Monday, January 2, 2017

દેશી ગૌવંશના અસલી-પ્રતિબધ્ધ રખેવાળો

ગીર ગાયના દૂધમાંથી પાંચ કિલોની બર્થ ડે કેક ... દેશી ગાયનાં ઘીમાંથી મોહનથાળ અને ગુલાબ જામ્બુ ... ગોબરમાંથી એન્ટી રેડિએશન ટેબ્લેટ ... કોસ્મેટિક્સ , બ્યુટી કિટ  અને બીજી અગણિત પ્રોડક્ટ્સ .... આપણે ધારીએ છીએ તેના કરતા અનેકગણાં પ્રયોગો ગુજરાતમાં આ ક્ષેત્રમાં  રહ્યાં છે. દેશી ગૌ - વંશ વિષે તમે અગાઉ ક્યાંય નહીં  જાણેલી વાતો...

હજારો ગાયોની વિનામૂલ્યે સેવા-સુશ્રાૃષા કરી ચૂકેલા યુવાન મિતલ ખેતાણી કહે છે ઃ ‘’ગાયો તો માત્ર પંચગવ્યના ઉપયોગથી જ બચી શકશે. શાસ્ત્રોમાં ગાયોને ‘’ગૌધન’’ની ઉપમા મળી છે, ગાય એક પ્રકારનું ધન છે- જો તેનો યોગ્ય ઉછેર થાય તો. અને મનુષ્ય સ્વાર્થી પ્રાણી છે, જો તેને ગાયમાંથી ઉપાર્જન થતું હશે તો જ ગાય બચી શકશે.’’ રાજકોટનાં મિતલ ખેતાણીની એનિમલ હેલ્પલાઈન ૨૦૦૫થી શરૃ કરીને આજ સુધીમાં રસ્તે રઝળતી ૩૮ હજાર ગાયોની સારવાર કરી ચૂકી છે. ગૌસેવાનો આ એક પ્રકાર છે.


ગૌશાળાનાં માધ્યમથી દેશી ગાય દ્વારા ક્રાંતિકારી કાર્યો કર્યા હોય તેવાં અનેક ઉદાહરણો જોવા મળે છે. જસદણ સ્ટેટના યુવરાજ સત્યજીત ખાચરની શિવરાજ વાડી ગીર ગૌશાળાને મુળ કચ્છના ગૌસેવક ઘનશ્યામ દાસ એ ચમત્કારીક સ્પર્શ આપ્યો છે. આજે તેમની પાસે ૧૫૦ ગીર ગાય છે અને કુલ ૭૦૦ ગાયોનું પંચગવ્ય તેઓ એકત્રીત કરે છે. તેમાંથી લેપ, સાબૂ, તેલ, દંતમંજન જેવી ૩૫ કોસ્મેટિક પ્રોડક્ટસ અને ૩૫ ઔષધિય ઉત્પાદનો બનાવે છે. દરરોજ ૨૦૦ લિટર ગીર ગાયનું દૂધ તેઓ રાજકોટ મોકલે છે. વલોણાથી પોતે ઘી બનાવે છે જે રૃપિયા ૧૫૦૦ના ભાવે વેંચે છે. માખણ નિષ્પન્ન થઈ ગયાં પછી વધેલી વલોણાની છાસ દસ રૃપિયે લિટર વેંચે છે જે લેવા માટે દરરોજ સવારે લાંબી કતારો લાગે છે. પંચગવ્યનો ઉપયોગ તેઓ પોતાની ખેતીમાં પણ કરે છે.

અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં વડ ગામે બાગાયતી ખેતી કરતાં પીઠુભાઈ બોરિચા પણ પોતાની ૧૫૦ વીઘાની ખેતીમાં પંચગવ્યનો ઉપયોગ કરે છે. એક સમયે તેમની પાસે ૬૫ આલા દરજ્જાની જાફરાબાદી ભેંસો હતી, હૃદયપરિવર્તન થયું અને બધી જ ભેંસો વેંચી ૨૨ ગીર ગાયો અને ત્રણ ઉત્તમ ધણખૂંટ ખરીદ્યા. આજે ખાતર તરીકે તેઓ ગૌમૂત્ર તથા ગોબરનો ઉપયોગ કરે છે, ડ્રિપમાં ગૌમૂત્ર ચડાવી દે છે અને આંબા, લીંબૂ, કેળા જેવાં પાકમાં ઉત્તમ ઉત્પાદન મેળવે છે.
ગીર ગાયના ઉછેરનું કેન્દ્રબિંદુ ગણાતા જામકા ગામનાં પરષોત્તમભાઈ સિદપરા પાસે ૧૦૫ ગીર ગાય છે અને તેમાંથી ઉપાર્જન મેળવવાની તેમની પધ્ધતિ સાવ નિરાળી છે. તેઓ ગાયનાં એક ટાઈમના દૂધ-ઘીનું વેંચાણ કરી નાંખે છે, બીજા ટંકના દૂધ-ઘીમાંથી દૂધના પેંડા, માવો, માવાનાં પેંડા, મોહનથાળ તથા ગુલાબજાંબુ જેવી વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેંચાણ કરે છે. ૩૨ પ્રકારના ઔષધો દ્વારા બનતાં તેમનાં કાટલાંના લાડુ સૂવાવડી સ્ત્રીઓ માટે દેશ-વિદેશમાં જાય છે. તેમની મીઠાઈઓ માટે બબ્બે મહિનાનું વેઈટિંગ લિસ્ટ રહે છે. ગલ્ફનાં દેશોથી લઈને યુનાઈટેડ સ્ટેટ્સ, યુ.કે. નોર્વે અને ઓસ્ટ્રેલિયા સુધી તેમની પ્રોડક્ટસ જાય છે.


હા ! ગાય આજનાં યુગમાં પણ વ્યવસાયની ગ્ષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મોરબીનાં મનોજ પનારાએ એકસો કરતાં વધુ ગીર ગાયો રાખી છે. તેનું દૂધ લોકો ઘેર આવી લઈ જાય છે. વિરપર ગામે તેઓ ‘’વસુંધરા ગીર ગાય ગૌશાળા’’ ચલાવે છે. ગૌમૂત્ર આ વિસ્તારમાં ૨૦૦૦ રૃપિયા પ્રતિ બેરલ વેંચાય છે. મનોજભાઈમાંથી પ્રેરણા મેળવીને આ વિસ્તારનાં પચ્ચીસેક યુવાનોએ દસ-વીસ-પચ્ચીસ ગાયોથી આ વ્યવસાય શરૃ કર્યો છે અને તેઓ સફળ પણ થયા છે.

એક મનોજભાઈ મોરબીનાં છે તો એક કચ્છના પણ છે ! ભૂજ પાસેના માધાપરના વતની અને કચ્છના કૂકમા ગામે ‘’શ્રાી રામકૃષ્ણ ટ્રસ્ટ’’ના નેજા હેઠળ ગૌશાળા ચલાવતા મનોજ સોલંકી પાસે દેશી કાંકરેજ નસ્લની ૧૭૫ ગાયો છે, ૮૦ એકરમાં તેમની શાકભાજી-મસાલા-અનાજની ખેતી છે. અહીં તેઓ પ્રથમ દરજ્જાનાં ઓર્ગેનિક અનાજ-મસાલાનું ઉત્પાદન કરે છે

કાંકરેજ ગાયનું દૂધ ૪૫ રૃપિયે લિટર અને ઘી ૧૦૦૦ રૃપિયે વેંચે છે. પંચગવ્યમાંથી તેઓ લગભગ ૧૭૦ પ્રોડક્ટસ બનાવે છે જેમાં ફિનાઈલથી લઈને સાબૂ, ખેતીની દવા વગેરેનો સમાવેશ થાય છે. શ્રાી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ૧૫થી ૨૦ પ્રકારનાં કોસ્મેટિક્સ, વીસેક જાતની દવાઓ અને ૧૫ આસપાસ ખેતીને લગતી પ્રોડક્ટસ બનાવે છે. અહીં ગોબર ગેસ આધારિત જનરેટર પણ મૂકાયું છે. યજ્ઞાશાળાનું નિર્માણ પણ થયું છે. મનોજ સોલંકી કહે છે ઃ ‘’ગાય જો ખેતીથી નોખી હોય અને ખેતી જો ગાયવિહોણી હોય તો એ બહુ સારી સ્થિતિ ન કહેવાય. બેઉ એકમેકનાં પૂરક છે.’’

એકઝક્ટલી. આ જ વાત રાજકોટની શ્રાીજીગૌશાળાએ પણ પૂરવાર કરી છે. આ ગૌશાળામાં કુલ ૧૬૪૦ ગાયો છે. બધી જ ગીર અને દેશી નસ્લની. અવેડાથી લઈ બધું જ ચોક્ખુંચણાક. દરેક ગાયનો આયુર્વેદિક પધ્ધતિથી જ ઉપચાર થાય. ગૌમૂત્રમાંથી સાબૂ, શેમ્પુ, ફિનાઈલ જેવી અનેક પ્રોડક્ટ્સનું તેઓ ઉત્પાદન કરે છે. ગૌમૂત્ર દ્વારા નિર્મિત દવાઓમાંથી છેલ્લાં વીસ વર્ષમાં સાત લાખ કરતાં વધુ દર્દીઓની તેમણે સારવાર કરી છે

ગૌશાળાનાં સંચાલક પ્રભુદાસભાઈ તન્ના કહે છે, ‘’દૂધ-ઘી તો અમે ગણતરીમાં જ લેતા નથી, ગાયનાં ગૌમૂત્ર અને છાણમાં જ એટલી તાકાત છે કે, તેનાં યોગ્ય ઉપયોગથી ગાયોનો ઉત્કૃષ્ટ નિભાવ થઈ શકે.’’ ટૂંક સમયમાં તેઓ ગૌમૂત્ર આધારિત સંપૂર્ણ બ્યુટી પાર્ર્લર કિટ લઈને આવી રહ્યાં છે.

સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં દેશી ગાયના ઉછેર અંગે જે જાગૃતિ આવી છે તેનો બહું મોટો યશ રાજકોટના ગૌપ્રેમી મનસુખ સુવાગિયાને જાય છે. છેક ૨૦૦૩થી તેમણે જામકાથી ગીર ગાયને લગતી મૂવમેન્ટ ચાલુ કરી હતી. તેમણે ૨૦૦ કરતાં વધુ ગામોમાં ફરી, સંમેલનો યોજી દેશી ગાયની ઉપયોગીતા સમજાવી. તરણેતરના મેળાથી લઈને જ્ઞાાતિનાં સંમેલનો અને અંગત પ્રસંગો... 

જ્યારે, જ્યાં જેવી તક મળી તે મુજબ ગીર ગાયનો પ્રચાર કર્યો. ૨૦૧૬થી તેમણે કચ્છ-ઉત્તર ગુજરાતની કાંકરેજ ગાયનું સંવર્ધન કરવાની ઝુંબેશ હાથ ધરી છે. નવ જિલ્લાનાં બે હજાર ગામોમાં ફરીને તેમણે કાંકરેજ ગાયનું મહત્વ સમજાવ્યું છે. ગૌરક્ષા એટલે શું એ વાત કોઈ ફેનેટિક ગૌરક્ષકોને અને ગાયોને રસ્તે રઝળાવતાં ગૌપાલકોને સમજાવે તો ગાયોનું અને સમાજનું કલ્યાણ થઈ જાય.

ગાય રાખવી પરવડે નહીંતદ્દન વાહિયાત દલીલ

ઘણાં ગૌપાલકોની દલીલ એવી હોય છે કે ‘’આજનાં યુગમાં ગાયનો નિભાવ પરવડે નહીં’’ આ વાત સાવ હમ્બગ છે. જસદણ-શિવરાજવાડી ગીર ગૌશાળાના ઘનશ્યામ દાસ આખું અર્થતંત્ર સમજાવે છે ઃ એક ગાય દરરોજનું લગભગ સાત લિટર ગૌમૂત્ર આપે, તેમાંથી સાડા ત્રણ લિટર અર્ક બને જેનો ભાવ રૃપિયા ૧૮૦ પ્રતિ લિટર મળે છે. આમ, દરરોજનાં અર્કમાંથી ૭૦૦ રૃપિયા ઉપજે. અર્ક નીકળતાં બાકીનાં સાડા ત્રણ લિટરમાંથી દસ ડબ્બી ગૌમૂત્ર ઘનવટી બને- જે એક ડબ્બીની કિંમત ૮૦ રૃપિયા મળે. આમ, ૮૦૦ રૃપિયા તેમાંથી મળે. દરરોજ. રોજ ગાય ૭થી ૮ કિલો ગોબર આપે, સૂકવણી કરીને તેનાં છાણાં બનાવતા તેમાંથી ૭૫૦ રૃપિયાની ઉપજ થાય. રોજનું ૧૦ લિટર દૂધ ગણો તો તેમાંથી ૫૦૦ રૃપિયાની કિંમતનું ઘી મળે અને છાસ વધે તેમાંથી ૨૫૦ રૃપિયા ઉપજે. આમ, અર્કનાં ૭૦૦ વત્તા ઘનવટીનાં ૮૦૦ વત્તા છાણામાંથી ૭૫૦ વત્તા ઘીનાં ૫૦૦ અને છાસનાં ૨૫૦ ઉમેરો તો દરરોજ એક ગીર ગાય તમને ૩૦૦૦ રૃપિયા આપે. નિભાવનો ખર્ચ બાદ કરો તો પણ દરરોજનાં ગૌપાલકને ૨૫૦૦ રૃપિયા મળે. હા ! શરત એ છે કે, માર્કેટ ઉભું કરતાં આવડવું જોઈએ.

બસ્સો વર્ષ જૂનું બિયારણ અને પંચગવ્યનું સંયોજન

ગોંડલના રમેશભાઈ રૃપારેલિયા વેદિક ખેતી કરે છે. તેમની પાસે ટમેટાંનું બસ્સો વર્ષ જૂનું બિયારણ છે, ગાજરનું દોઢસો વર્ષ જૂનું અને રિંગણા-ઘીસોડાનું એકસો વર્ષ જૂનું. હાઈબ્રીડ કશું જ નહીં. તેઓ ગૌપાલનનાં ત્રિ-દિવસીય વર્ગો ચલાવે છે જેમાં પ્રશિક્ષણ મેળવવા ગૌપાલકો ઉપરાંત સાયન્ટિસ્ટ્સ અને ડોક્ટર્સ પણ આવે છે. જામકાનાં પરષોત્તમ સિદપરા પાસે પણ અસલી દેશી ખરહટિયા ગુવારનું, સફેદ ભીંડાનું, લાંબા ડીંટીયાના રિંગણા અને દેશી ચેરી ટમેટાનું બિયારણ છે. બેઉ ગૌપાલકો પંચગવ્ય સાથે ખેતીનું સંયોજન સાધી ઉત્કૃષ્ટ પરિણામ મેળવે છે.

બર્થ-ડે કેક પણ ગીર ગાયનાં દૂધની !જામકાનાં પરષોત્તમભાઈ સિદપરાએ એક નવો જ કોન્સેપ્ટ આપ્યો છે ઃ તેઓ લોકોને બર્થ-ડે નિમિત્તે ચાર-પાંચ કિલોની મિલ્ક કેક (પેંડાની બનેલી કેક) બનાવી આપે છે. મેંદાની બિનઆરોગ્યપ્રદ કેક કરતાં એ સસ્તી પણ પડે છે, વધુ ગુણકારી પણ હોય છે અને ગૌપાલકોને પણ તેનાં દ્વારા પ્રોત્સાહન મળે છે.

શ્રાીજી ગૌશાળા એટલે જાણે નોખું પ્રવાસનધામરાજકોટની શ્રાીજી ગૌશાળાએ ગૌશાળા અને દેશી ગાયો પ્રત્યે લોકોની જાગૃતિ વધારવા અનેક પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે. તહેવારો સમયે અહીં અનેક કાર્યક્રમો યોજાય છે, લોકોને ગાયની તાજી છાસ, નાસ્તો અપાય છે. લોકોને પોતાનાં ધાર્મિક-સામાજિક પ્રસંગો ગૌશાળાના આંગણે ઉજવવા આકર્ષવામાં આવે છે. અહીં અનેક ધનવાન પરિવારોએ પોતાનાં સંતાનોના લગ્ન કરાવ્યા છે, એક લગ્નમાં તો હેલિકોપ્ટરમાં જાન આવી હતી ! અહીં ભાગવદ્ પારાયણ, રામપારાયણ, ગાયત્રી યજ્ઞાો પણ લોકો કરે છે.

ચાર પ્રકારનાં રથ અને એન્ટી-રેડિએશન ટિકડી
કૂકમામાં આવેલી શ્રાી રામકૃષ્ણ ટ્રસ્ટ ગૌશાળા દ્વારા ગોબરમાંથી અવનવી પ્રોડક્ટ્સ બનાવાય છે. અરીસા, તોરણ, કી-સ્ટેન્ડ જેવી અનેક ચીજોનું નિર્માણ થાય છે. ગૌશાળાએ બળદો રખડે નહીં તે માટે ઉપાય સૂચવતા ચાર રથ બનાવ્યા છે. બળદગાડું લઈ જતાં ગૌપાલકોને શરમ આવે છે તેથી આ હાઈફાઈ - સોફાવાળા - આરામદાયક ચાર પ્રકારનાં ગાડાં બનાવ્યા છે. બાળકોને શાળાએ તેડવા-મૂકવા જવા માટે શિશુરથ છે, નજીકમાં અવરજવર માટે કામધેનુ રથ, વરઘોડા માટે શાહીરથ, ખેડૂત માટે કિસાન રથ. ગોબર દ્વારા તેમણે મોબાઈલ માટે એન્ટી-રેડિએશન ટિકડી પણ બનાવી છે- જેની અસરકારક્તા સાબિત કરવા રૃબરૃ પ્રયોગ કરીને નિદર્શન અપાય છે. અહીં ગૌશાળામાં સૂથાર, લુહાર, કુંભારને પણ કામે રખાયા છે અને ગ્રામ્ય ગૃહોદ્યોગનું ઉદાહરણ પુરું પડાય છે. ગૌશાળામાંથી ૫૦ પરિવારને રોજગાર મળે છે.

સુવાગિયાના ૭ સૂત્રો

ગૌસંવર્ધક મનસુખ સુવાગિયાએ દેશી ગૌવંશના જતન માટે સાત સૂત્રોનો એક કાર્યક્રમ બનાવ્યો છે ઃ () આંગણે જાતવાન દેશી ગાય () જાતવાન નંદીથી ગૌસંવર્ધન () માતાના ગર્ભથી જીવનપર્યંત દેશી ગાયના દૂધ-ઘીનો આહાર () ગૌમૂત્ર-ગોબરથી ગૌ આધારિત કૃષિ () જળ સમસ્યામુક્ત ગામ () ગાયના વર્ણસંકરણને દેશવટો () રખડતા-નકામા સાંઢમુક્ત ગામ.

દેશી ગાય પર અનેક પુસ્તકોનું લેખન

રાજકોટના ગૌપ્રેમી-ગૌસંવર્ધક મનસુખ સુવાગિયાએ દેશી ગાયો પર અનેક પુસ્તકો લખ્યા છે. તેમનાં ગાય આધારિત કૃષિની ૫૦ હજાર નકલોનું વિતરણ થયું છે. ૨૦૦૮માં ગીર ગાય ગ્રંથનામે પુસ્તકો લખ્યા જેનું વિમોચન મોહન ભાગવત અને નવલકિશોર શર્માએ કર્યું. ૨૦૧૨ગોવેદગ્રંથ લખ્યો. આ તમામ પુસ્તકોની લાખો નકલ વિતરીત થઈ ચૂકી છે.

શા માટે દેશી ગાયનાં ઘી-દૂધ જ હિતાવહ ?

ભારતમાં નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સનું તારણ એ-૧ પ્રકારનું દૂધ આરોગ્ય માટે હાનિકારક હોવાનું જ છે. ડો.બી.કે. સદાનાએ ૨૦૦૯માં આ તારણ આપ્યું હતું. તેઓ ભારતના જાણીતા વૈજ્ઞાાનિક છે. ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાાનિકોના મત એ-૧ દૂધ હાનિકારક છે. ઓસ્ટ્રેલિયા સહિતના વિશ્વના અનેક દેશોનું તારણ પણ આ જ છે. મોટાભાગની ડેરીમાં જર્સી ગાયનું દૂધ આવતું હોય છે. જર્સી ગાય યુરોપિયન પ્રજાતિની છે. જ્યારે ભારતની દેશી ગાય આપે છે એ-૨ પ્રકારનું દૂધ. જે આરોગ્ય માટે સારું હોય છે. -વન પ્રકારના દૂધથી બાળકોને ડાયાબિટિસ થાય છે, લોકોને હૃદયરોગ, માનસિક બિમારી થઈ શકે છે. ભારતમાં ૩૨ પ્રકારની દેશી ગાયો છે.

દેશી ગોબરનાં છાણાં સૌથી હોટ ફેવરિટ !


આજકાલ દેશભરમાં ગાયનાં દૂધ-ઘી વિશે ખાસ્સી અવેરનેસ ફેલાઈ છે તેથી દેશી ગાયનાં ઘી-દૂધ તો વધુ ખપે જ છે. ઉપરાંત સૌથી વધુ ચાલતી પ્રોડક્ટ છે, કાઉ ડન્ગ કેક ! દેશી ભાષામાં કહીએ તો, છાણા ! લોકો ધૂપ માટે દેશી ગાયના છાણાંનો ચિક્કાર ઉપયોગ કરે છે. ઉપરાંત ગૌમૂત્રમાંથી બનતી ઘનવટી વગેરેનો પણ ઔષધ તરીકે ખુબ ઉપયોગ થાય છે. છાણાંના પેકેટના તો હવે ઓનલાઈન ઓર્ડર પણ આપી શકાય છે. દેશની અનેક જાણીતી વેબસાઈટ્સ પર એ ઉપલબ્ધ છે.

રાજસ્થાનની પથમેડા ગૌશાળાનું અદ્ભૂત કાર્ય

રાજસ્થાનનાં જાલોર જિલ્લામાં આવેલા સાંચોર સ્થિત પથમેડા ગૌશાળા ગૌસંવર્ધન ક્ષેત્રે અદ્ભૂત કાર્ય કરે છે. અહીં લગભગ દોઢ લાખ દેશી ગાય છે. છાણાંથી લઈ અર્ક, સાબૂ, મીઠાઈઓ, ઘી વગેરે મળીને સેંકડો પ્રોડકટ્સ બનાવે છે. અહીંનું દેશી ગાયનું ઘી ભારતનું સર્વોત્તમ ગણાય છે જેનું વેંચાણ અન્ય ગૌશાળાની સરખામણીએ ખાસ્સું વાજબી ભાવે થાય છે. એક વખત આ ગૌશાળાની મુલાકાત લેવા જેવી.

Tuesday, January 28, 2014

OSMAN MIRઓસમાણ મીરનું સૂત્ર: રિયાઝ કરો- રાજ કરો!
મોર બની થનગાટ કરે' ફેમ ઓસમાણ મીરનો નિકટથી પરિચય...સમયે વિખ્યાત ફિલ્મસર્જક સંજય ભણસાલી રાજકોટ આવ્યા હતા. ફિલ્મ, ‘રામલીલામાટે કેટલાક ડાન્સ પર્ફોરમન્સ વગેરે નિહાળવા અહીં તેમનું પંદરેક દિવસ રોકાણ હતું. ગાળામાં એક વખત રાજકોટથી દ્વારકા જતા સમયે કારમાં તેમણે ઑડિયો સિસ્ટમમાં સૌરાષ્ટ્રના લોક કલાકારોનો કંઠ સાંભળવાનું નક્કી કર્યું હતું. પોતાની ફિલ્મમાં તેમને લોક કલાકારનો ચિક્કાર ખપ હતો. ઘણુંબધું ગવડાવવાનું હતું. દોહા, મરશિયાં દોહા, બેકગ્રાઉન્ડના આલાપ અને બધા કરતાં પણ શિરમોર સમાન પેલું મેઘાનું અવિસ્મરણીય ગીત... ‘મન મોર બની થનગાટ કરે...’ છેલ્લાં લગભગ સોળ-સોળ વર્ષથી ગીત તેમનાં હૃદયમાં ગુંજતું હતું. છેકહમ દિલ દે ચૂકે સનમના સમયથી તેઓ ગીતને પોતાની ફિલ્મમાં સમાવવા માગતા હતા. કોઈ કારણસર ફિલ્મમાં તેનો સમાવેશ થયો અને પછી ભણસાલીની જે ફિલ્મો (બ્લૅક, દેવદાસ, સાંવરિયા, ગુઝારિશ વગેરે) આવી તેમાંથી કોઈ ફિલ્મમાં ગુજરાતની પૃષ્ઠભૂમિ નહોતી. અંતેરામલીલાવખતે એમનું સ્વપ્ન સાકાર થવાનું હતું.

રાજકોટથી દ્વારકાના રસ્તે સંજય ભણશાલીએ અલગઅલગ ગાયકના કંઠ ચકાસવાનું શરૂ કર્યું. એમાંથી એક ઘેઘુર કંઠ એમને એટલી હદે અપીલ કરી ગયો કે, એક કંઠ સાંભળ્યા પછી, તેની ગાયકી માણ્યા પછી તેમણે બાકીના ગાયકોને સાંભળ્યા નહિ. કારણકે, એમણે જેવા કંઠની, જેવી ગાયકીની કલ્પના કરી હતી, તેનાં કરતાં પણ વિશેષ કહેવાય તેવો કંઠ- ગાયકી ધરાવતો ગાયક એમને મળી ગયો હતો! ગાયક એટલે, ઓસમાણ મીર.

ફિલ્મરામલીલામાં તેમણે ગાયેલામન મોર બની થનગાટ કરે...’થી લઈને તેમણે બેકગ્રાઉન્ડમાં ગાયેલા દોહાઓ- આલાપ વગેરે ખૂબ ખૂબ ધૂમ મચાવી છે. આજે એમનાં નામના સિક્કા પડે છે, પણરામલીલાનાં ગીતોનું અસાઈનમેન્ટ તેમને આસાનીથી મળ્યું નહોતું. માટે ખાસ્સી મહેનત કરવી પડી હતી. અલબત્ત, ભણસાલી એન્ડ કંપનીએ મહેનત કરવી પડી હતી. ઓસમાણ મીર નહિ!

બન્યું એવું કે, કારમાં ઓસમાણને સાંભળ્યા પછી સંજય ભણસાળીએ તેને મુંબઈ આવવા માટે આમંત્રણ દેવાનું કામ પોતાનાં પ્રોડકશન હાઉસમાં સ્ટાફને સોંપી દીધું. ભણસાલી પ્રોડકશન્સમાંથી ઓસમાણ મીર પર ફોન ગયો. ફોન કરનારે કહ્યું, ‘સંજય ભણસાલીને ત્યાંથી બોલું છું, તેઓ તમારી પાસે એક ગીત ગવડાવવા માંગે છે...’ ઓસમાણને થયું કે, કોઈ મિત્ર તેમની મજાક કરી રહ્યો છે. તેમણે ફોન કાપી નાખ્યો. ફરી એક વખત ફોન આવ્યો, ફરી તેમને થયું કે કોઈપ્રાન્કછે. ફોનનો સિલસિલો ચાલુ રહ્યો. ઓસમાણ ધરાહાર માન્યા નહિ ત્યારે ભણસાલીએ આદિત્ય નારાયણ (ઉદિત નારાયણનાં પુત્ર અનેરામલીલામાંરામજી કી ચાલ દેખોગાનાર ગાયક)ને કામ સોંપ્યું. આદિત્યએ ઓસમાણને ફોન કર્યો, આખી વાત સમજાવી અને કોઈ મજાક નથી, પણ ઓસમાણને ગળે ઉતાર્યું.

ઓસમાણ મીર મુંબઈ પહોંચ્યા ત્યારે સંજયે તેમને ગીત આપ્યું, પોતાની જરૂરિયાત જણાવી અને ઓસમાણને તેમણે તૈયારી માટે બે-ત્રણ દિવસનો સમય આપ્યો. ઓસમાણએ સંજયે આપલે ૭૨ કલાકમાંથી સિત્તેર કલાક તેમને ત્યાં સાભાર પરત કર્યા, કહ્યું કેબે કલાક પછી આપણે રેકોર્ડિંગ કરીશું, તમે સાંભળી લેજો.... મજા આવે તો બે દિવસ પછી રેકોર્ડિંગ લઈશું.’

બે કલાક પછીમોર બની થનગાટ’... રેકોર્ડ થયું અને... ટેસ્ટ ઈઝ હિસ્ટરી. ફટાફટ ગીત ઓસમાણે ગાઈ લીધું અને ભણસાલી તેમને ભેટી પડ્યા. પછી તો ભણસાળીએ ફિલ્મમાં તેમની પાસે દોહા, મરશિયાં, આલાપ... ઘણું ગવડાવ્યું, ‘રામલીલાના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ઓસમાણના કંઠનો ભણસાલીએ છૂટથી ઉપયોગ કર્યો છે.

ફિલ્મ માટે ગાવું આમ તો ઓસમાણ મીર માટે કોઈ નવી વાત નથી. પરંતુરામલીલાઅગાઉ તેમણે જેટલી ફિલ્મ માટે પ્લે બૅક સિન્ંિગગ કર્યું તમામ ગુજરાતી ફિલ્મો હતી. તેમણે લગભગ ત્રીસેક ગુજરાતી ફિલ્મોમાં ગાયું છે. પરંતુ સંગીત તેમનો પ્રથમ અને અંતિમ પ્રેમ છે, ફિલ્મોની ઝાકમઝોળ માત્ર તો પ્રેમમાંથી નીપજેલી બાય-પ્રોડક્ટ છે. એટલે તેમણે જેટલી ફિલ્મોમાં કંઠ આપ્યો છે તેમાંથી એકપણનાં પ્રીમિયરમાં તેઓ ગયા નથી, ‘રામલીલાના પ્રીમિયરમાં પણ નહિ.

શરૂઆતથી ઓસમાણ મીર સંગીત પ્રત્યેર પ્રતિબધ્ધ. પરિવારમાં વાતાવરણ પણ સંગીતનું . પિતા હુસૈન મીર તબલાં પ્લેયર હતા. દાદા અલ્લાહરખા ઉસ્તાદ પણ તબલાંના ઉસ્તાદ. કચ્છનાં માંડવીમાં મીર પરિવારને બધા સંગીતના ઈબાદતગાર તરીકે જાણે. ઓસમાણ મીર પણ બહુ નાની ઉંમરથી તબલાં પ્લેયર તરીકે મોટા- મોટા કલાકારોની સંગત કરે. પાયો એકદમ પાક્કો. તબલાવાદન તો ઘરની એક પ્રથા ગણાતું તેમને ત્યાં. એમનાં માટે એકદમ સહજ ગણાય એવી બાબત રહી. ગાયકીની તાલીમ માંડવીના ઈસ્માઈલજી દાતાર પાસેથી મેળવી. જો કે, શરૂઆતના વર્ષોમાં ગાયકી માત્ર શોખ પૂરતી મર્યાદિત હતી. ગુજરાતમાં સમર્થ ભજનીક નારાયણ સ્વામીને તેમણે વર્ષો સુધી તબલાં દ્વારા સંગત આપી. લગભગ દસેક વર્ષ સુધી નારાયણ સ્વામી સાથે તેઓ રહ્યા. દરમિયાન તેઓ માત્ર મિત્રોની મહેફિલમાં ગાતા હતા. સ્ટેજ પરથી ગાવાનું શરૂ કર્યું નહોતું.

સમય વીતતો ગયો. સમયમાં તેમને મોરારિબાપુ સાથે સારો પરિચય જામ્યો હતો. બાપુના પ્રિય એવા પ્રદીપ દવે (બકાભાઈ) ઓસમાણને ગાયકી અપનાવી લેવા સતત પ્રેરણા આપી. બાપુ પણ તેમની પાસે બહુ પ્રેમથી ગવડાવે, ઓસમાણની ગાયકી બહુ ભાવપૂર્વક માણે. ધીમે ધીમે ઓસમાણે ગાયકીને પ્રોફેશન તરીકે અપનાવી લીધી. છેલ્લાં પંદર વર્ષથી તેઓ મોરારિબાપુની દરેક રામકથામાં નિયમિત હાજરી આપે છે. બાપુ સાથે દુનિયા આખીમાં ફર્યા છે.ઓસમાણ મીરનું  પાસું છે તેમની કેળવાયેલી- ઘૂંટાયેલી ભાવવાહી ગાયકી. ગુજરાતીનાં અગણિત લોકગાયકો ત્રણ- ચાર દાયકા સુધી ગાયા પછી જે સ્તરે નથી પહોંચી શક્યા શિખર પર તેઓ બહુ ટૂંકા ગાળામાં પહોંચ્યા છે. અને તેની પાછળ કેટલાંક કારણો પણ છે. સંગીત તેમના ઉગઅમાં છે કારણ તો ખરું . તે ઉપરાંત પણ કારણો છે: એક છે, રિયાઝ. આજે પણ તેઓ રિયાઝને હળવાશથી લેતા નથી. બહુ ટૂંકમાં તેઓ રિયાઝનું મહત્ત્વ સમજાવે છે: ‘સંગીતના ક્ષેત્રમાં કહેવાય છે કે, તમે સંગીતને એક દિવસ છોડો તો સંગીત તમને દસ દિવસ માટે છોડી દે છે! ઉસ્તાદો કહે છે: ‘રિયાઝ કરો- રાજ કરો!’

ઓસામણ મીરની સફળતાનું એક અન્ય કારણ: ઉત્તમ સંગીતનું શ્રવણ. એમનાં ગુરુ ઈસ્માઈલજી દાતાર કહેતા: ‘સાંભળવાથી જે પ્રાપ્ત થાય તે ક્યારેય શીખવાથી પણ મળતું નથી!’ ઓસમાણે ઘાટઘાટનાં જળનું રસપાન કર્યું છે. સિંધનું સંગીત પણ સંાભળ્યું, રાજસ્થાનનું પણ માણ્યું, બંગાળનું સંગીત પણ પીધું અને પંજાબનાં મ્યુઝિકનું પણ મન ભરીને પાન કર્યું. મહેદી હસનથી લઈ ગુલામ અલી અને જગજિત સુધીનાં અગણિત ગાયકોને મન ભરીને માણ્યા અને બધા સંગીતમાંથી કશું ને કશું પામ્યા. એટલે આજે તેઓ જ્યારે સૂર છેડે છે ત્યારે બધાનો અર્ક તેમના કંઠમાં ઝળકતો હોય છે. સંગીતને પારખતા ભણસાલી જેવા લોકો પણ અમસ્તા તેમના પર વારી જતા નથી. આજે પણ ઓસમાણ જ્યારે પંદરેક શૈલીમાંકેસરિયા...’ (તેમનો અદ્ભુત વીડિયો યુ ટ્યુબ પર છે, માણજો!) ગાય છે ત્યારે શ્રોતાઓ દંગ રહી જાય છે. તેઓ જ્યારેધૂણી રે ધખાવીછેડે છે ત્યારે લાગે છે કે, લોકસંગીતનું કોઈ દિવ્ય અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને તેમાં જાણે મંત્રધ્વનિ થઈ રહ્યો છે. સંતવાણીથી સૂફી અને ગઝલથી સુગમ સુધીની તેમની રેન્જ એટલી અદ્ભુત છે કે, સંગીત જાણનારી કોઈપણ વ્યક્તિ એમને સલામ કર્યા વગર રહી શકે. ‘રામલીલાસાથે સંકળાયેલી એક વ્યક્તિએ ઓસમાણની રેન્જ જોઈને તેમનેમોર બની થનગાટ કરેની સફળતા પછી કહ્યું હતું: ‘અભી તો યે સીર્ફ શૂરૂઆત હૈ...’ ઓસમાણી મીર વિશે અન્ય તો આવું કહે છે, પણ એમને પૂછશો તો બહુ વિવેકપૂર્વક તેઓ એક શે કહેશે, એમના તકિયાકલામ જેવો શે.

જીતના દીયા માલિક ને મુજ કો,


ઈતની મેરી ઔકાત નહિં;

યે તો કરમ હૈ ઉનકા વરના

મુજમેં તો ઐસી બાત નહિ!’* PUBLISHED IN "MUMBAI SAMACHAR"

દેશી ગૌવંશના અસલી-પ્રતિબધ્ધ રખેવાળો

ગીર ગાયના દૂધમાંથી પાંચ કિલોની બર્થ ડે કેક ... દેશી ગાયનાં ઘીમાંથી મોહનથાળ અને ગુલાબ જામ્બુ ... ગોબરમાંથી એન્ટી રેડિએશન ટેબ્લેટ ... કોસ્મે...