Tuesday, September 25, 2012

આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!



માન્યું કે ભાદરવાના તડકા આકરા હોય છે... પરંતુ નજરુંના તીરમાં ક્યાં ઓછી ટાઢક હોય છે! 
અન્યાય ... અન્યાય .... ઘોર અન્યાય.... 
ગુજરાતના યુવાનો બાપડા હરખાતા હરખાતા સવારમાં ફૂલફટાક થઇ ને નીકળી પડે અને લીલોતરી ને બદલે નજરે શું ચડે? 
એકવીસમી સદીના આધુનિક બુરખાઓ ધારણ કરેલી આવી તિતલીઓ ? 
જરા વિચારો, તેમના હૈયા પર કેવો વજ્રઘાત થતો હશે!
આ બુરખાના પણ પાછા મલ્ટિપલ ઉપયોગ: 
બગીચામાં છાનામાના કોઈને મળવું હોય તો બુરખો...
દબાતા પગલે ફિલ્લમ જોવા જવું હોય તો બુરખો...
કોઈના બાઈક પાછળ બેસવું હોય તો બુરખો....
કોલેજ બન્ક કરવી હોય તો બુરખો....
આમ અગણિત ઉપયોગ ધરાવતા આ બુરખાને કારણે યુવતીઓને તો નિરાંત છે પરંતુ યુવકોનું શું?
આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!
ગુજરાતના યુવાનોના ચહેરા પર ગુજરાતી યુવતીઓની જોરદાર થપ્પડ!

8 comments:

  1. લાવ્યા હો ભાઈ... કઈક નવીન લાવ્યા. કોંગ્રેસી થપ્પડ જેવું જ લાલચોળ. આ બુર્ખાધારીઓને પોલીસ પણ હેલ્મેટ વગર રોકતા નથી. મહા-થપ્પડ..

    ReplyDelete
  2. હું ખરેખર હસ્યો.

    અર્જુનભાઈ વાંચશે તો કદાચ આવી એડ બનાવવા સજેશન આપે ખરા!!!

    ReplyDelete
  3. સાચી વાત, બિચારા યુવાનો..... કદાચ એટલે જ આજ કાલ ના યુવાનો ની આંખો ને ટાઢક ના અભાવે જ ચશ્મા નાની ઉમરે આવવા લાગ્યા છે ;)

    ReplyDelete
  4. hahahaha...thappad sali ghni badhi jagya e nade chhe

    ReplyDelete
  5. હું તો કેદી નો કહું છું કે બહુત ના ઇન્સાફી હૈ.....પણ મારું કોઈ એમ થોડું સાંભળે...તુષાર ભાઈ ટેકો જાહેર કરવા બદલ આભાર હો માર વાલા...એક વાર એક રોમિયો ટાઇપ ના ઢગા એ એક યુવતી ની બાજુ માં હોન્ડા ચડાવી ને રોમેન્ટિક અંદાજ માં કહ્યું કે.." યે પરદા હટાદો જરા મુખડા દીખાડો હમ પ્યાર કરને વાલે હૈ કોઈ ગૈર નહિ...ત્યારે જ છોકરી બોલી કે પપ્પા તમે ખોટો નંબર ડાયલ કરો છો....." બોલો આવી પરિસ્થિતિ થાય છે યાર...છોકરીઓ એ કૈક સમજવું જોઈ એ નઈ ...???

    ReplyDelete
  6. વિટામીન G ની કમીથી , યુવાનોની આંખોનું તેજ ઝંખ્વાયું :D

    ReplyDelete
  7. પંખો કરો કોક... :P

    ReplyDelete