Tuesday, December 11, 2012

Naresh Patel, Kagvad, Keshubhai Patel

નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ 
અને "ભયભીત સમાજ" !!નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે         

થોડા દિવસો પહેલા મારા બનેવી અને લેખક - પ્રકાશક, નરેશ શાહ સાથે વાતો ચાલતી હતી.સ્વાભાવિક રીતે જ ચર્ચાનો વિષય હતા લેઉવા પટેલ સમાજના કહેવાતા અગ્રણી એવા નરેશ પટેલ.  એમની પ્રવૃત્તિઓથી હવે કોઈ અજાણ નથી અને સમાજ ( અમારે મન સમાજ એટલે સમગ્ર સમાજ, બ્રાહ્મણ કે જૈન નહિ!) માટે જેમને રતીભારની પણ ફિકર હોય તેવા લોકોને આ પ્રવૃત્તિઓ કઠતી હશે તેમાં બેમત નથી.  "કંઇક કરવું જોઈએ" એવી વાતો સાથે અમે છુટ્ટા પડ્યા, પરંતુ નરેશભાઈને ચૈન ના પડ્યું અને તેમણે આ બાબતે એક લખાણ તૈયાર કરી ને જનતા પ્રેસ કોન્ફરન્સ (રેસકોર્સના બગીચામાં, નાસ્તો-પાણી વગર!)  બોલાવવાનું નક્કી કર્યું.  કોઈ કારણોસર એ શક્ય ના બન્યું પરંતુ એમણે મને કેટલાક મુદ્દાઓ આપ્યા, થોડા મુદ્દાઓ મારા દિમાગમાં હતા - એ બંનેનું મિશ્રણ કરી આ નાનો એવો લેખ તૈયાર કર્યો છે.  આશા છે કે, જેમને સમગ્ર સમાજની ચિંતા છે અને જે લોકો આવા છેલ્લી કક્ષાના જ્ઞાતિવાદથી ત્રસ્ત છે , દુ:ખી છે - એવા તમામ લોકો આ વિચારોને યથાશક્તિ ફેલાવવાનું કાર્ય કરશે ... 

શું તમારી બદલે કોઈ જીવી લે, તમારી બદલે કોઈ શ્વાસ લઇ લે એ શક્ય છે?: 
જો "ના" , તો પછી તમારે મત કોને આપવો એ અંગે નિર્ણય અન્ય કોઈ શા માટે લઇ શકે?

છેલ્લાં કેટલાંક સમય દરમિયાન ખોડલધામ ફેમ નરેશ પટેલના જે પ્રકારનાં નિવેદનો અખબારોમાં આવી રહ્યાં છે તે સમગ્ર સમાજ માટે આંચકારૂપ છે. આપણે અહીં સમગ્ર સમાજની વાત કરી રહ્યાં છીએ અને સમગ્ર સમાજમાં વાણીયાં-બ્રાહ્મણ-લોહાણા, મોચી, સુથાર, લોહાર, કુંભાર, દલિતો, મુસ્લીમો તથા અદિવાસીઓ વગેરે પ્રત્યેક કોમ સાથે કડવા અને લેઉઆ પટેલો પણ આપમેળે સમાવિષ્ટ થઇ જાય છે. યાદ રહેઃ નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે. એમના નિવેદનો ઘાતક છે, એમની હરકતો નજીકના ભવિષ્યમાં જ વર્ગ વિગ્રહ ભડકાવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

માતાજીના ધર્મસ્થાનનાં નામે ટોળા ભેગા કરવા અને પછી રીતસરનું રાજકીય બ્લેક મેઈલિંગ શરૂ કરવું, જ્ઞાતિવાદ ભડકે તેવી હરકતો ખુલ્લેઆમ કરવી... એ જ્ઞાતિવાદ નથી તો બીજું શું છે? હમણાં જ ભાઇ નરેશ પટેલએ એવું કહ્યું કે, ``જે પક્ષ લેઉઆ પટેલોને વધુ ટિકિટ આપશે તેને લેઉઆ પટેલો મત આપશે!'' બીજું નિવેદન એવું કર્યુ કે, ``અમે રાજકીય પક્ષોની વર્તણૂંક જોઇને નક્કી કરીશું કે, અમારે કોને મત આપવો!'' પછી એમ કહ્યું કે, "લેઉવા પટેલોએ યહૂદીઓની જેમ એકતા દાખવવાની જરૂર છે!' આજે જ્યારે સૌપ્રથમ જરૂરત ભારતીય બનવાની છે ત્યારે આવી વાતો ધડમાથા વગરની લાગે છે! બહુ વિચિત્ર લાગે તેવી આ વાતો છે. આખા લેઉઆ પટેલ સમાજ વતી નિર્ણયો લેવાનો અધિકાર તેમને કોણે આપ્યો? કોને મત આપવો-કોને ન આપવો, એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. તેનાં માટે કોઇ જ્ઞાતિના બની બેઠેલા નેતા વ઼્હીપ જારી કરી શકે નહિ. આવો ફેંસલો કે ચૂકાદો કોઇ વ્યક્તિ જાહેર કરતી હોય તો એ સમાજને માટે ઘાતક પણ છે અને ચૂંટણીની મૂળભૂત ભાવનાને ખત્મ કરનારો પણ છે.

સામાન્ય નાગરિક તરીકે અમને લાગે છે કે, આવા નિવેદનો વાંચીને બાકીની દરેક જ્ઞાતિના લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ખરેખર તો લેઉઆ પટેલોનું પણ ઉકળવું જ જોઇએ. કોઇ એક વ્યક્તિ તેમના વતી આવા ફેંસલાઓ લઇ કેવી રીતે શકે? બહુ નિખાલસતાથી કહીએ તો કહી શકાય કે, નરેશ પટેલ જેવાં લોકોને કારણે લેઉઆ પટેલ જ્ઞાતિ પણ સમાજના તમામ ઇત્તર વર્ગમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ નરી વાસ્તવિકતા છે. રાજકીય મર્યાદાઓના કારણે અને અન્ય અનેક પ્રકારનાં ડરને લીધે લોકો જાહેરમાં કશું બોલી શકતા નથી પરંતુ લોકોમાં આ અંગે ભારોભાર રોષ છે. અમે અનુભવ્યું  છે કે, ઘણાં લેઉઆ પટેલોને પણ આવી જ્ઞાતિવાદી હરકતો ગમતી નથી પરંતુ તેમનો કોઇ વોઇસ નથી. અથવા તો જ્ઞાતિથી અળગા થવાની તેમની પાસે નૈતિક હિમ્મત નથી.

પરિસ્થિતિ બહુ ગંભિર છે. ધર્મનો ઓટલો હવે રાજકીય રોટલો શેકવા માટે ઉપયોગમાં લેવાય છે. માતાજીના નામે લાખ્ખો લોકોને ભેગા કરીને તેમને રાજકીય સંદેશાઓ અપાય છે. કોઇપણ સમાજ માટે આ માનસિક નાદુરસ્તીની નિશાની છે. શું આપણો સમાજ રિવર્સ ગીયરમાં ચાલી રહ્યો છે? શું આપણે જ્ઞાતિવાદ અને કોમવાદથી ખદબદતા આપણાં ભૂતકાળ તરફ ગતિ કરવી છે? દરેક સમાજે તે વિશે વિચાર કરવો પડશે. લેઉઆ પટેલોએ સૌથી વધુ ગંભિરતા રાખીને આ અંગે ચિંતન કરવું પડશે. જ્ઞાતિની સંખ્યાના આધારે ટિકિટો માંગતા રહીશું તો જાહેર જીવનમાં આપણે વધુ અંધાધુંધી સર્જીશું.

આપણો સમાજ કઇ દિશામાં ગતિ કરશે તેનો બહુ મોટો આધાર પટેલો પર છે. પટેલો પાસે અઢળક ધનસંપદા અને રિસોર્સીસ છે. એમની સુખાકારીને તેઓ હકારાત્મક માર્ગે ઉપયોગ કરે એ ઇચ્છનીય છે, એ જ સાચો રસ્તો છે. સૌથી વધુ સુખી-સંપન્ન હોવાનાં નાતે તેઓ પર વિશિષ્ટ સામાજીક જવાબદારી છે. તેઓ ઇચ્છે તો સમાજને નવો રાહ ચીંધી શકે તેમ છે. પણ એ માટે જ્ઞાતિના રાગડા તાણવાનું બંધ કરવું પડશે અને અન્યાયનાં ઠાલાં મરશિયાને પણ વિરામ આપવો પડશે.

`અન્યાય.... અન્યાય....'ની આ કેશુભાઈની વાતો બાલીશ પણ છે, જુઠ્ઠી છે અને સમાજને ગેરમાર્ગે દોરનારી છે. `સમાજ'ની `એકતા'ના નામે અહીં ખુલ્લેઆમ દાદાગીરી થઇ રહી છે. બ્લેક મેઇલિંગ થઇ રહ્યું છે. અને અન્યાયના નામે લેઉઆ પટેલ જ્ઞાતિની સહાનૂભૂતિ મેળવવાનો તથા તેમનાં પર કાબૂ લેવાના પ્રયાસો થઇ રહ્યાં છે. સવાલ એ છે કે, અન્યાયના ગાણા ગાતા અગ્રણીઓ આ અન્યાયની વિગતો શા માટે આપતા નથી? ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ વજન પટેલોનું જ છે અને સ્થાનિક-કોર્પોરેટરોથી શરૂ કરીને મંત્રીમંડળ સુધી પટેલોની જ બોલબાલા છે. ગુજરાતના 182માંથી કેટલા ધારાસભ્યો પટેલ છે? જરા આંકડો કાઢી જુઓ એટલે આપોઆપ ખ્યાલ આવી જશે। ગુજરાતનાં રપ મંત્રીઓમાંથી આઠ મંત્રીઓ પટેલ છે! સૌથી વધુ ટિકિટો તેમને મળે છે, સત્તા તેમને મળે છે. ગુજરાતનાં 14માંથી ત્રણ મુખ્યમંત્રી પટેલ જ્ઞાતિનાં રહ્યાં છે. વેપારથી લઇ રાજકારણ સુધીના દરેક ક્ષેત્રોમાં પટેલોની બોલબાલા છે. પટેલોને જો અન્યાય થતો હોય તો શું આવી સ્થિતિ હોઇ શકે?

કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.જ્ઞાતિની એકતાના નામે જાણે ઘેટાચરાને ઉત્તેજન અપાઇ રહ્યું હોય એમ લાગે છે. માતાજીના નામે થતા મેળાવડાઓનો ઉપયોગ અંગત મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા થઇ રહ્યો હોય એવું લાગે છે. આ સમય આવા મેળાવડાઓમાં જોડાઇ જવાનો નથી પણ જાગી જવાનો છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ અને આપણે જ્ઞાતિના નામે રક્તતૂલા જેવા ગતકડા જ કરી રહ્યાં છીએ. હા! કચડાયેલી અને પીડિત જ્ઞાતિઓનાં લોકો `એકતા'ની અને અન્યાયની વાતો કરે તો સમજી શકાય એમ છે. પણ વાણીયા, બ્રાહ્મણ, લોહાણા કે પટેલોને કોણ અન્યાય કરી શકવાનું છે? જ્યાં જ્ઞાન, ભણતર, સાહસ અને ઉદ્યમ હોય ત્યાં અન્યાય ટકી જ ના શકે. પટેલો પાસે અખૂટ રીસોર્સીસ છે, એશ્વર્ય છે, સત્તા છે. શું નરેશ પટેલ જેવા લોકો એવું ઇચ્છે છે કે, ગુજરાતનાં તમામ ધારાસભ્ય લેઉઆ પટેલ જ હોવા જોઇએ!

જ્ઞાતિના નામે દાદાગીરીનો આ ખેલ એક ખોટું ઉદાહરણ બેસાડી રહ્યો છે. નરેશ પટેલમાંથી દરેક જ્ઞાતિના-ગામના ઉતાર જેવાં લોકો વાહિયાત પ્રેરણા મેળવી રહ્યાં છે. બ્રહ્મ સેના કે એવી કોઈ સંસ્થા દ્વારા બ્રાહ્મણો માટે ટિકિટ મંગાઈ છે, પુરુષોત્તમ સોલંકી કહે છે કે, કોળીઓને ઓછામાં ઓછી ચાલીસ ટિકિટો આપો! આ તમામ વાતો વાહિયાત છે. અમે બ્રાહ્મણ અને જૈન છીએ  પરંતુ જ્ઞાતિના આધારે કે સંખ્યાના આધારે કોઈ બ્રાહ્મણને ટિકિટ મળતી હોય તો તેની સામે  અમારો સખ્ત વિરોધ છે.  થોડા સમય પહેલા કેટલાંક બ્રાહ્મણોએ સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યાના નામે ઉપવાસ માંડ્યા હતાં અને `બ્રાહ્મણોને અન્યાય'ના વાજાં વગાડ્યા હતાં. શું સંજીવ ભટ્ટને કોઇ અન્યાય થયો છે? જો થયો જ હોય તો એ એટલા માટે થયો છે કે, તેઓ બ્રાહ્મણ છે? હરેન પંડ્યા બ્રાહ્મણ હતા એટલે તેમની હત્યા થઇ હતી શું? આવા તાયફાઓ સામાન્ય રીતે પોતાનો સ્વાર્થ સાધવા જ થતા હોય છે. અને આવા દરેક પ્રયાસ સામે અમારો વિરોધ છે. પછી એ પ્રયત્ય બ્રાહ્મણો દ્વારા થતો હોય કે કોઇ લોહાણા અગણી તરફથી થતો હોય કે પછી નરેશ પટેલ દ્વારા થતો હોય.

જ્ઞાતિના બની બેઠેલા અગ્રણીઓ એ વાત જાણી લે કે, જે-તે જ્ઞાતિ તેમની જાગિર નથી અને જ્ઞાતિજનો તેમના ગુલામ નથી. અઢાર વર્ષની વય પછી દરેક નાગરિકને પોતાની વિવેકબુદ્ધિ મુજબ મતદાન કરવાનો અધિકાર છે. તેમને જ્ઞાતિના મંચ પરથી કે ધાર્મિક મેળાવડાના સ્ટેજ પરથી સૂચનાઓ આપવામાં સાર નથી. `અન્યાય.... અન્યાય....'ના ગીતડા ગાતા નીકળેલા કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.

કોઇ જ રાજકીય પક્ષ સાથે અમારે સ્નાન સૂતકનો પણ વ્યવહાર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય... બધા જ પક્ષો જ્ઞાતિઓનો ઉપયોગ કરતા રહ્યાં છે. આ શિરસ્તા સામે દરેક જાગૃત નાગરિકનો ઉગ્ર વિરોધ હોવો જ જોઇએ. પણ સૌથી વધુ વિરોધ તો આ નવા શરૂ થયેલા ટ્રેન્ડ સામે છે-જેમાં જ્ઞાતિના બની બેઠેલા રખેવાળો જ જ્ઞાતિનો ઉપયોગ કરી જાય છે. આ ઘટનાઓ ભયાનક છે, સમાજને વેરણછેરણ કરનારી છે. અમને લાગે છે કે, આવી હરકતો સામે લાલબત્તી ધરવામાં માધ્યમો પણ ઉણાં ઉતરી રહ્યાં છે. નવી શરૂ થયેલી આ પ્રથાને અને આ મહાન કુવિચારને ઉગતો જ ડામી દેવા માટે માધ્યમોનું પ્રદાન અનિવાર્ય છે. માધ્યમો જો આવા દૂષણોને માઇલેજ આપવાનું બંધ કરે તો આપોઆપ તેઓ કદ મુજબ વેતરાઇ જશે. તેમનું કદ મીડિયાએ જ મોટું કર્યુ છે. મીડિયા ન હોય તો તેઓ કશું જ નથી.

જ્ઞાતિવાદ લગભગ દરેક જ્ઞાતિઓમાં વત્તાઓછા અંશે જોવા મળતો હોય છે. પરંતુ અહીં સૌથી વધુ ઉલ્લેખ નરેશ પટેલનો કરવો પડ્યો છે. કારણ કે, તેમણે છેલ્લાં થોડા વર્ષોમાં જ્ઞાતિના નામે ઉપાડો લીધો છે. એમની અંગત મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા તેઓ લેઉઆ પટેલ જ્ઞાતિનો નિસરણી તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, પોતાનું કદ મોટું કરવા માટે તેઓ ખોડલધામને માધ્યમ બનાવી રહ્યાં છે.અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ


 જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.

 જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.

 બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.

 પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.

 નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, ``લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.''

છેલ્લી પરંતુ બહુ જરૂરી સ્પષ્ટતાઃ

અમે  કોઇ ચળવળકાર નથી, કોઇ જ્ઞાતિનાં વિરોધી નથી અને કોઇનાં તરફદાર નથી. આ કોઇ ઝૂંબેશ નથી, આ માત્ર એક સંદેશ છે - અમારી લાગણી છે. મારા જેવાં કરોડો લોકો જે વિચારે છે તેને અમે આપ સુધી પહોંચાડ્યું છે. આ વિશે હવે પછી અમે  કોઇ કાર્યક્રમ નથી કરવાનો , સંમેલનોનો તો પ્રશ્ન જ નથી. કોઇ એક લેખ લખીને આ વાત પ્રજા સમક્ષ પહોંચે કે કેમ એ ખ્યાલ નથી પરંતુ સાવ એમ ને એમ બેસી રહેવા કરતા કૈંક કરવું બહેતર છે એમ માની આ લખ્યું છે! હમણાં જ ક્યાંક વાંચ્ય હતું:

"મંઝીલ મિલ હીં જાયેગી ભટકતે હીં સહી, 
ગુમરાહ તો વોહ હૈ જો ઘર સે નીકલે હીં નહિ !"

આ પ્રજાની લાગણી છે, આવું અમે જ વિચારીએ છીએ તેવું નથી. સમાજમાં આવા વિચારોનો વધુ પ્રચાર-પ્રસાર થાય એ જરૂરી છે અને એ માટે અમે  આપ સૌની મદદ માંગીએ છીએ. અમારે જે કહેવું હતું એ કહ્યું છે. હવેની જવાબદારી જાગૃત નાગરિકોની છે, સ્વૈચ્છિક સંસ્થાઓની છે.
-કિન્નર આચાર્ય                                           -નરેશ શાહ 

72 comments:

 1. જોરદાર અને પરફેક્ટ ટાઈમે

  ReplyDelete
 2. લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે - વાણીયો બોલ્યો તો સારું ,,, અબિનંદન

  ReplyDelete
 3. ખરેખર ખુબ જ સુંદર અને સમાજ માટે ઉદાહરણરૂપ લેખ... અભિનંદન....

  મારા પોતાના મન ને તમે વાંચી લીધું હોય તેમ મારા દરેક પ્રશ્નો અને વિચારો આપના લેખ માં વ્યક્ત થઇ ગયા છે.... ખરેખર દરેક ગુજરાતીએ વાંચવા અને સમજવા જેવો લેખ...

  શું નરેશ પટેલ અને લેઉવા પટેલ સમાજ ગુજરાત ને "યુપી-બિહાર" બનાવવા માંગે છે..????

  ReplyDelete
 4. ખરેખર ખુબ જ સુંદર અને સમાજ માટે ઉદાહરણરૂપ લેખ... અભિનંદન....

  મારા પોતાના મન ને તમે વાંચી લીધું હોય તેમ મારા દરેક પ્રશ્નો અને વિચારો આપના લેખ માં વ્યક્ત થઇ ગયા છે.... ખરેખર દરેક ગુજરાતીએ વાંચવા અને સમજવા જેવો લેખ...

  શું નરેશ પટેલ અને લેઉવા પટેલ સમાજ ગુજરાત ને "યુપી-બિહાર" બનાવવા માંગે છે..????

  ReplyDelete
 5. khubj sarsh im agree with you thanks

  ReplyDelete
 6. trueee..... મને લાગે છે કે લોકો સમજું છે, અને કોઈ બીજાની ખોટી વાતોમાં નહિ આવે

  ReplyDelete
 7. હું પણ એક પટેલ જ છું અને મને પણ આ વાત અત્યંત વાહિયાત લાગી . . અને બીજું કે જયારે ખોડલ ધામ માં માતાજીના પગલા પડ્યાની વાત જયારે ચારે બાજુ આગની જેમ ફેલાયી હતી ત્યારે તેઓએ લોકોને વિવેક જાળવવાની શિખામણ આપવાને બદલે તેમણે તે ઘટનાને અનુમોદન આપ્યું હતું . . ખુબ જ અફસોસજનક :(

  અને તમે જરા પણ શબ્દો ચોર્યા વગર , આખી વાત રજુ કરી . . તે ખુબ જ ગમ્યું . . આપણે સૌ ક્યારે સંપૂર્ણ ભારતીય બનીશું ? એ તો ઉપરવાળો જાણે !

  ReplyDelete
 8. U r wrong mr. Kinner, bt this philosophy is not right........vato to badha ne krta a de pn a vato ne sakar krta amuk j loko ne avde ........je loko sara kam kre 6 hve Ama pn tmne problem ave 6...

  ReplyDelete
 9. I hate ur phiosophi......u r wrong ......

  ReplyDelete
 10. ખરેખર જબરદસ્ત છે

  ReplyDelete
 11. ભારતમાં પહેલા અનેક રજવાડાઓ હતા. હંમેશા અંદરો-અંદર લડતા રહેતા. પરિણામ સ્વરૂપ અંગ્રેજો બસ્સો ઉપરાંત વર્ષો સુધી આપણા પર રાજ કરી ગયા. આજે ફરી એ જ સમયની રાહ જોવાય છે. આપણે ભારતીયો પહેલેથી જ ડરપોક પ્રજા છીએ, અને આવા મુઠ્ઠીભર કહેવાતા માથાભારેઓ થી દબાઈને રહીએ છીએ. કાં તો ડરીને કઈ નથી કરતા અને કાં તો "આવી માથાકુટમાં કોણ પડે" એવું કહી છેટા રહીએ છીએ. અને આવા હોકારા-પડકારા કરતા લોકો ખરેખર જયારે આફત આવે છે ત્યારે મિયાંની મીંદડી થઇ છુપાઈ જાય છે. આવા લોકોની સામે ચુપ રહેવામાં પણ "પરસ્પરની એકતા" પરનો અવિશ્વાસ કામ કરી જાય છે. આવા લોકો સામે બાથ ભીડવામાં મારો સાથ કોઈ દેશે કે નહિ એ અસમંજસ અને જે લોકો સાથે છે એ લોકો છેલ્લે સુધી ટકશે કે નહિ તેવી શંકા અને 'હું એકલો શું કરી લેવાનો છું' એવો આત્મવિશ્વાસનો અભાવ લોકોને ચુપ રહેવા માટે પ્રેરે છે.
  આજે પણ આપણે કોઈ "અવતાર" ની રાહ જોઈ રહ્યા છીએ. કે એ જન્મ લઇ આપણને બચાવશે.

  ReplyDelete
 12. बेहतरीन ब्लॉग

  ReplyDelete
 13. જોરદાર..ખૂબ ગમ્યું.

  ReplyDelete
 14. નરેશ ભાઈ ને જે બોલવું હશે તે બોલશે અને પટેલ સમાજને જે કરવું હશે તે કરશે, આમાં તમારે કોઈ જાત ની ટીપ્પણી કરવાની જરૂર નથી, અને પટેલ સમાજ માં કોઈ જ જાત ની દીવાસળી મુકવાની જરૂર નથી

  ReplyDelete
 15. bhai moodi ni haar dekhawa lagi chee etle ena samarthak bhooklai gaya cheee

  ReplyDelete
 16. RIGHT SIR FIRST WE BECOME AN INDIAN

  NATION FIRST

  ReplyDelete
 17. true, i am leuva patel, and i am 100% agreed with this thought. we knows some people wish to take advantage of castissum. those type of people harm this society. i hope above all this as like a clever Gujarati all Gujarati will vote right people without thinking about cast. we will see the result in this election.

  ReplyDelete
 18. ahiya pan e j sharu thai gayu. ek vyakti potana vyaktigat vichar raju kare chhe, je eno adhikar chhe. jema koinu apman nathi karyu ke nathi koi ne apshbdo kahya. ama nafrat ni ane divasali mukvani vato kya avi ?

  ReplyDelete
 19. ekdam sachi vat......now people lost faith in khodaldham project.....which was absolutely for their own benefits...

  ReplyDelete
 20. Amazing ... please sir add some social widgets for sharing more and indeed sharing more for our society.

  ReplyDelete
 21. Amazing. you gave a platform to our feelings.

  ReplyDelete
 22. tamara par ane Nareshbhai par maan thai gyu...

  ekdam spasht....

  salaam

  ReplyDelete
 23. Great Kinner Aacharya, you post very good message. we have to think about our system.

  ReplyDelete
 24. Good Good, you are very right mr. kinnar Achary.
  now its time to think about our system.
  Abhi nahi to kabhi nahi

  ReplyDelete
 25. We can easily see in present atmosphere that , literate people dose not believe in castissum. For rest people " GHENTACHARA " word is suitable.

  ReplyDelete
 26. I agree with your points.

  ReplyDelete
 27. સ્વતંત્ર ભારતમાં મુંબઈના શીવસેનાના નેતાઓએ આખી જીંદગી ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતીવાદ ઉપર ભાર મુકેલ છે.

  શીવસેનાના નેતા બાળ ઠાકરે એ અવાર નવાર ગુજરાતીઓ, કન્નડ, તામીલ, મલયાલમ, યુપી બીહારના લોકોને બહારના લોકો ઘણી પ્રચાર પ્રસાર કરેલ છે.

  શીવસેના હમેંશા બીજેપીના નેતાઓને ભાંડે છે અને ખરાબ ચીત્રણ કરે છે.

  ચુંટણી વખતે શીવસેના અને બીજેપી સાથે ગઠબંધન કરી ચુંટણી લડે છે અને સતા પણ હાંસલ કરેલ છે.

  બસ એવું જ આ પટેલ, ક્ષત્રીય, જૈન કે કોળી સમાજ બાબત સમજવું.

  ReplyDelete
 28. je aaje luva patel ni vat kare chhe te kadvao ane anya samaj ne shu aapashe, temne anya samaj ne ketlo anyay karyo chhe te samaj jane j chhe, aava gnyati vadi manaso thi chetta rahevani jarur chhe baki keshubhai e je leuva ni vat krine samaj man je bhagla ni vat kari chhe te up bihar maharastra man chale chhe gujarat man nahi

  ReplyDelete
 29. જોરદાર ભાઈ ... ખુબ ગમ્યું

  ReplyDelete
 30. હું પણ એક પટેલ જ છું .. અને પટેલો નું નામ આવા ધતિંગો થી ઉલટાનું ખરાબ થાય છે ... માટે માતાજી નાં મંદિર ની વાત સુધી ઠીક છે પણ મંદિર નાં સ્ટેજ પરથી રાજકારણ કરવું એ ખુબ ખરાબ વાત છે

  ભગવાન આવા ઢોંગીઓ ને સાદ બુદ્ધિ આપે .. અને પટેલો ની સાખ ને બચાવે :)
  જય હિન્દ ...

  ReplyDelete
 31. U said that.."કોઇ જ રાજકીય પક્ષ સાથે અમારે સ્નાન સૂતકનો પણ વ્યવહાર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય.".to e vat un-constitutional nathi ??...and constitution mato ghanu badhu lakhyu che..to shu aa "1st time" tamne "un-constitutinal" lagyu..??..U said " મારા જેવાં કરોડો લોકો જે વિચારે છે તેને અમે આપ સુધી પહોંચાડ્યું છે."..oh !! i c..!! from where u took this "crore"??..u made survey??..Tamne aa badhu "1st time in india" evu lage che?? (if yes..to tamne india k world politics k society ni kai khabar j nathi...and if no...than y r u not writing about others too..)..Leuva patel united thay ema ko ne jale che...?? u wrote.."પટેલો પાસે અખૂટ રીસોર્સીસ છે, એશ્વર્ય છે, સત્તા છે."..will u give in % pl..? and in last.."tamare 2 loko ne Naresh patel sathe koi Personal Problem chhe k biju koi kam nathi ???"

  ReplyDelete
 32. ishwar tamne vadhu ne vadhu samaj jagruti na karya ma nimit banave avi prarthana

  ReplyDelete
 33. Great Kinner Aacharya, you post very good message. we have to think about our system


  હું પણ એક પટેલ જ છું .. અને પટેલો નું નામ આવા ધતિંગો થી ઉલટાનું ખરાબ થાય છે ... માટે માતાજી નાં મંદિર ની વાત સુધી ઠીક છે પણ મંદિર નાં સ્ટેજ પરથી રાજકારણ કરવું એ ખુબ ખરાબ વાત છે

  ભગવાન આવા ઢોંગીઓ ને સાદ બુદ્ધિ આપે .. અને પટેલો ની સાખ ને બચાવે :)
  જય હિન્દ ...

  ReplyDelete
 34. હું પણ એક પટેલ જ છું .. અને પટેલો નું નામ આવા ધતિંગો થી ઉલટાનું ખરાબ થાય છે ... માટે માતાજી નાં મંદિર ની વાત સુધી ઠીક છે પણ મંદિર નાં સ્ટેજ પરથી રાજકારણ કરવું એ ખુબ ખરાબ વાત છે

  ભગવાન આવા ઢોંગીઓ ને સાદ બુદ્ધિ આપે .. અને પટેલો ની સાખ ને બચાવે :)
  જય હિન્દ ...

  ReplyDelete
 35. વાહ..............

  ReplyDelete
 36. તમારી વાત સાચી જણાય છે પણ પુરી સાચી નથી અર્ધસત્ય જેવું છે.ખોડલધામ એ લેઉવા પટેલ સમાજના સર્વાંગી વિકાસ માટેનું આયોજન છે. આપની જાણ માટે આ વિકાસ અન્ય કોઇને નૂકસાન કરીને કરવાની વાત જ નથી.......થોડા સમય પહેલા શૈલેષ સગપરિયાએ એના ફેસબુક પર નરેશભાઇ પટેલ વિશે લખેલુ હતું. ખોડલધામ દ્વારા મોટો ખર્ચો કરીને સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગો ચલાવવામાં આવે છે તેમાં 80% કરતા વધુ લાભાર્થીઓ બીજી જ્ઞાતિના અને બીજા ધર્મના છે......આમાં જ્ઞાતિવાદ ક્યાં આવ્યો ? ચૂંટણીને માત્ર 2 દિવસ જ બાકી છે ત્યારે આવું બધુ લખીને તમે કંઇક મેળવવા માંગતા હોય એવું લાગે છે ? કંઇ લખવું હોય તો પૂર્વાગ્રહ રહીત લખવું જોઇએ.....નરેશ પટેલ સમગ્ર સમાજ માટે પણ અનેક પ્રકારના સેવા યજ્ઞો ચલાવે છે એ તમને કેમ નથી દેખાતું ? તમે બ્લોગ પર જે લખ્યું છે એ બધું જ ખોટું નથી એ સ્વિકારવાની અમારી નૈતિક હિંમત છે તો જે હકારાત્મક છે એ લખવાની આપે તૈયારી બતાવાવી જોઇએ.....માતાજીના મંદિરમાં પડેલા પગલાની વાતે આપ બીલકુંલ સાચા છો આ લાખો લોકોની લાગણી સાથેની રમત હતી..વાત રહી કેશુબાપાની તો રાજકોટવાળા અને સૌરાષ્ટ્રવાળા એટલું યાદ રાખે કે નર્મદાનું પાણી લાવવામાં એમની ભૂમિકા શું હતી ? ગુંડાગીરીને નાથવામાં એને કેવી સફળતા મેળવી હતી એને ખોટો પ્રચાર કરતા નહોતો આવડતો અને જેના માણસ તરીકે તમે આ બધુ લખી રહ્યા છો એના રાજમાં આજે રાજકોટ બિહાર બનવા જઇ રહ્યું છે એ તો રોજેરોજેની ઘટના પરથી જ સમજાય એવું છે.....મોટાભાઇ જ્યારે રાજકોટની આ ગુંડાગીરી વ્યક્તિગત રીતે આપને ક્યાક અસર પહોંચાડશે ને ત્યારે આપને એ સમજાશે.....અને છેલ્લી વાત લેઉવા પટેલ સમાજ એવો બેવકુફ પણ નથી કે વાસ્તવિકતાને ના સમજી શકે કેશુબાપાના કમ બેશક સારા હતા પણ હવે આ ઉંમરે આ સમાજ જ બાપાને એનો રસ્તો બતાવશે અને વાળીચોળીને ફેંકી દેશે એ 20 તારીખે આવનારા પરિણામો જ બતાવી આપશે. અમારી જેમ સત્ય કહેતા શીખો અર્ધસત્ય બધા માટે ઘાતક હોય છે.

  ReplyDelete
 37. patelo ni akata ne gyativad nu nam apine todava no modi jeva sarmukhtyarno pyas kyarey safal nahi thai shake mane patel tarike naresh patel upar garv che. patel samaj vati tene nirnay levano purn adhikar che.

  ReplyDelete
 38. Very true.This is just like the "fatwas"put out on flimsy reasons.Religion and Politics should not be mixed and there should be no BlackMailing in the name of "Mataji".

  ReplyDelete
 39. પરફેક્ટ લેખ. થેન્ક્સ!!

  ReplyDelete
 40. અમારી જેમ સત્ય કહેતા શીખો અર્ધસત્ય બધા માટે ઘાતક હોય છે. See the irony.. he is hiding his identity under "Anonymous" tag and trying to justify this nonsense Cast base vote bank politics.

  It will be curse on Gujarati people if this lobby comes in power with only one agenda of "Cast"

  ReplyDelete
 41. Mr Kinner,

  Kindly Share your this article to Daily newspapers Like Divyabhaskar, Sandesh etc..

  I am sure Divybhaskar will definitely publish your thoughts.

  Khodal dham is good foundation and going good activities as well but if Naresh Patel is Playing Politics in back of mataji then he should be exposed.

  Your thoughts are good.
  Your hate against Naresh patel is not good.

  By the way you must contact Divybhaskar for such a nice article.

  ReplyDelete
 42. કિન્નર અને નરેશ ભાઈ ને સાચેજ અભિનંદન ...

  જો આવુજ ચાલ્યું તો પછી ગુજરાત પણ મહારાષ્ટ્ર જેવું થઇ જશે

  ReplyDelete
 43. tHIS PERSON ALWAYES DISLIKE PATELS AND FARMERS....
  I READ MANY TIMES.....

  ReplyDelete
 44. VERY GOOD ANALYSIS OF AT LEAST SAURASHTRA PATELS AND ITS SOCIAL IMPACT ON FUTURE ,, WELL DONE BOTH OF U ..

  ReplyDelete
 45. ખોડલધામ એ પટેલોનું તિર્થ નથી. ધર્મના આંચળા હેઠળ નરેશભાઇ અને કેશુભાઇની સત્તાની વાસના સંતોષવાનું માધ્યમ છે. આ વાસના સંતોષવા તેઓ ધર્મસ્થાનોને વટલાવે છે.

  જો તેમનો હેતુ પાટિદારોનો ઉદ્ધાર હોય તો રાજકારણની વાત છોડી સમાજની બદીઓ દૂર કરવાની જરૂર છે. આજે પણ સમાજમાં ભણતર ઓછું છે, મસાલા અને ગુટખાનું વ્યસન છે, દહેજ લેવાય છે, સ્ત્રીભૃણહત્યા થાય છે. નરેશભાઇ, આમાથી કોઇ એક દૂષણ સામે કામ કરો. જ્ઞાતિનું ભલું થશે. બાકી અમારે કોને મત આપવો, તે અમારી પર છોડી દો.

  ReplyDelete
 46. તમારી વાત માં એક વધારે પટેલ સામેલ થયો....મેં કાલેજ આ બાબતે થોડું લખેલું ને આજે તમારું પણ જોવા મળ્યું.....તમારી વાત એકદમ સાચી છે....
  .........ધર્મ ના નામે ખેલાતું ગંદુ રાજકારણ.....

  “ખોડલધામ કાગવડ ટ્રસ્ટ કે નરેશ પટેલ કોઈ દિવસ કોઈ પણ પ્રકાર નો પોલીટીકલ એજન્ડા કે રાજકારણ ને લાગતી બાબત બહાર નહિ પાડે..”
  આ ઉપર ના શબ્દો ખોડલ ધામ ના મુખ્ય ટ્રસ્ટી નરેશ પટેલે આજ થી ૧૦ મહિના પહેલા ૨૧ લાખ વ્યક્તિ ની સાક્ષી માં ઉચ્ચારેલા. આજે જયારે ચૂંટણી ના રણશિંગા ફૂંકાય રહ્યા છે ત્યારે નરેશ પટેલ અવાર નવાર મીડિયા માં કે જાહેર માં ચુંટણી પ્રચાર કરે છે ને ગુજરાત પરિવર્તન પાર્ટી ના સપોર્ટ માં લેઉઆ પટેલો ને મત આપવા વિચલિત કરી ને એક જ્ઞાતિવાદ ને લગતી પ્રવુતિ પણ કરી રહ્યા છે. ગોરધન જડફિયા ના એક પારિવારિક મારા મિત્ર તરફ થી મને એવું પણ જાણવા મળેલું કે ખોડલધામ ના નિર્માણ ની આખી વ્યૂહરચના ગોરધન ભાઈ ના કેવા પ્રમાણે ઘડાણી હતી.
  ખોડલધામ ના નિર્માણ ની વાત આપણા માટે ગૌરવ સમાન છે. પરંતુ આવી રીતે તેમાં રાજકારણ ના રજકણો ઘૂસશે તો લગભગ ખોડલધામ નું નિર્માણ પણ અધૂરું રહી જશે અને મોટો ભ્રષ્ટાચાર પણ બહાર આપી સકે છે.
  ટૂંક માં ઈનશોર્ટ નરેશ પટેલ એ ધર્મ ના નામે રાજકારણ ખેલી રહ્યા છે. એટલે મારા ભાઈઓ ને એક નમ્ર અપીલ કે મતદાન કટી સમયે આવા ધાર્મિકરાજકારણ નો વિચાર કાર્ય વગર ઉચિત ઉમેદવાર ને મત આપવો જોઈએ....

  ReplyDelete
 47. The thought behind the article is very correct. There should not be any divisive politics to be played, which is harmfull to our country. But at the same time one should also think about the fact that why Mr.Naresh Patel forced to take resort of it and also why the Patel community feels some reality in this propaganda.

  ReplyDelete
 48. Naresh Patel - keshu patel are gradually becoming puppets of Congress..

  ReplyDelete
 49. Come on..You are writing everything for cheap publicity.
  Every thing that others think and do is right but any thing that is done by Naresh Patel is wrong ??? Where were you when other casts opted for the same strategy?? Where were you when other casts blackmailed just because of votebanks??
  And if you are really concerned about cast based politics, why only Patel community? Write the same thing about any other community and you will regret it for your whole life but you choose to write it for Patel because you know that Patels won't go personal and won't harm you.

  ReplyDelete
 50. i think you are not show naresh patel television interview. you wrote this lekh only for 1 & 2 big samelan of leuva patel. naresh patel sara manas 6e pan bija thoda leuva patel person(mota manso) aa stage no upyog kariyo 6e baki biju koy hetu na hato aa samelano no.
  very wrong to mention many time to Mr. Naresh Patel Only. hate(Bakvas)also more say about your article.

  ReplyDelete
 51. I do not want to get in to discussion that Mr. Naresh Patel is right or Mr. Naresh Shah & Mr. Acharya,
  But Million dollar question is Why Mr. Naresh Patel has cleared his stand and giving wague statements ?
  If he wants to use our money donated at KHODALDHAM , he must clear that he is with SAMAJ and not with any party.
  He is making his political presence by our money, By our Bhakti, By our Shakti...

  ReplyDelete
 52. khub saras. .kinner bhai . .really smjva jevo lekh. . Hu pan by birth leuva patel 6u. . Pan aa gnati-jati na dhating joi ne kharekhar dil thi saru nathi lagtu . .keshu komvadi ,ane naresh patel ni bochi pakdvanu man thay 6e. .ne ava komvadi loko ne joi ne ek line yad ave 6e. . "Khuni wo nahi jo insan ko marta hai. .khuni to wo hai jo insan ki soch ko marta hai " . . .Aa komvadi o. . potana swarth mate gnati ne hatho bnave 6e. . duniya ketli aagad nikdi gai ane aa bdha hju mataji na pagla maj aata mare 6e. .ritsar loko nu brain washing kare 6e aa loko. . . darek vyakti e potano vote. .potani swatantrata e swarth vagar, gnaji,jati joya vagar, pramanik pane aapvo joie. .kinnerbhai. .tame ane JV bej 6o. .je aaj na youth ma khara arth ma kranti lave 6e. .

  ReplyDelete
 53. પટેલ નામ જ કાફી છે. પ્રગતિ જોય આટલી જલેસી કેમ થાય છે,

  ReplyDelete
 54. ખરેખર વાત સાચી છે તમે જે તમારા નિવેદનમાં લખ્યુ છે કે,કદાચ આવું સા્ભળીને બીજી જ્ઞાતિનું લોહી ઉકળી ઉઠે છે અને કદાચ સોરાષ્ટ્રનું જંગી મતદાન તેનું જ પરિણામ છે....

  ReplyDelete
 55. કિન્નરભાઇ ખરેખર વાત સાચી છે,તમારા નિવેદનમાં કહ્યુ છે કે,જ્ઞાતિને ભડકાવતા નિવેદનને કારણે બીજી જ્ઞાતિનું લોહી ઉકળી ઉઠે છે,કદાચ તેનુ જ પરિણામ સૌરાષ્ટ્રનું જંગી અને ઔતહાસિક મતદાન છે

  ReplyDelete
 56. Kinnerbhai, You have given words to our emotions. Masterstroke article !

  ReplyDelete
 57. he he he....
  Game over....

  ReplyDelete
 58. Yes you are absolutely right and i completely agree with you.But i am having doubt that you are saying that Naresh Patel is using leuva patel caste to fullfill his iternal wishes and to he wants to become famous and powerful person...right..?
  But...how many interviews have been done by you or expressed your views about other organisations which are established before KHODALDHAM...?
  There were several other organisations such as BHIM SENA,UMIYA PARIVAR,RAGHVANISI and many more.They are doing such activities a lot ahead of KHODALDHAM...but nobody had expressed thougts that you are having it now.Forget others,i am asking you...why haven't you thought of it..?
  So madam before blamming others...look inside yourself.your also doing the same thing to promote your carrier and to become famous.

  ReplyDelete
 59. દોસ્તો, કેટલાક નાસમજ અને અંધ મિત્રોએ અહીં મુદ્દાને પકડવાને બદલે મારો કાંઠલો ઝાલ્યો છે, મારા પર "પ્રચાર ભૂખ્યા" હોવાનો આરોપ મુક્યો છે અને કેટલાક સુરદાસો તો એવું પણ કહી ચુક્યા છે કે, અન્ય સમાજના લોકો પણ આવું કરતા હોય છે એટલે નરેશ પટેલ દોષિત નથી!
  મારા તરફથી સ્પષ્ટતાઓ:

  (1) મેં અહી મારા નામથી અને સમાજને ગેરમાર્ગે દોરતા સ્થાપિત હિતોના નામ જોગ લેખ લખ્યો છે ... એટલે જેમનામાં પોતાનું નામ અને ઓળખાણ જાહેર કરવાની હિંમત ના હોય તેમણે અહીં કમેન્ટ કરવાનું કષ્ટ ના લેવું.

  (2) બેશક, અન્ય સમાજમાં પણ મેળાવડા થતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું કે, ઊંઝામાં અને સીદસરમાં કડવા પટેલોએ ભેગા થયા ત્યારે કોઈએ વ્હીપ આપ્યો હોય? પાલીતાણામાં છ' રી પાલીત સંઘ અને છ ગાઉં યાત્રા જેવા અસંખ્ય કાર્યક્રમો થાય છે, ક્યારેય કોઈએ ત્યાન કોઈ પક્ષ માટે ફતવા બહાર પાડ્યા? હમણાં રાજકોટમાં રઘુવન્શીઓનું મહા સંમેલન થયું, કોઈએ રાજકીય વાતો કરી? જાગો ધ્રુતરાષ્ટ્રો .... અને આસપાસ નીરખો ...

  (3) એક ચંપકે અહીં એવો આક્ષેપ કર્યો કે : "તમને નરેશ પટેલ પ્રત્યે ઘૃણા છે એટલે આવું લખો છો!"
  વાત હાસ્યાસ્પદ છે અને દુખદ પણ છે. ઘૃણા કે પ્રેમ તો ત્યારે હોય જ્યારે હું એમના પરિચયમાં હોઉં ... હું એમને ક્યારેય મળ્યો નથી, એક જ વખત જોયા છે!
  હા! તેમના નિવેદનો અને કર્મો તેમના વ્યક્તિત્વ અંગે ગવાહી આપે છે એ અલગ વાત છે! મારો વિરોધ વ્યક્તિ નરેશ પટેલ સામે છે જ નહિ, મારો વિરોધ એ બની બેઠેલા જ્ઞાતિનેતા સામે છે - જે માતાજીના નામે મેદની ભેગી કરે છે અને એ મેદની સમક્ષ બાપાજી (કેશુભાઈ)ના ભજનો ગાય છે.

  (4) હું ફક્ત એટલું જ કહું છું કે, રાજકીય એજન્ડા હોય તો ખુલ્લેઆમ કહો, લોકોને ખોડીયાર માતાના નામે નહિ પરંતુ કેશુબાપાના નામે બોલાવો! પછી જુઓ, એકવીસ લાખ લોકો આવે છે કે, એકવીસ હજારના પણ સાંસા થઇ જાય છે ! રાજકીય મહત્વાકાંક્ષા હોવી એ ખરાબ વાત નથી - પરંતુ આ પ્રકારે એ સિદ્ધ કરવી એ યોગ્ય નથી! તીર્થ બનાવો એની સામે કોઈને વાંધો નથી પરંતુ એનો રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગ ના કરો! બાય ધ વે, અનેક લેઉવા પટેલો આ વાત સમજે છે, અને હા! મારા બ્લોગ પર આ જ પોસ્ટમાં મેં બ્રાહ્મણો અને કોળીઓ અંગે પણ લખ્યું છે!

  ReplyDelete
 60. bahot achee , keep it up , we support to you

  ReplyDelete
 61. Hey Mr.Kinnar please dont take it personally...but i just wanted to make you aware...this is also the possibility....so while writing keep this in mind that not to target a single person or caste...you should have also mentioned the name of the persons who have tried to gain fame in the name of Sanjiv bhatt and others....Anyway i am sorry if i have hurted your sentiments...keep doing such things regularly...and Do express your views on the injustice that are done by hindus on muslims...after all that is also wrong things that make INDIA shame.

  ReplyDelete
 62. 100 % True, why we thought about our cast. First we thought about our country. I don't give my vote wrong person who is came from my cast.

  ReplyDelete
 63. I am an Indian living in Australia therefore I have no right to comment on Indian politics or socio-psychological aspect but I would like to share what I have felt over the years about racism and casteism found in Gujarat and India. I was born in Hindu Brahmin family. I no longer practice Hinduism and I don't think many Indians do. The caste system is thousands of years old and it identifies us as who we are to other community. The family we are born into labels as a certain caste member and we are stuck with that for the rest of our life. We are turned into little programmable robots which are made to feel superior and dislike other caste members from the day 1. We often ask question why it is the way it is and most of the time the answer we get is not very logical. Why do we have to identify ourselves as a caste group? What benefit does it serve other than keeping us all apart and letting us be an Indian? Why do we discriminate our fellow Indian who cleans the street or does the odd job just because of what he does or what caste he belongs to? Not only in Gujarat but all over the India there are caste and untouchables issues which are world famous. The world laughs at us for our stupid rituals and things we do in the name of religion without any scientific, sociological and psychological gain or background. Our religion or caste system has been great weapon which has been used against us by Muslim rulers, British and now petty politicians. Oh, my fellow Indians, please wake up and look around you. People in developed country live in peace and harmony because they do not have caste system. They respect person with pure knowledge and merit. The spiritual heritage of India is so much abundant that knowledgeable individuals will go to any measure to get their hands on original text. We all have this at our disposal but we are too busy following the footstep of some "Mataji", "Pitaji" or some side tracked ritualistic morons with no scientific or historic background. We pride ourselves for being a "PATEL", "BRHAMIN", and “VANIYA" etc. To the rest of the world, it is a bloody joke. Until we understand our potential as one big Indian community and be one with the world, we will be easily divided and conquered by our enemies. Our country lacks resources, infrastructure, educational system, enough food, enough houses to name a few but we are too busy hating each other. Just because of stupid caste system. And it is clearly visible from the comments on this blog. There are some optimistic individuals who would love to get rid of the caste systems from India but it is hard wired in our brains it will never go away. Let's not get distracted by our religion. Let us be a nation where science and technology, progress and development, peace and good will are the forte. This is a Great article by K. Acharya and N. Shah - the scholars of our new era. I truly hope that you get greater audience and your words will be a help to change “typical Indian thinking.” My name is Bhargav Maheta and I have spent 19 years in Rajkot. I am an instantaneous fan of your work Acharya, after reading your few articles.

  ReplyDelete
 64. u said 100% true about the ground reality what the naresh patel using ? and also now in today's world not like 1960-90 when public vote for catism ,in recent voting shows that voting done fever for bjp instead of gpp bcz patel's many people also realises this basic thing that these few people using the religion stage to fulfill there own dreams and making more profit ......!!!!

  so public also given cleancheat for them eg.gondal,kalavad,rajkot ground....

  and last thanks to mr.acharya for writing such thing during votebank-war ,giving reality check to people .......!!!

  ReplyDelete
 65. i am very late for comment on this blog.. but u can see the result of election...
  I than kinnar aachrya for writing this
  બેશક, અન્ય સમાજમાં પણ મેળાવડા થતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું કે, ઊંઝામાં અને સીદસરમાં કડવા પટેલોએ ભેગા થયા ત્યારે કોઈએ વ્હીપ આપ્યો હોય? never....never...kadva patel is like MODI... Only VIKAS, VIKas AND vikas

  ReplyDelete