Friday, November 25, 2011

રમેશ પારેખની સૌથી લાંબી મુલાકાત!:

કહેવાય છે કે કવિ પરકાયા 
પ્રવેશ કરતો હોય છે....



તું ઇટ્ટાકિટ્ટા છોડ 

 અરે,આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયું બનાવી શકાય છે ?
એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક ન યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં
હું કોઇ નક્કી નહીં હોઉં.
તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ
ક્યારેક રીસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી ય દઉંહાં
પણ અંતે તો સોનલ,તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.
નિકટતાનો કોઇ સવાલ જ ક્યાં રહે છે ?
બસ આપણે તો અરસપરસ છીએ
તારા સ્તનનો ગૌર વળાંક હું છું,તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.
તારી સકળ સુંદરતા બની તને ભેટી જ પડ્યો છું -
તારું સકળ સોનલપણું જ હું છુંલેઅને તારે મારો ઇનકાર કરવો છે ?એ પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?
તને હું બહું કનડું છુંકેમ ?શું કરું ?પ્રેમ સિવાય મારા માટે બધ્ધું જ દુષ્કર છે -
તું જ કહે,તને ન ચાહું તો હું શું કરું ?
આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?એક શરીરની બે આંખ છીએ ?મને તો ખબર જ પડતી નથી.
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.
આ તું અને હું ના ટંટા પણ શા માટે ?અરે… રે
તું સાવ બુદ્ધુ જ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ જુદાઇ’ ન કહેવાય.
ચાલઇટ્ટાકિટ્ટા છોડ,અને કહી દે કેહું હારી
=========================

તમે મારામાં આરપાર રહેતાં 

કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
ફૂટી ગયેલી આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ
ડાળમાંથી પાન જેમ ઊગી નીકળે છે
એમ આપણને ઊગ્યો સંબંધ
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
આખ્ખા યે પૂરને હું બે કાંઠે ઘૂઘવતી
ઘુમ્મરીની જેમ રે વલોવું
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંય મારું હોવું
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
========================


 રોજ એવું થાએવું થાય કે- 
રોજ એવું થાયએવું થાય કે
આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું
પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી
કોઇક કંપિતા તણા
લજજાળુ ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્રંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું
કેડી થઇ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉ
રોમેરોમથી આતુર આળોટી પડું
આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઇ ઓચિંતી ઊડેલી દેવચકલી-શો હવામાં ફરફરું...
ફરફરું... બસ ફરફરું
ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઊગે તો ય
માર નીડમાં
ક્યારે ય ના પાછો ફરું
=======================

મનજી ઓઘડદાસ 
મનજી ઓઘડદાસ રહેવાસી ગોધરા ઉંમર સાઠ (કે ઓગણસાઠ) ને ઘંધો તરગાળાનો,
ત્યાં ઠોકેલી રાવટી આજે અહીં તો કાલે ક્યાંક ને મારગ તડકેછાંયે પગપાળાનો.
મનજીને (માદેવની) અફર માનતા છે કે ઘરવાળાંની કૂખમાં દીવો થાશે,
એટલે એણે ટેક લીધી કે અડવાણા ને અવળા પગે હાલતો કાશી જાશે.
ઘરવાળાંની કૂખને ઘણી ખમ્મા કહેવા ઉપડે અને લબડી પડે હોઠ,
કૂખદીવાને થાપવા કાજે પાથરેલા ને પાથરેલા રહી જાય ખાલી બાજોઠ.
લીલબાઝેલી આંખમાં હવડ જળ ને એમાં એક હજી ગંધાય છે ટાપુ પરવાળાનો.
કોઇ વેળા સગાળશા જેવા વેશમાં સગા દીકરાને પણ ખાંડતો સગા હાથે,
મનજી પોતે પણ ખંડાતો હોય ખંડાતો હોય ખંડાતો હોય છે સાથે સાથે.
ખેલમાં ઝાંખી પડતી કિસનલાઇટની સામે કોઇ રાતે તરવાર ખેંચેલો રાજા,
દિવસે જ્યારે મનજી વેશે હોય છે ત્યારે ગામનું નામ જ-કોઇ નથી દરવાજા.
 આમ તો પોતે સાવ ખુલ્લોફટ્ટાસ ને ગામેગામ ઉઘાડેછોગે થતો વહેવાર તાળાનો.
====================



 તારા સોરઠ દેશે કંઈ દંતકથા-શો ફરું
યાદ નથી
હું પવનપાવડી પહેરી
કોઇ ઝરૂખડે મીનલોચન ઝરતી
પ્રવાલદ્વીપની કન્યાનું મન હરવા
ભમ્મર પાંચસાત દરિયાઓ
ભમ્મર પાંચસાત પાતાળો
ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં
યાદ નથી
હું ગામધિંગાણે ખપી ગયેલા
સૂર્યવંશી કોઇ પાળિયે
સુંદરીઓની સિંદૂરભીની આંગળીઓના
કંકણવતા સ્પર્શ સોંસરી
કંકણવતા હાથ સોંસરી
લોહી સોંસરી
લોહી સોંસરી
જીવ સોંસરી
હરતીફરતી વીરગતિમાં હોઉં
છતાં
હું તારા સોરઠ દેશે કોઇ દંતકથા-શો ફરું.
મારે મારા રાજપાટમાં
પૂરપાટ એક મીરાં નામે નદી વહે છે
નદી નામના ફાટફાટ આભાસી જળને કાંઠેકાંઠે
હું જ એકલો
કાળી પોલી જરઠ સાંકડી સુક્કી હિંસક રૈયત થઇને વસે
શ્વસે આભાસી જળને
શ્વસીને શ્વસીને રૈયત રાતીમાતી
મારી ગજગજ ખાલી છાતી
રૈયત ચોરેચૌટે ભરે ડાયરા
દરદ નીતરતા દૂહા ગાય
કે વહીવંચાની વાત સાંભળે
ઘૂંટે કસુંબા
હલ્લો કરતા
બખ્તર ભાલાં તેગ કટારી હાથ પડ્યું હથિયાર લઇને
હાંકો કરતા
હયદળ પયદળ
મને ગામથી બહાર
ગામથી ગામ
દેશથી દેશવટો આપે
સદીઓની સદીઓથી આવું કોણ મને સંતાપે ?
પગલે પગલે પારિજાતની ડાળ
ડાળ પર બાવળ જેવી શૂળ ઉગે છે
અને શૂળને છેડે મારાં સૂરજવંશી કૂળ ઉગે છે
દટ્ટણપટ્ટણ ગઢની માથે ફરી વળેલી ધૂળ ઉગે છે
હથેળીઓમાં રેખા થઇને કણસ્યા કરતું
ક્યા વૃક્ષનું મૂળ ઉગે છે ?
જંગલ મારી વાત છુપાવી ચુપચાપ છે
ચુપચાપ છે જંગલ મારી વાત છુપાવી
મને અવતર્યા કરતી મારી કુંવરીઓને
દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં
મને સાંભરે દાદાજીની વાત...
દાદાજી કહેતા કે
મારા પરાક્રમી વડદાદાઓની
પવન ચાકરી કરતા
સૂરજ રજા લઇને આથમતા
એવા મારા દુર્દમ દાદાજીએ
ત્રેતાયુગની છાતીમાં
ધરબ્યાંતા સોંપટ ખીલા
એવા કોઇ ખીલાની કરચ શોધતો ટીંબેટીંબે ફરું
મનેય મારા દાદા જેવો થઇ જવાની હોંશ હતી ગઇ કાલે
મનેય મારા દાદા જેવો થઇ જવાની હોંશ હતી ગઇ કાલે

આજે સતત અવતર્યા કરતી મારી કુંવરીઓને
દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં રહ્યું
પછીં હું ગામધિંગાણે
ખપી ગયેલા સૂર્યવંશીનો હોઉં પાળિયો ક્યાંથી ?
ક્યાંથી પવનપાવડી પહેરી
કોઇ ઝરૂખડે મીનલોચન ઝરતી
પ્રવાલદ્વીપની કન્યાનું મન હરવા
ભમ્મર પાંચસાત દરિયાઓ
ભમ્મર પાંચસાત પાતાળો
ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં
પછી
આ ક્યા જનમમાં પિવાયેલા હુક્કાઓના ધુમ્રગોટ
આંખોમાં આજે ફરી વળ્યા છે ?
લૂંબઝૂંબ આ ઝળુંબતા ગુલમ્હોર જોઇને
ક્યાં જનમમાં પિવાયેલા કેફ-કસુંબા
આવે છે ઓસાણે ?
નદી નામના ફાટફાટ આભાસી જળને જોઇ જોઇ
આ ક્યા જનમના ખોબેખોબે રડી પડયાના વહાલા દિવસો
લુખ્ખીસુક્કી આંખ વિષે અફળાય ?
સોનલ...       સોનલ...
એવું તે હું શું ય હતો કે
તારા સોરઠ દેશે કોઇ દંતકથા-શો ટીંબે ટીંબે ફરું ?
======================

ભાષાની ઘા 
મારા ભોળા શબ્દોને મેં કર્યું મેશનું ટીલું રે
છતા ય એ નજરાઇ ગયા કૈ એવું સૂકૂંલીલું રે

દાદા ઉમાશંકર દોડોહણહણતા જળ લાવો રે
શબ્દોનાં ફાટેલાં સૂકાં સૂકાં મ્હોં ભિંજવો રે

કહોનિરંજનકાકાઆ તે કપટ થયા છે કેવાં રે
તરફડતા શબ્દોને વળતા અરથોના પરસેવા રે

રઘુવીરતમ જેવા મૂછડ ભાઇ છતાં આ થાતું રે
શબ્દો સાથે છનકછિનાળાં કરે સકળ ભાયાતું રે

સુરેશ નામે જોષીજુઓ જોષ કુંડલી દોરી રે
શા માટે આ શબ્દોમાંથી વાસ આવતી ખોરી રે

કરો વૈદ્યશ્રી ઉર્ફ લાભશંકર ઠાકર ચિકિત્સા રે
શબ્દોને શા વ્યાધિ છે કે થાતા ચપટાલિસ્સા રે

મણિલાલપ્રિયકાંતરાવજીજગદીશે જે માંજ્યા રે
છતાં શબ્દનાં કાળાભઠ્ઠ પોલાણ હજી ના ભાંજ્યા રે

રસ્તો ક્યાં હે મનહરચીનુસરુપકિસન સોસા રે
શબ્દો મારા ટ્રાફિકમાં અટવાઇ ગયેલા ડોસા રે

રમેશ જેવો રાબડબૂસો કરતો કૈં કૈં ખેલો રે
અને/એટલે/અથવા મારો પાલવ થાતો મેલો રે

નયન, નિરંકુશ, પ્રફુલ્લ, પન્ના, વિપિન શેખડીવાળા રે
શબ્દોના અંધારગર્ભમાં કરશોને અજવાળા રે ?

           

વર્ષો પહેલા રિડિફ ડોટ કોમ માટે મેં લીધેલો આ ઇન્ટરવ્યુ કદાચ એમના જીવનનો સૌથી લાંબો ઇન્ટરવ્યુ હશે. 
૨૭ નવેમ્બરના દિવસે એમની જન્મ જયંતી છે ત્યારે એમને અંજલી રૂપે આ ખાસ મુલાકાત...



૬૦ વર્ષના રમેશભાઈને ૬૦ સવાલ અને ૬૦ જવાબો !





સવાલ: પ્રથમ કૃતિ હજી યાદ છે? કઈ?
રમેશ પારેખ:  ગઝલ હતી. ‘આંખો મીંચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે.’ ‘કુમારમાં છપાઈ હતી. ૧૯૬૭-૧૯૬૮ની સાલમાં.

પ્રથમ કૃતિનો પુરસ્કાર કેટલો મળ્યો હતો?
પાંચ રૂપિયા. બહુ વહાલા લાગ્યા હતા.

પ્રથમ સંગ્રહ  પ્રકાશિત થયો ત્યારે કેવી લાગણી થઈ?
અત્યંત આનંદ. બસ, ખૂબ ખુશી.


ઉજવણીમાં કોની ખોટ સૌથી વધુ સાલે છે?
એવા મિત્રો જે હયાત નથી.


રમેશ પારેખનેરમેશ પારેખબનાવવા પાછળ રમેશ પારેખ ઉપરાંત કોનો હાથ? કોનો સાથ?
મારા સાહિત્યના પૂર્વસૂરીઓનો અને પરિસ્થિતિનો.


પ્રેરણાસ્ત્રોત અને આદર્શ કોણ? ‘ માણસ જેવું હું લખી શકું તો...’ એવો ભાવ કોના માટે થાય?
એવી લાગણી કોઈના માટે થતી નથી. હું મારી મસ્તીથી લખું છું.

તમારાં કાવ્યોમાં વારંવાર દેખાતી સોનલકોણ છે?
માત્ર એક કાલ્પનિક પાત્ર છે. કોઈ સ્ત્રી નથી. ‘સોનલએટલે મારા મનને ગમતી પરિસ્થિતિ. એનાથી વિશેષ કશું નહીં.

કવિઓને મળતાં માનસન્માનપુરસ્કારોથી સંતોષ છે?
જુદા જુદા કવિઓ માટે જે તે  પ્રકાશકો, આયોજકોનાં ધોરણ અલગ હોય છે. સાહિત્યપ્રેમીઓનો  પ્રે બહુ મોટી વાત છે. સમાજ જ્યારે શબ્દનું સન્માન કરે ત્યારે સૌથી વધુ આનંદ થાય છે.

તમારાં કાવ્યોમાં વૈવિધ્ય ઊડીને આંખે વળગે છેપ્રેમની ઋજુતા, માનવીય સંવેદનાઓ, વરસાદની છાલકો, બળબળતી બપોર, ચોટદાર કટાક્ષ, વાસ્તવિકતા, આટલાં બધાં પાસાંઓને કાવ્યમાં કેવી રીતે ઢાળી શકો છો?
એવું કહેવાય છે કે કવિ પરકાયા  પ્રવેશ કરતો હોય છે. પરકાયા પ્રવેશ કરે છે. જુદા જુદા ખોળિયામાં પ્રવેશીને લોકોની લાગણી, સુખદુઃખ આત્મસાત્ કરે છે. સર્જનયાત્રા દરમ્યાન જાણતાં-અજાણતાં મારાથી પણ પરકાયા પ્રવેશ થતો રહ્યો, ત્યાં મેં જે અનુભવ કર્યો એને મારાં કાવ્યોમાં ઢાળ્યો.

કઈ એવી મહેચ્છા છે જે પૂર્ણ થઈ હોય?
ભૌતિક રીતે હવે કોઈ ઇચ્છા બાકી નથી. મારી એવી કોઈ બહુ મોટી તમન્નાઓ નહોતી. જે કંઈ જરૂરી હોય યોગ્ય સમયે મળતું રહ્યું છે, મળતું રહે છે.

અચ્છા...જે નથી પૂર્ણ થઈ એવી મહેચ્છા?
એવી કોઈ અંગત મહેચ્છા નથી. હું બહુ સંવેદનશીલ છું. લોકો સુખીસંપ્ન્ન હોય, યુદ્ધો થાય, માણસ બે ટંક પેટ ભરીને જમી શકે એવું હું ઇચ્છું છું. મારી મહેચ્છા.

કાવ્ય લખ્યા વગર વધુમાં વધુ કેટલા દિવસ રહી શકો?
કવિતા કોઈ નિશ્ચિત સમયગાળે નથી લખાતી. મનમાં સંવેદન જાગે ત્યારે લખાઈ જાય.

જીવનને કોઈ એક અવસ્થાએ STILL કરી શકાતું હોય...નહીં આગળ વધવાનું, નહીં પાછળ જવાનું. તો તમે જીવનના કયા તબક્કામાં PAUSE થઈ જવાનું પસંદ કરો?
બાળપણમાં. હળવાફૂલ થઈને જીવવાનું. સાવ નિર્દોષ જીવન.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in








ગમતું પર્યટન સ્થળ?
મને પર્યટનનો બહુ શોખ નથી. મારી તબિયતને પણ પ્રવાસ માફક નથી આવતો.

પણ સૌથી વધુ શાંતિનો અનુભવ ક્યાં થાય તમને?
ઘરમાં. ઘરનું વાતાવરણ મને બહુ ગમે. ઉપરાંત મને બદ્રીનાથ અને સોમનાથમાં પણ બહુ શાંતિ મળે છે. સોમનાથના દરિયાકિનારે કલાકો સુધી હું બેસી રહું છું.

ગમતી જગ્યા?
એવું કોઈ સ્થળ નથી. હું મારા મન સાથે સતત સંવાદ કરતો હોઉં છું. એટલે કદાચ કોઈ જગ્યા બહુ સારી હોય તોપણ તેથી મને બહુ અસર નથી થતી.

કઈ ક્ષણો યાદ કરવી ગમે? બહુ દુઃખદ સમય?
માતાપિતા અને કેટલાક મિત્રોની ચિરવિદાય બહુ આકરી હતી, ક્ષણોને ભૂલવા મથું છું.

કોઈ એવો નાનકડો બનાવ, જે માનસપટ પર બહુ અસર કરી ગયો હોય?
મારી યાદશક્તિ બહુ નબળી છે. એવો કોઈ બનાવ મને યાદ નથી.

જેના જીવનમાંથી સતત કંઈક શીખવા મળ્યું હોય તેવી કોઈ સાવસામાન્ય વ્યક્તિ? મહાપુરુષ કે સંતોની વાત નથી થતી, સામાન્ય વ્યક્તિ.
એવી સામાન્ય વ્યક્તિ હું પોતે . મારામાંથી હું ઘણું શીખ્યો છું. કોઈ વાતનો તંત રાખવો. જક્કી વલણ રાખવું. કોઈને સુખ મળતું હોય તો આપણી વાત જતી કરવી. માનઅપમાનની ગાંઠો બાંધવી નહીં.

સવાલ: ઉર્દૂ, હિન્દી, ગુજરાતીના પ્રિય કવિઓ-લેખકો કોણ?
રમેશ પારેખઉર્દૂ તથા હિન્દી સાહિત્ય હું બહુ વાંચતો નથી. ગુજરાતી સાહિત્યનું મારું વાચન પણ બહુ વધારે નથી. છતાં ઉર્દૂમાં સઆદત હસન મન્ટો, હિન્દીમાં મોહન રાકેશ અને ગુજરાતીમાં ઉમાશંકર, સુંદરમ્, લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચંદ્ર ગમે.

નવી પેઢીના કયા કવિઓ પ્રતિભાશાળી લાગે છે?
કોઈ એક સર્જકનું નામ લેવાનું યોગ્ય નથી. પોતાની રીતે ઘણાબધા લોકો, પોતાની પ્રતિભાના ચમકારા દેખાડી રહ્યા છે. પણ હું માનું છું કે એમનો શબ્દ હજી સ્થિર નથી થયો. ઉદયન ઠક્કર, હેમેન શાહ, મુકુલ ચોકસી, હર્ષદ ચંદારાણા, અરુણ ભટ્ટ અને સંજુ વાળા જેવા કવિઓમાં ખૂબ પ્રતિભા છે. બધા લોકો જે પ્રયોગો કરે છે હું અત્યંત રસપૂર્વક નિહાળી રહ્યો છું. એમની કાવ્યપ્રક્રિયા મને બહુ આકર્ષે છે.

ગુજરાતી કવિતા "પ્રેમ"ના વિષયમાં કેદ થઈ ગઈ હોય એવું કેમ લાગે છે? અમુક અપવાદોને બાદ કરતાં તેમાં પ્રયોગો કેમ નથી થતા?
પ્રેમ તો સનાતન અને સૌથી સુંવાળી લાગણી છે. કાવ્યમાં એટલે પ્રેમની વાત વધુ હોય છે. પ્રેમ એટલે માણસજાતને ઈશ્વરે આપેલું વરદાન. કપરી પરિસ્થિતિ વચ્ચે પણ માનવી પ્રેમના સહારે જીવી જાય છે. પ્રયોગોની વાત છે ત્યાં સુધી આગળ જણાવ્યું તેમ કેટલાક કવિઓ પોતાની કવિતામાં જુદા જુદા  પ્રયોગો કરે છેપ્રયોગોનું  પ્રમાણ, શ્રેષ્ઠ અને વિશિષ્ટની માત્રા તો ઓછી હોય. જે ક્યારેક થાય તેને જ  પ્રયોગ કહેવાય, નહીંતર રૂટિન બની જાય.

તમારી દ્રષ્ટિએ ગુજરાતી કવિતામાં છેલ્લાં ૧૦-૨૦ વર્ષોમાં કયા ફેરફાર નોંધાયા છે?
સાહિત્ય અને કવિતાના ક્ષેત્રમાં એક પ્રક્રિયા નિરંતર ચાલુ હોય છે. વર્ષોના માધ્યમ દ્વારા તેને વિભાજિત કરી શકાય. એક સૂક્ષ્મ  પ્રક્રિયા છે. પણ નિખાલસતાથી કહું તો મને એવું લાગે છે કે ગુજરાતી કવિતા છેલ્લા ઘણા સમયથી ક્યાંક સ્થગિત થઈ ગઈ છે. કોઈનો શબ્દ કંઈક જબરદસ્ત ચમત્કાર સર્જે એવી ઘટનાની હું રાહ જોઈ રહ્યો છું.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in

હાસ્ય કવિઓનો, વ્યંગ કાવ્યોનો ગુજરાતીમાં દુષ્કાળ શા માટે છે ?
હું માનું છું કે ગુજરાતી પ્રજાને મન મૂકીને, ખડખડાટ હસતાં નથી આવડતું. આવી પરિસ્થિતિમાં હાસ્યકવિઓ ક્યાંથી જન્મે? કવિઓ પણ સમાજમાંથી આવતા હોય છે. જે તે સમાજનું  પ્રતિબિંબ તેના સર્જનમાં પડવાનું . ટૂંકમાં કહીએ તો કૂવામાં હોય તો હવાડામાં આવેને.

સર્જનપ્રક્રિયામાં સૌથી વધુ વિક્ષેપ ક્યારે પડે ?
સર્જનપ્રક્રિયા મનમાં ૨૪ કલાક ચાલતી હોય છે. નાના નાના વિક્ષેપથી કશો ફર્ક નથી પડતો. હા, મને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ છે. તબિયત બગડે ત્યારે બધું થંભી જાય છે.

તમારી ફેવરિટ ફિલ્મો કઈ?
ચાર્લી ચેપ્લિનનીસિટી લાઇટઅને રાજ કપૂરનીતીસરી કસમ’.

કયા પ્રકારની ફિલ્મો વધુ ગમે?
ક્લાસિક.

છેલ્લે થિયેટરમાં ક્યારે, કઈ ફિલ્મ જોઈ?
દોઢ-બે વર્ષ પહેલાંટાઇટેનિકજોવા ગયો હતો, પછી નથી ગયો.

ઘેર ટીવી પર જોઈ લેતા હશો...
હું ટીવી જોઉં છું, પણ ફિલ્મો માટે નહીં. સાવ ટાઇમપાસ માટે . યાદશક્તિ ઓછી હોવાથી સિરિયલ જોવાનો તો સવાલ નથી. મોટા ભાગે હું ટીવી જોતાં જોતાં ઊંઘી જાઉં છું.

ગમતા ફિલ્મકલાકારો?
દિલીપકુમાર, રાજ કપૂર અને મીનાકુમારી.

પ્રિય ગાયક-ગાયિકાઓ?
લતા, આશા અને મોહમ્મદ રફી.

પ્રિય પુસ્તકો?
ઘણાં બધાં પુસ્તકો ગમે છે. કોઈ બે-ત્રણનાં નામ લેવાનાં હોય તો મનુભાઈ પંચોળીદર્શકનુંસોક્રેટિસ’, ગાંધીજીનુંસત્યના  પ્રયોગોઅનેવિનોબા ભાવેનાં ગીતાપ્રવચનોનું નામ લઉં.

ઈશ્વરમાં માનો છો? પૂજા અને જાત્રા કરો છો?
બદ્રીકેદારની જાત્રા કરી છે. પૂજા નથી કરતો. રહી ઈશ્વરની વાત. તો હું કહીશ, હા. કોઈ પરમ શક્તિ જગતનું તંત્ર સંભાળી રહી છે એને આપણે ઈશ્વર કે એવા કોઈ નામે ઓળખીએ છીએ. મેં તો માની લીધું છે કે ઈશ્વર છે. એણે એનું અસ્તિત્વ સાબિત કરવાનું છે.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in


    
કયા વક્તાને સાંભળવા ગમે?
કોઈ પ્રકારના કાર્યક્રમોમાં હું ખાસ જતો નથી. પણ નિરંજન ભગત જ્યારે કાવ્યની વાત કરતા હોય ત્યારે એકાગ્રાતાથી સાંભળું. એમનું વક્તવ્ય મને ગમે છે.

અન્ય શોખ કયા?
ખાસ કોઈ નહીં. જીવવાનો શોખ છે. જીવું છું.

વરસાદ વિશે તમે ધૂમ કાવ્યો લખ્યાં છે, વરસાદની, ચોમાસાની ઉજવણી કેવી રીતે કરો છો?
બારીમાંથી વરસાદને વરસતો જોયા કરું છું. એવું લાગે છે જાણે કોઈની કૃપા કોઈના પર વરસી રહી હોય. એના સાક્ષી બનવાની ભારે મજા આવે છે.

સૌથી અણમાનીતી ઋતુ કઈ?
ઉનાળો મને બિલકુલ નથી ગમતો.

તમારી દ્રષ્ટિએ તમારો સ્વભાવ કેવો છે?
ટૂંકમાં કહું તો બહુ વખાણવાલાયક નથી.

તમારા જીવનનું વિહંગાવલોકન કરો, સાવ તટસ્થ થઈને, તો બર્ડ આઇ વ્યુકેવો હોય?
એક સામાન્ય માણસ છું. જીવનનાં સુખદુઃખથી પર નથી. નિયતિના ચક્રમાં ફસાયેલો છું. એક સામાન્ય માનવીની જેમ જીવ્યો છું. ‘એક્સ્ટ્રાઓર્ડિનરીકશું નહીં. માત્ર બે હાથ છે અને આખા વિશ્વને મારે પ્રેમથી બાથ ભરવી છે. શક્ય બનતું નથી એની પીડાપૂર્વક જીવી રહ્યો છું.

સવાલતમને અતિશય દુઃખ ક્યારે થાય?
રમેશ પારેખ: નિખાલસતાથી કહું તો મને કદી મારી બાબતોમાં દુઃખ નથી થતું. કોઈને બહુ દુઃખી ભાળીએ અને આપણે તેને સહાયરૂપ થઈ શકીએ એમ હોઈએ ત્યારે ભયંકર શૂળ ઊપડે છે.

તમારા લખાણની, સર્જનની આકરી ઝાટકણી કોઈએ કાઢી છે?
મારાં કાવ્યોની ટીકા કોઈએ કરી હોય એવું કદી બન્યું નથી. અને કોઈએ કદાચ કહી હોય તો મેં વાંચ્યું-સાંભળ્યું નથી. હા, મારા વાર્તાસંગ્રાહસ્તનપૂર્વકની આકરી ટીકા લાભશંકર ઠાકરે કરી હતી. મારા સંગ્રહની પ્રસ્તાવના એમણે લખી હતી અને પ્રસ્તાવનામાં એમણે મને ઝાટકી નાખ્યો હતો. જોકે ટીકાથી મને માઠું નહોતું લાગ્યું. ટીકાસભર પ્રસ્તાવના મેંસ્તનપૂર્વકમાં છાપી હતી. વાસ્તવમાં હું એક નિષ્ફળ વાર્તાકાર છું એનો મને આનંદ છે.

અમરેલી છોડીને રાજકોટ સ્થાયી થવાનું કારણ?
કેટલાંક અંગત કૌટુંબિક કારણોસર.

મનપસંદ વાનગી કઈ?
મને એકદમ સાદું ભોજન પસંદ છે.

રસોઈ બનાવવાનું ફાવે?
ભાખરી, શાક અને ચા બનાવતાં આવડે.

વ્યસન છે?
બીડી પીઉં છું.

સામાન્ય રીતે તમારું શિડ્યુલ કેવું હોય છે?
નિવૃત્ત માણસ છું. ઊંઘ ઊડે ત્યારે ઊઠું છું. પ્રેરણા થાય, સંવેદન થાય ત્યારે લખું છું. ઊંઘ આવે ત્યારે સૂઈ જાઉં છું.

તમારા માટે સૌથી કંટાળાજનક પ્રવૃત્તિ કઈ?
હિસાબકિતાબ કરવાનું આવે ત્યારે હું રીતસર ડરી જાઉં છું.

અને ગમતી  પ્રવૃત્તિ?
મિત્રો સાથે ગપસપ.

બીજો જન્મ મળે તો શું બનવાનું પસંદ કરો?
કવિ.

તમને વારંવાર દુઃખી થવાનો શોખ લાગે છે...
(હસતાં હસતાં) ચાલ્યા કરે બધું. હું તમને કહું, કાવ્યપ્રવૃત્તિમાં માનવીનો, માનવીય સંવેદનાઓને એકદમ નિકટથી પરિચય થાય છે. જીવનની કેટલીય બાબતોનું બહુ સૂક્ષ્મ અવલોકન થઈ શકે છે.

કેવા પ્રકારની વ્યક્તિઓથી સખત ચીડ છે?
માણસ તરીકે અન્ય માનવીને મદદ કરવાની પોતાની ફરજ જે સમજી નથી શકતી એવી વ્યક્તિ મને બિલકુલ નથી ગમતી.

તમને બહુ પ્રિય હોય એવો કોઈ એકશેરકહો.
ખલીલ ધનતેજવીનો શેર છે:
સદીયોં સે હમને આજ તક બદલા નહિ ખુદા
હમ લોગ ભી હૈં કિતને પુરાને ખયાલ કે

કઈ વાતનો બહુ અફસોસ રહી ગયો છે?
મિત્રો સાથે અણબનાવ થયો હોય અને તેઓ દુનિયાને અલવિદા કરી ચૂક્યા હોય એવા દાખલા છે. એમને છેલ્લે છેલ્લે મળી શકાયું નથી, એમની માફી પણ માગી નથી શક્યો. એનાથી મોટો અફસોસ બીજો કયો હોઈ શકે?

સમાજની કઈ રૂઢિ, રિવાજ ઊંત્યે સખત સૂગ છે?
મારા માટે જે વિષય અણગમાનો હોય ઊંવૃત્તિમાં અન્ય કોઈને આનંદ પણ મળતો હોય. એટલે કોઈ રૂઢિ-રિવાજ-ફોર્માલિટી માટે મને બહુ ચીડ કે સૂગ નથી.

વિદેશયાત્રા કરી છે?
૧૯૯૫માં અમેરિકા ગયો હતો, દોઢ મહિના માટે.

ત્યાંનો કોઈ યાદગાર અનુભવ?
અમેરિકામાં કેટલાક પરિચિતોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમેરિકામાં રહેતું એક યુગલ મારાં ગીતો ગાવાનું છે એવી મને કોઈએ વાત કરી. મને થયું કે અમેરિકામાં રહેતા કોઈ ગુજરાતી છે એટલે જેમતેમ કરીને, માંડ મારી રચનાઓ ગાઈ શકશે. પણ એમના પર્ફોર્મન્સને હું હજુ ભૂલ્યો નથી. ભાઈનું નામ યાદ નથી, બહેનનું નામ કદાચ સ્વાતિ હતું. અદ્ભુત ગાયું હતું. હું એકદમ સ્તબ્ધ બની ગયો હતો. ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયકોની હરોળમાં તેઓ ઊભા રહી શકે એવી એમની ગાયકી હતી.

મુશાયરાનો કોઈ યાદગાર અનુભવ?
એક પ્રસંગ મને બહુ યાદ આવ્યા કરે છે. મુંબઈમાં એક વખત આઇ.એન.ટી.નો મુશાયરો હતો. હું અને ઘાયલસાહેબ બેઉં એકદમ નજીક બેઠા હતા. કવિઓના અભિવાદન માટે અમને આપવામાં આવેલું ગુલાબ મારા હાથમાં હતું. મેં ટીખળ ખાતર હળવેકથી ગુલાબ ઘાયલસાહેબના કોટમાં સરકાવી દીધું. આદિલ (મનસૂરી) હરકત જોઈ ગયા. એમણે મને બીજાં બે-ત્રણ ગુલાબ આપ્યાં. મેં બધાં ઘાયલસાહેબના કોટના ગજવામાં સરકાવી દીધાં. સપ્લાય ચાલુ રહી. જોતજોતામાં ઘાયલસાહેબનું આખું ખિસ્સું ગુલાબથી છલોછલ થઈ ગયું. થોડી વાર પછી ઘાયલસાહેબનો રજૂઆત માટે વારો આવ્યો. એમની રજૂઆત એકદમ છટાદાર હોય છે. હાથનું, શરીરનું હલનચલન બહુ હોય. એકદમ જોશસભર. તેઓ ઊભા ઊભા રચનાઓનું પઠન કરી રહ્યા હતા અને ગજવામાંથી ગુલાબ પડતાં રહ્યાં. ત્યારે અમે ખૂબ હસ્યા.

તમને તમારી કઈ કવિતા સૌથી પ્રિય છે?
પ્રથમ રચના. ‘આંખો મીંચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે.’

તસવીર સૌજન્ય: www.rameshparekh.in




જ્યોતિષમાં માનો છો?
જ્યોતિષ એક વિજ્ઞાન છે એવું હું માનું છું. કોઈ ગૂઢ વિદ્યા તરીકે નહીં, વિજ્ઞાન તરીકે એને સ્વીકારું છું.

ગદ્ય અને પદ્ય બંને લખો છો, બંને વચ્ચે શો તફાવત લાગે?
બંને શબ્દોની માયા છે. કવિતા લાઘવમાં વાત અભિવ્યક્ત કરવાનો ઉદ્યમ છે. ગદ્યમાં વિશાળ સ્પંદ મળે છે. લય અને છંદ વગર વાતને અસરકારક કેવી રીતે બનાવવી ગદ્યમાંથી શીખવા મળે.

Friday, October 21, 2011

અદ્ભૂત ગુજરાતનો અનોખો તસવિરી ખજાનો!


ગુજરાતીઓ પર્યટક તરીકે આખા દેશમાં પ્રથમ સ્થાને છે. હિમાચલથી લઇ કાશ્મીર, કેરળ કે સિક્કીમ જેવાં સ્થળોએ જઇએ તો ગુજરાતી ટુરિસ્ટની સંખ્યા સૌથી વધુ જોવા મળે. ગુજરાતીઓ આખા દેશમાં અને વિદેશમાં પણ ફરે છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાતીઓ પોતાના ગુજરાતમાં કેટલું ફરે છે? ગુજરાતમાં પણ એવી માન્યતા છે કે ગુજરાત એટલે સોમનાથ, દ્વારકા અને સાપુતારા જ. ગુજરાતીઓ વિશ્વપ્રવાસી ગણાય છે. પરંતુ તેમાંના મોટાભાગના લોકોએ ગુજરાત જ સંપૂર્ણપણે જોયું નથી હોતું. ગુજરાત એટલે માત્ર ધર્મસ્થાનોની ધરતી એવી ઘણાની માન્યતા પ્રવર્તે છે. ખાસ કરીને બિનનિવાસી ગુજરાતીઓ અહીં આવે ત્યારે રાજ્યમાં ક્યાં ફરવું એની પણ દ્વિઘા હોય છે. ગુજરાતની સ્થાનિક પ્રજાને પણ બેચાર દિવસની રજા ગાળવા ક્યાં જવું તે સમસ્યા હોય છે. એટલે જ આ નાની લેખમાળા દ્વારા એક અનોખા ગુજરાતનો પરિચય આપવાની ઈચ્છા છે. અહીં આપેલા આવા તમામ લોકો માટે પથદર્શક બની રહેશે. આમાંના તમામ ફોટોઝ જાતે લીધેલા છે અને કેટલાંક એવા સ્થળોના ફોટોઝ છે -જે અગાઉ તમે ક્યારેય જોયા નહિ હોય. ગુજરાતના ઇકો ટુરિઝમના સ્થળોની તસવીરો પ્રથમ વખત અહીં જોવા મળશે. આ બધા સ્થળોએ જવા માટે આગોતરી મંજુરી જરૂરી છે. અમારી ફિલ્મ "ગોલ્ડન ગુજરાત"ના શૂટિંગ દરમિયાન ગુજરાતમાં લગભગ ચાર મહિના સુધી ફરવાનું બન્યું. એ સમય દરમિયાન લીધેલા આ ફોટોગ્રાફ્સ અમારા માટે તો અનેક યાદગાર સંભારણાઓની ગરજ સારે છે... 

ભાગ: 1


સતત છસ્સો વર્ષ સુધી ગુજરાતની રાજધાની બની રહેલું પાટણ.... ચાવડા વંશના પ્રથમ શાસક મહારાજ ચાવડાએ તેની સ્થાપના કરી. એ પછી સોલંકી અને વાઘેલા વંશનું શાસન આવ્યું. ઇ.સ. ૯૪૨થી ૧૨૪૪ સુધીનાં ૩૦૦ વર્ષ દરમિયાન અહીં સોલંકીઓએ રાજ કર્યુ અને એ જ તેનો સુવર્ણકાળ. સામાન્ય ગુજરાતી માટે પાટણ અને પટોળા એ બેઉ પર્યાયવાચક શબ્દો છે. શુદ્ધ રેશમ અને સોનાની ઝરી વડે હસ્તકળાથી બનતી આ સાડીની કિંમત સવા લાખથી શરૂ થાય છે. પટોળાનું તો ખૈર તમે મૂલ્ય પણ આંકી શકો પણ પાટણનાં સ્થાપત્યો અમૂલ્ય છે. રાણકી વાવ!  જમીનની અંદર સાત માળ અને ચોતરફ કોતરાયેલા અદ્ભૂત શિલ્પો ! ઇ.સ. ૧૦૬૩માં રાજા ભિમદેવના પત્ની રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કરાવ્યું. ભારતની ઉત્તમોત્તમ વાવની યાદીમાં રાણકી વાવનું સ્થાન પ્રથમ છે. રાણકી વાવમાં લગભગ આઠસો કરતાં વધુ શિલ્પો કંડારેલા છે પરંતુ મોટાભાગનાં શિલ્પો ભગવાન વિષ્ણુના દશાવતારની કથા કહે છે. પરશુરામથી લઇ વરાહ અવતાર અને ગૌતમ બુદ્ધથી લઇ ભવિષ્યના કલ્કી અવતારના શિલ્પ અહીં જોવા મળે છે. અપ્સરાઓ, કિન્નરો, ગાંધર્વો અને અન્ય દેવીદેવતાઓના શિલ્પો પણ અહી સેંકડોની સંખ્યામાં છે.



૧૦૦ વર્ષ જુનું પટોળું: પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ!













ઉપર દશાવતારના અને નીચે પટોળાના શિલ્પો 




  • પટોળાની કળાને જાણે અંજલી આપી રહ્યાં હોય એમ સ્થપતિઓએ વાવમાં પટોળાની પરંપરાગત ડિઝાઇનના શિલ્પો પણ કંડાર્યા છે. વચ્ચેના વર્ષો દરમિયાન કોઇ સમયે નજીકની સરસ્વતી નદિનો પ્રવાહ પલટાયો હતો અને આ બેનમનૂન વાવ માટી અને કાદવથી જમીનમાં દટાઇ ગઇ હતી. પુરાતત્વ વિભાગે છેક ૧૯૮૦માં આ વાવનો કાદવ ઉલેચી તેને નવજીવન આપ્યું. આજે પુરાતત્વ વિભાગ આ વાવની જાળવણી જીવની જેમ કરે છે. વૃક્ષો અને હરિયાળીથી સભર આખું કેમ્પસ વાવની ભવ્યતાને અનુરૂપ જ બનાવાયું છે.


ઇ.સ. ૧૦૮૪માં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું સહસ્ત્રલિંગ
તળાવ 
ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. જો કે હાલ તેના અંશો જ બચ્યા છે 


  • પાટણની રાણકી વાવને મહદ્ અંશે અગાઉ જેવી સ્થિતિમાં લાવી શકાઇ છે પરંતુ અહીંથી ઉત્તરે આવેલા સહસ્ત્ર લિંગ તળાવનો વીસેક ટકા હિસ્સો જ ઉત્ખનન કરી બહાર કાઢી શકાયો છે. ઇ.સ. ૧૦૮૪માં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું આ તળાવ એ સમયનાં ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. નજીકની સરસ્વતિ નદીમાંથી આ તળાવમાં પાણી લવાતું અને તેને એકદમ શુદ્ધ કરવાની વ્યવસ્થા પણ હતી. નામ મુજબ આ તળાવમાં ૧૦૦૮ શિવલીંગોની સ્થાપના કરવામાં આવી હતી. અહીંનું મુખ્ય શિવાલય ૪૮ સ્તંભ પર રચાયું હતું.

પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર

  • અનેક ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતાં પાટણમાં સેંકડો મંદિરો છે પણ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર. છેક ચાવડા વંશથી જ અહીં જૈન ધર્મનો વિશેષ પ્રભાવ રહ્યો. ગુજરાતી વ્યાકરણ માટે વિરાટ કાર્ય કરનાર પાટણનાં જૈન મુની હેમચંદ્રચાર્યના ઉલ્લેખ વગર પાટણની વાત અધુરી જ ગણાય. એક સમયે પાટણ ગુજરાતની માત્ર શાસકિય કે વહિવટી રાજધાની જ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ પાટનગર હતું. હેમચંદ્રાચાર્યનો વ્યાકરણનો ગ્રંથ સંપૂર્ણ થયો ત્યારે એ ગ્રંથની હાથી પર સવારી નીકળી હતી અને આખા પાટણમાં ફરી હતી. તેમાં હેમચંદ્રાચાર્ય સાથે સૌથી આગળ ચાલવામાં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ હતાં ! આજે પણ અહીં હજારો હસ્તપ્રતો સચવાયેલી છે.

સિદ્ધપુરનો રૂદ્ર મહાલય


પુરાણોકત પંચ સરોવરમાં
સ્થાન પામતું બિંદુ સરોવર



  • પાટણ નજીક આવેલાં સિદ્ધપુરનો આ રૂદ્ર મહાલય જાણે પેલી કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ છે !: ‘ખંડહર બતા રહા હૈ કી ઇમારત કિતની બુલંદ થી !’. કહેવાય છે કે મૂળરાજ સોલંકીએ તેનાં બાંધકામની શરૂઆત કરાવી અને સિદ્ધરાજ જયસિંહે એ પૂર્ણ કર્યુ. આટલાં વર્ષોના અથાક પરિશ્રમ પછી જે ઇમારત તૈયાર થઇ એ હતી: ત્રણ માળ ધરાવતો ૧૬૦૦ સ્તંભનો જાજવલ્યમાન રૂદ્ર મહાલય! તેનાં તોરણો, ખંડો, ઉપખંડો, માળમેડીઓ અને અગાસીઓ... એક સાથે મંત્રોચ્ચાર કરતાં હજ્જારો બ્રાહ્મણો... રૂદ્ર મહાલયનું સ્ટેટસ એ સમયે કદાચ સોમનાથ જેટલું જ હતું. અલાઉદ્દીન ખિલજીના ક્રુર સૈન્યએ આ અપૂર્વ ઇમારતનો લગભગ પૂર્ણતઃ ધ્વંશ કર્યો અને હવે બચ્યાં છે માત્ર અવશેષો! સિદ્ધપુરની ખ્યાતિ જો કે રૂદ્રમાળ કરતાં પણ પહેલાંના કાળથી છે. છેક પુરાણ કાળથી ! આ સ્થાનને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંના બિંદુ સરોવરનું નામ પુરાણોકત પંચ સરોવરમાં માન સરોવરની સાથે લેવામાં આવે છે. વાયકા છે કે અહીં ભગવાન પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું. ત્યારથી અહીં માતૃશ્રાદ્ધનો મહિમા છે.


વહોરાવાડની ઝલક: ૩૬૦ બારીનું અહીંનું અદ્ભુત મકાન  

  • સિદ્ધપુરનો એક અનોખો વિસ્તાર છે વહોરા વાડ! ૩૬૦ બારીનું અહીંનું અદ્ભુત મકાન તો વહોરાવાડની ઝલક માત્ર છે ! લાકડાનાં પિલર પર બનેલા અને અદ્વિતીય બાંધણી ધરાવતાં વોરાવાડની શેરીઓ જાણે પેરિસને પણ શરમાવે એવી છે! તેનાં વિશિષ્ટ આર્કિટેકચરના કારણે ઘણાં પર્યટકો ખાસ આ વિસ્તારની મુલાકાત લેવા આવે છે. એટલું જ નહીં, આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ પણ આ વિસ્તારની મુલાકાતે નિરંતર આવતાં રહે છે.

શર્મિષ્ઠા તળાવ


નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર 

  • નયનરમ્ય દિસતા શર્મિષ્ઠા તળાવની આસપાસ વસેલું વડનગર અહીંયાના વડનગરા નાગરો માટે જાણીતું છે. નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર અહીંનું પ્રમુખ ધર્મસ્થાન ગણાય. પૌરાણિક કથા એવી છે કે સતિના દેહત્યાગ પછી મહાદેવ દુઃખી થઇ પાતાળમાં જતા રહ્યાં ત્યારે અહીંના નાગરકુળના બ્રાહ્મણોએ શિવજીને પાતાળમાંથી પૃથ્વી લોક પર લાવવા તપ આરંભ્યું. મહાદેવ પ્રસન્ન થયા અને લિંગરૂપે અહીં દર્શન આપ્યાં. હાટકેશ્વર મહાદેવ અહીં પૌરાણિક કાળથી બિરાજે છે પણ હાલનું મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. શિલ્પોથી લદાયેલા આ મંદિરનું સ્થાપત્ય ધ્યાનાકર્ષક છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ મંદિરનું ખાસ મહત્વ છે....


અનેક વર્ષો સુધી ગુજરાતનું પ્રતિક રહેલો કીર્તિ સ્તંભ 


તાના-રીરીની સમાધિ

  • વડનગરમાં તાના-રીરીની સમાધિ પણ છે. અકબરનાં દરબારમાં રાગ દીપક છેડ્યા પછી સંગીત  સમ્રાટ તાનસેનનું અંગેઅંગ દાઝવા લાગ્યું. રાગ મેઘ મલ્હારનું ઉત્તમ ગાન કરી નાગર કુળની બહેનો તાના અને રીરીએ જ તેને શાતા આપી હોવાનું કહેવાય છે. અકબરે બેઉ બહેનોને પોતાનાં દરબારમાં ગાવાનું આમંત્રણ આપ્યું પણ એ સમયે બ્રાહ્મણ કન્યાઓ આવો કાર્યક્રમ આપે એવું કોઇ વિચારી પણ શકતું નહોતું. તાના-રીરીએ દરબારમાં આવવાની ના ભણી દીધી. દંતકથા છે કે ગિન્નાયેલા અકબરે બેઉ બહેનોને લાવવા સૈન્ય મોકલ્યું પણ તાના અને રીરીએ પોતાનાં વતન પરનું સંકટ ટાળવા અહીં પ્રાણત્યાગ કર્યો. વડનગરમાં આ સિવાય પણ અનેક મંદિરો, કુંડ, વાવ વગેરે આવેલા છે.

 બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં
આ કુંડમાં અલગઅલગ દેવોના ૧૦૮ નાનાં મંદિરો છે

મોઢેરાનું સુર્યમંદિર


  • મોઢેરાનું સુર્યમંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે. સૂર્યદેવને સમર્પિત આ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છેઃ સૂર્યકુંડ, રંગમંડપ અને મૂળ મંદિર. મંદિરની ભવ્યતાની ઝાંખી સૂર્યકુંડથી જ મળવી શરૂ થઇ જાય છે. બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં આ કુંડમાં અલગઅલગ દેવોના ૧૦૮ નાનાં મંદિરો છે. ભાવિકો સ્નાનાદિ કર્મ નિપટાવી ૧૦૮ દેવદેવીઓની પ્રદક્ષિણા કરી શકે એ માટે વ્યવસ્થા કરાઇ હતી. એ પછી આવે છે રંગમંડપ. અહીં રામાયણમહાભારત તથા કૃષ્ણલિલાનાં અનેક પ્રસંગોના શિલ્પો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત નર્તકીઓ અને મૈથુનનાં શિલ્પો પણ પ્રચુર માત્રામાં છે. મૂળ મંદિરમાં પણ દેવદેવીઓના તથા મૈથુનનાં શિલ્પો છે. મુખ્ય મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ ગાયબ છે., કહેવાય છે કે અહીં પૂર્ણ કદની સંપૂર્ણતઃ સોનાની મૂર્તિ સ્થપાયેલી હતી પરંતુ અલાઉદ્દીન ખિલજીનાં સૈન્યએ આ મંદિરને પણ બક્ષ્યું નથી. લૂંટફાંટ તો કરી જ પણ અહીંના તમામ શિલ્પોને ખંડિત કર્યા. કોઇનો હાથ તોડ્યો તો કોઇના પગ તો કોઇની ગરદન.... અખંડિત મૂર્તિ શોધવાનું અહીં લગભગ અશક્ય છે. એક મત એવો પણ છે કે આ મંદિરમાં શિલ્પોનાં માધ્યમથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય મુદ્દાઓને વણી લવાયાં છે. એટલે જ અહીંયા શિશુ અવતરણના શિલ્પો પણ છે, મૈથુનના, કુબેરનાં અને મૃત્યુના પ્રસંગ તથા યમદેવનાં શિલ્પો પણ છે. મોઢેરાના આ સૂર્યમંદિરનું નિર્માણ ૧૦૨૭ની સાલમાં ભિમદેવ પ્રથમે કરાવ્યું હોવાનાં પ્રમાણો મળે છે. સોલંકી યુગના અન્ય સ્થાપત્યોની માફક આ મંદિરમાં પણ ઈંટચૂનાનો ઉપયોગ નથી થયો. આ આખુ મંદિર ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બનેલું છે. એટલે કે એક પત્થરમાં ખાંચ બનાવી બીજા પત્થર તેમાં જડબેસલાક બેસાડી દીધેલાં છે. આ મુદ્દો ખ્યાલમાં રાખીએ તો આ મંદિર કોઇ અજાયબીથી કમ નથી.

ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે


  • મોઢેરાથી ગણતરીની ક્ષણોમાં તમે બહુચરાજી પહોંચી શકો છો. અંબાજીમાં દેવીસતિનું હૃદય પડ્યું હતું તો અહીં સતિનાં હાથ પડ્યાં હતાં. અંબાજી એ શકિતનું યુવતી સ્વરૂપ છે, પાવાગઢના મહાકાળી માતૃસ્વરૂપ છે તો બહુચરાજી બાળાના સ્વરૂપે બિરાજે છે. અહીં પણ મૂર્તિની પુજા થતી નથી પરંતુ સોના મઢેલા અને સ્ફટીક દ્વારા નિર્મિત બાલા યંત્રની પુજા થાય છે. તંત્ર શાસ્ત્રમાં વર્ણવાયેલી દસ મહાવિદ્યામાંથી ત્રિપુર સુંદરીનું સ્વરૂપ છે એ જ અહીંયા બહુચરાજી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ વિસ્તારમાં બાલા ત્રિપુર સુંદરીએ અનેક રાક્ષસો હણ્યાં હતાં એટલે તેઓ બહિર્ચરી કહેવાયાં અને કાળક્રમે તેમાંથી બહુચરાજી નામ પ્રચલિત થયું. કહેવાય છે કે આ સ્થળે માં બહુચરાજી દરેક ભાવકોની મનોકામના પૂર્ણ કરે છે. પુત્ર પ્રાપ્તિ, મકાન, દરદના ઇલાજ માટે અને પુરૂષાત્તન મેળવવા માટે પણ અહીં માનતા રખાય છે. ભાવિકોનો પ્રવાહ અહીં દિનપ્રતિદિન વધતો ચાલ્યો છે. ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે. મુખ્ય મંદિરની આસપાસ અહીં અનેક નાનામોટા મંદિરો આવેલાં છે. બહુચરાજીના આ મંદિરની અને માતાનાં ચમત્કારની અનેક વાતો પ્રચલિત છે. આમ તો પુરાણોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે પણ હાલનું મંદિર જિર્ણોદ્ધાર પામેલું છે.

જૈન તિર્થ શંખેશ્વર

શંખેશ્વરનું મંદિર: જાગતું તીર્થ 


  • મહેસાણા જિલ્લાનું એક મહત્વપૂર્ણ તિર્થ એટલે જૈન તિર્થ શંખેશ્વર.... ભગવાન પાર્શ્વનાથને સમર્પિત આ ર્તિથનો મહિમા જૈનો માટે પાલિતાણા કે આબુનાં દેલવાડાથી કમ નથી. એટલે જ શંખેશ્વરની આગળ મહાતીર્થ જોડવામાં આવે છે. અહીંના નાના મંદિરોમાં જૈનોના તમામ તિર્થંકરોની પ્રતિમા મોજુદ છે. શંખેશ્વરનું આ મંદિર જાગતું તીર્થ છે અર્થાત્ કહેવાય છે કે અહીં તીર્થકરો હાજરાહજુર છે અને ભક્તોનો સાદ સાંભળે છે, તેનો યોગ્ય પ્રતિભાવ આપે છે.

અંબાજી ! આ સ્થળે દેવીસતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો.



અંબાજી: રાત્રીનાં સમયે લાઇટીંગના કારણે બદલાતાં રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે






  • અંબાજી !..... ગુજરાતનું સૌથી મોટું શકિતતીર્થ. આમ જોઇએ તો એ ભારતભરનું કદાચ સૌથી મહત્વપૂર્ણ શકિતતીર્થ છે કારણ કે ભારતમાં આવેલી એકાવન શકિતપીઠોમાં તેનું મહત્વ સૌથી વધુ છે કેમ કે આ સ્થળે દેવીસતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. પુરાણો કહે છે કે પિતા દક્ષ રાજાને ત્યાં યજ્ઞ યોજાયાનાં સમાચાર સાંભળી પતિ શંકરનો વિરોધ હોવા છતાં દક્ષની પુત્રી સતીદેવી યજ્ઞ સ્થળે પહોંચી ગયા. પણ ત્યાં પિતાના મોંથી પતિની નિંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યાગી દીધા. ભગવાન શંકરે સતીદેવીના નિષ્પ્રાણ દેહને જોઇ તાંડવ આદર્યુ અને સતીદેવીના દેહને ખભે નાંખી ત્રણેય લોકમાં ઘૂમવા લાગ્યાં. આખી સૃષ્ટિનો વિનાશ થઇ જશે એવાં ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડી સતીના દેહનાં ટુકડાં કરી નાંખ્યા. આવાં ટુકડાઓ અને સતીનાં આભૂષણો પૃથ્વી પર એકાવન જગ્યાએ પડ્યા અને આ એકાવન સ્થળો શકિતપીઠ ગણાય છે. અંબાજીનું મહત્વ વિશિષ્ટ  એટલાં માટે છે કે અહીં સતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. બહુ ઓછાં લોકોને ખ્યાલ છે કે અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિની પુજા થતી નથી પરંતુ વીસાયંત્રની પુજા કરાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે માતાજીની મૂર્તિ હોય એવું લાગે છે. અંબાજી મંદિરમાં તાંત્રોક્ત અને શાસ્ત્રોક્ત રીતે યંત્રની પુજા થાય છે. કહેવાય છે કે આ યંત્ર કલ્પવૃક્ષ સમાન છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે માતાજીનું યંત્ર જોવાનો, યંત્ર સ્થાનમાં નિહાળવાનો નિષેધ હોવાથી પુજારી પણ આંખે પાટા બાંધીને પુજા કરે છે. અંબાજી એક મહાતીર્થ છે. શ્વેત આરસપહાણમાંથી બનેલાં આ મંદિરનું સ્થાપત્ય ઉત્તમ કક્ષાનું છે. મંદિરો કે ધર્મસ્થાનો પાછળ થતા ખર્ચાઓ પર હંમેશા ચર્ચાઓ થતી રહી છે. પરંતુ એવી ચર્ચાઓમાં ઉતર્યા વગર માહિતીની વાત કરીએ તો આ મંદિર પર અત્યારે કુલ ૩૫૮ સુવર્ણકળશો ચમકી રહ્યાં છે. ભારતભરમાં અન્ય કોઇ જ શકિતપીઠમાં આટલાં સુવર્ણકળશ નથી. રાત્રીનાં સમયે લાઇટીંગના કારણે બદલાતાં રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે. અહીંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. અહીંની અખંડ જ્યોતનાં દર્શન માટે રોપવેની વ્યવસ્થા પણ છે. 


 અંબાજીમાં વન વિભાગે બનાવેલો સુંદર પાર્ક, માંગલ્ય વન 





  • સમય હોય તો અંબાજીમાં વન વિભાગે બનાવેલો આ સુંદર  પાર્ક એક વખત જોવા જેવો છે. અલગઅલગ રંગની વનસ્પતિઓ થકી બનાવેલો આ ૐ હોય કે પછી રાશી આધારીત વૃક્ષો કે પછી અહીંથી દેખાતો પહાડોના દ્રશ્ય. અહીં પહોંચ્યા પછી ધક્કો વસૂલ થયાનો અહેસાસ થાય.




સુવિખ્યાત બાલરામ પેલેસ: ગુજરાતની શ્રેષ્ઠતમ્ હેરિટેજ હોટેલ




  • નાસકાંઠા જિલ્લો પ્રવાસનનાં અનેક આકર્ષણોથી સભર છે. અહીં બે મહત્વના અભયારણ્યો છે. બાલારામ-અંબાજી અભયારણ્ય અને જેસ્સોર અભયારણ્ય. ૫૪૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં બાલારામઅંબાજી અભયારણ્યમાં મૂલ્યવાન ઔષધિય વૃક્ષો પણ છે અને રીંછ, દિપડા, ઝરખ, નિલગાય જેવાં વન્યજીવો પણ ખરા. અભયારણ્યનું આ ઇન્ટરપ્રિટેશન સેન્ટર વન્ય જીવનની સમજણ આપે છે. અભયારણ્યનું નામ જેનાં પરથી રખાયું છે એ બાલારામ મંદિર ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. મંદિરના શિવલિંગ પર પહાડોમાંથી નીકળતાં જડ વડે નિત્ય અભિષેક થતો રહે છે. બાલારામ મહાદેવની આસપાસનું સૌંદર્ય શ્રાવણ આસપાસ જોવા જેવું હોય છે. મંદિરથી બિલકુલ સામે છે સુવિખ્યાત બાલરામ પેલેસ. ગુજરાતની શ્રેષ્ઠતમ્ હેરિટેજ હોટેલ. અહીં રજવાડી નવાબી સ્યૂટ પણ છે. અને સુંદર કોટેજની વ્યવસ્થા પણ ખરી. બાલારામ પેલેસ ઉત્તમ રીતે જળવાયેલી આકર્ષક પ્રોપર્ટી છે. આ સ્થળે અનેક હિન્દી ફિલ્મોનું શૂટિંગ થઇ ચૂક્યું છે. આ મિલ્કત અગાઉ પાલનપુરનાં નવાબની માલિકીની હતી.



જેસ્સોરમા રોકાવા માટે વન વિભાગે પહાડોના
ખોળામાં આવા કોટેજ પણ બનાવ્યા છે 


જેસ્સોરની મજા એ છે કે વન પરિભ્રમણ
માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે

  • બાલારામથી લગભગ ચાલીસેક મિનીટના અંતર પર છે જેસ્સોર વન્ય પ્રાણી અભયારણ્ય. પણ અહીં સુધી પહોંચતા રસ્તામાં આદિવાસી સંસ્કૃતિથી ધબકતાં અનેક ગામડાંઓમાં જવાનું બને છે. ઇકબાલગઢ નામનું નાનકડું ગામ આદિવાસીઓ માટે ખરીદીનું મથક છે. અહીં તેમના ભાતીગળ ઘરેણાંઓથી લઇ દરેક પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ અનેક અલગઅલગ કોમની આદિવાસી સ્ત્રીઓને તમે અહીં હોંશભેર ખરીદી કરતી જોઇ શકો. ઇકબાલગઢને જેસ્સોર અભયારણ્યનું પ્રવેશદ્વાર પણ ગણી શકાય. ૧૮૦ કિલોમીટરમાં ફેલાયેલા આ અભયારણ્યને અપ્રતિમ સુંદરતા મળેલી છે. ચોતરફ પહાડો અને વચ્ચે આ જળરાશી. પ્રકૃત્તિ શિક્ષણ શિબિરમાં કલરવ કરતા બાળકો. જેસ્સોર ઇકો ટુરીઝમ માટેની ઉત્તમ સાઇટ છે. રોકાવા માટે અહીં વન વિભાગે અનેક વિકલ્પો રાખ્યાં છે. પ્રકૃત્તિ શિક્ષણ માટેની કેમ્પ સાઇટ છે અને પહાડોના ખોળામાં આવા કોટેજ પણ છે. જેસ્સોરની મજા એ છે કે વન પરિભ્રમણ માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે. આ બધી વન કેડીઓ માટે તમે ગાઢ અને વણખેડાયેલા જંગલનો આનંદ ઉઠાવી શકો છો. જેસ્સોરમાં ડુંગર પર આવેલા કેદારનાથ મંદિરનું આ વિસ્તારમાં ભારે મહત્વ છે. લગભગ સાતસો પગથીયા ચડ્યાં પછી અહીં પહોંચી શકાય છે. અહીંની સુંદરતા દંગ કરી નાંખે એવી છે. જેસ્સોર અભયારણ્ય એકદમ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે.

    
  "પિક્ચર્સ" અભી બાકી હૈ, દોસ્તો !

Monday, October 17, 2011

दिग्विजय सिंह को खुल्ला पत्र ! An Open Letter To Digvijay Singh !

કોંગ્રેસ, મેડમ, રાજકુમાર અને દિગ્ગીનું નવું સૂત્ર: 
પત્રાચાર ચલાવો , ભ્રષ્ટાચાર બચાવો !




અન્નાની શક્તિઓ હણી લેવા, એમને અને સાથીદારોને બદનામ કરવા સરકારે રીતસર ઝુંબેશ શરુ કરી છે. આવી સ્થિતિમાં કોઈપણ છટકામાં ભોળવાયા વગર આપણે આપણો ટેકો આ આંદોલન ને અને તેના સૂત્રધારોને આપ્યા રાખીએ એમાં જ આપણું કલ્યાણ છે. આપણે એક પ્રજા તરીકે બેશક કમજોર છીએ. પરંતુ મામલે કોઈ તકસાધુ, ભ્રષ્ટ રાજકારણી આપણને ડ્રાઈવ કરી પોતાની મેલી મુરાદ પાર પાડી જાય તો આપણે ડૂબી મરવું જોઈએ. દિગ્વિજયે અન્નાને પત્ર લખ્યો હોય તો આખો દિવસ તેનું કવરેજ આવશે પરંતુ અન્નાના જવાબને ઝલક માત્ર દ્વારા નિપટાવી દેવાશે. મીડિયાને આ વખતે બરાબર મેનેજ કરેલું છે કૌરવોએ. જન લોકપાલથી ધ્યાન હટાવી, અન્ના અને તેમના સાથીદારોને રોજ નીતનવા - માથામેળ વગરના વિવાદોમાં ઘસડ્યે રાખવા - એ કામની જ જાણે દિગ્વિજયને સુપારી અપાઈ છે. અન્નાએ ભલે મૌન ધારણ કર્યું, આપણે આ કુપ્રચારનો જડબાતોડ જવાબ આપવો જ રહ્યો. કારણ કે, જન લોકપાલની લડત નિષ્ફળ જશે તો તેનું સૌથી વધુ નુકસાન આપણને જ છે. એટલે જ આ ખુલ્લો પત્ર અહીં હિન્દીમાં લખી રહ્યો છું. કારણ કે, તેનો વધુ ને વધુ ફેલાવો જરૂરી છે. મિત્રો, સામાન્ય રીતે હું જ મારા કોઈ લેખ વગેરેને વધુ ને વધુ સ્પ્રેડ કરવાનું કહું એ સારું ના કહેવાય. પરંતુ આ બાબત જનહિતને સ્પર્શતી છે. આપ સૌને વિનંતી કે, આ પત્રનો મહત્તમ ફેલાવો કરો! ફેસબુકથી લઇ ટ્વીટર અને ગુગલ પ્લસથી માંડી ને ફેન પેઈજ, સ્ટેટસ, વિવિધ બ્લોગ્સ... જ્યાં શક્ય હોય ત્યાં તેને પ્રસરાવી દો...
*********************************

आदरणीय दिग्विजय जी ,

नमस्कार! 

अन्नाजी को आपने जो तीन - तीन पत्र लिखे है उस से प्रेरित होकर यह पत्र आप को लिख रहा हूँ.

कुछ मुद्दे है - जो इस देश के आम आदमी होने के नाते मेरे दिमाग में सुई बनकर चुभ रहे है, कुछ सवाल है - जो आज तक निरुत्तर है.

आप ने अन्नाजी को कहा की वोह गलत लोगो से घिरे हुए है और अन्नाजी को उन का साथ छोड़ देना चाहिए. अन्नाजी के बारे में आप को चिंता है यह जानकार ताज्जुब भी हुआ और अच्छा भी लगा. पर क्या आपने कभी यह सोचा है की, कोंग्रेस आजकल कैसे लोगो से घिरी है? राजा जेल में है, कलमाड़ी भी उन को कंपनी दे रहे है, कई और नाम में ले सकता हूँ. पर आप अभी भी डी.एम्.के. से घिरे हुए है. करूणानिधि की सरकार में हाजरी यह बात प्रस्थापित करती है की आपकी कथनी और करनी में बहुत लम्बा अंतर है. शायद, लाखो प्रकाशवर्षो का अंतर. इस विषय पर और गहनता से बात करते है: आप के प्रधान मंत्री कैसे-कैसे लोगो से घिरे है, कभी सोचा है आपने? एक कपिल सिब्बल है - जिन के पास टु-जी में फंसी कंपनियों पर एक्शन लेने की सत्ता थी, उन्होंने नहीं लिए. चिदंबरम है - जो खुद इस महा घोटाले के एक सूत्रधार है. मनीष तिवारी जैसे लोग है - जो आपकी बडबोलेपन की विरासत संभालने की क्षमता रखते है. और आपकी अधिष्ठात्री सोनियाजी है - जो खुद इतने बड़े मामले पर कुछ भी कहेना नहीं चाहती. उनकी खामोशी बहुत कुछ बयाँ कर रही है. यह बिलकुल जाहिर है की, भ्रष्टाचार के विरुध्ध आन्दोलन  अगर सफल होता है तो सबसे ज्यादा नुकसान सोनियाजी और उनके सुपुत्र तथा इस देश के राष्ट्रीय दामाद रॉबर्ट वढेरा को होने वाला है. और अब यह भी सोचिये की, सोनियाजी और देश के एकमात्र राजकुमार कैसे-कैसे निम्नत्तम लोगो से घिरे है. आप उनके सबसे वफादार और विश्वसनीय साथी है. क्या यह वास्तविकता स्वयं इस बात का प्रमाण नहीं है की, सोनियाजी और राहुल की इस देश की सुरक्षा के प्रति और एकात्मता के प्रति तथा देशहित के प्रति जो प्रतिबध्धता है वो बिलकुल शून्य है! कोई स्वस्थ दिमाग वाला आदमी और विकास के रास्ते पर चल रही पार्टी आप जैसे विकास विरोधी, देश विरोधी और बदजुबान व्यक्ति को कैसे बर्दाश्त कर सकते है? आप का उनके नजदीक होना और बिना रोकटोक अनापशनाप बोलना यह दरअसल सोनियाजी की गन्दी सोच को उजागर करता है. जब हम इस बात पर विचार करते है कौन कैसे लोगो से घिरा है, तो मेरे दिमाग में यह बात भी आती है की, कोंग्रेस आजकल कैसे लोगो से घिरी है? क्या यह भी एक राष्ट्रीय शर्म की बात नहि है की, मनमोहन जैसे दोगुले और ढोंगी नेता इस पार्टी के शीर्ष पर बैठे है और इस देश का नेतृत्व कर रहे है? बिलकुल है. और इसी कड़ी में मुझे यह भी विचार आता है की, देश की जनता कैसे -कैसे निम्न स्तरीय नेताओ से और अवाम विरोधी सरकार से घिरी है. जब आप को और चिदम्बरम, सोनिया, मनमोहन जैसे नेता को देखते है, हम आम लोगो का प्रजातंत्र से भरोसा उठ जाता है.

"जब आपको देखता हूँ, मुझे ओसामाजी का
स्मरण होता है. पर किरण बेदी को देखता
हूँ तो मुझे वोह वर्दी में उन्नत खड़ी एक
अफसर दिखाई देती है!
आपकी मेडम को देखता हूँ तो उन की बेशर्म
खामोशी मुझे नज़र आती है,
अन्ना को देखते ही भ्रष्टाचार के खिलाफ उठी
एक बुलंद आवाज़ मुझे सुनाई देती है.
जब मनमोहन को देखता हूँ, विचार आता है की,
जो आदमी हर समस्या के लिए जादू की छड़ी खोजता है,
हमारे लिए बहेतर होगा की हम
उन की जगह पी.सी. सरकार या के.लाल को प्रधान मंत्री बनाए.
जब में जस्टिस हेगड़े की और देखता हूँ,
मुझे वोह मनमोहन की तुलना में
बिलकुल निष्कलंक, बेदाग़ और स्वाभिमानी,
स्वस्थ और इमानदार लगते है "


जब आप अन्ना के साथियो के बारे में कुछ बोलते है, हमारी नज़र के सामने से एकदम धड़ल्ले से कुछ तस्वीरे पसार होने लगती है. मानो कोई फिल्म का फास्ट फॉरवर्ड चल रहा हो. जिस में आप, मेडम सोनियाजी, राहुल, चिदम्बरम, सिब्बल, मनमोहन जैसे लोग दिखते है और साथ-साथ अरविन्द केजरीवाल, प्रशांत भूषण, किरण बेदी, जस्टिस हेगड़े जैसे लोग भी दिखते है. और हम जट से बोल देते है की, आप सब लोग से तो यह अन्ना एंड पार्टी करोडो गुना बहेतर है. जब आपको देखता हूँ, मुझे ओसामाजी का स्मरण होता है. पर किरण बेदी को देखता हूँ तो मुझे वोह वर्दी में उन्नत खड़ी एक अफसर दिखाई देती है! आपकी मेडम को देखता हूँ तो उन की बेशर्म खामोशी मुझे नज़र आती है, अन्ना को देखते ही भ्रष्टाचार के खिलाफ उठी एक बुलंद आवाज़ मुझे सुनाई देती है. जब मनमोहन को देखता हूँ, विचार आता है की, जो आदमी हर समस्या के लिए जादू की छड़ी खोजता है, हमारे लिए बहेतर होगा की हम उन की जगह पी.सी. सरकार या के.लाल को प्रधान मंत्री बनाए. जब में जस्टिस हेगड़े की और देखता हूँ, मुझे वोह मनमोहन की तुलना में बिलकुल निष्कलंक, बेदाग़ और स्वाभिमानी, स्वस्थ और इमानदार लगते है. मेरी बात नहीं है, इस देश का हर कोई स्वस्थ आम आदमी के येही विचार है. अन्ना मुझे इस लिए कभी देवदूत नज़र आते है, क्यूँ की वे जिस का वध करने निकले है वोह सभी दैत्य है. और हम दैत्यवृत्ति का अनुभव इन दिनों बहुत अच्छे तरीके से कर रहे है. जब आप यह कहेते है की, अन्ना कोंग्रेस का हीं विरोध क्यूँ कर रहे है - आप को यह भी सोचना चाहिए की जन लोकपाल का सबसे ज्यादा विरोध कौन कर रहा है. अगर कोंग्रेस चाहती है की, यह बिल पास हो तो यह बहुत आसानी से हो सकता है. पर आप ने चोर की दाढ़ी में तिनका वाली कहावत तो सुनी ही होंगी! 

Courtesy: bamulahija.com
आप की मंशा किसी से छिपी नहीं है. आप अपनी अधिष्ठात्री देवी के इशारों पे चल के अन्नाजी के आन्दोलन को बदनाम करने के प्रयास बिना छुपाये ही कर रहे है. अब छुपाना आप लोगो की फितरत नहीं, आप जुल्म भी करते है तो, केमेरा के सामने ही करते है. और रामलीला मैदान में हत्याकांड भी मिडिया को साक्षी रख के करते है. आप भ्रष्टाचार भी करते है तो अपने "इमानदार" अर्थशास्त्री प्रधान मंत्री को साक्षी रख के ही करते है. सब कुछ बिलकुल खुल्ला है. कोई आवरण नहीं रहा. आप की दिगंबर अवस्था भी अदभुत है. यह अनोखी यात्रा है कोंग्रेस की. और यह पड़ाव भी बहुत अवर्णनीय है! जहाँ लाज - शर्म सब छुट गया है. एक तम्बूरा ले के जैसे मीराबाई जोगन बन गलियों में घुमा करती थी, आज एक भोगन बन कोंग्रेस पार्टी हाथ में पांचसो-हजार की गड्डी लिए हुए देश में निर्भीक घूम रही है. जब आप ऐसा कोई पत्र लिखते है, कृपया अपनी स्थिति का पहेले अवलोकन कर लिया कीजिये. 

भ्रष्टाचार पर आप गंभीर है, आपकी पार्टी और प्रधान मंत्री भी गंभीर है , ऐसा आपने दावा किया. एक आम नागरिक होने के नाते मुझे भी लगता है की, आप सब इस विषय पर गंभीरता से सोच रहे है: आप विचार कर रहे है की, अब कैसे भ्रष्टाचार के नए रस्ते खोजे जाएँ , जिस से आप सब और भी मोटे हो और तगड़े हो. जब सूचना के अधिकार के जरिये  कई घोटाले सामने आये तो आप के "इमानदार" प्रधान मंत्री कहेते है, "सूचना के अधिकार का रिव्यू अब ज़रूरी है!" अगर कोई इमानदार प्रधान मंत्री होता तो कहेता : "अरे वाह! एक कानून अगर घोटाले का पर्दाफ़ाश करने में इतना उपयोगी सिध्ध हो रहा है तो क्यूँ न इसे और भी सख्त और प्रभावी बनाया जाए!" पर हम को पता है, मनमोहन की "इमानदारी" कौन सी बला का नाम है. यह ठीक वैसी ही है जैसी लादेन के करुणा और चार्ल्स शोभराज की नीतिमत्ता. भ्रष्टाचार पर आप सब लोग यह विचार कर रहे है की, कौन सा ऐसा तरीका हो जिस में आप भ्रष्टाचार तो दिल फाड़ के कर सके परन्तु किसी को उसकी भनक तक न लगे. इसी लिए जब आप कलमाड़ी और रजा वगैरह की जेल यात्रा का श्रेय कोंग्रेस को देते है तो बड़ा भद्दा लगता है सुनने में! आप ने इन सब महानुभावो को इसी तरह बचाने का प्रयत्न किया था जैसे आप आज चिदम्बरम को बचा रहे है. शुक्र हो, केग, सुप्रीम कोर्ट और टाइम्स नाऊ जैसे चेनलो का - की आज यह सब पापी जेल में है. आप जब अन्नाजी को लिखे पत्र में इस बात का श्रेय ले रहे थे - आपकी उंगलिया क्यूँ नहीं कट गई? क्यूँ जमीन नहीं फट गई?? और क्यूँ आप को किसी ने ऐसा पाप करने से रोका नहीं? 

इस देश का हर नागरिक आपको बहुत कुछ कहेना चाहता है, बदकिस्मती यह है की उन के पास माध्यम नहीं है. मै भी संघ का कोई बहुत बड़ा समर्थक नहीं हूँ. मुझे उन की कई बाते पसंद नहीं है. परन्तु आप जब अन्नाजी के ऊपर संघ के समर्थन का आरोप लगाते है, आश्चर्य होता है. मेरे नाजुक दिमाग में यह बात नहीं घुस रही की, यदि कोई संगठ्न भ्रष्टाचार के खिलाफ आन्दोलन को अपना सहयोग देता है, समर्थन देता है तो इस में बुराई क्या है? मुझे तो मन में यह सवाल चुभ रहा हैं की आप की पार्टी इस आन्दोलन को समर्थन का एलान क्यूँ  नहीं कर रही? आप और आपका अन्तेवासी व् परम शिष्य राहुल उस समय अगर भ्रष्टाचार के खिलाफ नारा  लगाने रामलीला मैदान पहुँच गए होते - जब अन्ना वहां अनशन पर थे - तो इस देश का कल्याण हो जाता.

जब आप की सरकार और वोह प्रखर, मेधावी अर्थशास्त्री पैर के नाख़ून से लेके शिखा तक खुद भ्रष्टाचार में लिप्त है, आप संघ पर भ्रष्टाचार विरोधी होने का संगीन आरोप लगाते है! यह तो किसी गायक को सुरीला कहेना जैसा इलज़ाम है! आपने कभी सुना है की, अच्छा खेलने वाले खिलाड़ी पर किसी ने अच्छा खेलने का इलज़ाम लगाया हो? यह बात स्वयं आप के वैचारिक स्तर का सब से बड़ा सबूत है. मेरे मन में यह विचार भी उठ रहा है आप की, हर अंदाज़ से बीमार अध्यक्षा अगर अमेरिका से वापस लौट के अन्नाजी के आन्दोलन को समर्थन देती तो मानो यह देश एक बार फिर से सोने की चिड़िया बन जाता और हमें लगता की यहाँ फिर से घी-दूध की नदिया बहेने लगी है. ऐसा कुछ नहीं हुआ. कौन भला अपनी कबर खोदना चाहेगा? आप ने कभी सियामिज़ ट्विन्स के बारे में सुना है? ऐसे जुड़वाँ - जो जन्म से ही एक-दुसरे के अंग के साथ जुड़े होते है. दोनों के पास कभी एक कोमन शरीर होता है, एक सोता है - दूसरा जाग नहीं सकता. जब एक को इन्फेक्शन होता है, दुसरे को अवश्य बुखार होता है. उन को अलग करना मुमकिन नहीं. डॉक्टर्स कहेते है, अगर काट दिया, दोनों मर जायेंगे. फिर वोह आदतन जीते रहेते है. कोंग्रेस और भ्रष्टाचार भी ऐसे ही जुडवा है, वोह अलग नहीं है. दोनों की व्याख्या एक ही है, अर्थ और अस्तित्व एक ही है. एक जिंदा है तो दूसरा भी साँसे ले रहा है. दोनों एक - दुसरे के अस्तित्व का सम्मान करते है. क्यूँ की, इसी में उन का अपना अस्तित्व जुडा है. जुड़े रहेना उन का स्वार्थ है, जुड़े रहेना उन की ज़िन्दगी है. 

यह अनोखी यात्रा है कोंग्रेस की.
और यह पड़ाव भी बहुत अवर्णनीय है!
जहाँ लाज - शर्म सब छुट गया है.
एक तम्बूरा ले के जैसे मीराबाई जोगन बन
गलियों में घुमा करती थी, आज एक भोगन
बन कोंग्रेस पार्टी हाथ में पांचसो-हजार की गड्डी
लिए हुए देश में निर्भीक घूम रही है.
जब आप ऐसा कोई पत्र लिखते है,
कृपया अपनी स्थिति का पहेले
अवलोकन कर लिया कीजिये. 





  
मै एक लेखक - पत्रकार हूँ. पर सबसे पहेले मै तक़दीर का मारा एक भारतीय हूँ. शायद मेरा जन्म बहुत जल्दी हुआ है, या फिर मैं दौसो साल देर से जन्मा हूँ. मैं आप जैसे गंदे लोगो को अपने नेताओ के रूप में देखना अपने जीवन की सबसे बड़ी बदकिस्मती और विवशता समजता हूँ. यह स्थिति मुझे स्वीकार्य नहीं. क्यूँ की यह डेमोक्रसी नहीं है, यह केकिस्तोक्रसी है. जहाँ बहुत सारे नीच और अधम लोग मिल के लोगो के सर पे बैठ अपनी हुकूमत चलाते है. आप इस सूचि में अपने मेडम और प्रखर अर्थशास्त्री के साथ शीर्ष पर बिराजमान है. मेरे जैसे करोडो लोग है - जो आप सब लोगो को अपने दिलोदिमाग से घृणा करते है. मै पत्रकार - लेखक हूँ, चाहू तो अपनी बात बिटविन ध लाइन्स लिख सकता हूँ. पर में कोई शब्द चुराना नहीं चाहता. क्यूँ लिखू बिटविन ध लाइन्स? कुशासन और भ्रष्टाचार का निर्वस्त्र नाच जब खुल्लेआम हो रहा है, में अपनी नाराज़गी खुल के ज़ाहिर क्यूँ न करू? मुझे कहेने दीजिये की, जब आप के गंदे निवेदन सुबह-सुबह टेलिविज़न पर सुनते है, हमारा दिन वही से खराब हो जाता है, जब आप की अधिष्ठात्री देवी की खामोशी रोज सुबह हमारे कानो से टकराती है, हमारे कान फट जाते है. जब हम १२० करोड़ लोगो का नेतृत्व करनेवाले दुनिया के अनूठे इमानदार सरदारजी को देश की समस्याए सुलजाने के लिए प्रतिबध्धता की जगह जादू की छड़ी ढूंढ़ रहे पाते है तो लगता है की, सवासो करोड़ लोग मानो पंगु व् नि:सहाय हो गए. नेतृत्व की और इमानदारी का ऐसा सुखा शायद ही हमारे पांच हजार वर्ष के इतिहास में आया हो. कमबख्ती यह है की, इस सूखे का साक्षी बनना और इनका शिकार बनना हमारी किस्मत में ही लिखा था! 

और आप जैसे लोग इस स्थिति का आनंद उठाना भी जानते है. सही में आप स्थितप्रग्न है. मेरे पास कहेने को बहुत कुछ है किन्तु यहाँ अपनी बात समाप्त कर रहा हूँ. आप से यह निवेदन है की, कृपया अपनी बकवास बंध मत कीजियेगा. यह जो कुछ भी आप बोलते है - उस से हमें और बल मिलता है. लगता है की अन्ना सच में आपका सिरदर्द बने हुए है. यह धारणा और भी पक्की होती चली जाती है. आप बोलते रहिये, क्यूँ की आपकी बकवास न सिर्फ आपकी मानसिकता बल्कि मेडम और उनके राजकुमार के गंदे खयालात भी बयाँ करती है. आप जैसे लोग है तो अन्ना है, अगर आप और मेडम वगैरह नहीं होंगे तो अन्ना की ज़रूरत क्या रह जायेगी. 

आपके नए पत्र की प्रतीक्षा है. 

-किन्नर आचार्य 
Mobile: +919825304041