Saturday, September 24, 2011

ચીદુ, સિબ્બુ અને તિવારી સાથેની એ ખાનગી બેઠક: મેડમ પેલા સ્વામી પર કેઈસ કેમ કરતા નથી?




લઘુકથા 

સુબ્રમણ્યન  સ્વામી અને બીજા વિરોધીઓના આક્ષેપોનો જવાબ આપવા મેડમએ એક વખત ચીદુ, સીબ્બુ અને તિવારી જેવા ધુરંધર વકીલોને બોલાવ્યા. 

બધા કોંગ્રેસી વકીલોને ભેગા કરી મેડમ એ કહ્યું:
"સાંભા.. કાલીયા જેવા મારા વફાદાર સાથીઓ... મારી ઉપર અને મારા નિર્દોષ - અલ્પમતિ બાબા પર જોરદાર પ્રહારો થઇ રહ્યા છે! અરે! આ લોકો મારા 'રામા'ને પણ છોડતા નથી! તમે જ કહો, એનો શો વાંક! એ તો મારી આજ્ઞાઓનું અક્ષરશ: પાલન કરે છે. તમે જાણો છો, એને તો સ્વતંત્ર દિમાગ જ નથી.. આપણી ગિરોહ પર આ કુઠારાઘાત છે! સાગરીતો! હું ઈચ્છું છું કે, તમે બદનક્ષીનો એક એવો લોઢા જેવો કેઈસ તૈયાર કરો કે વિરોધીઓની સાન ઠેકાણે આવી જાય!"

બધા દિગ્ગજો નીચી મુંડી ઘાલી વિચાર કરવા લાગ્યા... કોઈ કશું જ બોલતું નહોતું...

મેડમએ ચીસ પાડી:
"નમકહરામો! ટુ-જી થી લઇ કોમનવેલ્થ સુધીની બાબતોમાં બધા ખાઈ-પી ને ખદડા થયા છો... નાલાયકો, તમને મેં ઉની આંચ આવવા દીધી નથી. હવે ઋણ ચુકવવાની વાત આવી ત્યારે મૂંગા માર્યા છો!" 

સીબ્બુએ કહ્યું:
"મેડમ, તમે તો એવી વાત કરો છો જાણે તમને તમારો કટ મળ્યો જ ના હોય!"

"નાલાયક! તારી પાસે જીભડી ક્યાંથી આવી ગઈ! ખ્યાલ નથી કે, આંતરિક લોકશાહી એટલે શું! લોકશાહીમાં તમારી ફરજ અને અધિકાર માત્ર સાંભળવાનો છે, કંઈ બોલશો તો એ લોકશાહીનું અપમાન ગણાશે!"  મેડમ બરાડ્યા. 

મેડમને ગરમી પકડી ગયેલા જોઈ સીબ્બુ અને ચીદુએ તિવારીને ઈશારો કર્યો અને તેને મેડમને મનાવવા સંકેત આપ્યો. તિવારીએ તેમને ટાઢા પાડવા પ્રયત્ન કર્યો ને કહ્યું: 
"મેડમ! બદનક્ષી અને માનહાનીનો દાવો તો કાલે કરી દઈએ! પરંતુ જજ સાહેબ જો એમ કહે કે, 'પહેલા પુરવાર કરો કે તમારી પાસે આબરૂ, માન અને ઈજ્જત છે!' તો શું કરીશું!"

મેડમનો ચહેરો ઝંખવાણો પડી ગયો. તેઓ બોલ્યા:
"તો મોઢામાંથી આ બધું વહેલા ફાટો ને! જાઓ! જેને જે બોલવું હોય તે બોલવા દો! લોકશાહીમાં સૌને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે!"

6 comments:

  1. "આ લોકો મારા 'રામા'ને પણ છોડતા નથી!" હા..હા..હા...મોગેમ્બો ખુશ હુઆ.....

    ReplyDelete
  2. Absolutely hilarious and true too.

    ReplyDelete
  3. ભાવેશ શાહSeptember 24, 2011 at 6:03 PM

    હિન્દુસ્તાન કે શોલે (ભડકા )
    આ ગબ્બર ની ટોળકી, ઠાકુર જેવી હિન્દુસ્તાન ની લોકશાહી ના તો બંને હાથ એને કાપી નાખ્યા છે. એનો પરિવાર ઉજાડી દીધો છે, જયા ભાદુરી જેવી ભોળી પ્રજા રાત્રે દીવડા પ્રગટાવવા સિવાય કરી નથી કરી સકે એમ.
    જયારે બસંતી જેવી ચુલબુલી પ્રજા જે અહી ફેસ બુક માં ભેગી થાય છે એના હાથ માં ખન્નો ઘોડી ની લગામ નથી...
    બાકી બચ્યા જય (અન્ના) અને વીરુ (મોદી સાહેબ/નીતીશજી- પસંદગી ની છૂટ !)
    એમના કામ તો કરે છે, જોઈએ ક્યારે આ આગ ઠરે છે.

    ReplyDelete
  4. હી હી હી...ઓલી રાજવાળી પણ મુકો ને..

    ReplyDelete
  5. SIMPLY AMAZING IMAGINATION....!!!

    ReplyDelete