એકસો શ્વાન મરે છે ત્યારે એક સુવ્વર જન્મે છે. એકસો સુવ્વર મરે ત્યારે એક લોંકડી જન્મ લે છે અને એક હજાર લોંકડી મરે ત્યારે એક લુચ્ચો સ્યુડો સેક્યુલરિસ્ટ અવતાર ધારણ કરે છે... ભારતના કહેવાતા બૌદ્ધિક સેયુલારિયાઓ પાકિસ્તાન પ્રાયોજિત સંસ્થાના સમારંભોમાં ભારત વિરોધી ભાષણો ભરડતા રહ્યા. હવે તેઓ કહે છે કે, "લે! અમને તો ખ્યાલ જ નહોતો કે આમાં આઈ. એસ. આઈ. પણ ઇન્વોલ્વ છે!" પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે...
એક કુઆની પાળ પર ત્રણ જુવાનીયા બેઠા છે. એક મુસ્લિમ કટ્ટરવાદી છે, બીજો હિન્દુ કટ્ટરવાદી છે અને ત્રીજો એક કહેવાતો સેક્યુલારિસ્ટ છે. ત્રણેય તમને એમ કહે કે, "અમારામાંથી કોઈ બે સૌથી નીચ, અધમ અને હલકટને કુઆમાં ધક્કો મારી દો!" આવા સંજોગોમાં તમે કોને ધક્કો મારશો? વેલ, સેક્યુલારિસ્ટને ધક્કો મારવો જોઈએ. . બાકી બેઉના કાંઠલા પકડી તેને નીચે ઉતારી અને કહેવાનું કે, 'સોબત હમેશા સારી રાખવી. પેલો જે કુઆમાં ગયો એના પાપે જ તમે માથે ભગવા-લીલા કફન બાંધ્યા છે!" આ ટુચકાને વાસ્તવિક ઠેરવતી, સેક્યુંલરીયાઓની એક યાદી પર જરા દ્રષ્ટિપાત કરીએ: જસ્ટીસ રાજિન્દર સચર - જેમણે દેશના મુસ્લિમોની પરિસ્થિતિ પર એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના મામલે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિમાં સ્થાન ભોગવતા દિલીપ પડગાંવકર. વડાપ્રધાનશ્રીના મિડિયા સલાહકાર, હરીશ ખરે. કટાર લેખક કુલદીપ નય્યર, 'વીમેન વેજિંગ પીસ'ના રિટા મનચંદા. 'કાશ્મીર ટાઈમ્સ'ના તંત્રી વેદ ભસીન. હેડલાઈન્સ ટુડેના તંત્રી હરિન્દર બાવેજા. માનવાધિકાર એક્ટિવિસ્ટ તરીકે જાણીતા ગૌતમ નવલખા અને કમલ ચિનોય. જાણીતા કોલમિસ્ટ પ્રફુલ બિદવાઈ. લાગે છે કે જાણે આપણે પદ્મ એવોર્ડના વિજેતાઓની યાદી નિહાળી રહ્યાં છીએ. આ બધા એ લોકો છે જે સતત બોલ્યા કરતા હોય છે, લખ્યા કરતા હોય છે. એમની પાસે નરેન્દ્ર મોદીથી લઇ કાશ્મીર અને ભ્રષ્ટાચાર જેવા અનેક વિષયો પર અભિપ્રાયોના ભંડાર હોય છે. ઓપિનિયનની બાબતે તેઓ અક્ષયપાત્ર જેવા હોય છે. તમે એક અભિપ્રાય એમની પાસેથી મેળવો ત્યાં જ બીજા બે-ત્રણ એમને નવા ઉગી નીકળ્યા હોય. આ બધા નામો એ વિભૂતિઓના છે જેમણે ગુલામનબી ફાઈનું આમંત્રણ સ્વીકાર્યું હતું. ફાઈની અત્યારે એફ.બી.આઈ. દ્વારા ધરપકડ થઇ ચુકી છે અને એવા સજ્જડ પુરાવાઓ મળ્યા છે જેના થાકી સાબિત થાય છે કે, 'કાશ્મીરી અમેરિકન કાઉન્સિલ' નામનું ફાઈનું આ સંગઠ્ઠન પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ.ના ભંડોળથી ચાલતું હતું. તેનું મુખ્ય કાર્ય આંતર રાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દે ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી માહોલ સર્જવાનું હતું. વધુ એક એજન્ડા હતો: કાશ્મીર ખીણમાં શાંતિ ના સ્થપાય તે માટે હુર્રિયતના નેતાઓને નિયમિત ફંડ પહોંચાડવાનો.. આપના આ બધા મહાનુભાવો ફાઈએ યોજેલી કોન્ફરન્સોમાં માનવાધિકાર અને લોકશાહીના રૂપાળા નામો હેઠળ ઓલમોસ્ટ ભારત વિરોધી બકવાસ કરી આવ્યા છે. એમને કોઈ પૂછનાર નથી, રોકનાર કે ટોકનાર તો ક્યાંથી હોઈ શકે? વડાપ્રધાનના મિડિયા સલાહકાર ખુદ જ્યાં મુંડન કરાવી આવ્યા હોય તો બાકીના તો એમની પાસે મગતરા કહેવાય.
એના કાર્યક્રમોમાં કાશ્મીરના અંતરાત્માના અવાજના નામે ભારત વિરોધી ભાષાનો થતા અને તાળીઓનો ગડગડાટ થતો. યાદ રહે કે, એ ભાષણો ભરડવામાં આપણાં કહેવાતા બૌદ્ધિકો મોખરે હતા. વટલાયેલા મુલ્લાજી બે-ચાર ડુંગળી વધુ દાબે એ ન્યાયે કહેવાતા સેક્યુલર શૈતાનો વાણીના સ્વાતંત્ર્ય ના નામે રીતસર વિચારોનો વ્યભિચાર કરતા. આ છે દેશના કહેવાતા સેક્યુલર બૌધ્ધિકોનિ વાસ્તવિકતા. આપણાં બૌદ્ધિકો આવા બધા જલસા કરી જ આવ્યા છે. દેશહિતના ભોગે. હવે તેઓ કહે છે કે, 'અમે ફાઈના ઈરાદાઓ અંગે અજાણ હતા, એના પાકિસ્તાન કનેક્શન વિશે પણ અમને જાણ નહોતી' ઓબ્જેક્શન મી લોર્ડ! ભારતની જાસુસી સંસ્થા "રિસર્ચ એન્ડ એનાલીસિસ વિન્ગ" (રો) પાસે દોઢ દાયકા અગાઉ જ ફાઈના કુકર્મોની જાણકારી પહોચી હતી, છેલ્લા ચૌદ વર્ષોથી 'રો'ની તેના પર નજર હતી. એ અલગ વાત છે કે, રો ફક્ત જાણકારી મેળવે છે, કદી એકશનમાં માનતી નથી. ખૈર, ફાઈ અગાઉ તો વોશીન્ગ્તનના એક અંતરિયાળ વિસ્તારમાં રહેતો હતો અને પોતાની પ્રવૃત્તિઓ ચલાવ્યા કરતો હતો. આઈ.એસ.આઈ. તરફથી વધારાનું ફંડ મળવું શરુ થયું એટલે તેણે પોતાનો પંજો ફેલાવ્યો. 'કાશ્મીરના અસલી અવાજ'ના અંચળા હેઠળ એ પાકિસ્તાનના એજન્ડાને પ્રમોટ કરવા લાગ્યો, સંયુક્ત રાષ્ટ્રના સેમિનાર યોજાતા હોય તો ત્યાં જઈ કાશ્મીર મુદ્દે દેખાવોનું આયોજન કરવા લાગ્યો. કાશ્મીરમાં ભારતીય ફોજ અને ભારતીય કેન્દ્ર સરકારની દખલગીરી અંગે એ ભયાનક હદ્દે કુપ્રચાર કરતો. હજુ હમણાં સુધી એની આ બધી પ્રવૃત્તિ ચાલુ હતી. વોશીન્ગ્ટનમાં આવેલી પાકિસ્તાની એમ્બેસીમાં એ દર શનિવારે (શનિવારે ત્યાં 'ફાઈવ ડે વીક'ના કારણે રજા હોય છે) બિલ્લીપગે પહોંચી જતો. પોતાના આકાઓ પાસેથી આદેશો મેળવતો અને પોતાનું નેટવર્ક ફેલાવતો. આઈ.એસ.આઈ.ના સાહેબો જોડે એ ઈ-મેઈલ દ્વારા સતત સંપર્કમાં હતો.
પિસ્તાલીસ પાનાંની એફિડેવિટમાં એફ.બી.આઈ.એ કેટલાક ચોંકાવનારા તથ્યો મુક્યા છે. ફાઈને દર વર્ષે પાકિસ્તાન તરફથી કરોડો રૂપિયા મળતા હતા. આ ભંડોળમાંથી એ બૌદ્ધિક ગધેડાઓને બોલાવીને તેમની પાસે ભાષણ ભરડાવતો. એફ.બી.આઈ. પાસે ફાઈના એ ચાર હજાર ઈ-મેઈલનો ડેટા છે જેમાં તેણે આઈ.એસ.આઈ.ના અધિકારીઓ સાથે વાતચીત કરી છે, ફોન કોલનું રેકોર્ડિંગ છે. એફ.બી.આઈ. બહુ દ્રઢપણે માને છે કે, તેની સંસ્થા, 'કાશ્મીરી અમેરિકન કાઉન્સિલ' પણ વાસ્તવમાં આઈ.એસ.આઈ.એ જ ઉભી કરેલી છે.
પોતાનું ગ્રેજ્યુએશન ફાઈએ અલિગઢ મુસ્લિમ યુનિવર્સીટીથી કર્યું. એ પછી મક્કા અને સાઉદી અરબની સ્કોલરશિપ મળ્યા પછી ફાઈએ ત્યાં જઈ પણ અભ્યાસ કર્યો હતો અને કટ્ટરવાદના પાઠ શીખ્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનો મોહમ્મદ યુસુફ શાહ તેનો બાળપણનો મિત્ર છે. ફાઈને અમેરિકાની તપાસ સંસ્થાઓ પાકિસ્તાનનો જાસુસ જ માને છે. એફ.બી.આઈ. પાસે આવું માનવના કારણો પણ છે, તેમને કેટલાક એવા સાક્ષીઓ પણ મળ્યા છે જે ફાઈની ગતિવિધિઓ અને તેના પાકિસ્તાન કનેક્શનની ચોક્કસ માહિતી ધરાવે છે. તેમના કહેવા મુજબ એ પાકિસ્તાન ને પૂછ્યા વગર પાણી પણ પીતો નહોતો. તેની ઇવેન્ટમાંથી લગભગ એંસી ટકાનું આયોજન ખુદ આઈ.એસ.આઈ. કરતી અને બાકીની વીસેક ટકા ઇવેન્ટ એના ખુદના ભેજાની નીપજ રહેતી. જેના માટે પણ આઈ.એસ.આઈ.ની પૂર્વમંજુરી અનિવાર્ય રહેતી. ટૂંકમાં કહીએ તો એ આઈ.એસ.આઈ.નું માઉથપીસ હતો.
ફાઈની પ્રવૃત્તિ પાકિસ્તાન માટે એટલી ફળદાયી હતી કે, ભારત એ તેનો મુકાબલો કરવા કાશ્મીરી મૂળના એક નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી નામે વજાહત હબીબુલ્લાહને અમેરિકા મુકવા પડ્યા. તેમને 'મિનિસ્ટર - કોમ્યુનિટી અફેર્સ'નો દરજ્જો આપવામાં આવ્યો. સવાલ એ પણ થાય કે, ફાઈએ કદી અર્નાબ ગોસ્વામી, એમ.જે. અકબર, અરુણ શૌરી કે પ્રભુ ચાવલા જેવા પત્રકારોને શા માટે વક્તવ્ય માટે ના બોલાવ્યા? કારણ સ્પષ્ટ છે: આ બધા લોકોના દ્રષ્ટિકોણ તેમનાથી હજમ થાય એમ નહોતું. તેમને 'યુઝફૂલ ઇડીયટ્સ'ની આવશ્યકતા હતી. એમને ભારતના ગદ્દારો ખપતા હતા. અને આવા મુર્ખ લોકોને ગદ્દાર ના કહીએ તો બીજું શું કહીએ!
બૌદ્ધિકતાના નામે આપણે ત્યાં ઘણા લોકો પોતાનો કારોબાર ચલાવવા નીકળ્યા છે. એક ફેશન થઇ પડી છે, દેશ વિરુદ્ધ અને હિન્દુઓ વિરુદ્ધ બોલવાની. કહેવાતા બુદ્ધિજીવીઓની આ ગુસ્તાખીઓ દેશને કેટલી હદ્દે નુકસાનકારક છે એ આપણે ગોધરાકાંડ થી લઇ છેક ફાઈ સુધીના મામલે અનુભવ્યું છે. આવી જ માનસિકતા ધરાવતા નાના-નાના ફૂદકા જેવા લોકો આપણ ને સોશિયલ નેટવર્કિંગની સાઈટ પર પણ જોવા મળતા હોય છે. ભલે એમની હેસિયત બહુ મોટી ના હોય પણ વાતાવરણ માં વૈચારિક પ્રદુષણ ફેલાવવા તેઓ યથાશક્તિ પ્રદાન કરતા રહે છે. ઓઝોનના પડમાં સાવ એમ જ ગાબડું નથી પડી ગયું. દિગ્વિજયની બોન્સાઈ આવૃત્તિ જેવા આ લોકોનો આતંક પણ ઓછો નથી. દરેક અસામાજિક તત્વને પોતાની પાપી પ્રવૃત્તિ કાજે સમાજની જરૂર પડે છે એમ આવા લોકોને પણ વિચારોનો કાર્બન મોનોક્સાઈડ ફેલાવવા માટે ઓડીયન્સની જરૂરીયાત હોય છે. એટલે જ તેઓ ટેકનોલોજીના માધ્યમથી લોકોની વચ્ચે ઘુસી જાય છે. એમની હિલચાલ પણ આતંકવાદીઓ જેવી જ હોય છે. એ લોકો વચ્ચે પહોંચી ને લોકોની કબર ખોદે છે.
વૈચારિક ઉગ્રવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. અહી કોઈપણ અલેલટપ્પું આવા સંવેદનશીલ મામલે પણ મનફાવે તેવા નિવેદનો કરી શકે છે. બધું ચાલે છે. આ એક મહાન ડેમોક્રસી છે. દિગ્વિજય સિંહથી લઇ કુલદીપ નય્યરો સુધીના તમામ લોકો એક મહાન લોકશાહીના મહાન સંતાનો છે. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તે પછી તેઓ એ અંગે મહાન વિચારક ઓશોનો અભિપ્રાય મેળવવા ગયા. ઓશોએ તેમને સંપૂર્ણ નૈતિક સમર્થન આપતા કહ્યું કે, 'હજુ કમસે કમ દસ વર્ષ ઈમરજન્સી ચાલુ રાખજો, આ દેશના લોકો લોકશાહીને લાયક નથી' ઓશો જમાનાથી આગળ હતા. આજે પણ દેશને પ્રતિબદ્ધ, કડક શાસકના લોખંડી પંજા તળે સખ્ત કટોકટીની અનિવાર્ય આવશ્યકતા છે. દેશના લોકોના હાથ-પગ ટૂંકા થઇ જાય અને જીભડી દોઢ ફૂટ લાંબી થઇ જાય તો સમજવું કે એ લોકશાહીને લાયક નથી.
* તારીખ ૨૮ જુલાઈના દિવસે "અકિલા"માં પ્રકાશિત થયેલો આ લેખ થોડા ફેરફાર સાથે અહીં મુક્યો છે.
* તારીખ ૨૮ જુલાઈના દિવસે "અકિલા"માં પ્રકાશિત થયેલો આ લેખ થોડા ફેરફાર સાથે અહીં મુક્યો છે.