Saturday, February 18, 2012


હિન્દુઓની ‘માતા’ને જૈનોએ શા માટે સાચવવી પડે છે ?

તસવિર સૌજન્ય : દિવ્ય ભાસ્કર  તથા પ્રકાશ રાવરાણી 

જૈનો સંચાલિત ગૌશાળાઓ ન હોય અને જૈન શ્રેષ્ઠીઓ નિર્મિત પાંજરાપોળ ન હોય તો ગૌમાતાની હાલત વધુ દયનિય હોય!


કેટલીક સ્પષ્ટતા: 
આ લેખ "અકિલા"માં પ્રકાશિત થયો હતો. એ વાંચી ને કેટલાંક મિત્રોની લાગણી દુભાઈ હતી. એમનું કહેવું હતું કે, "હિન્દુ અને જૈનો એક જ છે. અને ગાયોની દુર્દશા માટે હિન્દુઓને ભાંડવા યોગ્ય નથી" આ વાત સાથે હું બિલકુલ સહમત નથી. કેટલાંક મુદ્દાઓનો અહીં ઉલ્લેખ કરવો રહ્યો:
*જૈન શાસ્ત્રોમાં એવું કહેવાયું નથી કે, "ગાયના શરીરમાં ૩3 કરોડ દેવતાનો વાસ છે", જૈનો જીવદયાના સિદ્ધાંતને અનુસરવા જ ગૌરક્ષાના અભિયાનમાં જોડાયેલા છે. ગાયના શરીરમાં ૩૩ કરોડ દેવતા છે એવું હિન્દુ માને છે તેમ છતાં ગાયોને તેઓ જ રઝળાવે છે. 
*કતલખાને મોકલાતા ગૌધન બાબતે માત્ર કસાઈઓને દોષ દેવો યોગ્ય નથી. તેમને ગૌધન વેચનારાઓ હિંદુઓ-માલધારીઓ જ હોય છે અને તેઓ જ્યારે તે વેચે છે ત્યારે તેમને ખ્યાલ જ હોય છે કે એ ગૌધન કતલ થવા જઈ રહ્યું છે. 
*કતલખાને મોકલાતા ગૌધન બાબતે આજ સુધીમાં હજ્જારો હિંદુઓ પકડાયા છે. પરંતુ આવા કિસ્સાઓમાં કોઈ જૈનનું નામ ખુલ્યું હોય તેવું જાણમાં નથી.
*હિંદુઓ ગાયો પાળે છે, તેને સાચવતા નથી, એઠવાડ અને પ્લાસ્ટિક ખાવા રઝળતી મૂકી દે છે. નગરપાલિકાઓ ગાયોને પકડી પાંજરાપોળ મોકલવા પ્રયત્ન કરે તો તેઓ કહે છે, 'અમારી માતાને કેમ પકડી?", પછી તેઓ ધમાલ કરે છે. ટૂંકમાં કહીએ તો તેમને ગાયો રાખવી છે, પણ તેને ખવડાવવું નથી, પાલિકાને સોંપવી નથી. બસ એઠવાડ ખાવા મજબુર રાખવી છે અને એ ઢોર મરી જાય ત્યારે તેના ચામડામાંથી ૨૫૦૦-૩૦૦૦ રોકડા કરવા છે. 
*કેટલાક ગૌપાલકો માટે ગાયો એ પોતાના સમાજમાં શાખનો મુદ્દો હોય છે. આપણે કાર વેંચી ને સાઈકલ લઈએ કે માલિકીનું મકાન વેંચી ભાડે રહેવા જઈએ તો લોકો જે પ્રકારની ચોવટ કરે એવી જ કેટલીક જ્ઞાતિઓમાં ગાયો સોંપવાથી થતી હોય છે. તેથી ઠાલો રૂઆબ છાંટવા ગાયોને રીબાવાતી હોય છે. 
*હિન્દુ ધર્મસ્થાનો અને ધર્મગુરુઓ ગાયોને સાચવવા કશું જ કરતા નથી. હા! બે-ચાર અપવાદો જરૂર મળી આવશે. 
*હું સ્પષ્ટપણે માનું છું કે, જૈનોએ સ્વયભું જવાબદારી ના સ્વીકારી હોત તો ગાયોની હાલત અત્યારે જેટલી ખરાબ છે તેનાં કરતા સોગણી વધુ બદતર હોત. 


હિન્દુ ધર્મમાં ગાયને પૂજય ગણાવાઇ છે અને તેને માતાનો દરજ્જો અપાયો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, હિન્દુઓએ ગાય સાથે ગદ્દારી કરવામાં કશું બાકી રાખ્યુ નથી. માતાને આપણે રસ્તે રઝળાવીએ છીએ તેને એઠવાડ પર નભવા માટે મજબુર કરીએ છીએ. ગાયના પેટમાંથી સિત્તેરએંસી કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળયાના સમાચારો આવતા રહે છે, આપણા પેટનું પાણી હલતુ નથી. મકરસક્રાંતિના દિવસે આપણે તેને લીલુ ખવડાવી પૂણ્યનું ભાથુ બાંધ્યાનો ઠાલો સંતોષ માનીએ છીએ પરંતુ આખુ વર્ષ તેને રઝળાવીરીબાવી આપણે જે પાપનાં પોટલા બાંધીએ છીએ તેનુ વજન એટલુ તો તોતિંગ છે કે, સામા પલ્લામાં હાથી મુકો તો પણ આપણા પાપ તેના પર ભારે પડે. હિન્દુઓ એક દંભી પ્રજા છે. એ નદીને માતા કહે છે અને પછી તેને એટલી હદે દુષિત કરે છે કે, તેનુ પાણી પીએ તો બિમાર પડી જઇએ. આપણે સમુદ્રને દેવ કહીએ છીએ પણ સઘળુ પ્રદુષણ તેમાં ઠાલવતા રહીએ છીએ. ધરતીને માતા કહીને તેની સાથે ચેડા કરતા રહીએ છીએ. આપણે હિમાલયને પવિત્ર ગણાવ્યો અને પછી તેની ઘોર ખોદવામાં કદી પાછુ વળી જોયુ નહી. વૃક્ષને આપણી સંસ્કૃતિએ દેવતાનો દરજ્જો આપ્યો અને આપણે જંગલોનું નિકંદન કાઢી નાખ્યુ. આપણે જેને પુજય કહ્યા તેમની હાલત ખરાબ કરી નાંખી.

દંભ નહી તો બીજુ શું કહેશો ? માત્ર એઠવાડ પર નભતી રઝળતી ગાયોને ઢોરવાડે પુરાય છે ત્યારે કહેવાતા ગૌભકતો તેને છોડાવવા ધસી જાય છે. આ જ માતાને સાચવવાની તેમને દરકાર નથી. તંત્ર જયારે ગાયોને ડબ્બે પુરે છે ત્યારે ઘણાને વાંધાવચકા પડે છે પણ આ જ પ્રજા પાછી ગાયોને કતલખાને મોકલતા અચકાતી નથી. નર્યો દંભ. સમાજ સાથે સરેઆમ છેતરપીંડી. ધારો કે આપણે સોબસ્સો ભૂંડ પાળીએ અને પછી રોજ તેને શેરીમાં રખડતા મૂકી દઇએ તો ? તેને કોઇ પકડવા આવે ત્યારે તોડફોડ કરીને ભૂંડ સાચવવા એનિમલ હોસ્ટેલની માંગણી કરીએ તો કેવુ લાગે ? હિન્દુ સમાજ આ આખા ખેલ બબતે ખામોશ છે. ગૌરક્ષાની ફાલતૂ યાત્રાઓ યોજાય છે, સરકારી કાર્યક્રમોના તાયફા થાય છે. બીજી તરફ રખડતી ગાયોની પાયાની સમસ્યાના હલ માટે કશુ જ નક્કર કાર્ય થતુ નથી. એક તરફ જયારે હિન્દુઓ ગાયોની દુર્દશા કરી પાપનો ભારો બાંધી રહ્યા છે. ત્યારે બીજી તરફ જૈનો, જૈન શ્રેષ્ઠીઓ ગાયોની અદ્ભુત સેવા કરીને હિન્દુ અગ્રણીઓનું નાક વાઢી રહ્યા છે.

તસવિર સૌજન્ય : દિવ્ય ભાસ્કર  તથા પ્રકાશ રાવરાણી 


રાજકોટની પાંજરાપોળથી શરૂ કરી તમે ગુજરાતના કોઇપણ ખૂણે જાઓ, ગાયોની સેવાના યજ્ઞ દરેક જગ્યાએ જૈનો જ ચલાવતા જોવા મળશે. કરજણથી લઇ કચ્છ જાઓ કે અમદાવાદથી શરૂ કરી અમરેલી જાઓ... દરેક જગ્યાએ જૈન શ્રેષ્ઠીઓ દ્વારા નિર્મિત અને જૈન ટ્રસ્ટીઓ દ્વારા સંચાલિત પાંજરાપોળ જોવા મળશે. આપણે અને આપણા કહેવાતા ગૌભકતોએ તરછોડી દીધેલી આપણી માતાઓને ત્યાં તેઓ પ્રેમપુર્વક સાચવે છે. તેનો ઉમદા દેખભાળ કરે છે, ભરપેટ ઘાસચારો આપે છે. આવા અનેક દ્રશ્યો છેલ્લા પંદર વર્ષ દરમિયાન નિહાળ્યા છે. છેલ્લે રાજસ્થાન પ્રવાસ વખતે બે મહિના અગાઉ જૈનોના બે અદ્ભુત તીર્થ જોવાનો લ્હાવો મળ્યો. માઉન્ટ આબુથી નજીક, સિરોહી જિલ્લામાં આવેલુ ભેરૂતારક અને પાવાપુરી જીવમૈત્રીધામ, ડાયમંડના વિખ્યાત બિઝનેશમેન એવા સંઘવી પરિવાર (સુરત,મુંબઇ) દ્વારા નિર્મિત અને એમના ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ તીર્થસ્થાનો આમ તો દરેક દ્રષ્ટિએ અદ્ભુત છે. તેનુ સ્થાપત્ય, તેની ધર્મશાળા, તેના ભોજનાલય, તેની વહીવટી વ્યવસ્થા, તમામ દ્રષ્ટિએ આ તીર્થો બેનમૂન છે. પાવાપુરીમાં લગભગ અઢીસો એકરમાં પથરાયેલા આ સંકુલમાં લગભગ ૯૯ હજાર વૃક્ષો અને છોડ છે. જેમાં લીમડો, ચંદન, આમળા, આંબા જેવા વૃક્ષોથી લઇ ફુલોના છોડવાઓ શોભે છે. અહી સરેરાશ દરરોજ ૧૧૦૦ યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ચાર ધર્મશાળાઓ વચ્ચે અહી ૧૩૦ રૂમ છે. દસ મોટા હોલ છે. શુધ્ધ જળ માટે દસ લાખ લીટરની ક્ષમતાનો આર.ઓ. પ્લાન્ટ છે. કેમ્પસ એટલુ વિશાળ છે કે, તે નિહાળવા માટે બેટરી સંચાલિત કલબ કાર, ઘોડાગાડી વગેરેની વ્યવસ્થા પણ છે ! જો કે, સૌથી ધ્યાનાકર્ષક બાબત છે. અહીની ગૌશાળા.

પાવાપુરી  (રાજસ્થાન ) ની ગૌશાળા સહિતની તસવિરો... 


પાવાપુરી ગૌશાળામાં લગભગ ૬૩૦૦ ગાયોને સાચવવામાં આવી છે. ગાયો માટે અહી ૧૪ર શેડ બનાવાયા છે. અહી સુકોલીલો ઘાસચારો, પશુ આહાર, ગોળ જેવો આહાર ગાયોને અપાય છે. ગાયોની ચિકિત્સા માટે એક ડોકટર, ત્રણ કમ્પાઉન્ડર ર૪ કલાક તૈનાત રહે છે. ૧૩૦ ગોવાળીયાઓ તેમણે રાખ્યા છે. ઇમરજન્સીમાં ઓનલાઇન ટેલી મેડિસિન સેવા મેળવવા અમદાવાદથી વ્યવસ્થા છે. દવાખાનાની અને ઓપરેશનની અહી જ વ્યવસ્થા છે. કતલખાને જતા પકડાયેલી ગાયો ઉપરાંત રઝળતી ગાયો, માં વગરના વાછરડાઓને અહી પ્રેમપુર્વક સચવાય છે. તેમને શુધ્ધતમ જળ અને પૌષ્ટિક આહાર અપાય છે. અહીં લગભગ સવા ત્રણસો જેટલી દુધાળી ગાયો પણ છે, જેમના દ્વારા નિત્ય લગભગ સવા સાતસો લીટર દુધ મળે છે. અહીંની ભોજન શાળામાં (જયાં દરરોજ લગભગ ૧પ૦૦ યાત્રાળુઓ ચા-પાણી-નાસ્તો ભોજન વગેરેનો લાભ લે છે !) તેનો ઉપયોગ થાય છે.

રાજસ્થાનમાં આવેલુ આ જૈન તીર્થ ગૌસેવાનું એક ઉમદા ઉદાહરણ છે. હિન્દુઓના મંદિરોમાં જયારે પાંચ સાત હજાર ગાયોના નિભાવની વ્યવસ્થા થશે. તેમને આવુ કાર્ય કરવાનો વિચાર ઉગી નીકળશે તો આપણી ‘માતા’ની હાલત દયનિય નહી રહે. વધુ વહેવારૂ ઉકેલ તો એ છે કે, જેઓ ગાયોમાંથી વર્ષો સુધી કમાયા છે, તેનુ દુધ પીધુ છે એવા લોકો તેને રસ્તે રઝળાવવાની વૃતિ છોડશે તો ગાયોનું કલ્યાણ થશે. ઘરમાં કોઇ માતા પોતાના સંતાનોનું આજીવન લાલનપાલન કરે પણ જયારે તેમાંથી ઢસરડા ન થાય ત્યારે સંતાનો તેને ભિખ માંગવા મજબૂર કરે એ કેવુ ? તમારાથી તમારી જનેતા સચવાતી ન હોય તો જૈનો સાચવી લેશે, તેને એઠવાડની અને પ્લાસ્ટિકની ઓશિયાળી બનાવીને રાખવામાં કઇ ગૌભકિત છે એ સમજાય નહી એવી વાત છે.

* "અકિલા"માં પ્રકાશિત

9 comments:

 1. કિન્નર ભાઈ ને થોડુ માલુમ થાય કે અહિ કેટલીક વાતો સ્પષ્ટ કરવા માંગુ છુ, (૧) ગાયમાં તેત્રીસ કરોડ દેવતા છે તેવુ કહ્યુ??? ગાય ને વેદમાં ૩૩ કોટી દેવ ( ભગવાન નહિ) એ એક વિશિષ્ટ ગણનુ નામ છે, સમાન ગાય છે, ૩૩ કોટી યાને પ્રકાર હવે ૩૩ પ્રકારમાં ૨૭ નક્ષત્ર, પાંચ તત્વ અને પ્રાણ, (૨) સંસ્કૃત લેટીન, ગ્રીક ની અંદર ૮ લાખથી અધિક શબ્દો નથી તો તેત્રીસ કરોડ દેવતાના નામ કઈ રીતે સંભવી શકે , આ સવાલ ૧૯૯૦ માં એક વિદ્વાન બ્રાહ્મણ ને કર્યો હતો કે એક વાર ૩૩ કરોડ દેવતાના નામ લખી ને આપો... તે કહેવાતા વિદ્વાન નુ ગેંગે ફેંફે થઈ ગયુ હાલ આ વિદ્વાન અતિ વિશાળ સામ્રાજય લઈ બીરાજે છે, આટ્લો સવાલ દરેક હિન્દુ ના મગજમાં આવે તો અડધા પ્રશ્ન ટળી જાય (૩) આર્યો જયારે ભ્રમણમાં નિકળ્યા ત્યારે ગાય લઈ ને આવ્યા હતા, જુની જાર્મનિક (ગીર્વાણ) ભાષામાં ગૌ ( gaw જેના પર cow ) શબ્દ હતો, અને ગૌ એટલે ધરા પણ થાય છે, જેના પર થી geo શબ્દ ઉદભવ્યો, આ શબ્દ ગ્રીક અને સંસ્કૃતમાં યથાવત છે, ગાય ને પાળવી પોસવી સહેલી હતી અને સવાર સાંજ દુધ મળી રહે તેવી નિર્વાહ ની વ્યવસ્થાનો ભાગ રૂપ હતી, (૪) ગૌ માંસ ન ખાવુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ હતુ ગૌ-અંગ અને તેની ઉત્કર્ષ તંત્રમાં મિથેન વાયુ બને છે અને જે અગ્નિ થી પણ નાશ પામતો નથી અને માનવ શરીર માટે અતિ ઘાતક નીવડે છે, અનેક પ્રકારના કેન્સર નો કારક પણ છે, (૫) ગૌ દ્ર્વ્ય જેવા કે દુધ દહી, માખણ ઘી અને છાશ (તક્ર) આરોગ્ય માટે અતિ ગુણકારી છે જેને હાલના વિજ્ઞાને પણ માન્યતા આપી છે,(૬) અન્ય દ્વવ્ય જેવા કે ગૌ મુત્ર અને છાણ રેડીએશન અને વિકિરણિય અસરથી રક્ષણ આપે છે. જેનો કચરો ઘાતક અસરો થી મુક્તિ આપતો હોય તો તેનુ મુળ અંગ તે કચરો કે ઘાતક અસર વાળો જ હોય આ વિધાન મેડીકલ સાયન્સ નુ જ છે, આથી સરળતાથી સમજી શકાશે કે ગૌ માંસ નિષેધ કેમ ????

  હિન્દુઓ ના દંભ અને અજ્ઞાન પર કરુણા સિવાય કશુ જ નથી મારી પાસે કારણ કે એક તો ખોટા અર્થ ઘટન ને નિભાવે છે અને તે જ માન્યતા( સાવ ખોટી અને બકવાસ) અનુસાર માતા માને છે અને ઉપરથી તેને એંઠવાડ ખવડાવ્યા કરે છે,

  ReplyDelete
 2. વાહ મોઢા સાહેબ,
  આપની પુરક માહિતી થી કિન્નર ભાઈ ના પ્રયત્ન ને ચાર ચાંદ લાગી ગયા..
  બસ આજ જરૂરિયાત છે, દરેક વસ્તુ માં આટલું ઊંડો અભ્યાસ હોય તો મજા જ આવી જાય..

  ReplyDelete
 3. ભાઈ શ્રી હિતેશ,
  આપની પુરક માહિતી ભ્રમિત વધારે કરે છે અને જે વિષયની ચર્ચા કરી છે એના વણ માંગ્યા વૈજ્ઞાનિક પ્રમાણ માંગવામાં આવ્યા છે. કિન્નર ભાઈ ભાઈ નો પ્રશ્ન મૂળ તો સામાજિક પ્રશ્ન છે નહિ કે ધાર્મિક કે વૈજ્ઞાનિક. આ વાત રખડતા કુતરાઓ ને પણ એટલી જ લાગુ પડે છે. મૂળ તો જૈન લોકો જે કામ કરી રહ્યા છે તે હિંદુ ઓ વ્યવસ્થિત સંગઠન ના અભાવે નથી કરી શકતા જે માટે હિંદુઓ દોષિ છે પણ એ થી હિંદુઓ ની માન્યતાઓ ના વૈજ્ઞાનિક પુરાવા માંગવા થી આ સામાજિક પ્રશ્ન હાલ નથી થવાનો. કદાચ તમને Mythology (પુરાણ) અને History (ઈતિહાસ) વચ્ચે નો ભેદ નથી ખબર. પુરાણો સાહિત્ય છે એમા રૂપકો અને અલંકૃત ભાષા આવવાની જ. અને શું દરેક હિંદુ પુરણની વાતો ના પર્શ્નો ના જવાબ ફક્ત બ્રાહ્મણો એ જ આપવા એ જરૂરી છે ? ક્ષત્રિયો,વૈશ્યો અને શુદ્રો ની જવાબદારી કંઈ નથી ?

  ReplyDelete
 4. ગોપાલક ભગવાન શ્રી કૃષ્ણ ના આ દેશ માં ગાયો ની દુર્દશા માટે “રખડતી” ગાય ને ચારો નાખી ને તત્કાલ પુણ્ય મેળવી લેવાની લાલચ ધરાવતા કહેવાતા ધાર્મિક અને જીવદયા પ્રેમીઓ છે !

  પ્રશ્ન : શામાટે ગયો જ રખડતી જોવા મળે છે ? ભેંશો કેમ નહિ ? જવાબ : ભેંશ મોંઘી છે. ગાય સસ્તી છે ( હા… જીવતી લાખની, મુવેલી સવા લાખની...!). ભેંશ ને પાળવાનું મોઘું છે. ગાય પાળવાનું સોંઘું છે ( સાવ મફત !). ભેંશ ને ચારો નાખવા વાળા કોઈ નહિ મળે. ગાય ને ચારો નાખવા વાળા સાંજ પડ્યે ૧૦ જીવદયા પ્રેમી ( મૂરખા ) મળી જાશે. ગાય રાખવાવાળા માટેતો… ગાય પણ તેમનીજ, ચારો પણ તેમનોજ, ચારા ના રૂપિયા કહેવાતા ધાર્મિક લોકો આપે, દૂધ ને દૂધના રૂપિયા ગાય રાખવાવાળા લઈ જાય. બળવાન ને મારકણી ગાય ને તેના પેટ પુરતું મળી રહે, નબળી ને રંક ગાય ને પેલા ગંધાતા માણસોએ પ્લાસ્ટિક ની કોથળી માં સરસ રીતે પેક કરી ને રસ્તા પર ફેકેલો શાકભાજી નો કચરો કે વાસી ખાવાનું ખાવાનો કે ઉકરડા ફેદવા નો વારો આવે. ભૂખી ગાય તે કચરા સાથે પ્લાસ્ટિક પણ ખાય જાય. તે ગાય માંદી પડે કે વાહન સાથે અથડાવાથી કે બીજા કોઈ કારણસર ગંભીર ઈજા પહોચે અથવા ગાય ઘરડી થય જાય તો ખાટકી ને વેચી ને બમણા રૂપિયા બનાવી સકાય. જીવદયા પ્રેમીઓ અને કહેવાતા ધાર્મિક લોકો કહેશે ...અમેતો પુણ્ય કરીએ છીએ, પાપ તો તે લોકો કરેછે. પરતું જો પાપ પુણ્ય માં માનતા હોં તો આ પાપ માં કહેવાતા આ ધાર્મિક લોકો, રખડતી ગાયો રાખવાવાળા, તેવી ગાય નું વેચાતું દૂધ લઈ ને પીવાવાળા, ગાય ખાટકી લોકો ને વેચવાવાળા ને ખાટકી લોકો પણ એટલાજ ભાગીદાર છે. અંતઃ ગાય ને રોડ પર ચારો “ના” નાખીનેજ ગાયમાતા ની સાચી સેવા ( કઠોર કૃપા : ૮ માં કે ૯ માં હિન્દી માં પાઠ આવતો ) કરી શકાય. બધા લોકો ગાય ને ચારો નાખવાનું બંધ કરે( જે શક્ય નથી ! ) તો ગાય રાખવાવાળા ખરેખર જરૂરિયાત હશે તોજ ગાય રાખશે ને પોતાનો ચારો ખાવડાવસે ને ગાયનું ધ્યાન પણ રાખશે વિશેષમાં રખડતી ગાયો જોવા નહિ મળે. વાસ્તવિકતા એ છે કે ગાયો ને રાખવાવાળા લોકો બીજા ભોળા ને મૂરખા લોકો ની ધાર્મિકતા નો લાભ ઉઠાવે છે.

  ગાયમાતા ની જો ખરેખર સાચી સેવા કરાવી હોય તો પાંજરાપોળ કે ગૌશાળામાં જઈ ને જ તે ગાયો ને ચારો નાખો. દરરોજ ના જઈ શકો તો કઈ નહિ મહીને કે વરસે એક વખત જઈ ને આપી આવો, ડોક્ટર કે દવાના રૂપિયા આપી મદદ કરો, ગાય ને ઈજા પોહોચી હોય તો તેની સારવાર કરો દવાખાને લઈ જાવ પણ રોડ પર ચારો ના નાખશો. શરુવાત માં ગાયો ને થોડી તકલીફ પડશે પણ અંત સારો હશે....

  ( સંસ્કૃત શબ્દ "કોટી" ના બે અર્થ થાય કોટી એટલે કે પ્રકાર અને કોટી એટલે કે કરોડ. આ ગોખણીયા અને પોપટિયા ને લોકો નું મનોરંજન કરતા વાર્તાકારો ( Sorry કથાકારો ) અને કહેવાતા ધર્મગુરુઓ યે આ શ્રુષ્ટિ નું સંચાલન માટે ના ૩૩ પ્રકાર ના દેવી દેવતા માંથી (પરબ્રમ પરમાત્મા/ઈશ્વર આમાંથી બાકાત છે !) ૩૩ કરોડ દેવી દેવતા ક્યારે બનાવી નાખ્યા તે એક સંશોધન નો વિષય છે. ગાયમાતા માં ૩૩ પ્રકાર ના/ કરોડ દેવી દેવતા નો વાસ છે કે નહિ ? તેની ચર્ચા અહી અસ્થાને છે. વાત છે ગૌમાતા ની સાચી સેવા કરવાની !)


  Raj Goswami

  ReplyDelete
 5. ખૂબ જ સાચી વાત કહી...
  - ઝાકળ

  ReplyDelete
 6. @Hitesh Modha and @Raj Goswami,
  Could you please explain the '33 types' of Dev more?
  How can a God be of a zodiac (Nakshatra) type ;)! Could you give me examples of at least one for at least few of the types of Devs?!

  @Hitesh Modha
  Who told you that the word 'cow' or 'gau' came from
  proto-Germanic !!! The word has come from proto-Indo-European. Even Wikipedia has got it right! (http://en.wikipedia.org/wiki/Cattle#Word_origin)
  Shu yaar fekamfek kare raakho chho!

  Dakshesh

  ReplyDelete
 7. શ્રી દક્ષેશભાઈ,

  કિન્નરભાઈ એ અહી ગાયમાતા ની દુર્દશા વર્ણવતો સુંદર, સચોટ ને આંખ ઉઘાડનારો લેખ લખ્યો છે. તે મુખ્ય વિષય ને ધ્યાન માં રાખીને આપે તેની વિષે કે વિરુદ્ધ માં બે શબ્દ લખ્યા હોત તો મને જરૂર આંનદ થાત. આપે ગૌણ વાત (તેથીજ તો કૌશ માં લખી છે...) જે મેં અને હિતેશભાઈ મોઢેરા એ લખી છે તેના પર ચર્ચા કરવા માગો છો ? પુનરુક્તિ દોષ છે છત્તા લખું છું કે આ વાત અહી અસ્થાને છે ! આને પિસ્ટપીંજણ કે ફીફા (ફોતરા) ખાંડવા કહેવાય જેનો કોઈ શાર નથી ! તમારે ૩૩ કરોડ દેવી-દેવતા ના બદલે ૩૩ અબજ રાખવા હોય તો મને વ્યક્તિગત હાની કે લાભ નથી. અને જે રીતે દર મહીને નવા નવા બે-ત્રણ દેવી-દેવતા જન્મે છે તે જોતા આ સંખ્યા પણ ભવિષ્ય માં નાની પડશે ! છત્તા પણ તમને ભવિષ્યમાં જોરદાર વાદ-વિવાદ કરવા માટે મસાલો મળી રહે તેથી થોડા મુદ્દા આપું છું. સૃષ્ટી ના સંચાલન માટે ના ગુણ કર્મ અનુસાર ૩૩ પ્રકાર ના દેવી-દેવતા ના પ્રકાર સમજવા માટે વિસ્તુત વર્ણન કરવાની જરૂર નથી સામાન્ય બુદ્ધી થી સમજી સકાય છે. જેમકે સર્જન (બ્રહ્મા, સૂર્ય, રાંદલ વગેરે...), પાલન-પોષણ(વિષ્ણુ, આન્નપુરણા વગેરે... ), વિસર્જન (શિવ, કાલી, ભૈરવી, ૧૧ કે ૨૧ ભૈરવ વગેરે...), સંરક્ષણ(કાર્તિકેય, ગણેશ, હનુમાન, દસ દિક્પાલ વગેરે...), વિદ્યા-જ્ઞાન(સરસ્વતી, ગણેશ વગેરે...), વિત્ત(લક્ષ્મી, ગણેશ, કુબેર વગેરે... ), શિલ્પ(ભુવનેશ્વરી, વિશ્વકર્મા વગેરે....), પ્રકૃતિ દેવો(અગ્નિ, પૃથ્વી, વાયુ, વરુણ વગેરે...), ગ્રહગણ = ભચક્ર-ઈશ્વરની ઘડિયાળ ના દેવો (નવગ્રહ , નક્ષત્ર વગેરે....જે માત્ર સમય નું દર્શન કરાવે છે). સપૂર્ણ યાદી નથી લખતો, ફરી કોઈ વખત. અહી દિગપાલ દસ છે અને ગ્રહો નવ કહો કે બાર પરંતુ તે એકજ પ્રકાર ના દેવો છે. ઘણા દેવી-દેવતા પ્રધાન છે, ઘણા ગૌણ છે. ઘણા દેવી-દેવતા નો ગુણ-કર્મ અનુસાર એક કરતા વધારે પ્રકાર માં સમાવિષ્ઠ શક્ય છે દા. ત. ગણેશ. ઘણી વખત માત્ર એક કે બે દેવ થી કાર્ય પૂર્ણ થતું નથી દા. ત. બ્રહ્મા માટે સૂર્ય(=બીજ=જૈવિક શક્તિ) અને રાંદલ (=રન્નાદે=રન્ન=રજ=ઋતુચક્ર(પ્રકૃતિ અને માદા બંને માં)) આ બંને વગર નવ જીવન શક્ય નથી. હકીકત માં તો શક્તિ, ગુણ, કર્મ નું કાલ્પનિક મૂર્તિમંત સ્વરૂપ એટલેજ દેવી-દેવતા. અંતઃ આપ વિશેષ ચર્ચા કરવા માંગતા હોય તો આ વિષે સ્વત્રંત્ર લેખ લખશો કે લખાવાશો તો વિશેષ ચર્ચા કરીશું/લખીશું. અને મારા જેવા ઘણા ને 'ચંચુપાત' કરવા નો મોકો મળશે.

  આભાર સહ વિરમું છું.

  Raj Goswami

  ReplyDelete
 8. @રાજ ગોસ્વામી,
  તમે ગૌણ વાત કરી છે કે કોમેન્ટમાં આ વાત કૌંસ માં લખીને બીજી જ વાત ઘુસાડી છે એ તો તમને ખબર, પણ મેં તો ફક્ત એક સાદો પ્રશ્ન પૂછ્યો હતો: તેંત્રીસ પ્રકારનાં દેવ વિષે સમજાવશો? બીજો પેટા-પ્રશ્ન 'દેવ વળી નક્ષત્ર પ્રકારના કેવી રીતે હોય?' એ તો હિતેશભાઈ મોઢા ને માટે હતો કારણકે એમણે આ વિષે ઉલ્લેખ કર્યો હતો. મને પણ તેંત્રીસ કે તેંત્રીસ કરોડ દેવ હોય એનાથી કોઈ ફરક નથી પડતો. પણ તમે યાર એક પ્રશ્ન પણ સારી રીતે નથી લઇ શકતા?
  મને હવે તમારી સાથે ચર્ચા કરવામાં કોઈ જ રસ નથી કે ન તો તમારી રીસર્ચ કર્યા વિના લખેલી કોલમો વાંચવામાં.
  દક્ષેશ

  ReplyDelete