ઓર્ગેનિક પ્રોડક્ટ્સ : બમણા દામ
આપીને પણ ગ્રાહક તો બિચ્ચારો જ રહે છે...
ઓર્ગેનિક .. ઓર્ગેનિક ... બહુ ચાલ્યું છે. પરંતુ આ ઓર્ગેનિકવાળાઓ
એક નંબરના શઠ અને લબાડ હોય છે. એ લોકો આપણને લાકડા જેવા ભાવે પ્રોડક્ટ વેંચે છે અને
એવું દર્શાવે છે જાણે આપણી પર કંઈ ઉપકાર કરી રહ્યા હોય! બે-ચાર વર્ષ પહેલા મેં અહીં
રાજકોટમાં અનિરુધ્ધ નામના ભાઈ પાસેથી ત્રણ ઓર્ગેનિક બંસી ઘઉં મંગાવ્યા. એક ગૂણીના
૨૭૦૦ લેખે. ત્યારે ઉત્તમોત્તમ સોનેરી ટુકડાનો ભાવ ૧૩૦૦ રૂપિયા હતો. એ ભાઈનો ફોન
આવ્યો કે, "માલ કાલે તૈયાર થઇ જશે"
બીજા દિવસે ભાઈનો ફોન આવ્યો કે, "માલ લઇ જાઓ!"
મેં કહ્યું: "મોકલી આપો, હું મજુરી વગેરે ચૂકવી આપીશ..."
એમનો જવાબ: "અરે યાર... મારે રીક્ષા ગોતવા જવું પડશે..."
બહુ રકઝકના અંતે ભાઈ માન્યા. અર્ધો કલાક પછી મારા ઘેર એમની રીક્ષા આવી.
મને કહે: "માલ ઉતારી લો!"
પચાસ-પચાસ કિલોના છ કોથળા ખભે નાખીને ઘરમાં લઉં તો મારે બીજા દિવસે હાડ
વૈદ્ય પાસે જવું પડે. મેં કહ્યું કે, "મજુર પાસે લેવડાવી લો"
તો ભાઈએ કહ્યું:"એ તો તમારે જ લેવા પડશે, મજુર લાવ્યો જ નથી!"
મેં ના કહી તો ભાઈ કહે: "ઓર્ગેનિક ખાવું હોય તો એટલું તો કરવું જ
પડે!"
એ ભાઈ મને ડબલ કરતા વધુ ભાવે ઘઉં વેંચી રહ્યા હતા અને એવી વાતો કરી રહ્યા
હતા જાણે મને મફતમાં અનાજ વિતરણ કરી રહ્યા હોય. છેવટે મેં કહ્યું કે, "તમારે જાતે
ઉપાડી મુકવા હોય તો મુકો. હું નહિ ઉપાડું. ના પોસાતું હોય તો ઘઉં પાછા લઇ જાઓ"
અંતે એ ભાઈએ કોથળા ઉપાડ્યા.
ઓર્ગેનિક પ્રોડક્ટના નામે તગડા ભાવ વસુલાય છે. ઓ.કે. એ ચુકવવામાં પણ વાંધો
નથી. કમ સે કમ સર્વિસ તો સારી આપો. પેકેજિંગ સારું કરો, વસ્તુ સાફ આપો. બે દિવસ પહેલા
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલા "વનગંગા" નામના ઓર્ગેનિક સ્ટોરમાં જવાનું
બન્યું. હેમોગ્લોબિન વધારતા હાથલા થોરના સરબત (જેમાં મોટો ભાગ તો પાણી અને ખાંડનો હોય
છે!) ની ૫૦૦ એમ.એલ. ની બોટલનો ભાવ હતો ૧૮૦=૦૦ રૂપિયા. આ બોટલમાંથી માંડ પંદર-વીસ ગ્લાસ
સરબત થઇ શકે. હાથલા થોર આપણે ત્યાં ઠેર-ઠેર ઉગી નીકળે છે. એને કાપવાનું મુશ્કેલ હોય
છે, ઉગાડવાનું નહિ. આ બોટલની પ્રોડક્શન કોસ્ટ પચ્ચીસ-ત્રીસથી વધારે ના હોય. નૈસર્ગિક
ખાતરના નામે કસદાર માટી તેઓ ત્રીસની કિલો વેચતા હતા. બધી પ્રોડક્ટના ભાવ બજાર કરતા
ક્યાંય ઊંચા. ફરી એક વખત કહું છું: "ઊંચા ભાવ આપવા સામે વાંધો નથી, વાંધો કંગાળ
સર્વિસ સામે છે"
મેં "વનગંગા"માંથી ઘણી વસ્તુ લીધી. પણ જ્યારે એ લઇ જવા બેગ
માંગી તો ત્યાં હાજર બહેન કહે: "અમે બેગ નથી રાખતા!"
મેં કહ્યું "કેમ? મારે આ સામાન લઇ જવો કેવી રીતે?"
બહેન ઉવાચ: "પર્યાવરણને નુકસાન થાય છે પ્લાસ્ટિક બેગથી... એટલે!"
મેં કહ્યું: "બહેન, કપડાના મટીરિયલમાંથી સરસ બેગ બને છે, પાંચ રૂપિયામાં
તૈયાર થાય છે. તમે જ્યારે પ્રીમિયમ ભાવે બધી પ્રોડક્ટ વેંચો છો, લોકો એકસાથે બસ્સો-પાંચસો-હજાર-બે
હજારની વસ્તુ લે છે ત્યારે તમારી એટલી તો ફરજ છે ને કે તમારે એક સારી ઇકો-ફ્રેન્ડલી
બેગ તેમને આપવી!"
બહેન એકદમ ખંધુ હસ્યા અને કહ્યું: "અમે તો નથી આપતા! હા વેચાતી લેવી
હોય તો આ લટકે છે એ બેગ દસ રૂપિયાની એક આપીએ છીએ..."
બહેને મને જે બેગ દેખાડી તેમાં સાબુની બે ગોટી પણ માંડ આવે તેમ હતું.
મેં ઘણી સલાહો આપી.... જવાબમાં તેઓ સતત ઈન્કારના મોડમાં અને મુડમાં હતા. તેમને મને
એક સજેશન બોક્સ દેખાડ્યું અને કહ્યું કે મારે એમાં સુઝાવો લખી ને નાંખી દેવા. સવાલ
એ છે કે, બહેન સામે ઉભા હોવા છતાં મારી વાત સાંભળવા તૈયાર નહોતા તો સજેશન બોક્સ શું
ખોલવાના હતા!
ઓર્ગેનિક પ્રોડક્ટ વેંચતા લોકોના મને આવા અનેક અનુભવો છે. રાજકોટના નીતુબહેન
અહીં "સત્યમ" નામનો ઓર્ગેનિક સ્ટોર ચલાવે છે.... એ એક જ અપવાદ મને લાગ્યો
છે હજુ સુધી. મેં જ્યારે-જ્યારે એમની પાસેથી કોઈ પ્રોડક્ટ મંગાવી, એમને ઘેરબેઠા પહોંચાડી
છે. બાકી, મોટા ભાગના લોકો એવું માને છે કે, ઓર્ગેનિક પ્રોડક્ટ વેંચતા હોઈએ એટલે સર્વિસ
કે સુવિધાઓ આપવાની જરૂર જ નથી. ગાયનું દૂધ અને ઘી વેંચતા લોકોથી શરુ કરી બંસી ઘઉં વેંચતા
લોકો એક પ્રકારના તોરમાં જોવા મળે છે, એમને હમેશા એક "કિક" રહેતી હોય છે.
એમના આવા વલણના કારણે જ આવી પ્રોડક્ટનો વપરાશ ઓછો છે, તેનો પ્રચાર-પ્રસાર નહીવત છે.
કીન્નરભાઈ, સામાન્ય વસ્તુ વેચતી દુકાનો સામે ઓર્ગેનિક વેચતી દુકાન એટલે જ 'તોર'
ReplyDeleteભારત કોઈ પણ બાબત માં આગળ નથી આવતું એની પાછળ આવી માનસિકતા જ જવાબદાર છે.
આજે હોન્ડા નું પ્લેઝર લેવા ગયો. બીલ ને બધું બની ગયા પછી, હેલ્મેટ નું બોક્ષ આપીને કહે ચેક કરી લો..ટુલ્સ, બફ નું કાપડ વગેરે મારી સામે મૂકી દીધું.
મેં પૂછ્યું કે આ પાઉચ સેના માટે છે ? તો કહે, એમાં આ બધું મુકવાનું. સરસ. તો પછી મૂકી ને આપોને !! મોઢું બગડી ગયું, ભાઈ નું. મેં કહ્યું કે સ્કુટર ના પાર્ટ્સ આપી દીધા હોત તો હું ભેગું કરી લેત ;)
કીન્નરભાઈ
ReplyDeleteએકદમ સાચી વાત છે, થોડાં સમય પહેલા, થોડા સમય માટે 'પતંજલિ'માં મારી બપોરની ઊંઘ-આરામ સાઈડમાં મૂકીને એ સમય 'સેવા'માં ફાળવવો એવું નક્કી કર્યું હતું પરંતુ તમે જેમ કહ્યું એમ જ ગ્રાહક સાથે વ્યવહાર જોઈને બંધ કરી દીધું.
હમણાં એ લોકોએ એક-બે વાત માટે મને પૂછ્યું ત્યારે મેં એમને લાંબુ-ચૌડું ભાષણ ઠપકારી દીધું કે તમે લોકો કમર્શિયલ બનો.... આ રીતે લોકો પર ઉપકાર કરવાનું બંધ કરો તો એ સૌથી મોટી સેવા ગણાશે
AA LOKONU SLOGAN.............
ReplyDelete''chetao----garhak---cetrao''
AAO----LELO---BHAGO
ReplyDeleteAA LOKONU SLOGAN.............
ReplyDelete''chetao----garhak---cetrao''
કિન્નરજી.... કા તો તમે વનગંગા કેન્દ્ર માં રૂબરૂ નથી ગયા અથવા તમે કોઈ ની વ્યથા ને સમજ્યા વિચાર્યા વગર છાપી નાખી છે..... એક વખત તમે રૂબરૂ જાવ.... થોડો રૂબરૂ અનુભવ લો પછી લખો.....
ReplyDeleteએક કામ કરો moll culture માંથી બહાર આવી ને એક વાર હિમાંશુભાઈ ને મળીને જુવો એ કેવો વ્યક્તિ છે. પછી કોઈ નિર્ણય પર આવો. તેને ફોન કરી લો... સાચી વાત જાણ્યા વગર લખી નાખવાથી તમારી જ પ્રતિષ્ઠા ખરાબ થાય છે. 9825900012
@vimal pankhania,
ReplyDeleteભાઈ, તમને કોણે કહ્યું કે, હું ત્યાં ગયો નથી? અનેક વખત ગયો છું, દર વખતે આવો જ અનુભવ થયો છે. અને તમે કઈ વ્યથાની વાત કરો છો? બધા તગડું કમાય છે અને દેખાડો એવો કરે છે જાણે મોટી સેવા કરતા હોય. ભાઈ, તમને દુકાનદારની વ્યથાની કદર છે, ગ્રાહકોની વ્યથાની નથી?
@vimal pankhania,
ReplyDelete.... અને મોલ કલ્ચરમાં ડૂબેલો હોત તો ત્યાં ક્યારેય ગયો જ ના હોત.
મોટા ભાગની વસ્તુઓ ઓર્ગેનિક જ વાપરું છું. ગાયનું ઘી, ગાયનું દૂધ, પતંજલિની દાંત કાંતિ પેસ્ટ, લીમડાનો અને પંચ ગવ્યનો સાબુ, બંસી ઘઉં, ઓર્ગેનિક કઠોળ અને બીજી અનેક પ્રોડક્ટ. આ બધી વસ્તુઓ વાપરવામાં અને લાવવામાં એક ગ્રાહક તરીકે મને પડતી મુશ્કેલીઓ હું મારા બ્લોગમાં નહિ તો શું છાપામાં જાહેરાત આપી ને વર્ણવું?
recently i read in times that organic products r hardly 1 percent better than common products.
ReplyDelete