અબ્દુલ કલામ આપણાં અણુ બોમ્બના
પિતામહ પણ નથી અને તેઓ
રાષ્ટ્રપતિ તરીકે પણ સાવ કંગાળ હતા!
ભારતીય અણુબોમ્બના જનક અબ્દુલ કલામ નથી! કલામ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે, અણુવિજ્ઞાની નહીં. અને ૧૯૯૯ના અણુ પરિક્ષણનું શ્રેય વૈજ્ઞાનિક ચિદમ્બરમને મળવું જોઇએ !
થયું એવું કે ૧૯૯૯માં વાજપેયીના સત્તાકાળ દરમિયાન અણુ પરિક્ષણ કર્યા પછી ભાજપે તેનો યશ લેવાનું શરૂ કર્યુ ત્યારે મુલાયમે કહ્યું કે, ‘ભાજપ ખોટો યશ લે છે, અણુબોમ્બ માટે કલામને ક્રેડિટ મળવી જોઇએ.’
નજરે જોયેલી હકીકત છે: રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા તે સમયના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ આવવાના હતા. જ્યાં કાર્યક્રમ હતો એ સંસ્થા બાળકોને લગતી પ્રવૃત્તિ કરે છે। કલામ સાહેબ આવવાના હતા તેના બે મહિના પહેલા જ તૈયારીઓ શરુ થઇ ગઈ હતી. કાર્યક્રમ હતો બાળકો સાથેની પ્રશ્નોત્તરીનો. બે મહિના પહેલા જ રાષ્ટ્રપતિ ભવને સંસ્થા પાસેથી બધા પ્રશ્નો મંગાવી લીધા. કલામ સાહેબને પસંદ ના હોય એવા પ્રશ્નો પર ચોકડી મારી અને જણાવી દેવાયું કે ક્યાં પ્રશ્નો પુછવા અને ક્યાં નહિ. સંસ્થાએ પછી એ પ્રશ્નોનું સિલેક્ટેડ બાળકો પાસર રિહર્સલ કરાવ્યું. અને રંગેચંગે આખો કાર્યક્રમ પત્યો. બાળકો સાથેના આ કહેવાતા સંવાદમાં ક્યાંય સંવાદ પણ નહોતો અને બાળકો પ્રત્યેનો પ્રેમ પણ નહોતો. બસ... આ જ કર્યું છે કલામ સાહેબે - જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા. એમના કાર્યકાળમાં એમણે ક્યારેય, કોઈ બાબતે એવું સ્ટેન્ડ નથી લીધું કે, જેનાથી એમના પદની કે એમની ગરિમા વધે. સરવાળે તેઓ તળિયા વગરના અને અત્યંત સામાન્ય કક્ષાના રાષ્ટ્રપતિ જ પુરવાર થયા હતા. આ વખતની રાષ્ટ્રપતિપદના ઈલેક્શનનું ભૂત ફરી ધૂની રહ્યું છે અને એમાં કલામ પણ રેસમાં છે ત્યારે એ જાની લેવાની જરૂર છે કે, તેઓ અગાઉ પણ ખોટા સિક્કા સાબિત થઇ ચુક્યા છે. મૂળ તો એમની ફરતે રચાયેલી આભા જ કૃત્રિમ છે અને તેમના વિષે એટલા બધા ભરમ ફેલાયેલા છે કે, પ્રજાને એમના તરફથી કૈંક વધુ પડતી અપેક્ષા જ જાગે છે. થોડા સમય પહેલા જાણીતા અંગ્રેજી સામાયિક "ધ વીક"એ કલામ વિશેના ઘણા ભ્રમ ભાંગ્યા હતા. અહીંયા જે માહિતી છે તે એમાં જ પ્રકાશિત થઇ ચુકી છે. રાજકારણના અને લઘુમતીવાદના નામે આ દેશમાં કંઇપણ થઇ શકે છે. કોઇ ઝીરો બની જાય છે તો કોઇ હિરો. આપણાં વૈજ્ઞાનિક (અને પછીથી રાષ્ટ્રપતિ બનેલા) એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ લઇ લો. છેલ્લા દસ વર્ષથી એમને ભારતમાં ‘ન્યુકિલયર મેન’ અથવા તો પરમાણુ બોમ્બના જનક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સત્ય એ છે કે ભારતીય પરમાણૂ બોમ્બના જનક તરીકે જેમને યશ મળવો જોઇએ એમને મળ્યો નથી!
વાત વિગતે જાણવી પડશે; વાસ્તવિકતા એ છે કે અબ્દુલ કલામ પાસે એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે અને તેમની સમગ્ર કારકીર્દિ દરમિયાન તેઓ રોકેટ એન્ડ મિસાઇલ સાયન્ટિસ્ટ રહ્યાં છે. એમણે કોઇ જ બોમ્બ બનાવ્યો નથી. એમણે માત્ર મિસાઇલ અને રોકેટ લોન્ચર બનાવ્યાં છે, જેનું કામ અણુબોમ્બના વાહનનું હોય છે. તો પછી અબ્દુલ કલામને અણુબોમ્બના જનક તરીકે ખપાવવાનું શા માટે શરૂ થયું, ક્યારથી અને કોણે શરૂ કર્યુ?
મોટાભાગનાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો છે કે, રાજા રામન્ના જ ભારતનાં અણુ કાર્યક્રમના પિતામહ છે. |
વાત બહુ સ્પષ્ટ છેઃ જે લોકો એકિટવા ચલાવતા હોય તેને કાઇનેટીક હોન્ડા તો આવડે પણ ટ્રેકટર ચલાવવાનું એ સાવ અલગ જ બાબત છે. હજુ સુધી ભારતમાં બે જ વૈજ્ઞાનિક એવા થયા છે જે એકિટવા અને ટ્રેકટર બંને સાથે ચલાવી શકતા હતા! અર્થાત્ તેઓ અણુવિજ્ઞાન અને સ્પેસ ડિપાર્ટમેન્ટ એમ બેઉ મોરચે સક્રિય હતા. એક હતા વિક્રમ સારાભાઇ અને બીજા રાજા રામન્ના. આમાંથી રામન્ના તો એટોમિક એનર્જી કમિશન અને ડી.આર.ડી.ઓ. એ બેઉના અધ્યક્ષ હતા. ૧૯૭૪માં આપણે કરેલા અણુ પરિક્ષણ પાછળ પણ મુખ્ય દિમાગ રામન્નાનું હતું. સામાન્ય પ્રજા માટે રોકેટ સાયન્સ અને બોમ્બ વગેરે બધું એક જ છે. એમને ખ્યાલ નથી હોતો કે આ બધી બાબતો એકમેકથી તદ્દન ભિન્ન છે. મોટાભાગનાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો છે કે રામન્ના જ ભારતનાં અણુ કાર્યક્રમના પિતામહ છે. ૧૯૭૪ના પરિક્ષણનો મોટાભાગનો યશ રામન્નાને જાય છે. જ્યારે એ પ્રોજેક્ટના સેકન્ડ લીડ રોલમાં આર. ચિદમ્બરમ્ હતા. ચિદમ્બરમે ૭૪નાં પરિક્ષણમાં ફિઝીક્સ વિભાગ સંભાળ્યો હતો.
હવે, વાત આવે છે ૧૯૯૯નાં અણુ પરિક્ષણની. આ પરિક્ષણ માટે ક્રેડિટ આપવામાં આવે છે કલામને. પરંતુ તથ્ય એ છે કે એ બોમ્બ એટોમિક એનર્જી કમિશનના તત્કાલિન અધ્યક્ષ ચિદમ્બરમે ડેવલપ કર્યો હતો અને તેમને સાથ મળ્યો હતો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના અનિલ કાકોડકરનો.
ઘણાં લોકોને પ્રશ્ન થશે કે તો પછી કલામની ભૂમિકા શી હતી? વેલ, જે બોમ્બ ચિદમ્બરમે અને કાકોડકરએ વિકસાવ્યો હતો તેના પરિક્ષણ માટે રચાયેલી સમિતિમાં કલામ એક સભ્ય હતાં! અને ચિદમ્બરમ્કાકોડકરએ વિકસાવેલો બોમ્બ પછી કલામે ડેવલપ કરેલા મિસાઇલમાં ફીટ થવાનો હતો. કલામએ પોતે ક્યારેય એવો દાવો કર્યો નથી કે તેઓ ભારતીય અણુબોમ્બના જનક છે. પણ એ વાત વહેતી મુકનાર છેઃ મુલાયમ સિંહ યાદવ. થયું એવું કે ૧૯૯૯માં વાજપેયીના સત્તાકાળ દરમિયાન અણુ પરિક્ષણ કર્યા પછી ભાજપે તેનો યશ લેવાનું શરૂ કર્યુ ત્યારે મુલાયમે કહ્યું કે ‘ભાજપ ખોટો યશ લે છે, અણુબોમ્બ માટે કલામને ક્રેડિટ મળવી જોઇએ.’
તથ્ય એ છે કે, 1999નો બોમ્બ એટોમિક એનર્જી કમિશનના તત્કાલિન અધ્યક્ષ ચિદમ્બરમે ડેવલપ કર્યો હતો |
* "અકિલા'માં પ્રકાશિત
વાહ કિન્નરભાઈ/
ReplyDelete1)
ReplyDeleteકલામએ પોતે ક્યારેય એવો દાવો કર્યો નથી કે તેઓ ભારતીય અણુબોમ્બના જનક છે.
To pachi tamne problem mulayam singh yadav sathe hovo joie.
2)
Bija bada president ni sarkhamni ma kalam nu leval kaik vadhare che. Ex. pratibha patil sauthi vadhu kharchal videsh yatra karshe pan desh na bhavishya mate kalam ni mafak balko ne inspire nahi kari shake.
3)
Emne rashtrapati tarike karelu shreshth kaam soniya gandhi nu PM banvanu atkavyu te che.
Gujarat ma vikas no muddo Narendra modi ne aapvama pan emno falo che.
Thodu research karine lakhvanu rakho.
Journalism takat vali vastu che.
He had no choice other than stopping sonia gandhi. Get ur facts right. You should refer swami's site for that.
DeleteTruly informative !! Thanks for the contribution to society. Keep writing...
ReplyDeleteKinnar bhai, Satya vachan. Aa vastu biji ghani babto ma pan bani che. Prakash padsho to gamshe._Dr.Bharat Vaidya
ReplyDelete@Taksh....
ReplyDeleteસોનિયા ગાંધીને વડા પ્રધાન બનતા રોકવાનો સંપૂર્ણ શ્રેય સુબ્રમણ્યમ સ્વામીને જાય છે. તેમણે કેટલાક એવા બંધારણીય મુદ્દા ઉપસ્થિત કાર્ય હતા કે, એ પછી સોનિયા ક્યારેય ખુરસી પર બેસી શકે એમ નહોતા. આમ પણ કલામને રાષ્ટ્રપતિ બનાવવામાં મુલાયમ ઉપરાંત એન.ડી.એ.નો મોટો ફાળો હતો. એમનો એન.ડી.એ. તરફનો ઝોક જાણીતો છે. બાળકો સાથેના ફિક્સિંગ કરેલા સંવાદોથી કોઈ બાળકોનું કલ્યાણ થતું હોય એવું હું માનતો નથી. છતાં તમને તમારા અભિપ્રાયો રજુ કરવાનો પુરતો અધિકાર છે એવું સ્વીકારું છું.
from wikipedia:
ReplyDeleteCriticisms and controversies
See also: Pokhran-II
The controversy that surrounds Kalam's role as a nuclear scientist, is the lack of reliable and factual reporting of the yield of Pokhran-II tests. The director of the site test, K. Santhanam, publicly admitted that the thermonuclear bomb was a "fizzle" test, criticising Kalam for issuing the wrong report. However, Kalam dismissed the claims, and R. Chidambaram, a key associated with Pokhran-II, had also described these claims as incorrect.[45] In spite of his leading role in the development of Indian nuclear programme, Kalam has received criticism from many of his peers who claimed that Kalam had "no authority" over nuclear science.[46] Homi Sethna, a chemical engineer criticised Kalam claiming that Kalam had no background in publishing articles in nuclear science, even in nuclear physics. Sethna maintained that Kalam received his doctorate in aerospace engineering which is a completely different discipline from nuclear engineering, and what various universities awarded him for his achievements had nothing to do with nuclear physics. Sethna, in his last interview, maintained that in the 1950s, Kalam had failed advanced physics courses during his college life, and quoted "What does he know (about [nuclear] physics)....?", on national television. Homi Sethna also accused Kalam of using his presidency to gain a national stature of nuclear scientist.[47] Others felt that Kalam had never worked in any of the Indian nuclear power plants and had no role in developing the nuclear weapon which was completed under Raja Ramanna.[48] Kalam worked as an aerospace engineer in a SLV project in the 1970s and from the 1980s onwards as a project director before he was shifted to Defence Research and Development Organisation, Sethna concluded. The prestigious Indian Institute of Science Bangalore rejected Kalam's application as they felt that he lacked scientific credentials.[47]
In 2008, Indian media questioned his claims about his personal contributions to missile inventions while working in a classified missile programme.[47] Kalam had taken credit of inventing the Agni, Prithvi, and Aakash missile system.[47] All of these were developed, researched and designed by other scientists whereas Kalam was involved in getting the funds and other logistic tasks.[47] As a director of DRDO, a lot of credit had gone to Kalam. R. N. Agarwal, former director, Advanced System Laboratory and former Program Director of Agni missile was considered to be the real architect behind the successful design of Agni Missile.[47] In his own biography, Kalam credited the development of "Agni" to Dr Ram Narayan Agarwal, an alumnus of MIT. For the Prithvi missile project, he named Col VJ Sundaram as the brain behind this project and for the Trishul missile, he gave credit to Cmdr SR Mohan.[49] In 2006, senior media correspondent Praful Bidwai, in the The Daily Star, wrote that two aerospace projects, Project Valiant and Project Devil, which were authorised by former Premier Indira Gandhi under the directorship of Abdul Kalam, resulted in "total failure". In the 1980s, these projects were ultimately cancelled by the government under pressure by the Indian Army.[50]
Kalam was also criticised by civil groups over his stand on the Koodankulam Nuclear Power Plant, where he supported setting up of the nuclear power plant and never spoke with the local people.[51]
અમે બધા કલામ સર ને મિસાઈલ મેન તરીકે જાણીએ છીએ ,, પણ પ્રેસિડેન્ટ તરીકે તેમણે શી ધાડ મારી એ વિષે તમારા આર્તીકલે વિચારતા કરી નાખ્યા
ReplyDeleteI think we should take a look at this video.
ReplyDeletehttp://www.youtube.com/watch?v=r9UCiKw9npo
Vadhu research mate
ReplyDeletehttp://www.abdulkalam.com/kalam/
debate mate aapno attitude ghano positive che.
ReplyDeleteDhanyawad.
waah kinnerbhai, ghanu janava malyu
ReplyDeletehttp://www.gujaratsamachar.com/20120624/purti/ravipurti/hotline.html
ReplyDeletekinnerbhai tame mane ek sacha film critic lago cho tethi tame filmo par niyamit lakhavanu sharu karo karnke ajana janita critic pankaj kapoor ni kavita saman 'MAUSAM' ne faltu kahi mand 2 star apeche ane ra.one,housefull ne 3- 4 star apeche ane koik to rascle ne pan 3-4 star apeche ane vali ra.one ne 'superb entertainer' kahe che .a badhi filmo karta mausam ma shahid no abhinay vadhu kimati che.ajana samay ma loko imarankhan ne actor gane che tatha salmankhan pan film fare ane bija badha award ma best actor mate nominet thay che jyare ava award ma shahid nominet pan thato nathi ane mausam to ava award ma door sudhi dekhati pan nathi te tethi apna jeva critic ni atyare jarur che to tame jaldi thi filmo par lakhvanu sharu karo.
ReplyDeleteકિન્નર ભાઈ આપે લખેલું જો સાચું હોય તો પાકિસ્તાન ના વિજ્ઞાનિક અબ્દુલ કાદર ખાન ના આક્ષેપો ને આપણે સાચા ગણવા ???
ReplyDelete