Friday, January 18, 2013

ગઝની, રોમીલા અને દુષ્ટ સેક્યુલરિયાઓ: વર્તમાનને પણ ટ્વિસ્ટ કરી શકતા લોકો જ્યારે ઈતિહાસ સાથે ખેલ ખેલે છે ...


SOMNATH - GHAZNI - DR. RAJENDRA PRASAD
તસ્વીર - 1: ગઝનીએ સોમનાથમાં મૂર્તિઓનો ધ્વંશ કર્યો હતો એ દર્શાવતું એક ચિત્ર,
તસ્વીર-2: અવિરત આક્રમણો પછી ખંડિત અવસ્થામાં રહેલું સોમનાથ મંદિર,
તસ્વીર-3: જીર્ણોધ્ધાર માટે સોમનાથ આવેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ,
તસ્વીર-4: નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જામ સાહેબ વગેરે,
તસ્વીર-5: વતમાન સમયના સોમનાથ મંદિરનું રાત્રીનું દ્રશ્ય 

સાવધાન! હમારી બીજી કોઈ શાખા નથી! અમને માલુમ થયું છે કે, સોમનાથના નામે  કેટલાક ભળતા - સળતા લોકો પોતાની ડાબેરી વિચારધારાની રેંકડી ચલાવવા નીકળ્યા છે, આવા કાછિયાઓથી ચેતવા સૌને ભલામણ છે. હમારો માલ અસલી છે - ત્યાં સઘળું નકલી છે! મોદી વિરોધ અને હિન્દુત્વ વિરોધની લારી વર્ષોથી ચલાવતા આવા ફેરિયાઓ ઇતિહાસને તોડવા - મરોડવા માટે કુખ્યાત છે, અરે! તેઓ વર્તમાનને પણ તોડી-મરોડી જાણે છે: ગોધરા કાંડ તેમના મતે નરોડા પાટિયાથી શરુ થયો હતો! અને જગતના દરેક પ્રશ્નોનું મૂળ મોદી જ છે, એવું તેઓ ગર્વપૂર્વક માને છે! એમના બ્રેડ એન્ડ બટર આ બે-ત્રણ રેંકડી પર જ ટકેલા છે ... પોતાની અટપટી થીયરી સાબિત કરવા તેઓ કોઈ પણ આલિયામાલિયા ઇતિહાસકારના પુન્છડે ઝૂલી શકે છે! શંભુપ્રસાદ દેસાઈ અને રોમીલા થાપરના સેકંડ હેન્ડ કે થાઉઝંડ્થ હેન્ડ અભિપ્રાયો પર હમારો લેખ આધારિત નથી, વળી હમારા લેખમાં કોમન સેન્સ અને અક્કલ પણ ઇસ્તેમાલ કરવામાં આવેલ છે - જેની લાગતા - વળગતા , ધૂણતા અને ધુણાવતા તત્વોએ નોંધ લેવી. હમારા લેખમાં અલ બેરુનીના અને ઉત્બીના સંદર્ભો ઝાઝા છે અને ઈતિહાસ કહે છે કે,  શંભુપ્રસાદ દેસાઈ અને રોમીલા થાપર ગઝની ભેગા ભારત નહોતા આવ્યા - બેરુની આવ્યો હતો અને ઉત્બી પણ પધાર્યો હતો. હમારા ખ્યાલ મુજબ રોમીલા અને દેસાઈજી ગઝનીના કાળમાં હતા જ નહિ - કાછિયાઓ પાસે એવા સંદર્ભો પણ હશે જેમાં તેઓ થાપર અને દેસાઈનો જન્મ ઇસવીસન પૂર્વે થયો હોવાનું સાબિત કરી શકે! આવા દુષ્ટ તત્વોથી ચેતતા રહેજો - ચેતતો નર અને ચેતતી નારી સદા સુખી! ચૈન સે સોના હૈ તો અબ જાગ જાઓ ... ડાબેરી દુષ્ટો અબ ભાગ જાઓ .... જોતા રહેજો આ બ્લોગ ... કળીયુગના ડાબેરી દૈત્યોનો પર્દાફાશ કરવા આ જ શ્રેણીમાં અન્ય લેખો પણ આવી રહ્યા છે ....


THANESAR - GHAZNI - UTBI - AL BERUNI
થાનેસરના અપભ્રંશ થયેલા નામે ઓળખાતું સ્થાનેશ્વર મંદિર: અલ બેરુની અને ઉત્બી સહીત
અનેક ઈતિહાસકારોએ અહીં થયેલા ભયાનક યુદ્ધનું - કત્લેઆમનું ધ્રુજાવી દેતું વર્ણન લખ્યું છે 

"(હરિયાણાના) થાનેસરમાં હિન્દુઓએ તેને મૂર્તિ ખંડિત નહિ કરવા અને મંદિર નહિ તોડવાની વિનંતી કરી - તેના બદલામાં દર વર્ષે તેને મોટી રકમનો તથા દર વર્ષે હીરા - ઝવેરાત અને પચાસ હાથીઓ આપવાનો પ્રસ્તાવ મુક્યો. મેહમુદએ પ્રસ્તાવ નકાર્યો અને કહ્યું: "મારો ધર્મ મને કહે છે કે, પયગંબર સાહેબના સિદ્ધાંતોનો જેટલો ફેલાવો કોઈ વ્યક્તિ કરશે, વિધર્મીઓની મૂર્તિઓનો વિધ્વંશ કરશે ... એટલા જ પ્રમાણમાં તેને જન્નતમાં વળતર - ઇનામ મળશે!" આ જ તેનું વલણ હતું ... અલ્લાહની મદદથી ભારતની જમીન પરથી મૂર્તિ પુજકોને ભૂંસી નાખવા એ તેનું લક્ષ્ય હતું! તો પછી એ થાનેસરમાં આવી લાલચમાં શા માટે અટવાય? સોમનાથમાં પણ તેને આવી જ રજુઆત થઇ, શિવલિંગ નહિ તોડવાની શરતે તેને વાર્ષિક ધોરણે તગડી રકમ ચુકવવા માટે હિંદુઓ તૈયાર હતા. તેની સેનાના અગ્રણી સલાહકારો વગેરેએ પણ તેને સલાહ આપી કે, આ પ્રસ્તાવ તેણે સ્વીકારી લેવો જોઈએ ... કેમ કે, જેટલી વાર્ષીક રકમ ચુકવવા હિંદુઓ તૈયાર થયા હતા એટલી તો તેને લૂંટ દ્વારા પણ મળે એમ નહોતું! તેનો જવાબ એકદમ સ્પષ્ટ અને સરળ હતો, તેના માટે તેના ધર્મનો વૈભવનું મુલ્ય લૂંટના માલ કરતા વધુ હતું! તેણે કહ્યું: 
'મને ખ્યાલ છે કે, મૂર્તિ ના તોડું તો મને ફાયદો છે!
પણ હું ઈચ્છું છું કે, કયામતના દિવસે અલ્લાહ મારા વિષે એમ કહીને મને સાદ આપે કે, 'ક્યાં છે એ મેહમુદ - જેણે કાફીરોની મહાકાય મૂર્તિઓ તોડી છે?' 
હું એવું નથી ઈચ્છતો કે, મારા માટે એવું બોલાય કે, 
'ક્યાં ગયો એ મેહમુદ - જેણે થોડા સોના માટે કાફીરોની મૂર્તિ વેંચી નાખી!"


આ બયાન મારું નથી, એ કોઈ કલ્પના નથી પરંતુ મોહમદ ગઝનીએ ભારતમાં મચાવેલા કાળા કેરનો આંખે દેખ્યો અહેવાલ છે. આ વર્ણન છે અબુ નાસર મુહંમદ ઈબ્ન મુહંમદ અલ જબ્બારું - એ - "ઉત્બી"નું. ઉત્બીના નામથી ઓળખાતો આ ઇતિહાસકાર મોહમદ ગઝનીનો મંત્રી હતો, એ ભારત તેની સાથે જ આવ્યો હતો અને પછીથી તેણે "તારીખ-એ-યમની" નામનું એક પુસ્તક લખ્યું હતું જેમાં તેણે ગઝનીની યુદ્ધશૈલી વિષે અને તેની ધર્માન્ધતા અંગે ઘણું લખ્યું છે. ડફોળ ડાબેરીઓ જ્યારે રોમીલા થાપરના ફાલતું તર્ક અને શંભુપ્રસાદ દેસાઈના વિચારો (એને તથ્ય ના કહી શકાય, એ વિચારો છે!) ટાંક્યા કરે છે, ત્યારે અલ બેરુની વિષે અને ઉત્બી વિષે સિફતપૂર્વક કશું બોલતા નથી - બીજી શક્યતા એ છે કે, તેમને આખા પ્રકરણનો અભ્યાસ નથી! બેઉ સંજોગોમાં તેઓ પાપી અને દુષ્ટ સાબિત થાય છે - કારણ કે, અભ્યાસ ના હોય તો આવા વિષયને સ્પર્શ જ ના કરવો જોઈએ! પોતાનું ખરજવું ખંજવાળવાની તેમની "ઈચ" અને તૃષ્ણા ભાંગવા તેઓ કેટકેટલા તઃયોનો ખાત્મો બોલાવતા હોય છે! એક ભાઈ ગઝનીને સેક્યુલર ઠરાવવા કહે છે કે, "ગઝનીની સેનામાં હિંદુ સેનાપતિ પણ હતા એ આપણે ભૂલવું ના જોઈએ!' તે હોય જ ને! આજે પણ તમે ગઝનીના સેનાપતિ તરીકે ફરજ બજાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી હોય તો એ સમયે પણ તમારા જેવા ગદ્દારો હશે જ ને! હિન્દુઓનો ઈતિહાસ આમ પણ છળકપટ અને પરાજયોની દાસ્તાનથી ઉભરાઈ રહ્યો છે, તેમાં આજે પણ ગઝનીના પાયદળિયા તરીકે સેવા આપતા ગદ્દારોનું પ્રદાન ઓછું નથી.

આજે ગઝનીના દલાલો અને સેક્યુલર સોદાગરો ગઝની વિશે કેરેક્ટર સર્ટિફિકેટ ફાડી રહ્યા છે, આ એ જ રક્તપિપાસુઓ છે જે ઇતિહાસને  હંમેશા તોડતા અને મરોડતા રહ્યા છે. માત્ર ઈતિહાસ જ શા માટે, તેઓ તો વર્તમાન સાથે પણ ચેડા કરતા રહે છે. હા! આ એ જ જમાત છે - જેમના મતે ગુજરાતના હુલ્લડોની શરૂઆત નરોડા પાટીયાથી અને અમદાવાદના તોફાનોથી થઇ હતી, ગોધરા રેલ્વે સ્ટેશનથી નહિ! હિન્દુઓની એક ઐતિહાસિક ભૂલ એ રહી છે કે, તેઓ ડોકયુમેન્ટેશનમાં હમેશા નબળા પુરવાર થયા છે પરંતુ ઇસ્લામિક સ્કોલર્સ બહુ અગાઉથી આવી બાબતોનું દસ્તાવેજીકરણ કરતા આવ્યા છે. એમની એ આદત અને સદગુણ આજે આપણને કામે લાગે છે. નહીતર દંભી સેક્યુલરિયાઓના આ યુગમાં તો કોઈ એવો દાવો પણ કરી શકે છે કે, મુહંમદ ગઝની નામનો શખ્સ જ હતો નહિ અને ભારત પર કદી આવા હુમલાઓ થયા જ નથી! હા! ઇતિહાસ સાથે ચેડા કરવા અને દિવસને રાતમાં તથા રાતને દિવસમાં ખપાવવી ... એ જ તેમનો રોટલો છે, જો તેમના લખાણમાંથી આવાં કચરા - કસ્તર બાદ કરી નાખો તો કોઠીમાં હેઠે પછી કાદવ પણ વધતો નથી. ઠીક છે, પેટ કરાવે વેઠ ... એવું અમસ્તા જ નથી કહેવાયું!

VAJRESHWARI - NAGARKOT - HIMACHAL - GHAZNI
હિમાચલના નગર કોટમાં આવેલા વજ્રેશ્વરી દેવીના મંદિરને પણ ગઝનીએ છોડ્યું નહોતું





           

બહરહાલ આપણે હવે ઉત્બીના લખાણો તરફ ધ્યાન આપીએ, કારણ કે, એ એટલી હદ્દે ઓથેન્ટિક છે અને સજ્જડ છે કે, દુષ્ટો તેનો ક્યારેય ઉલ્લેખ જ નહિ કરે. ઉત્બી લખે (ત્યારે સંઘ નહોતો એટલે 'આ લખાણ RSS  દ્વારા પ્રાયોજિત છે' એવું સુભાષિત બોલતા પહેલા ઈતિહાસ ચકાસી લેવો, અંગ્રેજી ના સમજાતું હોય તો વડીલોની મદદ લઇ શકાય!)  છે કે,  "મેહમુદ એક ઉત્સાહી અને થનગનતો ઇસ્લામિક દૂત હતો, ઇસ્લામમાં તેને અપાર શ્રધ્ધા હતી. (શાર્વાના યુધ્ધનું વર્ણન કરતા એ લખે છે કે) મુસલમાનોને મન દૌલતનું મહત્વ ત્યાં સુધી નહોતું - જ્યાં સુધી તેઓ કાફીરોની અને સૂર્ય - અગ્નિના પુજકોની કત્લેઆમ દ્વારા ધરાઈ ના જાય. કતલ થયેલા હિંદુઓના શબ ફંફોસી ને તેમના ગજવામાં છૂપાવેલા રત્નો  વગેરે મેળવવામાં ત્રણ દિવસ ગયા - કેમ કે, લાશોના ઢગલા જ એટલા મોટા હતા!  લૂંટમાં માલમાં સોનું, ચાંદી, માણેક અને મોતીઓનો ભંડાર હતો - જેની કીમત ત્રણ હજાર હજાર દિર્હામ (મુસ્લિમો એ સમયે હજાર કરતા આગળની ગણતરી જાણતા ના હતા  અને એ વાત અલ બેરુનીએ પણ નોંધી છે) થતી હતી! ગુલામો એટલા ભેગા થઇ ગયા હતા કે, તેમના ભાવ સાવ ગગડી ગયા હતા, ગઝ્ના નગરની દુકાનોમાં પણ આ જ ગુલામોને કામે રખાયા. એક ગુલામ માત્ર  બેથી દસ દિર્હામમાં વેંચાતો  હતો!"

ગઝની એક ધર્માંધ લૂંટારું હતો અને એ વાત એ સમયના ઈતિહાસકારોએ બહુ ગર્વપૂર્વક કબુલ કરી છે, એમના માટે એ ઘટનાઓ શરમજનક નહોતી પરંતુ ગૌરવપ્રદ હતી! ઈસ્લામને ફેલાવવા બદલ અને હિન્દુઓનો ખાત્મો કરવા બદલ ખલીફા અલ કાદિર બી-ઇલાહએ તેને "કહ્ફું - દ દૌલત વું - ઈ ઇસ્લામ" (રાજ્ય અને ઇસ્લામનો સંરક્ષક) નો ખિતાબ આપ્યો હતો, ઇતિહાસકાર મીન્હાજ - ઈ - સિરાજ (જન્મ; 1193, ઘુરીદ - અફઘાનિસ્તાન)એ પોતાના પુસ્તક 'તબાકત - એ - નાસીરી'માં લખ્યું છે કે, "ગઝની એ ઇસ્લામનો એક મહાયોદ્ધો હતો, તેણે એક હજાર કરતા પણ વધુ હિંદુ મંદિરોને મસ્જીદમાં ફેરવી નાખ્યા હતા!" વર્ણનો અનેક છે, એ સમયના ઈતિહાસકારોએ બધું નોંધ્યું છે, ગઝનીની ભારત લૂંટની દાસ્તાન એ સમયના લગભગ ચૌદ ઈતિહાસકારોએ નોંધી છે અને આ બધાના વર્ણનમાં એક વાત એકસમાન છે કે, "ગઝનીને મૂર્તિ પૂજકો અને સૂર્ય-અગ્નિના ઉપાસકો (હિંદુઓ)ની કત્લેઆમમાં એટલો રસ હતો કે, એ માત્ર લૂંટનો માલ મેળવીને સંતોષ માની લે એમ નહોતો!" ઉત્બીનું બયાન આગળ વધે છે, હવે વાત આવે છે થાનેસર (હરિયાણા)ની કત્લેઆમની: "... નાસ્તિકો (હિંદુઓ)નું લોહી એટલા પ્રમાણમાં વહ્યું હતું કે, ત્યાં વહેણમાં વહેતા પાણીનો રંગ લાલ થઇ ગયો હતો, એ પાણી પીવા લાયક પણ રહ્યું નહોતું! સુલતાન જ્યારે ત્યાંથી પાછો આવ્યો ત્યારે તેની સાથે અખૂટ સંપત્તિ અને હજ્જારો ગુલામો લાવ્યો હતો, આસપાસના મુલ્ક - ઈરાક, ખુરાસન વગેરે જગ્યાએથી લોકો અહીં ખાસ ગુલામોની ખરીદી કરવા આવતા હતા! નગરકોટ (હિમાચલ - કાંગડા) માં તેને મળેલાં લૂંટના માળનું કુલ વજન સાત લાખ મણ હતું - જેમાં હીરા - માણેક અને સોના ચાંદી, રત્નો તથા ભરતકામ કરેલા વસ્ત્રો અને વાસણ જેવી અનેક વસ્તુઓ હતી!" 

કોઈ ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ અને તેનું વર્ણન કરતુ ફર્સ્ટ હેન્ડ સાહિત્ય જ્યારે હાજર હોય ત્યારે તેની અવગણના કરી, પોતાને મનગમતા લખાણો ક્યાંકથી શોધી લાવી અને પછી તેની પર બાલીશ તર્ક લડાવવા એ દુષ્ટ સેક્યુલરિયાઓની જૂની આદત છે. આ તેમની ગ્રંથી છે - જે છૂટતી નથી, દુષ્ટતા એમના સ્વભાવનું એક અંગ બની ગઈ છે જાણે. ગઝની અને ઇસ્લામિક આક્રમણખોરોના આતંક અંગે તેમનું આ વલણ નવું નથી, આ તેમની જૂની કબજીયાત છે. અહીં આપણે જે માહિતી આપી છે તે એકદમ રેચક છે - એમના માટે અકસીર ઈલાજ ગણાય એવી છે! પરંતુ તેઓ આ ઈસબગુલનું સેવન નહિ કરે, કારણ કે, અવગુણો અને જૂઠની કબજીયાત સાથે જીવવાનું એમને ફાવી ગયું છે - એ વિકૃત લાગણીઓ જ તેમને ટકાવી રાખે છે! વાર્તામાંના પેલા રાક્ષસની જેમ આ બધાનો જીવ પણ ભીતર વસતા દંભના પોપટની ડોકમાં છે, જે ક્ષણે તેઓ સત્ય સ્વીકારશે - એ જ ક્ષણે તેમના શ્વાસ રૂંધાઇ જશે. કારણ કે, તેમની કાયા જ આખી જુઠ્ઠી બનેલી છે, એમાં પાંચ તત્વનો અંશ નથી, છઠ્ઠું તત્વ - નર્યો દંભ અને જુઠ જ તેમની ભીતર ખદબદે છે!









Tuesday, January 8, 2013

ખોડલધામ, નરેશ પટેલ, કેશુભાઈ અને ગુજરાત ઈલેક્શન!!

શું ખોડિયાર માતા લેઉવા પટેલના કુળદેવી છે ??

Narendra Modi, Naresh Patel & Keshubhai Patel 
       
     

ગુજરાતના મતદાન પહેલા રાબેતા મુજબ જ વાતાવરણ થોડું બોઝીલ હતું. ‘શું થશે?’ ‘લેઉઆ ફેક્ટરનું શું લાગે છે?’ સૌની જીભ પર આ જ સવાલ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. લાગતું હતું જાણે આપણે બિહારમાં કે ઉત્તર પ્રદેશના કોઇ પછાત વિસ્તારમાં રહેતા હોઇએ. શું જ્ઞાતિ એ ક્યારેય કોઇ ઇલેકશનનો એકમાત્ર મુદો હોઇ શકે? જો તમે કેશુભાઇ પટેલને આ સવાલ પૂછો (અલબત્ત, ખાનગીમાં!) તો તેઓ ‘હા’ કહેશે! એમના મતે જ્ઞાતિ એક મહાનતમ્ પરિબળ છે અને લેઉઆ પટેલોને હલેસા બનાવી તેઓ ચૂંટણીસમંદર પાર કરવા નીકળ્યા હતા. ગુજરાતના મતદારોએ તેમને આપેલો સંદેશો સ્પષ્ટ છેઃ “ગુજરાતમાં સત્તરમી સદીની આવી માનસિકતા ચાલશે નહિ, કારણ કે, ગુજરાત કોઇ એક જ્ઞાતિની જાગીર નથી.’’

દિવાલ પર લખેલું તમે વાંચી ના શકો તો દોષ તમારો જ ગણાય. ‘અન્યાય’, ‘ભયભીત સમાજ’ અને ‘ખોડલધામ’ જેવાં શબ્દો જ્યારે કેશુભાઇ પટેલ બોલતા હતા ત્યારે ઇત્તર વર્ગ રીતસર હચમચી ઉઠ્યો હતો. તેમનો ગુસ્સો સત્તરમા આસમાને હતો. ઇવીએમ ખુલ્યા ત્યારે તેમાંથી એ ધૂમાડો નીકળતો હોય એવો અનૂભવ ‘બાપા’ને થયો હશે.

શું પ્રજા મુર્ખ છે? જો તમે કેશુભાઇને આ સવાલ (અલબત્ત, ખાનગીમાં) ઇલેકશન પહેલા પૂછ્યો હોત તો તેમણે અચૂકપણે ‘હા’ કહી હોત, પણ હવે પૂછશો તો જવાબ અલગ હશે. જ્યારે તમને કોઇ વ્યક્તિ મૂર્ખ સમજતી હોય અને તમે એ હોવ નહિ ત્યારે તમે ક્યો ડાયલોગ બોલો છો? મુંબૈયા ભાષામાં કહે છેઃ ‘અમને આપ કો જ્યાદા શાના સમજતે હો!?’ અમદાવાદમાં કહે છેઃ ‘અમે કંઇ ડુંગરપુરના નથી હોં!’ અથવા ‘અમે શું કડી-કલોલથી આવીએ છીએ?’ કઠિયાવાડમાં કહે છેઃ ‘ભાઇ, અમને કાગદડીના સમજો છો!’ ‘શું અમારા માથે ચોટલી છે?’ સવાલ એ છે કે, શું કેશુભાઇને બધા લોકો ચોટલીવાળા લાગતા હતા?

ક્યો અન્યાય? ક્યાંનો અન્યાય? લેઉઆને અન્યાય થયો હોય તો એની વિગતો શા માટે આપી નહિ તેમણે? અને ભયભીત થવું એટલે શું? ગુજરાતમાં સમાજ ભયભીત છે, એવું તેમણે શરૂઆતમાં કહ્યું ત્યારે ‘સમાજ’ની તેમની વ્યાખ્યા હતીઃ લેઉઆ પટેલ સમાજ. તકલીફ એ છે કે, બાપાની દૃષ્ટિ ખોડલધામથી શરૂ થાય છે અને નરેશ પટેલ પર ખતમ થઇ જાય છે.

વાસ્તવમાં ગુજરાતમાં લેઉઆ પટેલોને કોઇ જ અન્યાય થયો ન હતો. અત્યારે પણ નથી થતો. અને ભવિષ્યમાં પણ નથી થવાનો. લેઉઆ પટેલ એક શક્તિશાળી અને મહેનતુ પ્રજા છે. તેમને કોઇ અન્યાય કરી શકે નહીં. ગુજરાતનાં સદ્નસીબે અને કેશુભાઇના કમનસીબે લેઉઆ પટેલો ગાડરીયા પ્રવાહમાં તણાતા નથી. કોંગ્રેસે જે રીતે મુસ્લિમોનો દુરૂપયોગ કર્યો છે તે રીતે કેશુભાઇ કે નરેશ પટેલ લેઉઆ પટેલોને વાપરીને ફેંકી દે એવા તેઓ (લેઉઆ પટેલ) ભોળા નથી. સમાજ ભયભીત પણ નથી અને તેમને અન્યાય પણ થતો નથી એ વાત અડધોઅડધ લેઉઆ પટેલો સ્વીકારે છે. હા! કેશુભાઇને સત્તાભ્રષ્ટ કર્યા એ તેમને થયેલો અન્યાય ગણાય, જ્ઞાતિને થયેલો નહીં. ઇનફેક્ટ, કેશુભાઇ સાથે પણ ન્યાય જ થયો છે. એવું કાળક્રમે સાબિત થઇ ચૂક્યું છે. કારણ કે, જ્ઞતિ તેમના અગ્રતા ક્રમમાં સૌથી ઉપર હોવાનો આક્ષેપ એમના કાર્યકાળ દરમિયાન થયો જ હતો. આજે એ સાબિત થયું કે, તેઓ જ્ઞાતિના ગાડામાં સવાર થઇને સત્તા ચલાવતા હતાં. પટેલવાદને તેમણે ભયાનક હદે પોષયો હતો એ પણ હવે પૂરવાર કરવાની કોઇ આવશ્યકતા રહેતી નથી.

થોડી વાતો સ્પષ્ટ કરવી જરૂરી છેઃ નરેશ પટેલ અને કેશુભાઇ ખુલ્લેઆમ રાજકીય અખાડામાં ઝંપલાવીને પક્ષના નામે સંમેલનો બોલાવતા હોય તો તેની સામે કોઇને પણ વાંધો ન હોઇ શકે. પરિવર્તન પાર્ટીના બેનર હેઠળ લેઉઆ પાટીદારોનું અધિવેશન થાય તો પણ કોઇ વ્યક્તિએ વાંધો ન ઉઠાવવો જોઇએ. કારણ કે, ચૂંટણી ટાણે વિવિધ પક્ષો અલગ-અલગ જ્ઞાતિઓ પાસે પોતાની વાત કહેવા પહોંચતા જ હોય છે. સમસ્યા એક જ છેઃ માતાજીના નામે ર1 લાખ લોકો ભેગા કરો અને પછી સ્ટેજ પરથી ‘બાપાજી’ના ભજનો લલકારો તો એ પાપ છે. ખોડલધામની સ્થાપના થઇ ત્યારે જ એવું કહેવાયુ હતું કે, એ કોઇ રાજકીય મંચ નથી. પણ આગળ જતા તેના સ્થાપકોની ભાષા રાજકીય થવા લાગી. બાપાના ગુણગાન ગવાયા અને ખોડિયાર માતાજી ભૂલાયા. માતાજીના નામે લાખો લોકોને ભેગા કરવા અને પછી તેમને શાહી ઇમામની શૈલીમાં ફતવા સંભળાવવા એ શું એક પ્રકારનું છળ ન ગણાય?

બિલકુલ ગણાય. સવાલ એ છે કે, જો પરિવર્તન પાર્ટીના નામે આવું સંમેલન બોલાવાયું હોય તો શું ર1 લાખ લોકોની મેદની ભેગી થઇ શકે. કદાચ ર1 હજારના પણ સાંસા પડી જાય. ચૂંટણી પ્રચાર દરમિયાન કેશુભાઇએ કરેલી અમૂક સભાઓમાં તો બે હજાર માણસો પણ  ભેગા થઇ શક્યા ન હતાં. સત્ય એ છે કે, જ્ઞાતિના નામે કોઇને વ઼્હીપ આપવા એ જ ચૂંટણીના મૂળભૂત ઉદેશ્યનું અને ચૂંટણી પાછળની ભાવનાનું હનન છે. 18 વર્ષથી ઉપરની ઉંમરનો દરેક મતદાતા પોતાની સ્વતંત્ર બુદ્ધિથી મત આપવા સક્ષમ છે. રાજકીય પક્ષો મતદાતા સમક્ષ અપીલ કરી શકે, પોતાના મુદાઓ રજૂ કરી શકે પરંતુ કોઇ ધાર્મિક જગ્યાનો હોદેદાર જ્ઞાતિજનોને ફતવાઓ ન આપી શકે. આવા ફતવા કોઇ આપતું હોય તો એ માત્ર ચૂંટણીઓનું કે લોકશાહીનું અપમાન નથી પરંતુ જે-તે જ્ઞાતિનું પણ ભયંકર અપમાન છે. નરેશ પટેલ અને કેશુભાઇ પટેલએ લેઉઆ પટેલોનું અપમાન કર્યુ છે-એમને ફતવાઓ સંભળાવીને. એમણે માં ખોડિયારનું પણ અપમાન કર્યુ ગણાય. કારણ કે, તેમની આડશમાં આ હોદેદારોએ પોતાનો રાજકીય એજન્ડા પ્રમોટ કર્યો છે. એમની પોતાની કોઇ સ્વતંત્ર હસ્તી નથી, આગવું અસ્તિત્વ નથી એટલે ધર્મસ્થાનોના નામે પોતાના લક્ષ્ય પાર પાડવાના પ્રયત્નો કર્યા છે. દુઃખની વાત એ છે કે, ખુદ લેઉઆ પટેલ સમાજએ આ ઘટનાના આડકતરા પરિણામો સહન કરવા પડે છે.

ચૂંટણી પહેલા અને મતદાન સમયે આખા સૌરાષ્ટ્રમાં જબરો જ્ઞાતિવાદી માહોલ રચાયો હતો. કેશુભાઇ અને નરેશ પટેલના જ્ઞાતિવાદી બયાનોના કારણે ઇત્તર જ્ઞાતિમાં પણ ભયંકર રોષ ફેલાયો હતો. ક્યારેક તેઓ જ્ઞાતિના નામે વધુ બેઠકો માંગતા હતા તો ક્યારેક પોતાની જ્ઞાતિને ચોક્કસ સંદેશાઓ આપતા હતાં. શરૂઆતમાં કેશુભાઇની તરફેણમાં દબાતા સૂરે બધુ કહેવામાં આવ્યું. પણ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હતાં ત્યારે નરેશ પટેલએ લેઉઆ પટેલોને એક સંમેલનમાં કહ્યું કે, ‘84 વર્ષની ઉંમરે બાપાએ હવે લેઉઆ સમાજને ટકોર કરવી ન પડે તેનું ધ્યાન રાખજો!’ બન્યું એવું કે, આ બધા જ્ઞાતિવાદી નિવેદનોથી ગિન્નાયેલા ઇત્તર વર્ગએ મોદીની તરફેણમાં મતો ઠાલવવાનું નક્કી કરી લીધું. જેને પૂછો તે એમ જ કહેતા હતાં કે, આ જ્ઞાતિવાદીઓને સીધાદોર કરી નાંખો. સમાજમાં સ્વયંભૂ જાણે એક પ્રકારનો જૂવાળ ઉભો થયો. ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનવાન વર્ગના વિસ્તારોમાં જ્યાં હંમેશા મતદાન નીચુ રહેતું હોય છે ત્યાં લોકોએ ઘરમાંથી નીકળી ભાજપની તરફેણમાં મત નાંખ્યા. પાણી અને લેન્ડ ક્રાઇમની સમસ્યાઓ ભૂલીને પણ ઇત્તર વર્ગએ મોદીને ભરપૂર મત આપ્યા. સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં ભાજપતરફી થયેલું ઉંચુ મતદાન એ વાસ્તવમાં કેશુભાઇ એન્ડ પાર્ટીના જ્ઞાતિવાદી રાજકારણને ઇત્તર વર્ગ દ્વારા અપાયેલો સણસણતો જવાબ છે. ઇત્તર વર્ગનું આ મોબિલાઇઝેશન એક અદ્ભૂત ઘટના છે. જ્ઞાતિવાદી રાજકારણીઓ માટે એ એક સંદેશ છે કે, ગુજરાત એ કોઇ એક જ્ઞાતિની મિલ્કત નથી. અહીં કોઇ એ જ્ઞાતિના કેટલાંક માથાફરેલ લોકો બાકીના વર્ગને બાનમાં લઇ શકે એ દિવસો હવે ગયા. આ મોબિલાઇઝેશન થવાનું છે એ દિવાલ પર લખાયેલું સત્ય હતું. કેટલાંક લોકો નરી આંખે પણ એ નિરખી ન શક્યા એ તેમના નસીબ.

મનસુખ સુવાગિયા
Mansukh Suvagiya
‘વિકાસ થયો જ નથી’, ‘વિકાસની વાતો એ એક છેતરપિંડી છે’ આવા અનેક આક્ષેપોને પણ મતદાતાઓએ યોગ્ય ભાષામાં જવાબ આપ્યો છે. વિકાસને સંપૂર્ણપણે નકારી કાઢવો એ એક પ્રકારની બેવકૂફી છે. મોદીના રાજમાં પણ સમસ્યાઓ તો રહી જ છે. પણ લોકોપયોગી કાર્યો પણ થયા છે. જે લોકોએ ગુજરાતના વિકાસને પૂર્ણતઃ નકારી કાઢ્યો છે એ તમામ લોકોનો રકાશ થયો છે. કેટલીક વાતો પ્રજાની નજર સમક્ષ હોય છે. તેના માટે અર્જુનભાઇ મોઢવડિયા, શક્તિસિંહ ગોહિલ કે સોનિયા ગાંધીના પ્રમાણપત્રોની જરૂર નથી હોતી. કાર્યો પણ બોલતા હોય છે અને નિક્રિયતા પણ બોલકી જ હોય છે. આ લખનારએ ચૂંટણી પહેલાં જ એક લેખમાં લખ્યુ હતું કે, મોદીને તમે પોઝિટીવ સેન્સમાં એક રક્તબીજ ગણી શકો, જેના પર તમે જેટલા પ્રહારો કરો તેમ તેની શક્તિ વધતી જાય છે. તેના પ્રત્યેક રક્તબિંદુમાંથી એક નવો શક્તિશાળી જીવ ઉત્પન્ન થાય છે. મોદીને ઝખ્મો આપવા એ પોતાના શરીર પર ઉઝરડા કરવા જેવું જોખમી કાર્ય છે. કારણ કે, એમને એવું વરદાન મળ્યું છે કે, એમના શરીર પર જે દુશ્મન એક પ્રહાર કરશે તે દુશ્મનને સો પ્રહારની પીડા મળશે. કેશુભાઇ અને નરેશ પટેલએ જાણી-જાણીને અને જાણતા જ ઝેર પીધા છે. આડકતરી રીતે તેમને નરેદ્ર મોદીને સીધો ફાયદો કરાવ્યો છે. મુદાઓ વગરની આ ચૂંટણીમાં પ્રજાને ઝાઝો રસ ન હતો. પરંતુ જ્ઞાતિવાદની કુકળી ગાંડી કરીને કેશુભાઇ એન્ડ કંપનીએ સામે ચાલીને ફરી એક વખત ગુજરાત મોદીની ઝોળીમાં નાંખી દીધું. છેક 2002થી કહેવાતુ આવ્યું છે કે, મોદી જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે કોઇ ગેબી સહાય તેમની ઝોળીમાં ટપકી પડે છે. આ વખતે પણ ઉપરવાળાએ એ ક્રમ જાળવ્યો છે. ઇશ્વરએ સમયસર કેશુભાઇ, નરેશ પટેલ જેવા લોકોને દુર્બુદ્ધિ આપી દીધી.  



જો કે સવાલ એ પણ છે કે, લેઉવા પટેલોના નામે, એમના જોખમે, એમના ખભા પર બંદુક રાખી ફોડનારા લોકોને લેઉવા સમાજ કે ઈત્તર સમાજ શું માફ કરી દેશે? ના. આવા તત્વો સામે ખુદ લેઉવાઓમાં પણ ગુસ્સો છે, અનેક સમજુ લોકો આવા તત્વોની પ્રવૃત્તિથી દુર ભાગી રહ્યા છે. સૌરાષ્ટ્રના જળ ક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા એવા મનસુખ સુવાગીયાએ તો ખોડલધામ અને તેના સ્થાપકો વિષે એક હજાર કરતા વધુ લેઉવા અગ્રણીઓને પત્રો લખ્યા છે - આ પત્ર મુજબ તો ખોડિયાર એ લેઉવા પટેલના કુળદેવી જ નથી! અહીં આ પત્રની સ્કેન્ડ ઈમેજ મૂકી છે - આખું લખાણ વાંચવા જેવું છે