Thursday, August 4, 2011

ઓશોઆશ્રમ અને ગરિબાઈ!


રજનીશ અને પેડર રોડ અને 

પાંચ હજાર રૂપિયા અને આખો મહિનો 

સાવ અનાયાસ જ બધું બન્યું. ઓચિંતી મુલાકાત પછી એક યાદગાર સહવાસ અને પછી સ્મૃતિપટ પર કોતરાઈ ગઈ એ અવિસ્મરણીય ક્ષણો. ચિરંતન બ્રહ્મચારી જાણે ટાઈમ ટ્રાવેલ કરી રહ્યાં છે. રજનીશ બન્યા પછીના એ શરૂઆતના વર્ષો... એમની આંખ  સામે જ બધું  ભજવાઈ રહ્યું છે જાણે. મુંબઈના પેડર રોડ પર આવેલા બહુમાળી બિલ્ડિંગના  સોળમાં માળે આવેલો એ આશ્રમ. તેની અંદર પ્રવેશ કરતા જ એક તરફ હતો ઓશોનો શયનખંડ. બરાબર તેની બાજુમાં જ હતો ચિરંતન બ્રહ્મચારીનો રૂમ. ઓશોના સંન્યાસી તરીકેનું એમનું નામ હતું: સ્વામી કૃષ્ણ કબિર. વર્ષો  સુધી તેઓ ઓશોની નિશ્રામાં રહ્યાં. આગળ જતાં ઓશોના પિતરાઈ બહેન ક્રાંતિ (મા યોગ ક્રાંતિ) સાથે એમણે  લગ્ન પણ કર્યા. એટલે આમ જુઓ તો તેઓ ઓશોના બનેવી થાય.
રજનીશનો એ સાવ પ્રારંભીક તબક્કો. હજુ એમનું નામ ઘેર-ઘેર જાણીતું નહોતું. ચિરંતન બ્રહ્મચારી ઓશોના એ કાળના સાક્ષી છે. ઓશો સાથેના એમના અનુભવોનો એક ખજાનો છે તેમની પાસે. એ સ્મરણો વાગોળતાં તેઓ કોઈ અલગ જ ભાવવિશ્વમાં પહોંચી જાય છે. અત્યારે ચિરંતનભાઈ અમદાવાદ રહે છે. હમણાં જ રાજકોટ ખાતે "અકિલા"માં તેમની મુલાકાત થઇ. ઓશો વિષે એમણે અનેક એવી વાતો કરી જે આપના જેવા ઓશોચાહક માટે પણ બહુ જાણીતી ના ગણાય. અહી એમની વાતોમાંથી કેટલીક રસપ્રદ વિગતો મૂકી રહ્યો છું.  
ઓશોને અતિ કિંમતી ઘડીયાળોનો શોખ હતો એ બહુ જાણીતી વાત છે. આમાની બે અતિ કિંમતી ઘડીયાળો તેમણે ચિરંતન બ્રહ્મચારી અને તેમના પત્નીને આપી છે. ઉપરાંત ઓશોએ આપેલી ખુરશી તથા હસ્તાક્ષર કરીને આપેલી ડાયરી પણ આપી છે. કિંમતની દ્રષ્ટિએ આ બેઉ ઘડિયાળો અમૂલ્ય છે. હીરા જડીત રાડો કંપનીની ઘડીયાળ અને "ઓમેગા  સી-માસ્ટર" બ્રાન્ડની આ ઘડીયાળો ઓશો જાતે પોતાના કાંડા પર ધારણ કરતા હતા. કોઇ ખમતિધર ઓશોપ્રેમી જ આ ઘડિયાળોનું મુલ્ય ચૂકવી શકે. આજે ઓશોનાં કેટલાક દુર્લભ પુસ્તકો પણ ઇન્ટરનેટ પર અઢી  ત્રણ લાખ રૂપિયાના ભાવે વેંચાઇ રહ્યા છે ત્યારે આ ઘડિયાળોની કિંમત તો કરોડમાં થવા જાય.  

ચિરંતન બ્રહ્મચારીએ આજે પણ આ બધી ચીજવસ્તુઓ સાચવીને રાખી છે. આ ઘડિયાળો ઓશોએ ધારણ કરી હોય તેવા ફોટોગ્રાફસ અને વીડીયો પણ તેમની પાસે છે. ચિરંતનભાઇ પોતાની પત્નીની કેન્સરની બિમારીમાં પોતાની બચતની છેલ્લી પાઇ પણ ખર્ચ કરી ચૂકયા છે. આજે એમની પાસે કશું જ નથી. અમદાવાદથી રાજકોટ આવવુ હોય તો પણ ટિકિટ માટે વિચાર કરવો પડે એવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં કોઇ ધનાઢય ઓશોપ્રેમી તેનું પુંરતુ મુલ્ય ચુકવી આ અમુલ્ય ઘડિયાળો ખરીદી લે તો બધાનું ભલું થાય એમ છે. તેના દ્વારા ચિરંતનભાઇની  જિંદગી પણ સુધરી જાય અને ઓશોનાં ચાહકને એક એવી અદભૂત પ્રસાદી મળે. જેની તેમણે કદી કલ્પના પણ ન કરી હોય !

ઓશો સાથેની એ પ્રથમ મુલાકાતઃ 
હિન્દુસ્તાન મેં વિચાર મર ગયા હૈ !


લગભગ ૧૯૬૮ની સાલની વાત છે. રજનીશજી ત્યારે માથેરાન શિબિર માટે જઇ રહ્યાં હતા. મુંબઇથી માથેરાન જતા નેરલ નામનું સ્ટેશન આવે છે. ઓશો ત્યાં ઉતર્યા હતા. ચિરંતન બ્રહ્મચારી પણ એ જ સ્ટેશન પર હતા. તેઓ રજનીશજીને મળ્યા અને બે દિવસ અગાઉ અમદાવાદના એક અખબારમાં છુપાયેલા અને લેખ અંગે વાત કરી. એ આખા પાનાનાં લેખમાં તર્ક લડાવી ઓશોને સામ્યવાદી સાબિત કરાયા હતા. આ લેખ અંગેની વિગતો સાંભળતા જ રજનીશજીએ કહ્યું: ‘ શું કરીએ ! હિન્દુસ્તાન મેં વિચાર મર ગયા હૈ. સોચ કી ક્ષમતા નહી રહી !’ એ મુલાકાત પછી ચિરંતન બ્રહ્મચારી ઓશોનાં રંગે એવા રંગાઇ ગયા કે વર્ષો સુધી તેમનાં સાંનિધ્યમાં રહ્યાં. 

ઓશોએ અખબારમાં પણ નોકરી કરી હતી !

ઓશોની  અનેક અજાણી વાતોનો ચિરંતનભાઇ પાસે ખજાનો છે. કોલેજમાં ઓશો અભ્યાસ કરતા ત્યારે તેમણે ફીનાં પૈસા ભરવા અને હાથ છુટ્ટો રહે એ માટે એક અખબારમાં નોકરી કરી હતી. મધ્યપ્રદેશમાં તેઓ રહેતા. જાણીતા હિન્દી અખબાર, નવભારતમાં તેઓ પ્રુફરીડર તરીકે કામ કરતા. ફરસાણનો જબરો શોખ હતો. દરરોજ રાત્રે અચૂક ફરસાણ જોઇએ જ. નાનપણથી જ તર્કમાં તેઓ અવ્વલ હતા. સાગર ટાઉન નજીકના શકકરમાં એક વખત કોમ્યુનિસ્ટોનું સંમેલન હતું. રજનીશ ત્યારે યુવાવસ્થામાં હતા. એમણે કેટલાક પ્રશ્નો તૈયાર કર્યા ધારદાર  અણિયાળા. સંમેલનમાં સ્ટેજ પર ચડી ગયા અને કહ્યુ કે, ‘ મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે !’ પેલાઓએ મંજૂરી આપ્યા સિવાઇ કોઇ છુટકો જ નહોતો ! એમણે એવા સવાલો કર્યા કે પેલા બધા ડઘાઇ ગયા અને જેમ તેમ કરી રજનીશને ત્યાંથી રવાના કર્યા. સવાલો પૂછવામાં તેઓ એકકા હતા તો જવાબો આપવામાં પણ લાજવાબ હતા ! અલિગઢ મુસ્લિમ યુનિ.ના ૪૦ વિદ્યાર્થીઓ એક વખત તેમનો ‘ દાવ લેવાનું નકકી કરીને જ પ્રશ્નો પૂછવા મુંબઇ આવ્યા તેમના પ્રથમ સવાલનો જવાબ જ ઓશોએ એવો આપ્યો કે, બાકીના સવાલો કર્યા વગર પેલા અભિભૂત થઇને રવાના થયા !’

ઓશોની દિનચર્યા : વેઇટ લિફિટંગથી લઇને પુસ્તકો અને ભોજન 

સવારે સાડા પાંચ  છ વાગ્યે ઉઠયા પછી ઓશો ડમ્બેલ્સ-વેઇટ લિફિટંગ જેવી કસરતો કરતા નાની વયે સંગ્રહણીનો રોગ થયો હતો. તેથી ભારે ભોજન લેતા નહી. ચા પીધા પછી સફરજન લેતા દરરોજ તેઓ માત્ર એક જ અખબાર વાંચતા: ‘ફ્રી પ્રેસ જર્નલ’. સાડા આઠ નવથી મુલાકાતીઓ આવવાનું શરૂ થાય. સવારે ૧૦:૩૦ એમનો ભોજનનો સમય. બપોરના બારથી ત્રણ આરામ કરે. જાગ્યા પછી દર કલાકે થોડી સોડા પીવે. પ્રવચન અને ગોષ્ઠિ ચાલે. સાંજે સાત વાગ્યે ભોજન લેવાનું. દિવસભરમાં જયારે સમય મળે ત્યારે પુષ્કળ વાંચન કરે. ‘ઇન્ડિયા બુક હાઉસ’ના તેઓ સૌથી મોટા ગ્રાહક હતા. ખાલી ઈમ્પાલા લઇને જતા અને પુસ્તકોથી છલોછલ ગાડી લઇ પાછા આવતા. વાંચનની સ્પીડ ગજબની હતી. કોઇ પૂછે કે ‘ આટલું ઝડપથી કેવી રીતે વાંચો છો’ તો જવાબ આપતા :‘ મૌલિક સર્જન હોય એ જ હું આખુ વાંચુ અને જગતમાં મૌલિક કૃતિઓ બહુ જૂજ રચાય છે!’ જમાનાથી તેઓ એટલા આગળ હતા કે, સિંતેરની સાલમાં પણ તેઓ પેપરલેસ ઓફીસની વાતો કરતા. સ્પેશિયલાઇઝેશનની વાત કરતા તેઓ કહેતા કે, ‘ ભવિષ્યમાં ડાબી અને જમણી આંખોના મોતિયા માટે પણ અલગ  અલગ ડોકટરો હશે.!’

માત્ર પાંચ હજાર રૂપિયામાં ઓશોનો આશ્રમ ચાલતો !

ત્રણેક વર્ષ સુધી ચિરંતન બ્રહ્મચારી ઓશોની પડખે જ રૂમમાં રહેતા હતા. મુંબઇના પેડર રોડ પર આવેલા ‘વુડલેન્ડ’ બિલ્ડીંગના સોળમા માળનો ફલેટ એ તેમનો આશ્રમ. એ આશ્રમે વિજય આનંદ, જયદેવ, કલ્યાણજીભાઇ જેવાં અનેક મહાનુભાવોની નિત્ય અવર જવર રહેતી. ‘નવરંગ’નો અભિનેતા મહિપાલ વગેરે પણ આવતા. રજનીશજીએ તે સમયે એક સ્ટડી સર્કલ બનાવ્યું હતુ. જેમાં પચાસ મેમ્બર રહેતા. દરરોજ સાંજે ઓશો તેમને વકતવ્ય આપે, ગોષ્ઠિ કરે અને સભ્યોએ ફી પેટે મહિને એકસો રૂપિયા ચુકવવાનાં ! પચાસ મેમ્બર્સના સોસો મળી કુલ પાંચ હજાર મહિને એકઠા થતા તેમાંથી આશ્રમનો નિભાવ ખર્ચ નીકળતો. બહુ મર્યાદિત આવક હતી. ચિરંતન બ્રહ્મચારી કહે છે:‘ એક વખત અગત્યનાં મહેમાન સહપરિવાર પહોંચી ગયા અને આશ્રમમાં એમના માટે ભોજન બનાવવાનો લોટ પણ નહોતો ! હું નીચે ગયો અને બ્રેડ તથા બટર લઇ આવ્યો, ચા  કોફી સાથે અમે તેમને બ્રેડબટર પીરસ્યા !’

ઓશોની હત્યાનો પ્રયત્ન એમના સંન્યાસીનીએ જ કર્યો !

લગભગ ૧૯૬૫૬૬ આસપાસની વાત છે. ઓશો પોતાની કારમાં જઇ રહ્યા હતા. અચાનક શું થયું અને ગાડીની બ્રેક ફેઇલ થઇ ગઇ. સંજોગો એવા સર્જાયા કે ગાડી કાબુમાં રાખવાનું મુશ્કેલ થઇ ગયુ. મહામહેનતે કારને સાવચેતીપુર્વક, સલામતીપુર્વક એક ખાડામાં ઉતારી દેવાઇ. ઓશોના અત્યંત નજીકના સુત્રોની વાત માનીએ તો તેમના જ એક સંન્યાસીનીએ ઓશોને ખતમ કરવાનું આ કાવતરૂં ઘડયુ હતુ. ચર્ચા એવી પણ છે કે, તેઓ ઓશોને હટાવી સર્વેસર્વા બનવા માંગતા હતા. આજે પણ આ મહિલાનાં અનેક જગ્યાએ આશ્રમો છે, ખાસ કરીને વિદેશમાં. આ ચાલની ખબર પડી ગઇ હોવા છતાં ઓશોએ તેમની વિશે કોઇ કાર્યવાહી નહોતી કરી.
( પિફચર અભી બાકી હૈ, દોસ્તો! ...  )

16 comments:

 1. ક્યા બાત!

  ફેસબુકમાં તમારી અપડેટ વાંચ્યા પછી તરતજ બ્લોગ પર તમારો આ લેખ વાંચ્યો, એક જ પંચમાં અચ્છે અચ્છા કે પછી કહેવાતા કોલમ્નીસ્ટો ને નોકઆઉટ કરી દીધા.
  અભિનંદન.

  ReplyDelete
 2. just super... puri picture me aise hi aankh bandh kar ke dekh raha hu, sir! :) thanks for tagging... :) but would love to read you in next half as well, as tame pan maulik lakho cho... :)

  ReplyDelete
 3. આચાર્ય રજનીશ, રજનીશ, ભગવાન રજનીશ અને છેલ્લે ઓશો...બુદ્ધ જન્મે છે પણ તેમને ઓળખવા વાળા મોડા જન્મે છે, આ એક સનાતન શ્રાપ છે માનવ ને. અદ્ભુત મેધા ના માલિક, જ્ઞાન આપવા ના વિરોધી, આંધળું અનુકરણ ના એટલા વિરોધી કે, અનુયાયી ને પણ કહે કે મારી વાત પણ ના માનસો- જો સહમત ના થાવ તો..વાહ!
  આજના તથાકથિત સાધુબાવા કે જ્ઞાનીઓ (આ તેમના ફેવરીટ શબ્દો હતા) માં આવી હિંમત ખરી!!?
  મોરારી બાપુ થી લઈને કોઈને પણ જોવાથી સમજાશે કે ઓશો ની તકલાદી નકલ કેવી હોય.
  waiting for the excellence to follow...

  ReplyDelete
 4. Thanks for sharing such an interesting things.
  Need to know more about my love OSHO....!
  keep posting.....

  YaaaaaaaaaaaHoooooooooo!

  Hitesh

  ReplyDelete
 5. Awesome! waiting eagerly for next installment.

  ReplyDelete
 6. પુરા દિખાના.

  ReplyDelete
 7. mara ek mama osho ni najdik hata...pan hu temni paase thi kai vaato kadhaavi shaku te pahela svargastha thaya...khair...aapna blog nu vishay vaividhya tenu jama paasu chhe

  ReplyDelete
 8. Very Exclusive information presented in a gripping manner. Eager to read more in the matter.

  ReplyDelete
 9. vaah kinnarbhai thanx for sharing....

  ReplyDelete
 10. wah bahu j ghanu navin janava malyu

  ReplyDelete
 11. કઈ નવું જાણવા નું આનંદ થયો. આવી માહિતી તમેજ લાવી શકો ,

  ReplyDelete
 12. e mahila kon hata????????????please janavo.......hollywood story jevu chale chhe..aa to.............

  ReplyDelete