતું અને તેનો કેટલી વખત ધ્વંશ થયો હતો. રોમિલા જ્યારે એવો દાવો કરે છે કે એ ‘કદાચ દેવી મનાતનું મંદિર પણ હોઇ શકે’ ત્યારે તેઓ આદિ શંકરાચાર્ય રચિત દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોતનો આધાર લેવાનું ભુલી જાય છે. હિન્દુઓને એ યાદ અપાવવાની જરૂર નથી કે એ સ્ત્રોતમાં પ્રથમ ઉલ્લેખ જ સોમનાથ (સૌરાષ્ટ્રે સોમનાથમ્....)નો આવે છે. સોમનાથનું મંદિર ખરેખર દેવી મનાતનું દેવાલય હતું એવું સાબિત કરવા તેમણે એ સમયનાં મુસ્લિમ ક્રોનિકલ્સનો આધાર લીધો છે. એમાં જણાવાયું છે કે, ‘દેવાલયમાં શ્વેત પત્થરની મૂર્તિ હતી તેથી એ મનાતના  હોવાના પ્રમાણો મળે છે.’ ફરી એક વખત રોમિલા થાપર સત્ય સાથે, તથ્યો સાથે બહુ જાગૃતાવસ્થામાં ચેડા કરતા માલુમ પડે છે. એક ભારતીય તરીકે તેમને ખ્યાલ હોવો જોઇએ કે, દરેક શિવાલયમાં અહીં શિવલિંગ  ઉપરાંત દેવી પાર્વતીની મૂર્તિ પણ અચૂક હોય છે.

રોમિલા થાપર બહુ લુચ્ચાઇપુર્વક કેટલાંક જુના જૈન ગ્રંથોને ટાંકે છે અને પોતાની દલિલો સાબિત કરવા હવાતીયાં મારે છે. હકિકત એ છે કે, જૈન નિષ્ણાંતો પોતે જ આવા ગ્રંથોને અધિકૃત ગણતા નથી. જૈન મુનીઓ તો પોતાનાં જુનાં ગ્રંથોનો આધાર લઇ ‘જૈન રામાયણ’ પણ લખી ચૂક્યા છે! એમનાં કહેવા મુજબ સીતાએ જ્યારે પાતાળગમન કર્યુ ત્યારે એ સતત નવકાર મંત્રનો જપ કરી રહી હતી! દ્રૌપદી જૈન હતી તેવું તેમનું કહેવું છે અને બલરામ-વાસુદેવની કુલ નવનવ જોડી પૃથ્વી પર અવતરી હતી એમ પણ તેઓ કહે છે! અમુક જૈન ગ્રંથો મુજબ તો મહાભારતનાં યુદ્ધમાં કૃષ્ણ કદી અર્જુનના સારથી પણ રહ્યાં નહોતાં અને ભગવદ્ ગીતાનો ઉપદેશ પણ કૃષ્ણએ આપ્યો નહોતો. હજુ કંઇ બાકી રહી ગયું હોય તો જુઓઃ ‘બલરામ અને કૃષ્ણએ પોતાનાં એક પિતરાઇ ભાઇ પાસેથી દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું અને એ પિતરાઇ એટલેઃ જૈન તિર્થંકર નેમિનાથ!’

ઇતિહાસ બહુ મજેદાર વિષય છે. તમારે જેને નાયક ચીતરવો હોય તેને ચીતરી શકો. કોઇપણને ખલનાયક ગણાવી શકો. પરંતુ આવા વિષયો પર સંશોધન થઇ રહ્યું હોય ત્યારે સાંયોગિક પુરાવાઓનું મહત્વ પણ ઓછું હોતું નથી. ‘મુસ્લિમ આક્રમણખોરો માત્ર લૂંટ માટે આપણાં પર ચડી આવતા હતા’ એવું કહેવું એ માત્ર અકોણાઇ નથી પરંતુ ઇતિહાસ સાથે ચેડા પણ છે અને આવું કહેનારની ગેરલાયકાતનો પુરાવો પણ છે: ઉત્તર ગુજરાતનાં મોઢેરા અને રૂદ્ર મહાલયથી લઇને તારંગા સુધીનાં ધર્મસ્થાનો આ બાબતનો સાક્ષાત ગવાહી આપે છે. જો આક્રમણખોરો માત્ર લૂંટના ઇરાદે આવતા હતા તો મોઢેરાનાં આઠસો શિલ્પોમાંથી એકપણ શિલ્પ અખંડિત શા માટે નથી રહ્યું? શા માટે રૂદ્ર મહાલયનાં ૧૫૯૦ સ્તંભોનો કચ્ચરઘાણ તેમણે વાળી દીધો? પુરાવાઓ અનેક છે. અભ્યાસની દ્રષ્ટિએ અને પ્રામાણિકતાનાં મુદ્દે કનૈયાલાલ માણેકલાલ મુન્શી આવાં રોમિલા થાપરોથી લાખ્ખો પ્રકાશવર્ષ આગળ છે. તેઓ સંઘને વરેલા નહોતા, ભાજપનું ત્યારે અસ્તિત્વ જ નહોતું. મુન્શી એક કોંગ્રેસી હતા અને સોમનાથ અંગે તેમણે કરેલા અભ્યાસને પડકારવાની કોઇની મગદૂર નથી. સોમનાથ અંગે તેમણે જે કંઇ સર્જન કર્યુ છે, સાહિત્ય રચ્યું છે એમાં આવી અનેક બાબતોની સ્પષ્ટતા છે.

સમસ્યા એ છે કે, ડાબેરીઓને અને દંભી સેક્યુલરવાદીઓને આવું વાંચવું નથી. રોમિલા થાપર એમની આરાધ્ય દેવી અને શુરાપુરા છે નેહરૂ. આ એક એવી પ્રજા છે જેને ગઝનીના પરમ સાથીદાર ‘અલ બેરૂની’નું કથન પણ લક્ષ્યમાં લેવું નથી. અલ બેરૂની એક મહાન સ્કોલર હતો. એ સાહિત્ય, લોકજીવન, લલિત કળાઓથી લઇ વૈદક અને ખગોળરસાયણનો પ્રખર અભ્યાસુ હતો. ગઝની તેને પોતાની સાથે જ હિન્દુસ્તાન લાવ્યો હતો. બેરૂની ઉપરાંત એની સાથે ફિરદૌસી નામનો એક કવિ પણ હતો. અને ઉત્બી નામનો ઇતિહાસકાર પણ ખરો. 


(1) ઇસ્લામિક સ્કોલર અલ બેરુની , (2) અલ બેરુનીનું ઉઝબેકિસ્તાનમાં આવેલું સ્મારક,
(3) અલ બેરુનીની ઐતિહાસિક કિતાબ  - અલ બેરુની'સ ઇન્ડિયા - જે રોમિલા થાપરની પસ્તી કરતા ક્યાંય વધુ ઓથેન્ટિક છે 



ગઝનીનાં અવિરત આક્રમણો પછી પર્શિયન કવિ ફિરદૌસીએ ગઝનીની તમામ બાબતો સમાવી લેતું પુસ્તક ‘શાહનામા’ લખ્યું, ઉત્બીએ ‘કિતાબ-ઉદ-યમની’ નામનો ગ્રંથ લખ્યો અને અલ બેરૂનીએ ‘તહકિક - એ - હિન્દ’ સહિત અનેક પુસ્તકો લખ્યા. ભારતની ખૂબીઓ - ખામીઓમાં તેને જબરો રસ પડ્યો હતો. કેટલાંક સંસ્કૃત ગ્રંથોનો તેણે અરબી - ફારસીમાં અનૂવાદ પણ કર્યો. ભારતની એ પરત ગઝના ગયો ત્યારે ઉંટ પર લાદીને પોતાની જોડે સંસ્કૃત સાહિત્ય લેતો ગયો હતો. અલ બેરૂની ખુદ ગઝનીનો સ્ટાફ પર હતો. તેનાંથી વધુ અધિકૃત રીતે આ આખા ઘટનાક્રમની નોંધ બીજું કોણ રાખી શકે? અલ બેરૂનીના સાહિત્યનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થયું છે. ‘અલ બેરૂની‘ઝ ઇન્ડિયા’ નામનાં આ ગ્રંથમાં (વોલ્યુમ - ૧, પૃષ્ઠ ૧૧૭ તથા વોલ્યુમ - ૨ પૃષ્ઠ ૧૦૩) જે વિગતો છે એ જોઇએઃ ‘મંદિરમાંના શિવલિંગના તેણે (ગઝનીએ) ટુકડા કરી નાંખ્યા. જેમાંથી એક ટુકડો ગઝનીના સ્થાનિક સ્ટેડિયમમાં દટાવ્યો, બીજો ટુકડો તેણે એ સમયે નિર્માણ પામી રહેલી વિશાળ મસ્જિદનાં પગથિયાં તળે જડાવ્યો. જેથી બેઉ ટુકડા લોકોનાં પગ તળે કચડાતા રહે’ યાદ રહેઃ  આ નિવેદન કોઇ હિન્દુ સંસ્થાના વડાનું કે હિન્દુ ઇતિહાસકારનું નથી, અલ બેરૂનીનું છે. અને તેની ગણના ઇસ્લામનાં સૌથી વિચક્ષણ સ્કોલર તરીકે થાય છે. વિજ્ઞાનનાં ઇતિહાસ બાબતે જેમનું સ્થાન પિતામહની કક્ષાનું રહ્યું છે એવાં જ્યોર્જ સાર્ટનએ અલ બેરૂનીને ઇસ્લામનો સર્વકાલિન મહાન વૈજ્ઞાનિક અને જીનિયસ ગણાવ્યો છે. તેમણે તો બેરૂની વિશે ત્યાં સુધી કહ્યું છે કે, ‘વિશ્વ ઇતિહાસનાં કેટલાંક શ્રેષ્ઠતમ્ દિમાગમાં અલ બેરૂનીને આસાનીથી સમાવી શકાય.’

વટલાયેલા મિયાજી હંમેશા બે ડુંગળી વધારે ખાય છે એ ન્યાયે આપણે ત્યાં ગઝનીનો બચાવ કરવા આધુનિક ગઝનીઓ ઉતરી પડતા હોય છે. ગળામાં તેમણે રોમિલા થાપર અને અન્ય ડાબેરી ઇતિહાસકારોનાં અટપટા સંશોધનોનાં પાટિયાં લટકાવ્યાં હોય છે, જેનો અર્થ - અનર્થ કેવો થાય છે એ ખૂદ તેમને જ માલુમ હોતું નથી. બીજી તરફ પાકિસ્તાનનાં અનેક ઇતિહાસવિદેએ ગઝનીની ધર્માંધતાનો ખુલ્લેઆમ સ્વિકાર કર્યો છે.

પાકિસ્તાનના સૈન્યની પ્રશસ્તિ - વાહવાહ કરતી વેબસાઇટ (defence.pk) પર સ્પષ્ટપણે કેટલીક સ્ફોટક બાબતો લખવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, ‘શિવલિંગનો એક ટુકડો કાબાનાં પ્રવેશદ્વાર નીચે દાટવા માટે મક્કા મોકલાયો, અન્ય એક ટુકડો પયગમ્બર સાહેબની મદિનાની મસ્જિદ નીચે દટાયો. એક-એક ટુકડો ગઝનીનાં કિલ્લા અને મસ્જિદનાં પ્રવેશદ્વાર નીચે દટાયો’ વધુ ચોંકાવનારી વાત તો હવે આવે છેઃ શું તમે જાણો કે આ વર્ણન ક્યાંથી લેવામાં આવ્યું છે? જાણી લોઃ ખુદ રોમિલા થાપરએ લખેલા પુસ્તક ‘હિસ્ટરી ઓફ ઇન્ડિયા’ (ભાગઃ ૧, પૃષ્ઠઃ ૨૩૨ - ૨૩૩)માંથી! આશ્ચર્ય એ વાતનું છે કે આટલું કબુલ્યા પછી પણ તેઓ ગઝનીને માત્ર લુંટારૂ ગણાવે છે, ધર્માંધ માનવા તૈયાર નથી! લાગે છે એવું કે, અલ બેરૂનીના વર્ણનો પછી ધર્માંધતાની આખી વાતનો છેદ ઉડાવી દેવો એમના અશક્ય કાર્ય હતું એટલે પછી સુ મનાતની ગપગોળા જેવી વાત તેઓ લાવ્યા. આવાં પ્રત્યેક સ્ટેટમેન્ટ માટે મુખ્યત્વે અલ બેરૂનીનાં પુસ્તકોનો આધાર લેવાતો હોય છે. આપણાં સદ્નસીબે તે હિન્દુ, ગુજરાતી નહોતો અને આર.એસ.એસ.નો એ સભ્ય પણ નહોતો. 

લાહૌરની પંજાબ યુનિવર્સિટીમાં વર્ષો સુધી પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા ઇતિહાસકાર મંઝુર ઇજાઝએ આ વિષય પર ઘણું લખ્યું છે અને સોમનાથ - ગઝની વિશેનાં તમામ પાકિસ્તાની રિસર્ચમાં - શોધ નિબંધોમાં તેમના઼ સંશોધનોને અવશ્ય ટાંકેલા જોવા મળશે. અલ બેરૂનીને ટાંકીને તેઓ કહે છેઃ ‘ગઝનીનાં સૈન્યએ ઉત્તરમાંપંજાબમાં એવો કાળો કેર કર્યો હતો કે અનેક સ્કોલર્સ પોતાનું વતન છોડી, દક્ષિણ ભારત તરફ નાસી ગયા. મહંમદએ આ દેશની સમૃદ્ધિ એટલી હદે ખેદાન મેદાન કરી નાંખી હતી કે હિન્દુ સાયન્સ અને સંશોધનો પર પણ તેની ઘેરી અસર થઇ. સ્કોલર્સ બધાં દુરદુરનાં વિસ્તારોમાં નાસી ગયા’ સમાજજીવન પર પણ ગઝનીની અસર કેટલી ઘાતક હતી તેની વાત બેરૂનીએ કરી છે. જે ઇજાઝએ પોતાના રિસર્ચમાં ટાંકી છેઃ ‘અગાઉ પંજાબી પુરૂષો કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય અગાઉ પોતાની પત્નીની સલાહ લેતા હતા, પરંતુ ગઝનીની અસર નીચે પછી સમાજમાંથી સ્ત્રીઓનું સ્થાન નિરંતર નીચું થતું ગયું.’ મંજુર ઇજાઝએ ગઝનીની ગુલામ પ્રત્યેની ચાહના અને તેની સજાતીયવૃત્તિ અંગે તથા ક્રુરતા અને લૂંટફાટ અંગે પણ વિસ્તૃત માહિતીઓ આપી છે. સવાલ એ છે કે, રોમિલાને આપણે સાંભળવા શા માટે!



V. S. Naipaul: આર્ટ બુક અને ઇતિહાસની કિતાબોમાં મુસ્લિમોનું ભારતમાં ‘આગમન’ (arrival) જેવા શબ્દોનો ઇસ્તેમાલ થાય છે. જાણે  તેઓ ભારતમાં કોઇ ટુરિસ્ટ બસમાં આવ્યા હોય અને પાછા જતા રહ્યા હોય. ભારત પરના આક્રમણો માટેનો ઇસ્લામિક અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. એમણે આવા આક્રમણોને પોતાની શ્રદ્ધાની જીત ગણાવી છે.



ગઝનીની ધર્માંધતા અને તેની લુંટારૂવૃત્તિ, ધનલાલસા... બધાની સમયાંતરે નોંધ થતી આવી છે. એ કોઇ લોકવાયકા નથી. આવા આતંકખોરોની ધર્માંધતાની ગવાહી પુરતા ખંડેરો આજે પણ ઉભા છે. એ ભલે બિસ્માર હોય, ખખડધજ હોય, પરંતુ એ આપણને કશુંક કહી રહ્યાં છે. ત્યાં જઇને તમે કાન ધરો તો લાગે છે કે જાણે આકાશવાણી થઇ રહી હોયઃ ‘અમારા ઇતિહાસને કદી ભુલશો નહીં, ‘ચાલો ઇતિહાસ ભુલી આગળ વધીએ’ એવી મધમીઠી વાતો કરશો નહીં. અમારો ઇતિહાસ તમને દિમાગમાં રહેશે તો જ ભવિષ્યમાં કોઇ ભવ્યાતિભવ્ય ઇમારતને ખંડેર બનવાની નોબત નહીં આવે. હા! ઇતિહાસ આપણને ઘણું શીખવતો હોય છે!’ એ સમયે વિદેશી મુસ્લિમ આક્રમણખોરોએ કરેલા કૃત્યોનો દોષ આપણે આજનાં ભારતીય મુસ્લિમોને આપીએ તો ગઝની અને આપણી વચ્ચે કોઇ જ તફાવત ન રહે પરંતુ આવી ઇમારતોનો ઇતિહાસ આપણને અવશ્ય યાદ અપાવે છે કે સરહદોનું અને રાષ્ટ્રીય સુરક્ષાનું, આંતરિક સુરક્ષાનું મહત્વ કેટલું છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આપણે ત્યાં તમે આવા ઇતિહાસની વાત કરો એટલે સીધા જ કોમવાદી તરીકે ખપી જાવ છો. સનાતન સત્ય જેવા કેટલાંક તથ્યોની વાત પણ અમુક લોકોને ગળે ઉતરતી નથી. ખરા અર્થમાં કહીએ તોઃ તેઓ ગળે ઉતારવા માંગતા નથી. ઇતિહાસને યાદ રાખવાનું એક મુખ્ય પ્રયોજન એ હોય છે કે, ભવિષ્યમાં આપણે ભુલોના પુનરાવર્તનથી બચી શકીએ. આપણે સંસદ પરના હૂમલો યાદ રાખ્યો હોત તો ગામેગામ ઇન્ડિયન મુજાહિદ્દીને બોમ્બ બ્લાસ્ટ ન કર્યા હોત. એ બોમ્બ બ્લાસ્ટ આપણે ભુલી ન ગયા હોત તો કદાચ મુંબઇ પર આક્રમણ ન થયું હોય. એવી જ રીતે મુંબઇ હુમલાને આપણે સુતાજાગતાઉઠતાબેસતા યાદ રાખ્યો હોત તો કદાચ આપણે પણ અમેરિકા જેવું ઓપરેશન કરીને સરહદ પાર બેઠેલા કેટલાક નામચીન દુશ્મનોનું શીર વાઢીને હિન્દુસ્તાન લાવી શક્યા હોત. પરંતુ આપણે ભ્રમમાં જીવનારી પ્રજા છીએ. ઇન્ટેલિજન્સ અને પ્રચંડ પ્રતિકારનું મહત્વ આજે પણ આપણને સમજાયું નથી. આજની તારીખે પણ આપણી ગુપ્તચર સંસ્થા (રો) કાબેલ અને સક્ષમ નથી ગણાતી, અને આજે પણ દુશ્મનોને પ્રત્યુત્તર આપવાનો સ્પીરીટ આપણામાં નથી. પ્રોફેસર વી.એસ. નાયપોલે ઇતિહાસ ભુલી જવાની આપણી ગંદી મનોવૃત્તિ વિશે અને ડાબેરી ઇતિહાસકારો દ્વારા થતી તોડમરોડ વિશે અનેક વખત, અનેક જગ્યાએ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે. એમના એ લખાણોમાંથી તારવેલી છુટીછવાઇ પર દ્રષ્ટિપાત કરવા જેવું છેઃ "ઇસ્લામિક આતંકના કારણે ભારતની સંસ્કૃતિ પર અનેક ઝખ્મો થયા છે. પાકિસ્તાનને આ વાતનો બરાબર ખ્યાલ છે. ખરેખર તો પાકિસ્તાનીઓએ આ વાત ખુલ્લેઆમ સ્વિકારી પણ છે. માત્ર ભારતના નહેરૂ વંશના રોમિલા થાપર જેવા લોકો ઇસ્લામિક શાસનકાળને કંકુતિલક કરતા રહે છે. આપણે સત્યનો સામનો કરવો જોઇએ. ખ્રિસ્તીઓના શાસન દરમિયાન આપણો સમૃદ્ધ દેશ દારૂણ ગરીબી તરફ ધકેલાયો, જ્યારે મુઘલો વગેરેના શાસનકાળ દરમિયાન આ દેશ જગતની સૌથી સર્જનાત્મક સંસ્કૃતિમાંથી હિંસક વિસ્તાર બની ગયો. ભારત પર ભીષણ હૂમલાઓ થયા અને તેને લૂંટવામાં આવ્યું. માત્ર એક વાર નહીં પરંતુ અનેક વખત વિદેશી આક્રમણો દ્વારા એ લુંટાતુ રહ્યું છે. આશય માત્ર લૂંટ નહોતો પરંતુ આવા લોકો ભયાનક ધાર્મિક કુવિચારો સાથે અને વિધર્મીઓ પ્રત્યેની નફરત લઇને ભારત પર ચડી આવતા  હતાં. ધીમેધીમે ઇસ્લામિક આક્રમણખોરો માટે ભારત એક મોકળુ મેદાન બની ગયું. એમણે ખુલ્લેઆમ લોકોને ગુલામ બનાવ્યા અને અવિરત આતંક મચાવ્યો. આ મિલેનીયમની શરૂઆત જ ભારતમાં ઇસ્લામિક આતંકથી થઇ છે. ઉત્તર ભારતમાં આવેલા હિન્દુબૌદ્ધ સંસ્કૃતિનો તેમણે રકાસ કરી નાંખ્યો. આવી ભયાનક ઘટના માટે પણ આપણે ત્યાં હંમેશા દબાતા સૂરે બોલાતું રહે છે, લખાતુ રહે છે. આર્ટ બુક અને ઇતિહાસની કિતબોમાં મુસ્લિમોનું ભારતમાં ‘આગમન’ (arrival) જેવા શબ્દોનો ઇસ્તેમાલ થાય છે. જાણે  તેઓ ભારતમાં કોઇ ટુરિસ્ટ બસમાં આવ્યા હોય અને પાછા જતા રહ્યા હોય. ભારત પરના આક્રમણો માટેનો ઇસ્લામિક અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. એમણે આવા આક્રમણોને પોતાની શ્રદ્ધાની જીત ગણાવી છે. આસ્થાનો વિજયોત્સવ મનાવ્યો છે. મુર્તિઓ અને મંદિરો ખંડિત અવસ્થામાં આપણે ત્યાં ચોતરફ જોવા મળે છે. ખુલ્લેઆમ લુંટ થઇ છે. લોકોને બળદની જેમ હાંકી જવામાં આવ્યા છે અને તેમને ગુલામ બનાવાયા છે. ઉત્તર ભારતમાં અનેક ભારતીય ધર્મસ્થાનોનો સદંતર વિનાશ થયો છે. આ બધુ તેમણે કબુલ્યું છે અને તેની માટે ખુશીઓ મનાવી છે. બીજી તરફ આપણે છીએ. પરાજિત. હારેલા લોકો કદી ઇતિહાસ લખતા નથી. ઇતિહાસ લખવાનું સૌભાગ્ય હંમેશા વિજય સેનાને મળે છે. આપણા પર આક્રમણો થતા રહ્યા અને આપણે કદી તેનો જવાબ આપ્યો નહીં. એક રાષ્ટ્ર તરીકે  વર્તવાનું આપણને ફાવ્યું નથી. જો આપણે આવું બોલીએ તો પેલા ફેશનેબલ યુરોપિયન શબ્દથી આપણા વિચારોને નવાજવામાં આવેઃ ‘ફાસિઝમ.’ ભારતના બૌદ્ધિકોએ હવે  ઇસ્લામિક માનસ વિશે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. એના વિશે ચર્ચાઓ થવી જોઇએ. હિન્દુ ફન્ડામેન્ટાલિઝમ અથવા તો હિન્દુ કટ્ટરવાદ જેવો શબ્દ બહુ સંભળાય છે આજકાલ. આ શબ્દ જ અસંગત છે, કારણ કે આવા કોઇ કટ્ટરવાદનું અસ્તિત્વ જ નથી. કારણ બહુ સ્પષ્ટ છે કે હિન્દુ ધર્મમાં કોઇ જ નિયમો નથી, કોઇ એવા બંધનો નથી."



ઉત્તર ગુજરાતના અનેક શિલ્પો  - ખંડિત ધર્મસ્થાનો આજે પણ ઇસ્લામિક આક્રમણકારોના જુલ્મની કહાની બયાં કરે છે, ઉપર આપેલી તસ્વીરોમાંથી કીર્તિ સ્તંભ સલામત છે,
રાણ  કી  વાવ બચી ગઈ - કારણ કે, ભૌગોલિક ફેરફારોને લીધે એ દાયકાઓ સુધી જમીનમાં દટાયેલી રહી,  રુદ્ર મહાલયના 1590 સ્તંભનો ધ્વંશ થયો, તારંગા, હાટકેશ્વર ખતમ થઇ ગયા હતા,
મોઢેરાનું મંદિર તેની ગ્લોરી ગુમાવી બેઠું છે - તેના લગભગ એક હજાર શીલ્પ્માંથી
એકપણ અખંડિત નથી! પાટણનું સહસ્ત્ર લિંગ તળાવ તેના કાંઠે આવેલા એક હજાર
શિવલિંગ માટે વિખ્યાત હતું , આજે એક પણ શિવલિંગ ત્યાં નથી ! 



વી.એસ. નાયપોલ એક જબરદસ્ત મેધાવી પ્રતિભા છે. સાહિત્ય માટે બુકર અને નોબેલ પ્રાઇઝ પણ મેળવી ચૂક્યા છે. વિશ્વભરમાં એમની પ્રતિષ્ઠા છે અને રોમિલા થાપરો કરતાં અનેકગણી તેમની વિશ્વસનીયતા છે. દરેક ભારતીયોને તેમણે વિજયનગરના જર્જરીત ખંઢેરો જોવાની અનેક વખત સલાહ આપી છે. આપણે તેમાં ગુજરાતના જર્જરીત ધર્મસ્થાનોનો ઉમેરો કરી શકીએ. સોમનાથ હવે નવું રૂપ ધરી ચૂક્યું છે, પણ અનેક ધર્મસ્થાનોનો જીર્ણોદ્ધાર હજુ થયો નથી. આવા બોલતા પુરાવાઓની હાજરીમાં પણ સળંગડાહ્યા લોકો વધારાના પુરાવાઓ માંગતા રહે છે. એ સમયે વિડીયો કે મુવી કેમેરા નહોતા એ શું આપણો વાંક છે? પરિસ્થિતિ એવી છે કે, ગઝની કે અલ બેરૂનીનું ભુત આવીને ભારતમાં કહે આ બધા કૃત્યો તેમણે કર્યા છે તો પણ કેટલા કાળોતરાઓ એ સ્વિકારવા તૈયાર ન થાય. પેલુ પલીત જો એ સમયના આક્રમણના દ્રશ્યો તમને દેખાડે તો પણ તેઓ પાસે દલિલ હાજર હોયઃ ‘તમારી આ અદ્રશ્ય ટેપ સાથે અદ્રશ્ય ચેડા થયા છે.’ વિદેશી આક્રમણખોરોને આજે પણ આપણે જડબાતોડ જવાબ આપી શકતા નથી. તેના કારણો દુર શોધવા જવાની જરૂર નથી. સમાજની વચ્ચે જ આવા કારણો દ્રશ્યમાન થતા રહે છે. સોમનાથનું મંદિર સદીઓથી આવા દસ મોઢાળા લોકોના કુપ્રચારનો અને આક્રમણોનો ભોગ બનતું રહ્યું છે.


(મારા પુસ્તક : "મહા-ભારતની રામાયણ"માં પ્રકાશિત લેખ)


Maha-Bharat Ni Ramayan - By: Kinner Aacharya 

Friday, December 21, 2012

કોંગ્રેસનો છ દાયકાનો ઈતિહાસ: તમ્બુની જેમ તણાયેલી, ફુગ્ગા માફક ફૂલાયેલી અને હવાની જેમ ફેલાયેલી!



  
સદ્દભાગ્યે ગુજરાતનો કાંઠલો પેલો કાળમુખો "પંજો" પકડી શક્યો નથી ... કોંગ્રેસ એક પાર્ટી જ નહિ, એક બિમારી પણ છે ! હિન્દીના સુપ્રસિદ્ધ વ્યંગકાર શરદ જોશીએ આઝાદીના ત્રીસ વર્ષ પછી કોંગ્રેસ પર એક અદ્દભુત પીસ લખ્યો હતો, જુઓ - આજે પણ એ કેટલો પ્રસ્તુત છે! પ્રસ્તુત લેખની ભાષા એટલી ચોટદાર છે કે, તેનો અનુવાદ ના કરીએ તો જ તેની અસલ ફ્લેવર જળવાઈ રહે. આ લેખમાં જ્યાં "ત્રીસ વર્ષ" શબ્દ પ્રયોગ થયો છે - ત્યાં "છ દાયકા" વાંચશો તો વધુ જમાવટ થશે! ઓવર ટુ - ધ વન એન્ડ ઓન્લી - શરદ જોશી 

   
કાંગ્રેસ કો રાજ કરતે કરતે તીસ સાલ બીત ગએ . કુછ કહતે હૈં , તીન સૌ સાલ બીત ગએ . ગલત હૈ .સિર્ફ તીસ સાલ બીતે . ઇન તીસ સાલોં મેં કભી દેશ આગે બઢ઼ા , કભી કાંગ્રેસ આગે બઢ઼ી . કભી દોનોં આગે બઢ઼ ગએ, કભી દોનોં નહીં બઢ઼ પાએ .ફિર યોં હુઆ કિ દેશ આગે બઢ઼ ગયા ઔર કાંગ્રેસ પીછે રહ ગઈ. તીસ સાલોં કી યહ યાત્રા કાંગ્રેસ કી મહાયાત્રા હૈ. વહ ખાદી ભંડાર સે આરમ્ભ હુઈ ઔર સચિવાલય પર સમાપ્ત હો ગઈ.

પુરે તીસ સાલ તક કાંગ્રેસ હમારે દેશ પર તમ્બૂ કી તરહ તની રહી, ગુબ્બારે કી તરહ ફૈલી રહી, હવા કી તરહ સનસનાતી રહી, બર્ફ સી જમી રહી. પુરે તીસ સાલ તક કાંગ્રેસ ને દેશ મેં ઇતિહાસ બનાયા, ઉસે સરકારી કર્મચારિયોં ને લિખા ઔર વિધાનસભા કે સદસ્યોં ને પઢ઼ા. પોસ્ટરોં ,કિતાબોં ,સિનેમા કી સ્લાઇડોં, ગરજ યહ હૈ કિ દેશ કે જર્રે-જર્રે પર કાંગ્રેસ કા નામ લિખા રહા. રેડિયો ,ટીવી ડાક્યૂમેંટ્રી , સરકારી બૈઠકોં ઔર સમ્મેલનોં મેં, ગરજ યહ કિ દસોં દિશાઓં મેં સિર્ફ એક હી ગૂઁજ થી ઔર વહ કાંગ્રેસ કી થી. કાંગ્રેસ હમારી આદત બન ગઈ. કભી ન છુટને વાલી બુરી આદત. હમ સબ યહાઁ વહાં સે દિલ દિમાગ ઔર તોંદ સે કાંગ્રેસી હોને લગે. ઇન તીસ સાલોં મેં હર ભારતવાસી કે અંતર મેં કાંગ્રેસ ગેસ્ટ્રિક ટ્રબલ કી તરહ સમાં ગઈ.

જૈસે હી આજાદી મિલી કાંગ્રેસ ને યહ મહસૂસ કિયા કિ ખાદી કા કપડ઼ા મોટા, ભદ્દા ઔર ખુરદુરા હોતા હૈ ઔર બદન બહુત કોમલ ઔર નાજુક હોતા હૈ. ઇસલિએ કાંગ્રેસ ને યહ નિર્ણય લિયા કિ ખાદી કો મહીન કિયા જાએ, રેશમ કિયા જાએ, ટેરેલીન કિયા જાએ. અંગ્રેજોં કી જેલ મેં કાંગ્રેસી કે સાથ બહુત અત્યાચાર હુઆ થા. ઉન્હેં પત્થર ઔર સીમેંટ કી બેંચોં પર સોને કો મિલા થા. અગર આજાદી કે બાદ અચ્છી ક્વાલિટી કી કપાસ કા ઉત્પાદન બઢ઼ાયા ગયા, ઉસકે ગદ્દે-તકિયે ભરે ગએ. ઔર કાંગ્રેસી ઉસ પર વિરાજ કર, ટિક કર દેશ કી સમસ્યાઓં પર ચિંતન કરને લગે. દેશ મેં સમસ્યાએઁ બહુત થીં, કાંગ્રેસી ભી બહુત થે.સમસ્યાએઁ બઢ઼ રહી થીં, કાંગ્રેસ ભી બઢ઼ રહી થી. એક દિન ઐસા આયા કી સમસ્યાએં કાંગ્રેસ હો ગઈં ઔર કાંગ્રેસ સમસ્યા હો ગઈ. દોનોં બઢ઼ને લગે.
પુરે તીસ સાલ તક દેશ ને યહ સમઝને કી કોશિશ કી કિ કાંગ્રેસ ક્યા હૈ? ખુદ કાંગ્રેસી યહ નહીં સમઝ પાયા કિ કાંગ્રેસ ક્યા હૈ? લોગોં ને કાંગ્રેસ કો બ્રહ્મ કી તરહ નેતિ-નેતિ કે તરીકે સે સમઝા. જો દાએં નહીં હૈ વહ કાંગ્રેસ હૈ.જો બાએઁ નહીં હૈ વહ કાંગ્રેસ હૈ. જો મધ્ય મેં ભી નહીં હૈ વહ કાંગ્રેસ હૈ. જો મધ્ય સે બાએઁ હૈ વહ કાંગ્રેસ હૈ. મનુષ્ય જિતને રૂપોં મેં મિલતા હૈ, કાંગ્રેસ ઉસસે જ્યાદા રૂપોં મેં મિલતી હૈ. કાંગ્રેસ સર્વત્ર હૈ. હર કુર્સી પર હૈ. હર કુર્સી કે પીછે હૈ. હર કુર્સી કે સામને ખડ઼ી હૈ. હર સિદ્ધાંત કાંગ્રેસ કા સિદ્ધાંત હૈ હૈ. ઇન સભી સિદ્ધાંતોં પર કાંગ્રેસ તીસ સાલ તક અચલ ખડ઼ી હિલતી રહી.

CLICK on this Image to Enlarge 
Cartoons Courtesy : Kirtish, Nai Duniya & bamulahija.com



     
તીસ સાલ કા ઇતિહાસ સાક્ષી હૈ કાંગ્રેસ ને હમેશા સંતુલન કી નીતિ કો બનાએ રખા. જો કહા વો કિયા નહીં, જો કિયા વો બતાયા નહીં,જો બતાયા વહ થા નહીં, જો થા વહ ગલત થા. અહિંસા કી નીતિ પર વિશ્વાસ કિયા ઔર ઉસ નીતિ કો સંતુલિત કિયા લાઠી ઔર ગોલી સે. સત્ય કી નીતિ પર ચલી, પર સચ બોલને વાલે સે સદા નારાજ રહી.પેડ઼ લગાને કા આન્દોલન ચલાયા ઔર ઠેકે દેકર જંગલ કે જંગલ સાફ઼ કર દિએ. રાહત દી મગર ટૈક્સ બઢ઼ા દિએ. શરાબ કે ઠેકે દિએ, દારુ કે કારખાને ખુલવાએ; પર નશાબંદી કા સમર્થન કરતી રહી. હિંદી કી હિમાયતી રહી અંગ્રેજી કો ચાલૂ રખા. યોજના બનાયી તો લાગૂ નહીં હોને દી. લાગૂ કી તો રોક દિયા. રોક દિયા તો ચાલૂ નહીં કી. સમસ્યાએં ઉઠી તો કમીશન બૈઠે, રિપોર્ટ આઈ તો પઢ઼ા નહીં. કાંગ્રેસ કા ઇતિહાસ નિરંતર સંતુલન કા ઇતિહાસ હૈ. સમાજવાદ કી સમર્થક રહી, પર પૂંજીવાદ કો શિકાયત કા મૌકા નહીં દિયા. નારા દિયા તો પૂરા નહીં કિયા. પ્રાઇવેટ સેક્ટર કે ખિલાફ પબ્લિક સેક્ટર કો ખડ઼ા કિયા, પબ્લિક સેક્ટર કે ખિલાફ પ્રાઇવેટ સેક્ટર કો. દોનોં કે બીચ ખુદ ખડ઼ી હો ગઈ . તીસ સાલ તક ખડ઼ી રહી. એક કો બઢ઼ને નહીં દિયા.દૂસરે કો ઘટને નહીં દિયા.આત્મનિર્ભરતા પર જોર દેતે રહે, વિદેશોં સે મદદ માંગતે રહે. ’યૂથ’ કો બઢ઼ાવા દિયા, બુડ્દ્ધોં કો ટિકેટ દિયા. જો જીતા વહ મુખ્યમંત્રી બના, જો હારા સો ગવર્નર હો ગયા. જો કેંદ્ર મેં બેકાર થા ઉસે રાજ્ય મેં ભેજા, જો રાજ્ય મેં બેકાર થા ઉસે ઉસે કેંદ્ર મેં લે આએ. જો દોનોં જગહ બેકાર થે ઉસે એમ્બેસેડર બના દિયા. વહ દેશ કા પ્રતિનિધિત્વ કરને લગા.

એકતા પર જોર દિયા આપસ મેં લડ઼ાતે રહે. જાતિવાદ કા વિરોધ કિયા, મગર અપનેવાલોં કા હમેશા ખ્યાલ રખા. પ્રાર્થનાએં સુનીં ઔર ભૂલ ગએ. આશ્વાસન દિએ, પર નિભાએ નહીં. જિન્હેં નિભાયા વે આશ્વશ્ત નહીં હુએ. મેહનત પર જોર દિયા, અભિનન્દન કરવાતે રહે. જનતા કી સુનતે રહે અફસર કી માનતે રહે.શાંતિ કી અપીલ કી, ભાષણ દેતે રહે. ખુદ કુછ કિયા નહીં દુસરે કા હોને નહીં દિયા. સંતુલન કી ઇન્તહાં યહ હુઈ કિ ઉત્તર મેં જોર થા તબ દક્ષિણ મેં કમજોર થે. દક્ષિણ મેં જીતે તો ઉત્તર મેં હાર ગએ. તીસ સાલ તક પુરે, પુરે તીસ સાલ તક, કાંગ્રેસ એક સરકાર નહીં, એક સંતુલન કા નામ થા. સંતુલન, તમ્બૂ કી તરહ તની રહી,ગુબ્બારે કી તરહ ફૈલી રહી, હવા કી તરહ સનસનાતી રહી બર્ફ સી જમી રહી પુરે તીસ સાલ તક.

કાંગ્રેસ અમર હૈ. વહ મર નહીં સકતી. ઉસકે દોષ બને રહેંગે ઔર ગુણ લૌટ-લૌટ કર આએઁગે. જબ તક પક્ષપાત, નિર્ણયહીનતા ઢીલાપન, દોમુંહાપન, પૂર્વાગ્રહ, ઢોંગ, દિખાવા, સસ્તી આકાંક્ષા ઔર લાલચ કાયમ હૈ, ઇસ દેશ સે કાંગ્રેસ કો કોઈ સમાપ્ત નહીં કર સકતા. કાંગ્રેસ કાયમ રહેગી. દાએં, બાએઁ, મધ્ય, મધ્ય કે મધ્ય, ગરજ યહ કિ કહીં ભી કિસી ભી રૂપ મેં આપકો કાંગ્રેસ નજર આએગી. ઇસ દેશ મેં જો ભી હોતા હૈ અંતતઃ કાંગ્રેસ હોતા હૈ. જનતા પાર્ટી ભી અંતતઃ કાંગ્રેસ હો જાએગી. જો કુછ હોના હૈ ઉસે આખિર મેં કાંગ્રેસ હોના હૈ. તીસ નહીં તીન સૌ સાલ બીત જાએઁગે, કાંગ્રેસ ઇસ દેશ કા પીછા નહીં છોડ઼ને વાલી...

Tuesday, December 11, 2012

Naresh Patel, Kagvad, Keshubhai Patel

નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ 
અને "ભયભીત સમાજ" !!



નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે



         

થોડા દિવસો પહેલા મારા બનેવી અને લેખક - પ્રકાશક, નરેશ શાહ સાથે વાતો ચાલતી હતી.સ્વાભાવિક રીતે જ ચર્ચાનો વિષય હતા લેઉવા પટેલ સમાજના કહેવાતા અગ્રણી એવા નરેશ પટેલ.  એમની પ્રવૃત્તિઓથી હવે કોઈ અજાણ નથી અને સમાજ ( અમારે મન સમાજ એટલે સમગ્ર સમાજ, બ્રાહ્મણ કે જૈન નહિ!) માટે જેમને રતીભારની પણ ફિકર હોય તેવા લોકોને આ પ્રવૃત્તિઓ કઠતી હશે તેમાં બેમત નથી.  "કંઇક કરવું જોઈએ" એવી વાતો સાથે અમે છુટ્ટા પડ્યા, પરંતુ નરેશભાઈને ચૈન ના પડ્યું અને તેમણે આ બાબતે એક લખાણ તૈયાર કરી ને જનતા પ્રેસ કોન્ફરન્સ (રેસકોર્સના બગીચામાં, નાસ્તો-પાણી વગર!)  બોલાવવાનું નક્કી કર્યું.  કોઈ કારણોસર એ શક્ય ના બન્યું પરંતુ એમણે મને કેટલાક મુદ્દાઓ આપ્યા, થોડા મુદ્દાઓ મારા દિમાગમાં હતા - એ બંનેનું મિશ્રણ કરી આ નાનો એવો લેખ તૈયાર કર્યો છે.  આશા છે કે, જેમને સમગ્ર સમાજની ચિંતા છે અને જે લોકો આવા છેલ્લી કક્ષાના જ્ઞાતિવાદથી ત્રસ્ત છે , દુ:ખી છે - એવા તમામ લોકો આ વિચારોને યથાશક્તિ ફેલાવવાનું કાર્ય કરશે ... 

શું તમારી બદલે કોઈ જીવી લે, તમારી બદલે કોઈ શ્વાસ લઇ લે એ શક્ય છે?: 
જો "ના" , તો પછી તમારે મત કોને આપવો એ અંગે નિર્ણય અન્ય કોઈ શા માટે લઇ શકે?

છેલ્લાં કેટલાંક સમય દરમિયાન ખોડલધામ ફેમ નરેશ પટેલના જે પ્રકારનાં નિવેદનો અખબારોમાં આવી રહ્યાં છે તે સમગ્ર સમાજ માટે આંચકારૂપ છે. આપણે અહીં સમગ્ર સમાજની વાત કરી રહ્યાં છીએ અને સમગ્ર સમાજમાં વાણીયાં-બ્રાહ્મણ-લોહાણા, મોચી, સુથાર, લોહાર, કુંભાર, દલિતો, મુસ્લીમો તથા અદિવાસીઓ વગેરે પ્રત્યેક કોમ સાથે કડવા અને લેઉઆ પટેલો પણ આપમેળે સમાવિષ્ટ થઇ જાય છે. યાદ રહેઃ નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે. એમના નિવેદનો ઘાતક છે, એમની હરકતો નજીકના ભવિષ્યમાં જ વર્ગ વિગ્રહ ભડકાવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

માતાજીના ધર્મસ્થાનનાં નામે ટોળા ભેગા કરવા અને પછી રીતસરનું રાજકીય બ્લેક મેઈલિંગ શરૂ કરવું, જ્ઞાતિવાદ ભડકે તેવી હરકતો ખુલ્લેઆમ કરવી... એ જ્ઞાતિવાદ નથી તો બીજું શું છે? હમણાં જ ભાઇ નરેશ પટેલએ એવું કહ્યું કે, ``જે પક્ષ લેઉઆ પટેલોને વધુ ટિકિટ આપશે તેને લેઉઆ પટેલો મત આપશે!'' બીજું નિવેદન એવું કર્યુ કે, ``અમે રાજકીય પક્ષોની વર્તણૂંક જોઇને નક્કી કરીશું કે, અમારે કોને મત આપવો!'' પછી એમ કહ્યું કે, "લેઉવા પટેલોએ યહૂદીઓની જેમ એકતા દાખવવાની જરૂર છે!' આજે જ્યારે સૌપ્રથમ જરૂરત ભારતીય બનવાની છે ત્યારે આવી વાતો ધડમાથા વગરની લાગે છે! બહુ વિચિત્ર લાગે તેવી આ વાતો છે. આખા લેઉઆ પટેલ સમાજ વતી નિર્ણયો લેવાનો અધિકાર તેમને કોણે આપ્યો? કોને મત આપવો-કોને ન આપવો, એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. તેનાં માટે કોઇ જ્ઞાતિના બની બેઠેલા નેતા વ઼્હીપ જારી કરી શકે નહિ. આવો ફેંસલો કે ચૂકાદો કોઇ વ્યક્તિ જાહેર કરતી હોય તો એ સમાજને માટે ઘાતક પણ છે અને ચૂંટણીની મૂળભૂત ભાવનાને ખત્મ કરનારો પણ છે.

સામાન્ય નાગરિક તરીકે અમને લાગે છે કે, આવા નિવેદનો વાંચીને બાકીની દરેક જ્ઞાતિના લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ખરેખર તો લેઉઆ પટેલોનું પણ ઉકળવું જ જોઇએ. કોઇ એક વ્યક્તિ તેમના વતી આવા ફેંસલાઓ લઇ કેવી રીતે શકે? બહુ નિખાલસતાથી કહીએ તો કહી શકાય કે, નરેશ પટેલ જેવાં લોકોને કારણે લેઉઆ પટેલ જ્ઞાતિ પણ સમાજના તમામ ઇત્તર વર્ગમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ નરી વાસ્તવિકતા છે. રાજકીય મર્યાદાઓના કારણે અને અન્ય અનેક પ્રકારનાં ડરને લીધે લોકો જાહેરમાં કશું બોલી શકતા નથી પરંતુ લોકોમાં આ અંગે ભારોભાર રોષ છે. અમે અનુભવ્યું  છે કે, ઘણાં લેઉઆ પટેલોને પણ આવી જ્ઞાતિવાદી હરકતો ગમતી નથી પરંતુ તેમનો કોઇ વોઇસ નથી. અથવા તો જ્ઞાતિથી અળગા થવાની તેમની પાસે નૈતિક હિમ્મત નથી.

પરિસ્થિતિ બહુ ગંભિર છે. ધર્મનો ઓટલો હવે રાજકીય રોટલો શેકવા માટે ઉપયોગમાં લેવાય છે. માતાજીના નામે લાખ્ખો લોકોને ભેગા કરીને તેમને રાજકીય સંદેશાઓ અપાય છે. કોઇપણ સમાજ માટે આ માનસિક નાદુરસ્તીની નિશાની છે. શું આપણો સમાજ રિવર્સ ગીયરમાં ચાલી રહ્યો છે? શું આપણે જ્ઞાતિવાદ અને કોમવાદથી ખદબદતા આપણાં ભૂતકાળ તરફ ગતિ કરવી છે? દરેક સમાજે તે વિશે વિચાર કરવો પડશે. લેઉઆ પટેલોએ સૌથી વધુ ગંભિરતા રાખીને આ અંગે ચિંતન કરવું પડશે. જ્ઞાતિની સંખ્યાના આધારે ટિકિટો માંગતા રહીશું તો જાહેર જીવનમાં આપણે વધુ અંધાધુંધી સર્જીશું.

આપણો સમાજ કઇ દિશામાં ગતિ કરશે તેનો બહુ મોટો આધાર પટેલો પર છે. પટેલો પાસે અઢળક ધનસંપદા અને રિસોર્સીસ છે. એમની સુખાકારીને તેઓ હકારાત્મક માર્ગે ઉપયોગ કરે એ ઇચ્છનીય છે, એ જ સાચો રસ્તો છે. સૌથી વધુ સુખી-સંપન્ન હોવાનાં નાતે તેઓ પર વિશિષ્ટ સામાજીક જવાબદારી છે. તેઓ ઇચ્છે તો સમાજને નવો રાહ ચીંધી શકે તેમ છે. પણ એ માટે જ્ઞાતિના રાગડા તાણવાનું બંધ કરવું પડશે અને અન્યાયનાં ઠાલાં મરશિયાને પણ વિરામ આપવો પડશે.

`અન્યાય.... અન્યાય....'ની આ કેશુભાઈની વાતો બાલીશ પણ છે, જુઠ્ઠી છે અને સમાજને ગેરમાર્ગે દોરનારી છે. `સમાજ'ની `એકતા'ના નામે અહીં ખુલ્લેઆમ દાદાગીરી થઇ રહી છે. બ્લેક મેઇલિંગ થઇ રહ્યું છે. અને અન્યાયના નામે લેઉઆ પટેલ જ્ઞાતિની સહાનૂભૂતિ મેળવવાનો તથા તેમનાં પર કાબૂ લેવાના પ્રયાસો થઇ રહ્યાં છે. સવાલ એ છે કે, અન્યાયના ગાણા ગાતા અગ્રણીઓ આ અન્યાયની વિગતો શા માટે આપતા નથી? ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ વજન પટેલોનું જ છે અને સ્થાનિક-કોર્પોરેટરોથી શરૂ કરીને મંત્રીમંડળ સુધી પટેલોની જ બોલબાલા છે. ગુજરાતના 182માંથી કેટલા ધારાસભ્યો પટેલ છે? જરા આંકડો કાઢી જુઓ એટલે આપોઆપ ખ્યાલ આવી જશે। ગુજરાતનાં રપ મંત્રીઓમાંથી આઠ મંત્રીઓ પટેલ છે! સૌથી વધુ ટિકિટો તેમને મળે છે, સત્તા તેમને મળે છે. ગુજરાતનાં 14માંથી ત્રણ મુખ્યમંત્રી પટેલ જ્ઞાતિનાં રહ્યાં છે. વેપારથી લઇ રાજકારણ સુધીના દરેક ક્ષેત્રોમાં પટેલોની બોલબાલા છે. પટેલોને જો અન્યાય થતો હોય તો શું આવી સ્થિતિ હોઇ શકે?

કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.



જ્ઞાતિની એકતાના નામે જાણે ઘેટાચરાને ઉત્તેજન અપાઇ રહ્યું હોય એમ લાગે છે. માતાજીના નામે થતા મેળાવડાઓનો ઉપયોગ અંગત મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા થઇ રહ્યો હોય એવું લાગે છે. આ સમય આવા મેળાવડાઓમાં જોડાઇ જવાનો નથી પણ જાગી જવાનો છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ અને આપણે જ્ઞાતિના નામે રક્તતૂલા જેવા ગતકડા જ કરી રહ્યાં છીએ. હા! કચડાયેલી અને પીડિત જ્ઞાતિઓનાં લોકો `એકતા'ની અને અન્યાયની વાતો કરે તો સમજી શકાય એમ છે. પણ વાણીયા, બ્રાહ્મણ, લોહાણા કે પટેલોને કોણ અન્યાય કરી શકવાનું છે? જ્યાં જ્ઞાન, ભણતર, સાહસ અને ઉદ્યમ હોય ત્યાં અન્યાય ટકી જ ના શકે. પટેલો પાસે અખૂટ રીસોર્સીસ છે, એશ્વર્ય છે, સત્તા છે. શું નરેશ પટેલ જેવા લોકો એવું ઇચ્છે છે કે, ગુજરાતનાં તમામ ધારાસભ્ય લેઉઆ પટેલ જ હોવા જોઇએ!

જ્ઞાતિના નામે દાદાગીરીનો આ ખેલ એક ખોટું ઉદાહરણ બેસાડી રહ્યો છે. નરેશ પટેલમાંથી દરેક જ્ઞાતિના-ગામના ઉતાર જેવાં લોકો વાહિયાત પ્રેરણા મેળવી રહ્યાં છે. બ્રહ્મ સેના કે એવી કોઈ સંસ્થા દ્વારા બ્રાહ્મણો માટે ટિકિટ મંગાઈ છે, પુરુષોત્તમ સોલંકી કહે છે કે, કોળીઓને ઓછામાં ઓછી ચાલીસ ટિકિટો આપો! આ તમામ વાતો વાહિયાત છે. અમે બ્રાહ્મણ અને જૈન છીએ  પરંતુ જ્ઞાતિના આધારે કે સંખ્યાના આધારે કોઈ બ્રાહ્મણને ટિકિટ મળતી હોય તો તેની સામે  અમારો સખ્ત વિરોધ છે.  થોડા સમય પહેલા કેટલાંક બ્રાહ્મણોએ સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યાના નામે ઉપવાસ માંડ્યા હતાં અને `બ્રાહ્મણોને અન્યાય'ના વાજાં વગાડ્યા હતાં. શું સંજીવ ભટ્ટને કોઇ અન્યાય થયો છે? જો થયો જ હોય તો એ એટલા માટે થયો છે કે, તેઓ બ્રાહ્મણ છે? હરેન પંડ્યા બ્રાહ્મણ હતા એટલે તેમની હત્યા થઇ હતી શું? આવા તાયફાઓ સામાન્ય રીતે પોતાનો સ્વાર્થ સાધવા જ થતા હોય છે. અને આવા દરેક પ્રયાસ સામે અમારો વિરોધ છે. પછી એ પ્રયત્ય બ્રાહ્મણો દ્વારા થતો હોય કે કોઇ લોહાણા અગણી તરફથી થતો હોય કે પછી નરેશ પટેલ દ્વારા થતો હોય.

જ્ઞાતિના બની બેઠેલા અગ્રણીઓ એ વાત જાણી લે કે, જે-તે જ્ઞાતિ તેમની જાગિર નથી અને જ્ઞાતિજનો તેમના ગુલામ નથી. અઢાર વર્ષની વય પછી દરેક નાગરિકને પોતાની વિવેકબુદ્ધિ મુજબ મતદાન કરવાનો અધિકાર છે. તેમને જ્ઞાતિના મંચ પરથી કે ધાર્મિક મેળાવડાના સ્ટેજ પરથી સૂચનાઓ આપવામાં સાર નથી. `અન્યાય.... અન્યાય....'ના ગીતડા ગાતા નીકળેલા કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.

કોઇ જ રાજકીય પક્ષ સાથે અમારે સ્નાન સૂતકનો પણ વ્યવહાર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય... બધા જ પક્ષો જ્ઞાતિઓનો ઉપયોગ કરતા રહ્યાં છે. આ શિરસ્તા સામે દરેક જાગૃત નાગરિકનો ઉગ્ર વિરોધ હોવો જ જોઇએ. પણ સૌથી વધુ વિરોધ તો આ નવા શરૂ થયેલા ટ્રેન્ડ સામે છે-જેમાં જ્ઞાતિના બની બેઠેલા રખેવાળો જ જ્ઞાતિનો ઉપયોગ કરી જાય છે. આ ઘટનાઓ ભયાનક છે, સમાજને વેરણછેરણ કરનારી છે. અમને લાગે છે કે, આવી હરકતો સામે લાલબત્તી ધરવામાં માધ્યમો પણ ઉણાં ઉતરી રહ્યાં છે. નવી શરૂ થયેલી આ પ્રથાને અને આ મહાન કુવિચારને ઉગતો જ ડામી દેવા માટે માધ્યમોનું પ્રદાન અનિવાર્ય છે. માધ્યમો જો આવા દૂષણોને માઇલેજ આપવાનું બંધ કરે તો આપોઆપ તેઓ કદ મુજબ વેતરાઇ જશે. તેમનું કદ મીડિયાએ જ મોટું કર્યુ છે. મીડિયા ન હોય તો તેઓ કશું જ નથી.

જ્ઞાતિવાદ લગભગ દરેક જ્ઞાતિઓમાં વત્તાઓછા અંશે જોવા મળતો હોય છે. પરંતુ અહીં સૌથી વધુ ઉલ્લેખ નરેશ પટેલનો કરવો પડ્યો છે. કારણ કે, તેમણે છેલ્લાં થોડા વર્ષોમાં જ્ઞાતિના નામે ઉપાડો લીધો છે. એમની અંગત મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા તેઓ લેઉઆ પટેલ જ્ઞાતિનો નિસરણી તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, પોતાનું કદ મોટું કરવા માટે તેઓ ખોડલધામને માધ્યમ બનાવી રહ્યાં છે.



અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ


 જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.

 જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.

 બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.

 પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.

 નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, ``લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.''

છેલ્લી પરંતુ બહુ જરૂરી સ્પષ્ટતાઃ

અમે  કોઇ ચળવળકાર નથી, કોઇ જ્ઞાતિનાં વિરોધી નથી અને કોઇનાં તરફદાર નથી. આ કોઇ ઝૂંબેશ નથી, આ માત્ર એક સંદેશ છે - અમારી લાગણી છે. મારા જેવાં કરોડો લોકો જે વિચારે છે તેને અમે આપ સુધી પહોંચાડ્યું છે. આ વિશે હવે પછી અમે  કોઇ કાર્યક્રમ નથી કરવાનો , સંમેલનોનો તો પ્રશ્ન જ નથી. કોઇ એક લેખ લખીને આ વાત પ્રજા સમક્ષ પહોંચે કે કેમ એ ખ્યાલ નથી પરંતુ સાવ એમ ને એમ બેસી રહેવા કરતા કૈંક કરવું બહેતર છે એમ માની આ લખ્યું છે! હમણાં જ ક્યાંક વાંચ્ય હતું:

"મંઝીલ મિલ હીં જાયેગી ભટકતે હીં સહી, 
ગુમરાહ તો વોહ હૈ જો ઘર સે નીકલે હીં નહિ !"

આ પ્રજાની લાગણી છે, આવું અમે જ વિચારીએ છીએ તેવું નથી. સમાજમાં આવા વિચારોનો વધુ પ્રચાર-પ્રસાર થાય એ જરૂરી છે અને એ માટે અમે  આપ સૌની મદદ માંગીએ છીએ. અમારે જે કહેવું હતું એ કહ્યું છે. હવેની જવાબદારી જાગૃત નાગરિકોની છે, સ્વૈચ્છિક સંસ્થાઓની છે.




-કિન્નર આચાર્ય                                           -નરેશ શાહ 

Sunday, October 21, 2012

વલ્લભ ભટ્ટ, નાથ ભવાન અને મીઠ્ઠું મહારાજ: ગુજરાતી ગરબા લખવાની શરૂઆત કોણે કરેલી?

ગરબા લખવાની શરૂઆત કોણે કરેલી? 



Vallabh Bhatt - Bahucharaji

 રિડિફની ગુજરાતી વેબ સાઈટ જ્યારે ચાલુ હતી ત્યારે તેમાં કેટલોક ખુબ જ રોચક કન્ટેન્ટ મુકાતો હતો. આ બેઉ લેખો એમાંથી જ સાભાર લીધેલા છે. 
પ્રથમ લેખ માટે મુરબ્બી શ્રી અચ્યુત યાજ્ઞિકનો અને બીજા લેખ માટે આદરણીય સોનલ શુક્લનો ઋણસ્વીકાર કરું છું. 


શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ગરબો સંઘનૃત છે અને સાદી ભાષામાં કહીએ તો સમૂહનૃત્ય છે. તાત્ત્વિક રીતે ગરબામાં સિદ્ધ થયો છે ત્રિવેણી સંગમ; ગાયનનો, વાદનનો અને નૃત્યનો. પરિણામે ગુજરાતની કાવ્યપરંપરા, વાદ્યપરંપરા તેમ જ નૃત્યપરંપરાના અવનવા સંયોગથી ગરબાનું અવનવું રૂપ પ્રગટતું રહ્યું છે. વીસમી સદીમાં તો ગુજરાતીના મહાન કવિઓ-ન઼્હાનાલાલ તેમ જ ઉમાશંકરના ગરબાઓ પણ લોકસમસ્તમાં પ્રસરી ચૂક્યા છે, છતાંય લોકહૃદયમાં તો લોકગીતો અને ભક્તકવિઓના ગરબા-ગરબી જ આજે ધબકે છે, ગાજે છે અને ગુજરાતભરને ગજાવે છે. 

શક્તિપૂજાની દૃષ્ટિએ, દેવીની ગરબા રૂપે સ્તુતિ કરવાની દૃષ્ટિએ, ભક્તકવિ વલ્લભ-ધોળા સૌથી વધુ વિખ્યાત છે. સત્તરમી સદીની મધ્યમાં આ પરમ ભક્તનો જન્મ દુર્ગાષ્ટમીએ અમદાવાદના નવાપુરામાં થયો. તેઓના જોડકા ભાઈનું નામ ધોળા હતું એટલે વલ્લભ-ધોળા એવી સંજ્ઞા પ્રચલિત થઈ અને બન્ને ભાઈઓનું જોડકુંનામ જ લોકજીભે ચઢી ગયું. આ વલ્લભ ભટ્ટના અનેકાનેક ગરબા લોકપ્રિય બન્યા છે અને છેલ્લાં ત્રણસો વર્ષથી ગુજરાતભરમાં સતત ગવાતા રહ્યા છે. શક્તિને બાળસ્વરૂપે પૂજતા વલ્લભ ભટ્ટે દેવીના સ્થૂળ સ્વરૂપને નહીં પરંતુ સૂક્ષ્મ રૂપને પોતાના ગરબામાં અભિવ્યક્ત કર્ય઼ું છે. તેઓની પ્રસિદ્ધ ગરબી છે:

`પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદરવો,
ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગરવો;
અભિષેક જળતત્ત્વ, ચિતિ શક્તિ સચરાચર,
મા, તુજ અકળ મહત્ત્વ, વ્યાપક કહી સુર મુનિવર.' 



કથા એવી છે કે વૈલોચન નામના નાગર વણિકે વલ્લભ ભટ્ટને પૂછ્યું કે અહીં દેવીનું સ્થાનક તો દેખાતું નથી તો તમે કોની સ્તુતિ કરો છો? ઉત્તરમાં વલ્લભે ઉપરની ગરબી સંભળાવી. તેઓનો બીજો પ્રસિદ્ધ ગરબો `આનંદનો ગરબો' તરીકે પેઢીએ પેઢીએ ગવાતો રહ્યો છે અને તેની પંક્તિએ પંક્તિએ ભક્તિનો આવેશ છે, ભાવનું ઊંડાણ છે અને શબ્દોનું લાલિત્ય છે. આ ગરબાની થોડીક પંક્તિઓ અહીં પ્રસ્તુત કરી છે:

`જ્યાં જ્યાં જગતી જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા,
સમવિત ભ્રમવિત ખોઈ, કહી ન શકું કેવી મા.
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા.
અર્થ, ધર્મ ને કામ, મોક્ષ તું મોહ માયા મા,
તમ મનનો વિશ્રામ, ઉર અંદર ધાયા મા.
ઉદે ઉદારણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદેની મા,
હરખ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભક્તિ ચિત્ર તું મા.
ગીત નૃત્ય વાજીંત્ર, તાળ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા.
રતિરસ વિલસ વિલાસ, આશ સકળ જગની મા,
તમ તન મન મધ્ય વાસ, મોહ માયા અગ્નિ મા.' 


વલ્લભ ભટ્ટ પછી ચાર દાયકે જન્મેલા બીજા દેવીભક્ત નાથ ભવાનની વિવિધ રચનાઓ લોકકંઠે રમતી રહી છે. ઉત્તર જીવનમાં તેઓઁએ સંન્યાસ લીધો હતો અને `અનુભવાનંદ' નામની અદ્વૈત્તમાર્ગી લેખે પણ પ્રસિદ્ધ હતા. તેઓનો `અંબા આનન'નો ગરબો નાગર જ્ઞાતિમાં પેઢીઓથી ગવાતો આવ્યો છે. જેનું ધ્રુવપદ છે ઃ `અંબા આનનકમળ સોહામણું તેનાં શું કહું વાણી વખાણ રે'. 

અંબાજીના સોહામણા આનનકમળ એટલે કે મુખકમળનો મહિમા કરનાર નાથ ભવાન ગરબામાં વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિનું સ્મરણ કરીને કહે છે, `તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે.' ગરબાના અંતની પંક્તિઓમાં નાથ ભવાન સંસારનાં સુખોની યાચના નથી કરતા પરંતુ અંબાજીને વિનવે છે કે દેવીના વાસ્તવ સ્વરૂપને પામવાની શક્તિ તેઓને સાંપડે. અહીં આ ગરબાની કેટલીક પંક્તિઓ ટાંકી છે :

તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે,
કરી વિસર્જનના ક્યાં હું મોકલું, સઘળે તું હું ક્યાં લખું પત્ર રે,
અંબા આનન-સોહામણું.

માજીમાં તત્વ ગુણ ત્રણનું, તું તો વ્યાપી રહી સર્વવાસ રે,
સર્વ ઈદ્રિય ને સર્વ દેવતા, અંતઃકરણમાં તારો નિવાસ રે.
અંબા આનન-સોહામણું.

સ્થૂળ સૂક્ષ્મ સહુનું મૂળ તું, તું તો આદ્ય મધ્ય ને અંત રે,
સ્થાવર જંગમ સચરાચર વિષે, એમ છો પટ માંહે તંતુ રે.
અંબા આનન-સોહામણું.

કોઈ વેળુની કણિકા ગણે, કોઈ સાહી લહે રે નક્ષત્ર રે,
કોઈ ગણી ન શકે ગુણ તાહરા, ગણે સર્વ તરૂનાં પત્ર રે,
અંબા આનન-સોહામણું.

હું તો દીન થઈ અંબાજી વિનવું, આવ્યો શરણે ભવાનીદાસ રે,
જેમ દર્પણ દેખાડે મા અર્કને, એમ હું માંહે તારો આભાસ રે,
અંબા આનન-સોહામણું.

કોઈ માગે રે મા તમ કને, હુંમાં તો નહિ એવડું જ્ઞાન રે,
જેમ તેમ રે જાણો મા પોતા તણો, નામ રાખ્યું તે નાથભવાન રે,
અંબા આનન-સોહામણું. 



Tuesday, October 9, 2012

V.V.P. Engineering College

 ... આ છે સૌરાષ્ટ્રનું સર્વશ્રેષ્ઠ ઓડિટોરિયમ !!!


રાજકોટની વી.વી.પી. કોલેજમાં બનેલું નવુંનક્કોર કલામંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે, તેની સૌથી મોટી ખૂબી એ છે કે, ઓડીયન્સ ઓછું હોય તો ઓટોમેટિક પાર્ટીશન દ્વારા અર્ધું ઓડિટોરિયમ ઢાંકી શકાય છે જેથી એરકન્ડીશન - વીજળીનો વપરાશ ઘટાડી શકાય છે!!!!


`રોઝ ડે' કે `ફ્લાવર્સ ડે' કે `જીન્સ ડે' જેવા દિવસોની ઉજવણી જ્યાં ન થતી હોય એવી શૈક્ષણિક સંસ્થા શું આધુનિક ન ગણાય? જે કોલેજોમાં રેગિંગ ન થતું હોય એ શું મોર્ડન ન ગણાય? આધુનિકતાની આપણી વ્યાખ્યા બહુ વિચિત્ર છે, અતિ સંકુચિત છે. આપણે માનીએ છીએ કે, જ્યાં દેખાડા હોય ત્યાં જ ઉત્તમ શિક્ષણ હોય. વાસ્તવિકતા તેનાં કરતા અલગ હોય છે. ક્યારેક સમય અને અનુકુળતા હોય તો રાજકોટની વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લઇને અનૂભવ કરજો. આ એક એવી કોલેજ છે જ્યાં પેરેન્ટસને `ઝીરો રેગિંગ'ની ગેરેન્ટી મળે છે. પાશ્ચાત્ય દિવસો ઉજવાતા નથી અને છતાં કોલેજ લાઇફનો ત્યાં ભરપૂર આનંદ છે, ઉમદા શિક્ષણ છે, હળવાશભર્યુ વાતાવરણ છે અને શ્રેષ્ઠતમ્ પરિણામો છે.

વીવીપી કોલેજની સફળતા પાછળ કોલેજના ચેરમેન પ્રવીણકાકા મણિયારનું વિઝન કારણભૂત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છ-છ દાયકાથી સંકળાયેલા પ્રવીણકાકા એક ઉમદા શિક્ષણશાસ્ત્રી પણ છે અને પ્રથમ દરજ્જાના કલારસિક પણ છે. કોલેજની લાયબ્રેરી જુઓ ત્યાં જ એમના ઉચ્ચ ટેસ્ટનો ખ્યાલ આવી જાય. ડિજિટલ આઇ-કાર્ડ અને બાર કોડિંગ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતી આ લાયબ્રેરીમાં લગભગ 45 હજાર જેટલાં પુસ્તકો અત્યંત વ્યવસ્થિત સચવાયેલાં છે. આંખ ઠરે એવું દૃશ્ય અહીં એ જોવા મળે છે કે, 45 હજારમાંથી એકપણ પુસ્તક તાળાબંઘ્ કબાટમાં નથી, બધાં જ રેકમાં છે. અભ્યાસ ઉપરાંત અહીંયા ગુજરાતીના શ્રેષ્ઠતમ્ (ફિકશન-નોન ફિકશન) લેખકોના યાદગાર પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

વી.વી.પી. કોલેજમાં આદર્શ ભારતીય પરંપરા સાથે પાશ્ચાત્ય ટેકનોલોજીનો અને રાષ્ટ્રવાદનો ત્રિવેણી સંગમ રહ્યો છે. પ્રવીણકાકા મણિયાર આજે લગભગ 77ની ઉંમરે SMS વાંચે છે,  SMS કરી પણ શકે છે. એમને દુહા-છંદની પણ સમજ છે અને વિશ્વસાહિત્યનું પણ જ્ઞાન છે. એમણે પાછલી ત્રણ-ચાર પેઢી પણ ભાળી છે અને આજની પેઢીને પણ તેઓ સમજી શકે છે.





સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ આજકાલ નફાના ઉદેશ્યથી જ ચાલતી હોય છે. પરંતુ વી.વી.પી.નો મુખ્ય હેતૂ વ્યવસાયી તાલિમ આપીને તેનાં થકી રાષ્ટ્રનિર્માણ કરવાનો છે. અહીં વારંવાર ફી વધારાનું દૂષણ નથી. કોલેજને થતા નફામાંથી દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ કોન્ફિગરેશન ધરાવતું ઉત્તમ બ્રાન્ડનું લેપટોપ માત્ર દસ-બાર હજાર રૂપિયામાં અપાય છે. આવા લેપટોપની બજાર કિંમત ત્રીસ-પાંત્રીસ હજાર હોય છે પરંતુ એક સાથે સેંકડો-હજારો લેપટોપ લેતા હોવાથી કોલેજ સંચાલકો કંપની પાસેથી તળિયાનો ભાવ મેળવે છે. વીસ-બાવીસ હજારમાં કોલેજને મળતા લેપટોપમાં તેઓ કોલેજ વતી દસેક હજાર સબસિડી ચૂકવે છે. તેથી અંતે વિદ્યાર્થીને એ દસેક હજાર આસપાસ પડે છે. આજકાલ રાજકીય પક્ષો વિદ્યાર્થીને લેપટોપ આપવાના ચૂંટણીવચનો આપી રહ્યાં છે, પરંતુ વી.વી.પી.માં તો આ શિરસ્તો બહુ અગાઉથી જ શરૂ થઇ ગયો છે, ઢંઢેરો પીટ્યા વગર, મતની અપેક્ષા વિના.

લેપટોપ જો વિદ્યાર્થીઓને ન અપાય તો કોઇ એમને પૂછવા નથી આવવાનું, છતાં તેઓ બહુ પ્રેમપૂર્વક દર વર્ષે નવા વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ સબસિડાઇઝડ ભાવથી કરે છે. કોલેજ સંચાલકોની પ્રતિબદ્ધતાનો આ સૌથી મોટો પુરાવો છે. અહીં બધું શ્રેષ્ઠતમ્ છે. વિશાળ-લીલુંચ્છમ કેમ્પસ છે, આંતરરાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મેળવી ચૂકેલું ઇકો-ફ્રેન્ડલી કોલેજ બિલ્ડીંગ છે-જે અનેક દૃષ્ટિએ નમૂનેદાર છે. જો કે, આ લેખનું મુખ્ય પ્રયોજન છે, વી.વી.પી. ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ નિર્મિત થયેલા શ્રી ઝવેરચંદ મેઘાણી કલાભવન અંગે વાત કરવાનું. અગાઉ આપણે વાત થઇ તેમ ટ્રસ્ટના ચેરમેન પ્રવીણકાકા મણિયાર અવ્વલ દરજ્જાના કલાપારખું છે. એટલે જ એમણે કોલેજ કેમ્પસમાં આ અદ્ભુત કલાભવન સર્જયું છે. કલા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુરાવો એ પણ ગણાય કે, આ ઓડિટોરિયમને તેમણે મેઘાણીનું નામ આપ્યું છે! સંઘ સાથે સંકળાયેલા બીજા કોઇ કોલેજ સંચાલક હોય તો તેને તેઓ સંઘના અગ્રણીનું નામ આપવાની લાલચ જતી ન કરી શક્યા હોય!




  
મેઘાણી ઓડિટોરિયમ અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. સૌરાષ્ટ્રનું એ આજ સુધીમાં બનેલું સર્વશ્રેષ્ઠ ઓડિટોરિયમ છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે, એની ક્ષમતા તો 1500ની છે પણ ફંકશન જો નાનું હોય તો અડધું ઓડિટોરિયમ ઢાંકી દેવા માટેનું ફોલ્ડિંગ-ઓટોમેટિક પાર્ટિશન પણ તેમાં છે! આ સવલતના કારણે સુવ્યવસ્થા જાળવવામાં આસાની રહે છે અને એરકન્ડિશનરના બિલનો ખર્ચ પણ ખાસ્સો ઘટાડી શકાય છે. આ ઓડિટોરિયમ વિશેની વિગતો જાળવા જેવી છે. આપણે એનાં પર દૃષ્ટિપાત કરીએ તે પહેલા જાણી લો કે, અહીં મુકાયેલી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પૂર્ણ કદની છે, તે નક્કર કાંસામાંથી બનેલી છે અને તેની પાછળ બારેક લાખનો ખર્ચ થયો છે. મેઘાણીની આવી અદ્ભુત પ્રતિમા વિશ્વમાં અન્ય ક્યાંય નથી.

=================


રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી કલાભવન તથા વી.વી.પી. ઓડીટોરીયમની થોડી વિગતો:
 (1) બેઠક વ્યવસ્થાઃ
આશરે 1પ00 બેઠકોની એક જ ફલોર ઉપરની સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ બેઠક વ્યવસ્થા જે SMPTI-U.S.A. (સોસાયટી ફોર મોશન પિક્ચર અને ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ અમેરિકા)ના સ્થાપિત સ્પષ્ટ દ્રશ્ય-શ્રાવ્યના નિયમાનુસાર ગોઠવેલ છે. ખુરશીઓમાં લેખન અગર લેપટોપના સ્ટેન્ડ માટે ફોલ્ડીંગ ફલેપ બોર્ડ તથા તમામ પુશબેક ખુરશીઓ.

(2) રંગમંચ (સ્ટેજ):
100'x30'=3,000 ચો. ફુટનું સ્ટેઇજ, શાત્રીય સંગીત નૃત્ય નાટીકા - (ઓપેરા)ના પ્રદર્શનની સુવિધાઓ વર્ટીકલ કર્ટેઇન, ફલીકરીંગ લાઇટ, નીઓ નિયોન અને લાઇટ એન્જિનથી ઉપજતા મનોરમ્ય રેખાંકનો વિષય વસ્તુની થીમ પ્રમાણે દરેક સાંસ્કૃતિક કાર્યો માટે, સામાજિક કાર્યો, આધ્યત્મિક પ્રવચન માટે (32 ડી.બી.) અવાજ પ્રસારણની સુયોજિત વ્યવસ્થા જે નિરવતા પ્રદાન કરે છે.

(3) વાતાનુકુલનઃ
1પ000 ચો. ફુટના વિશાળ ક્ષેત્ર વિસ્તારમાં પ્રદુષણરહિત જેમાં રીર્ટન હવા ખેંચવા ડકટીંગ કે કોપર પાઇપીંગ-પરંપરાગત પદ્ધતિ પ્રમાણે જરૂરી નથી. આધુનિક સંશોધનમાં રણ પ્રદેશોમાં આ પદ્ધતિ ખુબ જ સફળ છે.


(4) લાઇટીંગઃ
જનરલ ઇલેકટ્રીકની લેઝર લાઇટીંગ સાથેનું e-technology દ્વારા સંપૂર્ણ પ્રકાશ નિયોજન. તાકીદની પરિસ્થિતિ માટે ડી.જી. સેટ.

(પ) સાઉન્ડ સીસ્ટમઃ
ડયુઅલ ચેન્જ ઓવર સીસ્ટમ-પ્લાસ્ટીક ક્રીન, વિડીયો કન્ફરનસીંગ, DLP સેટેલાઇટ ટ્રાન્સમીશન, એન્ડલેસ ફ્રીકવન્સી રીસ્પોન્સ.

(6) એકોસ્ટીક્સઃ
આ વિજ્ઞાનનો સૈદ્ધાંતિક ઉપયોગ જેમાં-મૂળભૂત અવાજના તરંગોનો ક્ષય થવાનો સમય-આદર્શ રીતે 1.2 સેકન્ડ, દરેક લેવલે-ખુરશીમાં SPL એટલે કે, સાઉન્ડ પ્રેસર લેવલ સમાન રહે, અવાજની તીવ્રતા એક સરખી જળવાય અને ઘોîઘાટ બીલકુલ સંભળાય નહિ તેવું આયોજન.

(7) અગ્નિ પ્રતિરોધકઃ

ISI સ્ટાન્ડર્ડ મુજબ.
સ્મોક ડીટેક્ટર્સ-સિલિંગમાં.
ફાયર એલાર્મ સીસ્ટમ-પાણીનો અનામત જથ્થો વગેરે.
વીજળી પ્રતિરોધક લાઇટનીંગ એરેસ્ટર.
વિશિષ્ટતા: 


- ભારતમાં સર્વ પ્રથમ બેઠક ક્ષમતા અન્ય પરિણામોને યથાવત જાળવીને વધ-ઘટ કરવા માટે એક્રોસ્ટીક પાર્ટીશન જે સભાગૃહને બે વિભાગમાં જુદા પાડી શકે છે.
- આધુનિક વિજ્ઞાન અને શક્ય સ્વદેશી સ્થાપથ્ય શૈલીનો સમન્વય સાધીને આ આયોજન. કુદરતી પ્રકોપનો સામનો કરી શકે તેવી માળખાકીય રચના જેમાં ભૂકંપ પ્રતિરોધકતા તેમજ ચક્રવાત સમાવિષ્ટ છે.
- ઇજનેરી વિદ્યા શાખાના તથા તમામ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે, દ્રશ્ય-શ્રાવ્ય પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમૂહમાં શિક્ષણ આપવાની ઉત્કૃષ્ટ શૈક્ષણિક ઉપલબ્ધતા.